કોના નામ પર રાખ્યું છે ગીતા બેન રબારીએ પોતાનું ઘર,જાણો કોણ છે”વીંજુ”….

0
852

કચ્છની કોયલ નામની ફેમસ ગીતા રબારીને આજે ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જે ઓળખતો નહીં હોય પોતાના સૂરીલા કંઠથી ઘેલું લગાડનાર ગીતા રીબારીનો આજે ગુજરાતી સિંગિંગમાં ડંકો વાગે છે. ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મેલા ગીતા રબારીએ તેમના જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો છે

જોકે ગીતા રબારીને તેમના મહેનતનું આજે ફળ મળ્યું છે ગીતા રબારીએ હાલમાં જ નવું લેવિસ ઘર ખરીદ્યું છે જેની તસવીરો ખુદ ગીતા રબારીએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે આ તસવીરોમાં ઉંડીને આંખે વળગે એવી વાત હોય તો તે છે ઘરનું નામ.

અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, આફ્રિકા, માં ગીતાબેન રબારીના સોંગ ઉપર ભુરિયાઓને નાચતા પણ તમે જોયા હશે પરંતુ શું તમને ગીતાબેન રબારી વિશે વધુ ખબર છે તો આજે અમે તમને જણાવીશું.ગીતા રબારી નામ સાંભળતા જ મગજ માં રોના શેરમાં ગીતના શબ્દો નીકળી પડે બસ આવી જ જબરદસ્ત સફર છે

ગુજરાતી સિંગર ગીતા રબારી ની. ક્યારેય થાક્યા નથી ક્યારેય હાર્યા નથી. કપરા સમયમાં જબરદસ્ત ઉત્સાહ સાથે આગળ વધ્યા છે અને આજે ગુનારાતીઓના દિલો દિમાગ પર રાજ કરે છે.

છે ને મજેદાર! તેમનું જીવન એક અદભુત પ્રેરણા સ્ત્રોત છે.તો જાણીએ થોડું ગીતા બેન વિશે.કચ્છ હા ગુજરાતના કચ્છથી એક અનોખી સફર શરૂ થાય છે કચ્છ લોકગીત, લોક કળા અને ગુજરાતી સંસ્કૃતિનો પાયો ગણાય છે.

ગીતા રબારીના નવા ઘરનું નામ VINJU’S NEST છે. ઘરનું આ નામ રાખવા પાછળનું કારણ છે ગીતા રબારીનો માતૃત્વ પ્રેમ. ગીતા રબારીના માતાનું નામ વીંજુબેન ( VINJU) છે. એટલે ગીતા રબારીએ પોતાના નવા ઘરનું નામ માતાના નામ પરથી રાખ્યું છે.

આમ તેમણે VINJU’S NEST વીંજુંનો માળોનામ રાખી તેમની માતા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે.ગીતા રબારી જેમણે ના માત્ર ગુજરાતના ગામડાઓમાં પણ શહેરમાં પણ લોકોને પોતાના જબરા ફેન બનાવી દીધા છે.માત્ર 10 વર્ષની ઉંમરથી કારકિર્દીની શરૂઆત કરનાર ગીતા રબારી આજે ગુજરાતના ટોપ સિંગર માંથી એક છે.

ગુજરાતના કચ્છ જિલ્લાના તપ્પર ગામમાં વર્ષ 1996 માં 31 મી ડિસેમ્બરના રોજ ગીતા રાબારીનો જન્મ થયો હતો. કચ્છી અને એમાં પણ રબારી એટલે સંસ્કૃતિમાં જબરદસ્ત રસ અને કઈંક નવું કરવાની મહેચ્છા તો જાણે ગીતા બેનમાં જન્મજાત હતી.

માત્ર 10 વર્ષની ઉંમરમાં ગુજરાતી લોકગીત ગાવાની શરૂઆત કરી તેમના અવાજમાં જબરદસ્ત મીઠાશ અને મંત્રમુગ્ધ કરી નાખે તેવો જાદુ છે.બહું ઓછા લોકોને ખબર હશે કે ગીતા રબારીની આજની સફળતામાં તેમની માતા વીંજુબેનનો ખૂબ ફાળો છે.

માતા વીંજુબેને દીકરી ગીતાને ઘરે ઘરે કચરા-પોતા કરી દીકરીને ભણાવી હતી. દીકરીને આગળ લાવવામાં તેમણે ખૂબ ભોગ આપ્યો છે. હવે ગીતા રબારીએ પોતાની કમાણીથી ઘર લઈને તેને માતાનું નામ આપી પોતાનું ઋણ ચૂકવ્યું છે.

