એકજ ઉંમરના છે આ બોલિવૂડ સ્ટાર્સ કોઈ છે ઘરડો તો કોઈ લાગે છે એકદમ જવાન જાણો શુ છે તેની પાછળનું કારણ.

0
102

મિત્રો આજના અમારા આ લેખમાં હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ફીટ અને અનફીટ હોવાની અસર તેના લુક અને ઉંમર ઉપર પણ સ્પષ્ટ જોવા મળે છે.

ઘણા કલાકારોને જોઇને તેની ઉંમરનો અંદાઝ લગાવવો મુશ્કેલ પડે છે, જયારે ઘણા કલાકારોની ઉંમર તેને જોઇને સ્પષ્ટ જોવા મળે છે. આજે અમે તમને થોડા એવા કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે છે, તો એક સરખી જ ઉંમરના પરંતુ કોઈ યુવાન તો કોઈ ઘરડા જોવા મળે છે.

ગોવિંદા અને સંજય મિશ્રા : 90 ના દશકમાં સુપરહિટ ફિલ્મોની લાઈન લગાવી દેવા વાળા સુપરસ્ટાર ગોવિંદાએ થોડા દિવસો પહેલા જ તેનો 57મો જન્મ દિવસ મનાવ્યો છે. ગોવિંદાનો જન્મ 21 ડીસેમ્બર 1963 ના રોજ મુંબઈમાં થયો હતો. તે 57 વર્ષની ઉંમરમાં પણ યંગ અભિનેતા જેવા જોવા મળે છે.

સાથે જ તે ઘણા સ્ફૂર્તિલા પણ જોવા મળી રહ્યા છે. અને સંજય મિશ્રા પણ 57 વર્ષના છે. તેનો જન્મ 6 ઓક્ટોબર 1963 ના રોજ દરભંગામાં થયો હતો. સંજય એક પીઢ અભિનેતા છે. ગોવિંદાની સરખામણીમાં તે ઘણા ઘરડા જોવા મળે છે. તેના ચહેરા અને માથા ઉપર સફેદી સ્પષ્ટ જોવા મળે છે.

પૂજા ભટ્ટ અને મંદિરા બેદી : અભિનેત્રી પૂજા ભટ્ટ અને મંદિરા બેદી પણ એક સરખી જ ઉંમરની છે. બંનેની ઉંમર આજે 48 વર્ષ છે. બંનેએ બોલીવુડની ઘણી હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. આમતો બંનેને જોઈને બંનેની ઉંમરમાં ઘણું મોટું અંતર જોઈ શકાય છે. મંદિરા, પૂજા ભટ્ટથી ઘણી યુવાન જોવા મળે છે. મંદિરાની ગણતરી ઘણી હીટ અભિનેત્રીના રૂપમાં થાય છે. મંદિરાનો જન્મ 15 એપ્રિલ 1972 ના રોજ કોલકતામાં થયો હતો. અને પૂજા ભટ્ટનો જન્મ 24 ફેબ્રુઆરી 1972ના રોજ મુંબઈમાં થયો હતો.

અક્ષય કુમાર અને દિલીપ જોશી : ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર અક્ષય કુમારની ફિટનેસના ઉદાહરણ દેવામાં આવે છે. અક્ષય કુમાર 5૩ વર્ષની ઉંમરમાં પણ ઘણા ફીટ અને હીટ છે. તે આ ઉંમરમાં પણ યુવાનોને પાછા પાડતા જોવા મળે છે. તેને આજે જે કાંઈ મળ્યું છે, તેમાં તેની શિસ્તબદ્ધ દિનચર્યાનો ઘણો મોટો ફાળો છે.

અક્ષય કુમારનો જન્મ 9 સપ્ટેબર 1967 ના રોજ અમૃતસરમાં થયો હતો. અને જેઠાલાલ એટલે કે દિલીપ જોશી ફિટનેસ અને લુકની બાબતમાં અક્ષયની સરખામણીમાં જરાપણ નથી જોવા મળતી. દિલીપ જોશીનો જન્મ 26 મે 1968ના રોજ થયો હતો, તે 52 વર્ષના છે.

શાહરૂખ ખાન અને આદિત્ય પંચોલી : સુપરસ્ટાર શાહરૂખ ખાને નવેમ્બરમાં પોતાનો 55 મો જન્મ દિવસ મનાવ્યો છે. શાહરૂખ ખાનને જોઇને એ નથી કહી શકાતું કે તેની ઉંમર કેટલી છે. તે લગભગ 28 વર્ષોથી પ્રસંશકોનું મનોરંજન કરી રહ્યા છે. અને અભિનેતા આદિત્ય પંચોલીની વાત કરવામાં આવે તો તે પણ શાહરૂખની ઉંમરના જ છે.

