એકજ રાતમાં અમિર બનાવી દેશે આ ઉપાય, જાણીલો તેની સાચી રીત.

0
20

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મંત્રોમાં અદ્ભુત શક્તિ હોય છે. જો નિયમિત રીતે તમે કોઈ એક મંત્રનો જાપ કરો તો તે જાગૃત થાય છે અને જીવનમાંથી નકારાત્મકતાને દૂર કરી દે છે. જો યોગ્ય મંત્રનો જાપ કરવામાં આવે તો રાતો-રાત નસીબ બદલી શકે છે. આજે આવા જ પ્રભાવી મંત્રો વિશે તમને જાણવા મળશે જેનો જાપ તમારા જીવનની દશા બદલી શકે છે.

મંત્ર જાપનું ઉત્તમ ફળ મળે તે માટે જરૂરી છે કે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે. જેમકે મંત્ર જાપ સવારે 9 વાગ્યા પહેલાં જ કરી લેવો. જો બ્રહ્મ મુહૂર્તમાં જાપ કરવામાં આવે તો તે ઉત્તમ ગણાય છે. મંત્ર જાપ કરવાથી કુંડળીના દોષ દૂર થાય છે અને સારા પરિણામ જોવા મળે છે. ગણેશ મંત્ર- ૐ સિદ્ધિ વિનાયકાય નમ:, સરસ્વતી મંત્ર- ૐ સરસ્વત્યૈ નમ:, લક્ષ્મી મંત્ર- ૐ મહાલક્ષ્મૈ નમ:, દુર્ગા મંત્ર- ૐ દુર્ગાયે નમ:, ભગવાન વિષ્ણુ- ૐ શ્રી વિષ્ણવે નમ:, કૃષ્ણ મંત્ર- ૐ નમો ભગવતે વાસુદેવાય, રામ મંત્ર- ૐ રામચંદ્રાય નમ:, નરસિંહ મંત્ર- ૐ શ્રી નરસિંહાય નમ:, શિવ મંત્ર- ૐ નમ: શિવાય

આ મંત્રોનો જાપ કોઈપણ વ્યક્તિ કરી શકે છે. હવે જાણો એવા મંત્ર વિશે જેનો જાપ વ્યક્તિએ પોતાની રાશિ અનુસાર કરવાનો હોય છે. આ મંત્રોના જાપનો ઉચ્ચાર રોજ સવારે અને સાંજે કરવો જોઈએ. શક્ય હોય તો એક સ્થાન પર બેસી અને ઓછામાં ઓછી એક માળા તો કરવી જ. આમ કરવાથી મનની દરેક ઈચ્છા ઝડપથી પૂરી થવા લાગે છે.

અને દરેક કામમાં સફળતા મળે છે.મેષ- ૐ હ્રીં શ્રીં લક્ષ્મીનારાયણ નમ:, વૃષભ- ૐ ગૌપાલાયૈ ઉત્તર ધ્વજાય નમ:, મિથુન- ૐ ક્લીં કૃષ્ણાયૈ નમ:, કર્ક- ૐ હિરણ્યગર્ભાયૈ અવ્યક્ત રુપિણે નમ:, સિંહ- ૐ ક્લીં બ્રહ્મણે જગદાધારાયૈ નમ:, કન્યા- ૐ નમો પ્રીં પીતામ્બરાયૈ નમ:, તુલા- ૐ તત્વ નિરંજનાય તારક રામાયૈ નમ:, વૃશ્ચિક- ૐ નારાયણાય સુરસિંહાયૈ નમ:, ધન- ૐ શ્રીં દેવકીકૃષ્ણાય ઉધ્રવષંતાયૈ નમ:, મકર- ૐ શ્રીં વત્સલાયૈ નમ:, કુંભ- શ્રીં ઉપેન્દ્રાયૈ અચ્યુતાય નમ:, મીન- ૐ ક્લીં ઉદ્ધૃતાય ઉદ્ધારિણે નમ:.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે જે ઘરમાં મહિલાઓ ખુશ હોય છે ત્યાં દેવી લક્ષ્મી સહિત તમામ દેવી-દેવતાઓ વાસ કરે છે. પુરાણોમાં પણ વિધાન છે કે ઘરમાં પુરુષોએ સદાય સ્ત્રીની રક્ષા કરવી જોઈએ અને તેમને ખુશ રાખવી જોઈએ. મહિલાઓનું મન અત્યંત કોમળ હોય છે. તેથી એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેમનું મન આહત ન થાય. જે ઘરમાં સ્ત્રીઓ સુખી અને ખુશ હોય ત્યાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ આવતી નથી.

મિત્રો આ કારણથી જ મનુ સ્મૃતિમાં એવા ઉપહારનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને ઘરની મહિલાઓને આપવાથી પ્રેમ વધે છે તેમજ ઘરમાં પણ સુખ-સમૃદ્ધિ વધે છે. આમ પણ જે ઘરમાં મહિલાઓ સાથે મીઠીવાણીમાં વાત-ચીત થાય છે, તેમનો આદર કરવામાં આવે છે ત્યાં ધન-ધાન્યની ખોટ રહેતી નથી. તો જાણી લો એ ઉપાયો વિશે જે કરવાથી તમારી પણ સમસ્યાઓ દૂર થઈ જશે.

વસ્ત્ર, સાફ અને સ્વચ્છ સ્થાન પર જ લક્ષ્મીજીનો વાસ હોય છે. ઘરના પુરુષો પર ગૃહસ્થી ચલાવવાની જવાબદારી હોય છે. તેથી જ તેઓ જો તેમની પત્ની, માતા, દીકરીને સારા અને સ્વચ્છ કપડા આપે છે તો લક્ષ્મીજીની કૃપા વરસવા લાગે છે. જો પુરુષો આમ ન કરે તો ઘર પર અલક્ષ્મી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી દે છે.

