ઘરેજ એકદમ સરળ રીતે બનાવો આ વસ્તુ માત્ર 10 જ મિનિટમાં બાથરૂમની દુર્ગંધ થઈ જશે દૂર….

0
384

ઘરના બાથરૂમનો પ્રયોગ આપણે આવણી સ્વચ્છતા માટે કરીએ છીએ પણ તમને એ અંદાજ અચૂક હશે કે સ્વચ્છતા માટે વપરાતા બાથરૂમની પોતાની સ્વચ્છતા પણ જરૂરી છે, જો તેને નિયમિત સ્વચ્છ રાખવામાં ન આવ્યું તો તમારા અને તમારા ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. બની શકે કે દરરોજ સમયના અભાવમાં તમે તેની સફાઇ ન કરતા હોવ, પણ કેટલીક સ્માર્ટ ટિપ્સ અપનાવીને તમે તેને દરરોજ સાફ કરી શકો છો.આપણા ઘરમા બાથરૂમ એ એક એવી જગ્યા છે કે જે જેટલી સ્વચ્છ હશે એટલુ જ તમારા સ્વાસ્થ્ય માટે સારુ રહેશે કારણ કે ઘરમા સૌથી વધારે બેક્ટેરિયા બાથરૂમમા જ હોય છે. જે બધી બીમારી ફેલાવવાનુ કામ કરે છે અને તેની સાથે જ ગંદુ બાથરૂમ કોઇનો પણ મૂડ ખરાબ કરી શકે છે અને કેટલીક વખત તો તેની દુર્ગંધના કારણે તમને લોકોની સામે શરમ અનુભવવી પડે છે.

અને એવામા તમારે બાથરૂમને સ્વચ્છ અને દુર્ગંધ રહિત રાખવા માટે તમારે મોંઘા મોંઘા ક્લીનરનો ઉપયોગ કરે છે પરંતુ તેમા કોઇ ફાયદો થતો નથી અને એવામા તમારે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશું કે જેને કરીને તમે આ દુર્ગંધ દૂર કરી શકો છો.બાથરૂમમાં વિનાઈલ ફ્લોરિંગ કરાવો. સિરેમિક ટાઈલ્સ પણ લગાવી શકો છો. બાથરૂમની બહાર રખાતી મેટ્સ પણ લપસણી ન હોવી જોઈએ.બાથરૂમમાં રૂમ ફ્રેશનર કંટેનરમાં નાખી રાખો. હળવી ખુશ્બૂથી બાથરૂમ મહેંકતું રહેશે.બાથરૂમ સાફ કરવા માટે હંમેશા એવું બ્રશ ઉપયોગમાં લો, જેમાં આગળ પાછળ એડજસ્ટ કરનારું હેન્ડલ કે નોજલ લાગેલું હોય. જેથી બાથરૂમના ખૂણાઓની પણ સફાઈ થશે.શિયાળામાં ગરણ પાણીથી સ્નાન કર્યા બાદ બાથરૂમના અરીસા, નળ અને ટોયલેટ સીટ પર વરાળનું આવરણ બની જાય છે. એને મુલાયમ કપડાંથી લૂછી લો.બાથરૂમને કીટાણુરહિત કરવા માટે ડેટોલ કે ફિનાઈલ મેળવેલા પાણીથી એની દરરોજ સફાઈ કરો.સૌથી પહેલાં ટોઈલેટ સીટ ભણી ધ્યાન આપો. એમાં ક્લીનર લગાવ્યા પછી એને થોડાક સમય માટે એમ જ રહેવા દો. પછી સાફ કરો.

ટોઈલેટ ક્લીનરને એના કિનારા પર અંદરની બાજુ લગાવો, જેથી તે આખી સીટ પર ફેલાઈ જાય. બ્લીચ અને થોડુંક પાણી મેળવી ને તેને સાફ કરો.સાબુના ફીણનું ચીકણું પડ બાથરૂમના ટાઈલ્સ પર જામી જાય છે. ફીણ-પાણીના એ ડાઘ-ધબ્બાંને સફેદ વિનેગરથી સાફ કરી દો. વિનેગરના એસિડને કારણે સાબુનો જામેલો ક્ષાર ઝડપથી ક્ષાર નીકળી જશે અને સાફ થઈ જશે.બાથરૂમના ટબ-બાલ્દી સાફ કરવા માટે તેમાં થોડાક કેરોસીનમાં વોશિંગ પાઉડર નાખીને પલાસ્ટિક સ્ક્રબરથી ઘસો.સાબુ બનાવવા માટે મોટા ભાગે એનિમલ ફેટનો ઉપયોગ થાય છે. જે બાથરૂમની દીવાલ પર ચોંટી જાય છે અને પાઈપમાં પણ જામી જાય છે. એને રોકવા માટે વેજિટેબલ ફેટથી બનેલા સાબુનો ઉપયોગ કરો.

