ફક્ત ત્રણ દિવસ રાતના સમયમાં કરો આ ઉપાય આવી જશે તેજી,ચમકશે કિસ્મત.

0
30

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વેપારમાં વૃદ્ધિ થવી અથવા તો નુકસાન જવું તેનો આધાર દુકાન કે ઓફિસના વાસ્તુ પર પણ હોય છે. આજના સ્પર્ધાના યુગમાં ગ્રાહકોને આકર્ષિત કરવા અને વ્યાપારને સારી રીતે ચલાવવા માટે જરૂરી છે કે દુકાનના વાસ્તુને પણ ધ્યાનમાં રાખવામાં આવે. વાસ્તુ કોઈપણ સ્થળના વાતાવરણને હકારાત્મક ઊર્જાથી ભરી દે છે જેની અસર ધનની આવક પર પણ પડે છે. તો જાણી લો આજે દુકાન કે ઓફિસના વાસ્તુદોષને દૂર કરે તેવા ઉપાયો વિશે તમે પણ.

મિત્રો વેપાર-ધંધામાં નફો થાય કે નુકસાન તેની સૌથી પહેલા અસર વ્યક્તિના ઘર પર પડે છે. વેપાર-ધંધાની આવક પર જ ઘર ચાલતું હોય છે. જો આવકના મુખ્ય સ્ત્રોત પર અસર પડે તો ઘરની ગોઠવાયેલી વ્યવસ્થાઓ પણ બગડી જાય છે. આવું ન થાય તેના માટે જરૂરી છે કે વ્યક્તિનો વ્યવસાય બરાબર રીતે ચાલતો રહે અને આ કામમાં મદદરૂપ થઈ શકે છે જ્યોતિષ શાસ્ત્રના કેટલાક ટોટકા.

મિત્રો વેપાર વૃદ્ધિ માટે અજમાવો આ ઉપાય, 3 અથવા 5 ગોમતી ચક્ર હંમેશા પોતાની પાસે રાખવા. આ કામ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. ઓફીસ કે દુકાનથી પરત ફર્યા પછી તેને મંદિરમાં રાખી દેવા.શુક્લ પક્ષના ગુરુવારે ગોમતી ચક્ર લઈ તેના પર હળદરથી તિલક કરી પીળા કપડાંમાં બાંધી દુકાનના દરવાજા ઉપર બાંધી દેવા.જ્યારે પણ કોઈ અગત્યના કામ માટે બહાર જવાનું થાય ત્યારે ભગવાનને ચડાવેલું અત્તર લગાવીને ઘરમાંથી બહાર નીકળવું.કપૂર પર થોડું કંકુ પધરાવી તેને પ્રગટાવવું.

તેમાંથી જે રાખ બચે તેને કાગળમાં બાંધી દુકાનના ગલ્લામાં કે ઘરની તિજોરીમાં રાખી દેવી. તિજોરી ક્યારેય ખાલી નહીં રહે.જો વ્યાપાર સારી રીતે ના ચાલી રહ્યો હોય તો શનિવારે લીંબુનો આ ઉપાય કરવો. તેના માટે એક લીંબુને દુકાનની ચારે દીવાલોથી અડાડીને એના ચાર ટુકડા કરો, અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં એક-એક લીંબુનો ટુકડો ફેંકી દો. આમ કરવાથી દુકાન-વ્યાપાર સ્થળની નકારાત્મક ઊર્જા નષ્ટ થઈ જશે.ઘરની નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે ઘરમાં લીંબુનું ઝાડ વાવી શકાય છે.

લીંબુનાં ઝાડથી આસપાસનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. ઘરના
આંગણાંમાં લીંબુનું વૃક્ષ હોવાથી ઘરનો વાસ્તુ દોષ પણ દૂર થાય છે.ઘરમાંથી બીમારી દૂર કરવા માટે એક આખું લીંબુ લઈ તેના ઉપર કાળી શ્યાહિથી 307 લખવું, આ લીંબુને બીમાર વ્યક્તિના માથા પરથી ઊંધી દિશામાં 7 વખત, ફેરવવું અને તેમાં ચાર કાપા પાડવા. આ લીંબુ કોઈ નિર્જન સ્થળે ફેંકી આવવું.તિજોરીને ધનથી ભરેલી રાખવા માટે તેમાં કુબેર યંત્ર અવશ્ય રાખવું.

