ઇચ્છામૃત્યુનું વરદાન હોવા છતાં ભીષ્મ પિતામહે ઉત્તરાયણના દિવસે જ કેમ દેહત્યાગ કર્યો?.

0
476

ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જે ભારતની સાથે પડોશી દેશ નેપાળમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શા માટે ભીષ્મ પિતામહે દેહત્યાગ કરવા માટે મકર સંક્રાંતિની એટલે કે ઉત્તરાયણની રાહ જોઈ. એવું તે શું ઉત્તરાયણમાં ભારતભરમાં તે અલગ અલગ અંદાજમાં મનાવવામાં આવે છે.

હિંદૂ ધર્મ પ્રમાણે મકર રાશિમાં સૂર્યના જવાની સાથે માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે. મકર સંક્રાંતિ એ ગુજરાતમાં ભારે હર્ષ ઉલ્લાસ અને ધામધૂમથી ઉજવાય છે.તો પંજાબીઓ લાહિડી ઉજવે છે દક્ષિણમાં પણ આ તહેવાર વિશેષ રીતે ઉજવાય છે.આ દિવસે દાન,સ્નાન,તલ અને ગોળનું વિશેષ મહત્વ છે.

આમ છતાં આજે અમે તમને એ કથા વિશે જણાવીશું કે જે ભીષ્મ પિતામહ અને મકરસંક્રાંતિ સાથે જોડાયેલી છે.શું તમે જાણો છો કે તેમણે દેહત્યાગ કરવા માટે મકર સંક્રાંતિનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો.જો ન જાણતા હોય તો અમે તમને જણાવીશું.

આપણે સૌ મહાભારતની કથા જાણીએ જ છીએ.એવું માનવામાં આવે છે કે બ્રહ્મચારી ભીષ્મ પિતામહને પોતાના પિતા શાંતનુ પાસેથી ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત થયું હતું.પરંતુ મહાભારતના યુદ્ધમાં જ્યારે અર્જુન ભીષ્મ પિતામહ સામે યુદ્ધ કરવા આવે છે ત્યારે શિખંડીને ઢાલ બનાવે છે.

નીતિવાન ભીષ્મ પિતામહ શિખંડી ઉપર પ્રહાર ન કરી શક્યા અને અર્જુને તેનો લાભ લઈ તેમને બાણોથી વીંધી નાખ્યા. ત્યારે બાણ શય્યા પર રહીને મુક્તિ ઇચ્છતા ભીષ્મ પિતામહ ઉત્તરાયણ સુધીના સમયની પ્રતિક્ષા કરે છે. ઇચ્છામૃત્યુનું વરદાન પ્રાપ્ત હોવા છતાં ઘણાં અઠવાડિયાઓ સુધી અસહ્ય પીડા સહન કરે છે.

ઉત્તરાયણ બાદ દેહત્યાગ કરવાનું કારણ શુ.કથા મુજબ મહાભારત કાળના સમયમાં ગંગાપુત્ર ભીષ્મ પિતામહ કે જેઓ આઠ વસુઓમાંના એક હતા.

એક શ્રાપના કારણે તેમને મનુષ્ય અવતાર લેવો પડ્યો હતો. તેમના આ અંતિમ મનુષ્ય દેહમાં કરેલા જીવનના કર્મોના પ્રભાવથી મુક્તિ માટે એક શુભ દિવસની રાહ જોતા હતા.

સૂર્ય ઉત્તરનો થયા બાદ પ્રકૃતિમાં થનારા પરિવર્તનના અનુભવમાં તેમજ યુદ્ધ દક્ષિણ આયનમાં શરૂ થયું હોવાના કારણે સૂર્ય જ્યાં સુધી ઉત્તર આયનનો ન થાય ત્યાં સુધી તેઓ શરીર ત્યાગ કરવા માગતા નહોતા. તેથી જ તેમણે ઉત્તરાયણના સમય બાદ શરીરનો ત્યાગ કર્યો. આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક દૃષ્ટિકોણથી ઉત્તરાયણનું સવિશેષ મહત્ત્વ રહેલું છે.

સાધનના દૃષ્ટિકોણથી દક્ષિણાયનને શુદ્ધિકરણનો સમય કહ્યો છે, જ્યારે ઉત્તરાયણને આત્મજ્ઞાન માટેનો સમય કહ્યો છે. તદ્ઉપરાંત ઉત્તરાયણને ગ્રહણશીલતા,અનુગ્રહ,જ્ઞાનોદય તેમજ પરમપ્રાપ્તિનો સમય કહેવાયો છે.ઉત્તરાયણ મનુષ્યના આધ્યાત્મ અને જ્ઞાનની ક્ષમતામાં વધારો કરવાનો સમય છે.

સમગ્ર માનવ પ્રણાલી અન્ય કોઈપણ સમય કરતાં આ સમયે સૌથી વધુ ગ્રહણશીલ બની પરમાનંદની પ્રાપ્તિ કરી શકે છે.આ સમય કૃષિ ક્ષેત્ર માટે પણ અનુકૂળ કહેવાયો છે. પોંગલ પણ ઉત્તરાયણના દિવસે જ મનાવામાં આવે છે.પોંગલ કૃષિનો તહેવાર છે.

આ દિવસથી ખેતીના પાકની લણણીની શરૂઆત થાય છે.મુખ્યત્વે આ તહેવાર દક્ષિણ ભારતમાં મનાવવામાં આવે છે.હિન્દુ પરંપરામાં મકરસંક્રાંતિની વિશેષતા.આ વર્ષની વાત કરીએ તો 2022ના નવા વર્ષમાં સૂર્ય 14મી જાન્યુઆરીએ બપોરે 2.29 વાગ્યે મકર રાશિમાં ગોચર કરશે.

જે 13 ફેબ્રુઆરી સુધી મકર રાશિમાં જ રહેશે અને ત્યારબાદ કુંભ રાશિ માં આગળ વધશે.આમ તો વર્ષ દરમિયાન 12 સંક્રાંતિ આવતી હોય છે.પરંતુ આપણી હિંદુ પરંપરામાં મકર સંક્રાંતિનું અનેરું મહત્ત્વ છે.કારણ કે પૃથ્વી અને આકાશના સંબંધમાં સૂર્ય ગ્રહ બે આયન એટલે કે બે ભાગમાં વહેંચાયેલો છે.

જેમાં એક દક્ષિણાયન અને બીજો ઉત્તરાયણ તરીકે ઓળખાય છે. દર વર્ષે 14મી જાન્યુઆરીથી સૂર્ય દક્ષિણથી ધીમે ધીમે ઉત્તર તરફનો થતો હોય છે.સૂર્ય ઉત્તરાયણના દિવસે શનિની મકર રાશિમાં પ્રવેશ કરે છે. હવે આપણને પ્રશ્ન થાય કે,સૂર્ય અને શનિ વચ્ચે તો શત્રુભાવ છે.

તો તે કેવી રીતે મકર રાશિ શુભ થાય! વૈદિક જ્યોતિષ પ્રમાણે, સૂર્યની દશમા ભાવ સાથે પ્રાકૃતિક મૈત્રી હોવાને કારણે તેમજ શનિના ન્યાયપ્રિયતા જેવા ઉત્તમ ગુણોથી પ્રભાવિત હોવાના કારણે સૂર્ય મકર રાશિમાં શુભફળ આપનારો મનાયો છે.