ગીતા રબારીની સફળતાની વાત કરીએ તો તેમની શરૂઆતનું જીવન ખૂબ સંઘર્ષ ભરેલું રહ્યું હતું. તેના પિતા કાનજી ભાઈ રબારી ગાય-ભેંસો રાખીને ગુજરાન ચલાવતા હતા. પણ ગીતા રબારી 2-3 વર્ષના હતા ત્યારે તેમના પિતાને લકવો થતાં તેમને બધા પશુઓ કાઢી નાખવા પડ્યા હતા.

અને પરિવાર કચ્છના અંજાર તાલુકાના ટપ્પર ગામમાં સ્થાયી થયો હતો. ગીતા રબારીને બે ભાઈઓ હતા પરંતુ તેમનું અકાળે મૃત્યુ થયું હતું ગીતા રબારી ગામની સરકારી સ્કૂલે ભણવા જતા હતા. માતા વીંજુબેને ઘરે ઘરે કચરા-પોતા કરી દીકરીને ભણાવી હતી.

ગીતા રબારીને બાળપણથી ગાવાનો ખૂબ શોખ હતો અને સ્કૂલમાં અવારનવાર ગીતો ગાતા હતા.દરમિયાન આજુબાજુના ગામોમાં પોગ્રામ થતા ગીતા રબારી કાકાના દીકરા સાથે જોવા ગયા હતા. સ્કૂલમાં ગાતા હોવાથી બધાને ગીતા રબારીના સૂરીલા અવાજની ખબર હતી.

આથી તેમને પોગ્રામમાં ગાવાનો ચાન્સ આપવામાં આવ્યો હતો. જ્યાં તેમને ફી પેટે સૌ પહેલાં 500 રૂપિયા મળ્યા હતા. જે ગીતા રબારીએ તેમના માતાના હાથમાં આપ્યા હતા.

બાદમાં નજીકના ગામોમાં નાના પોગ્રામ મળવા લાગતા ગીતા રબારીએ ત્યાં ગાવાનું શરૂ કર્યું હતું. ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. 1 થી 7 પોતાના ટપ્પર ગામમાં ભણ્યા હતા અને ધો. 9 થી10 બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું ગીતા રબારીએ સૌ પહેલું ગીત સ્કૂલમાં 26મી જાન્યુઆરના દિવસે ‘બેટી હું મે બેટી બનુગી’ ગાયું હતું.

બાદમાં ગીતા રબારીએ મામાના ઘરે રહીને કરિયર આગળ વધારી હતી.ગીતા રબારીએ કચ્છના ફેમસ સિંગર દિવાળીબેન આહિરને જોઈને ગાયિકા બનવાનું સપનું જોયું હતું. દિવાળીબેન આહિરને જોઈને જ ગીતા રબારીને સિંગર બનવાનો વધુ શોખ જાગ્યો હતો

ગીતા રબારીની કલાને સૌ પહેલા દિનશાભાઈ ભુંગળિયાએ પારખી હતી. તેમણે ગીતા રબારીના અવાજમાં ‘એકલો રબારી’ ગીત બનાવ્યું જે સારું એવું પ્રચલિત થયું હતું. ગીતા રબારી ત્યારથી લોકોની નજરમાં આવી ગયા હતા.

ત્યાર બાદના બે મહિનામાં ગીતા રબારીએ મોટી ધમાલ મચાવી હતી. ગીતા રબારીનો ‘રોણો શેરામા’એ એવી તો ધૂમ મચાવી કે જ્યાં જુઓ ત્યાં એ ગીત જ સંભળાતું હતું. આ ગીતને યુટ્યૂબ પર અત્યાર સુધીમાં 45 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ ગીતથી ગીતા રબારીની કિસ્મત બદલાઈ ગઈ. રાતોરાતો જાણીતા બની ગયાત્યાર બાદ તો ગીતા રબારીએ અનેક હીટ ગીતો આપ્યા છે. ઘરે ઘરે જાણીતા બનેલા ગીતા રબારી આજે ગુજરાત જ નહીં ફોરેનમાં પણ કાર્યક્રમો કરે છે ગીતા રબારીએ પૃથ્વી રબારી સાથે લગ્ન કર્યા છે. પૃથ્વી રબારીએ સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે.ગીતા રબારીની કારકિર્દીની શરૂઆત પાંચમાં ધોરણથી શરૂ થઇ હતી.