કુબેર યંત્રની પૂજા કરી તેને તિજોરીમાં શુભ મુહૂર્તમાં રાખવું. કુબેર યંત્રના કારણે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે.ખંડિત ન હોય તેવું ભોજપત્ર લઈ તેના પર મોરના પીંછાની મદદથી ચંદન વડે શ્રી લખવું. આ ભોજપત્ર તિજોરીમાં રાખી દેવું. આ ઉપાય કર્યાના થોડા જ દિવસોમાં લાભની અનુભૂતિ થવા લાગશે.ગણેશ પૂજામાં જે સોપારીનો ઉપયોગ થયો હોય તેની પૂજા કરી અને તેને પણ સિક્કા પર સ્થાપિત કરી તિજોરીમાં પધરાવી શકાય. તિજોરીમાં રાખતી વખતે તિજોરી પર નાડાછડી અવશ્ય બાંધવી.

ઓફિસ અથવા દુકાનમાં ઉભા હોય તેવા ગણેશજીનું ચિત્ર લગાવાનું જોઇએ. પરંતુ ખાસ ધ્યાન રાખવુ કે તેના બંને પગ જમીનનો અડેલા હોવા જોઇએ. તેનાથી વેપારમાં સ્થિરતા આવે છે. દુકાન અથવા ઓફિસમાં જો શોકેઝ બનાવવાના હોય તો તેને ઉત્તર અથવા પશ્ર્ચિમ દિશામાં રાખવા. તેનાથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય છે. ધનની વૃધ્ધિ માટે તિજોરીને ઉત્તર દિશામાં ખુલે તે રીતે રાખવી જોઇએ. કારણે આ દિશા ખુલે તે રીતે રાખવી જોઇએ કારણે આ દિશા દેવતાઓના કોષાધ્યાક્ષ કુબેરની દિશા છે.

મુખ્ય વ્યક્તિને દુકાન કે ઓફિસમાં બેસવાની જગ્યા વાયવ્ય દિશામાં રાખવી જોઇએ. સોના-ચાંદીના વેપારીઓએ લાલ અથવા ઓરેન્જ કલરની વસ્તુઓ દુકાનમાં ન રાખવી જોઇએ. જુતા, ચપલ કે ઝાડુ ટેબલ નીચે રાખવામાં આવે તો ધંધામાં ખોટ આવી શકે છે. દુકાન કે ઓફિસનો દરવાજો અંદરની બાજુ ખુલે તે રીતે રાખવો જોઇએ. બહારની બાજુ ખુલતો દરવાજો રાખવાથી ખર્ચ વધે છે.

વેપારમાં વૃદ્ધિ થવી અથવા તો નુકસાન જવું તેનો આધાર દુકાન કે ઓફિસના વાસ્તુ પર પણ હોય છે. આજના સ્પર્ધાના યુગમાં ગ્રાહકોને આકર્ષિત કરવા અને વ્યાપારને સારી રીતે ચલાવવા માટે જરૂરી છે કે દુકાનના વાસ્તુને પણ ધ્યાનમાં રાખવામાં આવે. વાસ્તુ કોઈપણ સ્થળના વાતાવરણને હકારાત્મક ઊર્જાથી ભરી દે છે જેની અસર ધનની આવક પર પણ પડે છે. તો જાણી લો આજે દુકાન કે ઓફિસના વાસ્તુદોષને દૂર કરે તેવા ઉપાયો વિશે તમે પણ.

વેપાર-ધંધામાં નુકસાન કરાવે છે આ વાસ્તુદોષ, જો દુકાનની એન્ટ્રી 1:2ના રેશિયામાં નહીં હોય તો ગ્રાહકોની આવન-જાવન ઓછી રહેશે. દરવાજાની પહોળાઈ ત્રણ ફૂટ હોય તો ઊંચાઈ છ ફૂટ હોવી જોઈએ.દુકાનની એન્ટ્રી અત્યંત સુશોભિત, આર્કષક અને સુંદર બનાવવું જોઈએ, નહીં તો ગ્રાહક સંતોષકારક ખરીદી નહીં કરી શકે.જો તમારી દુકાનની સામે ઇલેક્ટ્રીક પોલ, ઇલેક્ટ્રીક ટ્રાંસફોર્મર અથવા મોટું વૃક્ષ હશે તો ગ્રાહક લીધેલો માલ બદલાવા અથવા પાછો આપવા અચુક આવશે.

