ગાંધીનગરમાં દુનિયાનું પેહલું રેલવે સ્ટેશન જ્યાં સૌથી મોટી વિશેષતા શું છે જાણો

0
122

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગુજરાતની રાજધાની ગાંધીનગર રેલ્વે સ્ટેશનનું વિકાસ કામ અંતિમ તબક્કામાં છે. હવે તેનું ઉદ્ઘાટન આવતા મહિનાના જાન્યુઆરીના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં થવાની સંભાવના છે. આ સ્ટેશનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે દેશમાં આ પ્રકારનું પહેલું રેલ્વે સ્ટેશન છે.

જ્યાં એક અલગ પ્રાર્થના રૂમ અને બેબી ફીડિંગ રૂમ બનાવવામાં આવ્યો છે. ફાઇવ સ્ટાર હોટલ બિલ્ડિંગ હેઠળ બનાવવામાં આવેલું સ્ટેશન વિવિધ પ્રકારની આધુનિક સુવિધાઓ પ્રદાન કરે છે.ફાઇવ સ્ટાર હોટલ સુધી પહોંચવા માટે સ્ટેશનની અંદરથી એક ગેટ બનાવવામાં આવ્યો છે જેથી મુસાફરો ટ્રેનમાંથી ઉતરતાની સાથે જ હોટલ પર પહોંચી શકે.સ્ટેશનની અનેક આધુનિક સુવિધાઓ ઉપરાંત, પ્રાથમિક સારવાર માટે એક નાનકડી હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે.

ફાઇવ સ્ટાર હોટેલમાં જવા માટે સ્ટેશનની અંદરથી એક ગેટ.આ બિલ્ડિંગની નીચે મુખ્ય પ્રવેશદ્વાર પાસે ટિકિટ બારીની બાજુમાં એલિવેટર અને એસ્કેલેટર મૂકવામાં આવ્યું છે, જેથી મુસાફરોને પ્લેટફોર્મ પર પહોંચવામાં કોઈ તકલીફ ન પડે. ટિકિટ વિંડો પર પહોંચવા માટે મુસાફરોને ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટરથી પસાર થવું આવશ્યક છે. આટલું જ નહીં, ફાઈવ સ્ટારમાં પ્રવેશવા માટે પ્રવેશ દ્વાર પાસે એક ગેટ પણ લગાવવામાં આવ્યો છે, જેથી મુસાફર ટ્રેનમાંથી ઉતરીને સીધા હોટલ પર પહોંચી શકશે.

સ્ટેશનમાં પ્રાર્થના રૂમ બનાવ્યો.નવી બિલ્ડિંગમાં એન્ટ્રી ગેટ, બુકિંગ, લિફ્ટ-એસ્કેલેટર, બુક સ્ટોલ, ફૂડ સ્ટોલ સહિતની તમામ સુવિધાઓ ઉપરાંત, એક નાની હોસ્પિટલ પણ પ્રાથમિક સારવાર માટે બનાવવામાં આવી રહી છે. પ્રાર્થના રૂમની સાથે સાથે પ્લેટફોર્મ પર મહિલા પેસેન્જર સંતાનને ફીડિંગ કરાવી શકે એ માટે બેબી ફીડિંગ રૂમ પણ બનાવાયો છે.આ પછી હવે સ્ટેશનની જૂની ઇમારત ખાલી થઈ જશે. અહીં ફક્ત સ્ટેશન માસ્ટર અને અન્ય રેલ્વે સ્ટાફ જ રહેશે. આખું સ્ટેશન સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ રહેશે.

ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો એક વખત પુનર્વિકાસ કરવામાં આવ્યો છે અને હજી કામ ચાલુ છે. આમાં પણ વિશેષ કોનકોર્સ વિસ્તારની સાથે રિટેલ શોપ અને ફૂડ કોર્ટ લોકો માટે ફાયદાકારક રહેશે. એક સાથે 600 મુસાફરોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર અને આઈઆરએસડીસી દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. આ રેલ્વે સ્ટેશનમાં આંતરીક અને માળખાગત સુવિધાઓ માટે પણ ઘણું કામ કરવામાં આવ્યું છે. એરપોર્ટની જેમ, એલિવેટર્સવાળા આ રેલ્વે સ્ટેશનમાં મોલ જેવી લાગણી અનુભવાશે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે આકાર પામી રહેલા હોટેલ પ્રોજેક્ટની બાંધકામ કામગીરીના નિરીક્ષણ માટે જાત મુલાકાત કરી હતી. ગાંધીનગર રેલ્વે એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ગરુડ પ્રોજેક્ટ 721 કરોડના ખર્ચ સાથે આકાર પામી રહ્યો છે. રેલ્વે સ્ટેશનમાં પ્લેટફોર્મ અને પરિસરની ઉપર 70 મીટર ઊંચાઈ સાથે 300 રૂમ ધરાવતો આ પ્રોજેક્ટ ભારતમાં પ્રથમ છે. વિશ્વ કક્ષાના પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ મુખ્યમંત્રીએ સતત એક કલાક સુધી કરીને બારીકાઈથી વિગતો મેળવી હતી. અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા. ગરુડ પ્રોજેકટના ખાન, રેલ્વેના ડીઆરએમ તેમજ ઉદ્યોગ કમિશનર મમતા વર્મા આ મુલાકાતમાં સાથે જોડાયા હતા અને પૂરક વિગતો આપી હતી.સપ્ટેમ્બર 2019 સુધીમાં તૈયાર થઈ જશે.