સ્નાન કરવા માટે બાર સોપને બદલે લિક્વિડ સોપનો ઉપયોગ કરો જેથી ગંદકી પણ ઓછી થશે. બાથરૂમની પાઈપ બંધ થઈ જાય તો તેને નજર અંદાજ ન કરો. એ ફાટે અને બદલવી પડે તે પહેલાં જ તેની નિયમિત સફાઈ કરો.ટિશ્યૂ પેપર ટોવેલના ધાગા પાણીના સંપર્કમાં આવવાથી ચીપકી જાય છે. જ્યારે ટોઈલેટ પેપર પાણીમાં ચોંટતું નથી. એટલા માટે ટોઈલેટમાં ટોયલેટ પેપરનો જ ઉપયોગ કરો.કેટલાંક ટોઈલેટના હોલ (કાણા) નાના હોય છે, જે પાઈપ બંધ થઈ જવાનું કારણ બની શકે છે. ટોઈલેટ સીટ ખરીદતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો.કેટલીક વાર પાઈપલાઈનમાં ૫થી ૨૦ ફૂટ સુધી નીચેની તરફ સાબુના ફીણમાં વાળના ગુચ્છ ફસાઈ જાય છે, જેતી પાણી અટકી-અટકીને જાય છે. એમાં પાણીનો મારો કરો. ક્યારેય પણ બંધ પાઈપને ખોલવા માટે કેમિકલનો ઉપયોગ ન કરો.બાથરૂમના ફર્શને માઈક્રોફાઈબર કપડાં અને ક્લીન્ઝરથી સાફ કરો. ધ્યાન રાખો કે, તેનો દરેક ખૂણો, દરવાજા સુદ્ધાં અને ટોઈલેટની પાછળનો હિસ્સો વગેરે સારી રીતે રોગાણુરહિત કરો.માઈક્રોફાઈબરથી સફાઈ કરવી સરળ તો છે, વળી એના પરિણામ પણ સારાં મળે છે. જો એક વાર એનાથી સફાઈ કરવાની આદત પડી જાય, તો પેપર ટોવેલ અને ક્લીનરનો ખર્ચ બચી જાય છે. માઈક્રોફાઈબર ટોવેલ ખરીદતી વખતે એ ધ્યાન રાખો કે, એ સારી ક્વોલિટીનો હોય. એને ક્યારેય અન્ય કપડાંની સાથે ન ધૂઓ.

પોતાંને કેટલાક સમયના વપરાશ પછી ફેંકી દઈએ છીએ, પરંતુ માઈક્રોફાઈબર પોતાં ઘણાં સારાં પડે છે, જે ખૂણે-ખાંચરેથી માટી કાઢીને સાફ કરે છે.ગરમ પાણી અને માઈક્રોફાઈબર કપડાંથી બારીઓ-અરીસાને ચમકાવી શકાય છે. જો એ બધી ચીજો ગંદી હોય તો ૧ ભાગ એમોનિયામાં ૩ ભાગ પાણી અને થોડોક વાસણ ધોવાનો સાબુ ભેળવી દો.સફેદ વિનેગર અને પાણીના ૧-૩ પ્રમાણથી દ્રાવણ તૈયાર કરો. માઈક્રોફાઈબર કપડાં પર આ દ્રાવણ લગાવીને બાથરૂમના નળ અને તેની દીવાલો પર ઘસો.ગીઝરની પાઈપ મોટે ભાગે વારંવાર સંકોચાવાથી કે પહોળી થવાથી ક્રેક થઈ જાય છે, ત્યારે આ પાઈપને બદલવી જરૂરી બની જાય છે. એટલે ગીઝરની પાઈપને દીવાલની અંદર લગાવવાને બદલે બહારની તરફ લગાવો, જેથી બદલવામાં સહેલાઈ પડે.