દુકાનની બહાર જો કચરો, ગંદકી અથવા ગટરનું પાણી જતું હશે તો એ દુકાન લાભને બદલે નુકસાનમાં ચાલશે. દુકાનદાર દેવાદાર પણ થઈ શકે છે.દુકાન અથવા ઓફિસની અંદર ટોઇલેટ જો પૂર્વ અથવા ઉત્તરમાં હશે તો બેન્ક લોનનો ભાર રહેવાની સંભાવનાઓ વધી જાય છે.દુકાનનું કેશ કાઉન્ટર જો પશ્ચિમ-ઉત્તર (વાયવ્ય) ખૂણામાં હશે તો આવક સામે જાવક વધી જશે.દુકાન અથવા ઓફિસના બ્રહ્મ સ્થાનમાં જો વજનદાર વસ્તુ મૂકી હશે તો દેવું થવાની શક્યતાં રહે છે તથા સ્ટાફ તરફથી પણ અનેક મુશ્કેલીઓ સર્જાય છે.

દુકાનની અંદર જો ચીજવસ્તુઓ વ્યવસ્થિત ગોઠવાયેલી નહીં હોય અને સ્વચ્છતા નહીં હોય તો વેચેલો માલ પાછો આવવાની પૂર્ણ શક્યતાઓ રહે છે.જો તમારા દુકાનની એન્ટ્રી જે તે પ્રોડક્ટ્સની વિરુદ્ધ હશે, તો ધંધો નહીં ચાલે.પશ્ચિમ દિશાની એન્ટ્રી હોય ત્યાં મોટરગેરેજ, શાકભાજી, ફૂલ, ફળ, લોખંડ, બ્યુટી પાર્લર, રેસ્ટોરાં, તેલ વગેરે સાથે સંબંધિત ધંધા માટે ઉત્તમ છે. આવા સ્થાનમાં વકીલની ઓફિસ કરી શકાય. જેમાં અંદરનું વાસ્તુ વ્યવસ્થિત ગોઠવ્યા પછી ધંધામાં ઘણી બરકત થાય છે.

ઉત્તર દિશાની એન્ટ્રી હોય ત્યાં ઈમ્પોર્ટ-અક્ષપોર્ટ, અગરબત્તિ, ટેક્ષટાઇલ, કમ્પ્યૂટર, વોટર પ્લાન્ટ્સ, ડેરી પ્રોડક્ટ્સ, પૂજા સામગ્રી, દુકાન, શાળા-કોલેજ, ફાઇનાન્સનો ધંધો કરી શકાય. જેમાં વાસ્તુના નિયમો અનુસાર ગોઠવણી કરવાથી ઉપરોક્ત ધંધામાં ઘણી બરકત મળે છે.પૂર્વની એન્ટ્રી હોય ત્યાં સ્ટેશનરી ફાઇનાન્સ, બેન્ક, દૂધની ડેરી, કોચિંગ ક્લાસીસ, શાળા, કોલેજ, સ્ત્રીઓના આભૂષણની દુકાન, સોના-ચાંદી કે હીરા-મોતીનો શોરૂમ, આર્ટ, રંગની દુકાન, મીઠાઈની દુકાન, લાઇબ્રેરી, હોસ્પિટલ, ધાર્મિક સામગ્રી, ચશ્માની દુકાન કરી શકે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો, દુકાનની તથા ઓફિસની અંદર વોર્મ વ્હાઇટ લાઇટ હોવી જોઈએ.મીઠાના પાણીનાં પોતા અવશ્ય કરવા.દુકાન અથવા ઓફિસના દક્ષિણ ભાગમાં વાયોલેટ કલરનો બલ્બ ચોવીસ કલાક ચાલું રાખવો.દુકાન અથવા ઓફિસમાં કાઈ પણ જાતની જૂની-પુરાણી, તૂટી ગયેલી વસ્તુઓ ના હોવી જોઈએ.દુકાન અથવા ઓફિસમાં સાગના લાકડાંનો ચોરસ ઉંમરો હોવો જરૂરી છે.દુકાનમાં હળવું સંગીત ચાલું રાખવું.દુકાનના અથવા ઓફિસના દરેક સભ્યોએ જમણો પગ પહેલાં મૂકીને પ્રવેશ કરવો.