કોઇ મહત્વની અને મોટી ટ્રેનો માટે સ્ટોપેજ નહીં ધરાવતા ગાંધીનગરના રેલવે સ્ટેશન પર પીપીપી ધોરણે 300 રૂમની 5 સ્ટાર હોટલ રેલવે ટ્રેક તેમજ ફ્લોટિંગ કોલમ પર બનનારી દેશની પ્રથમ છે. હોટલ ગુજરાતની સૌથી મોટી હોટલ હશે. 77 મીટર ઉંચી હોટલ દેશની પ્રથમ હોટલ હશે. જે રેલવે ટ્રેક પર અને ફ્લોટિંગ કોલમ પર બનશે. નિર્ધારિત કરાયો છે. 300 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. 600 લોકો એક સાથે બેસી શકે એવી વ્યવસ્થા હશે. દુકાનો હશે.

સ્ટેશન બનાવવામાં વિલંબ.રેલવે બોર્ડના ચેરમેન અશ્વની લોહાણીએ ગાંધીનગર રેલવે સ્ટેશન પરિયોજનાનું નિરિક્ષણ કર્યું ત્યારે સ્ટેશનનું પુનઃનિર્માણ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરી દેવાનો આદેશ આપ્યો હતો. હજું તે કામ પૂરું થયું નથી. પ્રોજેક્ટના સમયના પાંચ મહિના વધું થયાં છતાં પૂરો થયો નથી. તેથી મુખ્ય પ્રધાનનો વિષય ન હોવા છતાં તેમને મોકલવામા આવ્યા હતા. હજું 6 મહિના જેવો સમય લાગે તેમ છે.

300 કરોડનું રેલવે સ્ટેશન.ગુજરાતના પાટનગર ગાંધીનગરને રેલવે સ્ટેશન મળ્યું છે, પરંતુ જ્યારે તેને કોઇ ટ્રેનના સ્ટોપેજ મળ્યા નથી. ઘણાં સમય પહેલાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એક મેમુ ટ્રેન શરૂ કરાઇ હતી. તેમાં પણ કોઇ કર્મચારીઓ પ્રવાસ કરતા નથી. છુટાછવાટા પેસેન્જરોના લીધે આ ટ્રેન દોડાવવી પણ રેલવેને પરવડે તેમ નથી. સૌથી નવાઇની વાત એ છે કે ગાંધીનગરને બ્રોડગેજ લાઇન મળી ચૂકી છે, પરંતુ તેને ઉત્તર ભારત કે મધ્ય ભારત જતી આવતી ટ્રેનોના રૂટમાં જોડવામાં આવ્યું નથી. આને લીધે પાટનગરની નજીકના જ નગર કલોલ ખાતેથી 38 ટ્રેનો અવરજવર કરે છે.

પરંતુ માંડ વીસ કિમી જ દૂર આવેલા ગાંધીનગરને તેનો લાભ મળતો નથી. હાલ માત્ર અમદાવાદ-ગાંધીનગર, ઇન્દોર ગાંધીનગર, ગાંધીનગર દાહોદ ટ્રેનો દોડે છે. લાંબા અંતરની ટ્રેનમાં એક સરાઇ રોહીલાથી આવતો ગરીબ રથ થોભે છે. અહીંથા અત્યારે 100 રિઝર્વેશન અને આશરે 250 જનરલ ટિકિટનું વેચાણ થાય છે. સ્ટેશનમાં અમદાવાદ અને ગાંધીનગર, ઇન્દોરથી ગાંધીનગર, અમદાવાદથી હરિદ્વાર ગાંધીનગર સ્ટોપેજ સાથે આ ઉપરાંત ગાંધીનગર અને દાહોદ વચ્ચેની લોકલ ટ્રેન. જે સપ્તાહમાં ત્રણ દિવસ માટે હોય છે.

વધુમાં તેમણે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 પર વોશેબલ એપ્રોન બનાવાશે. 1000 કાર, 200 ટૂ વ્હીલર્સ, 100 ઓટો રિક્ષા એક સાથે પાર્ક કરી શકાશે. આ સમગ્ર પ્રોજેક્ટ માટે ઇન્ડિયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (આઇઆરએસડીસી)ને કેન્દ્રે મંજૂરી આપી હતી. હાલની ડિઝાઇન પ્રમાણે તેનો આકાર બિલિપત્ર જેવો રહેશે.

રેલવે સ્ટેશન અને હોટલ આશરે 6500 ચોરસ મિટરમાં જગ્યા આવરી લેશે.ઓપન બાલ્કની અને સ્વિમિંગ પૂલ અને ગાર્ડન ધરાવતી હશે. અન્ય હોટેલ થ્રી સ્ટાર હશે જે 400 રૂમ્સની બનશે. 6,8 અને 10 માળના ત્રણ અલગ અલગ ટાવર બનશે. એન્ટ્રી પણ આધુનિક એરપોર્ટ લોંજ જેવી હશે. મહાત્મા મંદિર સાથે લીંક કરી દેવાશે. રેલવે પ્રવાસીઓ માટે અલગથી એન્ટ્રી રહેશે.