શરૂઆતમાં તેઓ ગીતા ભજન, લોકગીત સંતવાણી,ડાયરા જેવા કાર્યક્રમો આપવા આજુબાજુના ગામમાં જતા અને ધીમે ધીમે તેમના અવાજના જાદુના લીધે સમગ્ર કચ્છ પંથકમાં તેમના જીવંત કાર્યક્રમોની માંગ વધવા લાગી.બસ પછી શું ગીતા બેને પાછળ વળીને જોયું નથી આજે તેઓ ગુજરાતીઓના દિલ પર રાજ કરે છે.જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારે તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ગીતા રબારી ની શાળાની મુલાકાતે હતા.

ત્યારે ગીતા બેને કાર્યક્રમમાં ગીત ગાયું હતું અને એટલું મધુર અવાજમાં ગીત સાંભળીને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મંત્રમુગ્ધ બની ગયા હતા અને ઇનામ રૂપે 250 રૂપિયા આપીને ગીતા બેન ને કહ્યું કે તમે સારું ગાવ છો વધારે પ્રેક્ટિસ કરો

બસ ત્યારથી ગીતા બેન નું લક્ષ્ય સંગીતકાર બનવાનું થઈ ગયું.આમ તો ગીતા રબારી ઘણા જીવંત કાર્યક્રમો કરે છે. લોકગીત, ડાયરો, ભજન કીર્તન વગેરે તેમના અવાજમાં કેટલીય સીડીઓ પણ રેકોર્ડ થઈ છે અને તેઓ હવે આલબમ ગીત પણ કરે છે.તેમના બે ગીતો રોણા શેરમા અને એકલો રબારી લોકપ્રિય બન્યા છે.

તેમનું રોણા શેરમા ગીત ૧૬ એપ્રિલ ૨૦૧૭થી આજ સુંધીમાં ૧.૫૦ કરોડ કરતાં વધુ વાર જોવાઈ ચૂક્યું હતું.ત્યારબાદ તેને વધુ વેગ પકડ્યો હતો.મિત્રો આતો તેમના હાલનું કરિયર થયું આપણે હવે જાણીશું કે બાળપણ થી આ આલીશાન જીવન સુધી ગીતા રબારી નું જીવન કેવું રહ્યું છે.

હાલમાં તો તેઓ લક્ઝુરિયસ લાઈફ નો આનંદ લઈ રહ્યાં છે.મિત્રો વાત કરીએ આપણે ગીતા બેન વિશે તો ગીતાબેન રબારીનો જન્મ તા. ૩૧/૧૨/૧૯૯૬, ના રોજ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના તપ્પર ગામ ખાતે એક સામાન્ય પરિવારમાં ગીતાબેનનો જન્મ થયો હતો.

ગીતાબેન ના પિતાનું નામ છે કાનજીભાઈ રબારી અને માતાનું નામ છે વેંજુબેન રબારી.ગીતાબેન ને બે ભાઈ હતા પરંતુ અમે તમને જણાવતા દુઃખ થાય છે કે તેમનું અકાળે મૃત્યુ થયું હતું.

ગીતાબેન રબારીની અગાઉ ની પરિસ્થિતિની વાત કરીયે તો ખુબ જ ખરાબ હતી.તેમના માતા પોતાના ગામની આજુબાજુના ઘરોમાં જઈને કચરા-પોતા કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા.તેમના પિતા સામાનના ફેરા મારતા હતા.

જોકે તેમને લકવાની અસર થતા હવે તેવો ઘરે જ રહે છે.તેમના પિતાએ તેમને ખુબ જ મદદ કરી છે.તેવો બીમાર રહેતા હતા પણ ગીતાબેન ને પ્રોગ્રામ માં લઇ જતા હતા.ગીતાબેન રબારીને નાનપણથી જ ગીતો ગાવાનો ખુબ શોખ હતો.ગીતાબેન રબારીએ પોતાનું પ્રાથમિક શિક્ષણ ધો. ૧ થી ૮ પોતાના તપ્પર ગામમાં ભણ્યા હતા.

અને ધો. ૯ થી ૧૦ બાજુના ગામ ભીમાસરમાં મેળવ્યું હતું.ગીતાબેન રબારી પાંચમા ધોરણમાં ભણતા હતા ત્યારથી ગીતો ગાય છે.