સામાન્ય વાત. : બેડરૂમનો અડધો હિસ્સો ડબલ બેડ અને અન્ય નાનાં-મોટાં ફર્નિચરથી જ ઢંકાઈ જાય છે. બેડરૂમનું ફ્લોરિંગ એવું રાખો, જે રૂમના ડેકોરને બદલવા છતાં પણ તેની સાથે જામે.બેડરૂમમાં જાજમ (ગાલીચો) પાથરવાનો રિવાજ રહ્યો છે. ડબલ બેડની એક તરફ પાથરેલો નાનો ગાલીચો રૂમને બહુ જ સુરુચિપૂર્ણ લુક આપે છે. તમે ઇચ્છો તો રૂમમાં વૂડન કે લેમિનેટેડ ફ્લોરિંગ કરાવી શકો છો. સાથે જ સજાવટી મેટ્ પાથરી શકો છો.આપનું ઘર ડુપ્લેક્સ હોય તો દાદરની સફાઈનું ખાસ ધ્યાન રાખો. સીડીઓની ફર્શ-ઘરના બાકીના ફર્શ સાથે મળતું આવતું હોવું જોઈએ.ડ્રોઇંગ રૂમની ફર્શ તેના ઇન્ટીરિયર પર નિર્ભર કરે છે. ડ્રોઇંગ રૂમમાં ગાલીચો સારો લાગે છે, જેને માર્બલ ફ્લોરિંગ કે વૂડન ફ્લોરિંગ કરાવ્યા પછી પણ બિછાવી શકો છો.ડાઈનિંગ રૂમની ફર્શ એવી હોય, જેના પર ડાઘ-ધબ્બાં લાગે તો પણ આસાનીથી નીકળી જાય. ડાઈનિંગ રૂમમાં ગાલીચો બિછાવી શકાય છે, પરંતુ ગાલીચો લાઈટ રંગનો ન હોય, કેમ કે ગાલીચા પર કંઈ પણ પડવાથી ધબ્બાં દેખાઈ દેશે.

સાફસફાઈની શરૂઆત રૂમના સૌથી ઉપરના હિસ્સાતી કરો. : જેથી સફાઈ ઉપરથી નીચેની તરફ થાય અને ઉપરના ભાગમાં ધૂળ ન રહે.ગાદીદાર સોફા પર ફૂગ આવી ગઈ હય તો એની ગાદીઓ પર બેકિંગ પાઉડર છાંટો અને હળવું થર બનાવી દો. આ પાઉડરને તેની પર જ રહેવા દો, આખું ઘર સાફ થઈ જાય પછી તેને વેક્યૂમ ક્લીનરથી સાફ કરી લો.જો ફર્નિચર પર તિરાડો પડી ગઈ હોય તો ન્યૂટ્રલ શૂ પોલિશની મદદથી એને છુપાવી શકાય છે.સ્લાઈડિંગ દરવાજાના ટ્રેકને જૂના ટૂથબ્રશ અને સાબુના દ્રાવણથી સાફ કરો. જ્યારે એ સૂકાઈ જાય તો એ ભાગ પર મોબિલ ઓઈલ લગાવો કે સાબુની ટીક્કીની આખી ટ્રેક પર ઘસો.સફાઈ કામને ઝડપથી પતાવવા માટે વેક્યૂન ક્લીનરનું હોવું જરૂરી છે. આજકાલ નાના હેન્ડી વેક્યૂમ ક્લીનર પણ આવી ગયા છે. એને એક રૂમમાંથી બીજા રૂમમાં લઈ જવા સરળ બને છે. વેક્યૂમ ક્લીનરની સાથે કેટલાય પ્રકારના એટેચમેન્ટ આવે છે. એનાથી ફર્શ જ નહીં, બલકે શેલ્ફ, રેલિંગ અને ડ્રોઅરની અંદરના હિસ્સાને ઝડપથી સાફ કરાય છે.

ઉપકરણોને દરવાજાઓની અંદરથી સાફ કરો. : બેડરૂમથી માંડીને લિવિંગ રૂમ અને સીડીઓ સુધી વેક્યૂમ કરો. વેક્યૂમ કરતી વખતે વચ્ચે-વચ્ચેથી કોઈ હિસ્સો છૂટી જઈ શકે છે, જેથી સાવધાની રાખો.નાયલોનના તારવાળા ઝાડુંથી દીવાલ પર છાંટા પડતા નથી કે તેના તાર પણ ઢીલા પડતાં નથી. આપનો ગાલીચો એનાથી સાફ કરો, જે વેક્યૂમ કરતાં પણ સારી રીતે કામ કરે છે.ચોમાસામાં ઘરમાં ભેજ આવી જાય છે, વળી કેટલીક જગ્યાએ તો ધાબાની તિરાડોમાંથી પાણી પણ પડે છે, એ તિરાડોમાં તેમાં સિમેન્ટ-કેમિકલનું પાણી ભરી દો. તિરાડો બંધ થતાં પાણી ટપકવાનું બંધ થશે.