આમ તો તે સ્પષ્ટ જોઈ શકાય છે કે તે એ ઉંમરના છે. ઘણા લાંબા સમયથી આદિત્ય ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દુર થઇ ગયા છે. આદિત્યનો જન્મ 4 જાન્યુઆરી 1965ના રોજ મુંબઈમાં થયો હતો, અને શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965 ના રોજ દિલ્હીમાં થયો હતો. શાહરૂખની 2 વર્ષથી કોઈ ફિલ્મ રીલીઝ થઇ નથી, પરંતુ તેની પાસે ઘણા પ્રોજેક્ટ રહેલા છે.

ઋતિક રોશન અને રામ કપૂર : બોલીવુડ સુપરસ્ટાર ઋતિક રોશન તેના ઉત્તમ કામ સાથે જ પોતાના જોરદાર લુક અને સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે, તે આજે ઘણા હીટ અભિનેતાઓમાં ગણવામાં આવે છે. અને તેની સરખામણીમાં રામ કપૂરની વાત કરવામાં આવે તો તે ઘણા અનફીટ અને ઘરડા દેખાય છે.

બંને કલાકાર લગભગ એક સરખી ઉંમરના છે.ઋતિક રોશને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષની સફર પૂરી કરી લીધી છે. તેમણે વર્ષ 2000માં ડેબ્યુ કર્યું હતું. અને રામ કપૂર ટીવીમાં કામ કરવા સાથે જ બોલીવુડમાં પણ જોવા મળી ચુક્યા છે. અભિનેતા ઋતિક રોશનનો જન્મ 10 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો. અને રામ કપૂરનો જન્મ 1 સપ્ટેમ્બર 1973 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો.

દીપિકા પાદુકોણ અને આયશા ટાકીયા, આયશા ટાકિયાના લેટેસ્ટ ફોટા જોઇએ તો તમને તે એક આંટી જેવી જ મહિલા જોવા મળશે. અને દીપિકાની પહેલાની અને આજની બંને તસ્વીરોમાં તે એક સરખી દેખાય છે. દીપિકાની ફિટનેસને કારણે જ તે આયશાથી ઉંમરમાં ઓછી લાગે છે પણ ખરેખર તે બંને જ હિરોઈન ૩૩ વર્ષની છે.

શિલ્પા શેટ્ટી અને સ્મૃતિ ઈરાની, સ્મૃતિ ઈરાનીના પહેલા અને વર્તમાનના ફોટામાં જમીન આસમાનનું અંતર છે. સમય પસાર થવાની સાથે સાથે તે ઘરડી અને ઓછી આકર્ષક લાગવા લાગી છે. જયારે તેનાથી વિપરીત શિલ્પા શેટ્ટીના વર્તમાનના ફોટા પહેલા જેવા જ જુના ફોટાથી પણ સુંદર છે. એટલે શિલ્પા સમય પસાર થવા સાથે સાથે ઘણી વધુ સુંદર અને યુવાન લાગવા લાગી.

તેનો સંપૂર્ણ યશ તેની ફિટનેસ, યોગ્ય ડાયટ અને યોગને જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે શિલ્પા અને સ્મૃતિ બંને જ ઉંમરમાં ૪૪ વર્ષની આસપાસ છે.હેમા માલિની અને ફરીદા જલાલ, બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિની આજે પણ આકર્ષણનું કેન્દ્ર રહે છે. તેની સુંદરતા આજે પણ ઉંમરના હિસાબે ઘણી સારી છે. એટલે કે તે માં નો રોલ આરામથી કરી જ શકે છે. અને તેની ઉંમરની ફરીદા જલાલને હવે દાદીમાંના રોલ મળે છે. બંનેને જોઇને એવું લાગે છે કે, ફરીદા હેમાની મમ્મી હશે. પણ વાસ્તવમાં બંનેની ઉંમર ૭૧ વર્ષ છે.

સની લિયોન અને અમૃતા અરોડા, સની લિયોનને જોઈને આજે પણ ઘણા યુવાનોના દિલ ઝડપથી ધબકવા લાગે છે. તેની સુંદરતાથી તેની સાચી ઉંમર જાણવી ઘણી મુશ્કેલ છે. સનીએ પોતાને ઘણી સારી રીતે ફીટ અને સુંદર જાળવી રાખી છે. અને બીજી તરફ તે જ ઉંમરની અમૃતા અરોડા સની સામે ઝાંખી લાગે છે.

સની અને અમૃતા બંનેની ઉંમર ૩૮ વર્ષ છે.કરીના કપૂર અને ગ્રેસી સિંહ, કોંકણા સેન, કરીના કપૂરની સુંદરતાના જેટલા વખાણ કરવામાં આવે એટલા ઓછા છે. આજે પણ તે ઘણી નવી અભિનેત્રીઓને લુકની બાબતમાં પાછી પાડી દે છે. અને બીજી તરફ તે જ ઉંમરની ગ્રેસી સિંહ અને કોંકણા સેન કરીના સામે આંટી દેખાય છે. આ ત્રણેની ઉંમર ૩૯ વર્ષની આસપાસ છે.