ઘરેણા, જે ઘરમાં મહિલા સુંદર દાગીના પહેરી તૈયાર થતી હોય તે ઘરમાં સદા વૈભવ રહે છે. તહેવારના દિવસોમાં પુરુષોએ મહિલાઓને દાગીના ભેટ સ્વરૂપે આપવા જોઈએ. તેનાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે.મીઠી બોલી, પુરુષોએ હંમેશા મહિલાઓનું સન્માન જાળવવું જોઈએ. તેમની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરવાથી સુખ-શાંતિનો અંત આવે છે. જે ઘરમાં સ્ત્રીઓ શોક અને ચિંતામાં રહે છે ત્યાં અનેક સમસ્યાઓ નડતરરૂપ બને છે.અગ્નિ દિશામાં વાસ્તુ દોષ સૌથી વધારે કષ્ટદાયી હોય છે. અગ્નિ દિશામાં ખામીને લીધે વ્યક્તિને ઘરમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અગ્નિ કોણની ખામીને દૂર કરવા માટે આ દિશામાં લાલ બલ્બ અથવા દીવો એવી રીતે પ્રગટાવો કે તે લગભગ ત્રણ કલાક સુધી ચાલતું રહે.

આ ઉપરાંત અહીં ગણેશજીની મૂર્તિ પણ સ્થાપિત કરવી જોઈએ. આ ખામીને સુધારવા માટેઅગ્નિ દિશામાં મનીપ્લાન્ટ રાખવું પણ શુભ માનવામાં આવે છે.સૂર્યમુખીના ફૂલ, પાલક, તુલસી, ગાજર, આદુ, લીલા મરચાં, મેથી, હળદર, ફુદીનો અને લીમડો પણ આ ખૂણામાં રાખી શકાય. આ દિશાના દોષને દૂર કરવા માટે હંમેશા ઘરની સ્ત્રીને રેશમી કપડાં, સૌંદર્યની વસ્તુઓ ભેટમાં આપીને તેને ખુશ રાખવી. આ દિશામાં શુક્ર યંત્ર પણ સ્થાપિત કરવું શુભ ગણાય છે.

આ જ રીત દક્ષિણ દિશામાં જો દોષ હોય તો ઘરની સૌથી ભારે ચીજોને દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. દક્ષિણ દિશાની દિવાલ પર લાલ રંગના હનુમાનજીનું ચિત્ર પણ લગાવી શકાય છે. આ સાથે જ અહીં મંગળ યંત્ર પણ સ્થાપિત કરવું જોઈએ. જો અહીં ખાલી જગ્યા હોય તો માટીના કુંડા રાખવા જોઈએ.નેઋત્ય દિશાની ખામીને દૂર કરવા માટે અહીં ભારે મૂર્તિઓ પણ મૂકી શકાય છે. આ દોષ હોય તે ઘરની વ્યક્તિએ વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. સાથે જ રાહુ મંત્રોનો જાપ આ દિશામાં દ્રષ્ટિ રાખી કરવો જોઈએ. આ ઉપરાંત સોના, ચાંદી કે તાંબાના સિક્કા કે નાગ, નાગણની જોડી બનાવડાવી તેની પૂજા કરી આ દિશામાં જમીનમાં દાટી દેવા.

મા લક્ષ્મીની યોગ્ય ફોટો,ઘરન મંદિરમાં માતા લક્ષ્મીની એવી તસ્વીર લગાવો જેમના હાથમાંથી ધન વરસી રહ્યુ હોય. તેનાથી તમારી પૈસાની સમસ્યા દૂર થશે. મહિલાઓનો કરો આદર, મહિલાઓ ઘરની લક્ષ્મી હોય છે. તેથી તેમનુ સન્માન અને આદર કરો. જે ઘરમાં સ્ત્રીની કદર નથી થતી ત્યા માતા લક્ષ્મી વાસ નથી કરતી. આવામાં ઘરની મહિલાઓને હંમેશા ખુશ રાખો પછી એ કોઈપણ હોય મા હોય કે પત્ની કે બહેન, શુક્રવારના દિવસે કરો વ્રત, જો તમારા ઘરમાં પૈસાને સમસ્યા બની રહે છે તો શુક્રવારના દિવસે મા લક્ષ્મીનુ વ્રત કરો. તેનાથે એમા લક્ષ્મી ખુશ થશે અને ઘરમાં ધનની વર્ષા થશે.

ઘરમાં ન હોવો જોઈએ વાસ્તુ દોષ,વાસ્તુ દોષ પણ ધન હાનિનુ કારણ બની શકે છે. તેથી કોઈ એક્સપર્ટની સલાહ લઈને ઘરના વાસ્તુદોષને દૂર કરો. સાથે જ ધ્યાન રાખો કે ઘરની દરેક વસ્તુ વાસ્તુ મુજબ મુકેલી હોય. વાસ્તુ નિયમોનુ પાલન કરવાથી લક્ષ્મીજી ઘરમાં સુખ સંપન્નતા અને એશ્વર્ય લાવે છે.કુંડળીમાં શુક્ર કરો મજબૂત જ્યોતિષ મુજબ શુક્ર ગ્રહને સુખ સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. શુક્ર ગ્રહના કમજોર થતા ઘરમાં પરેશાનીઓ રહે છે.

ઘરની સાફ સફાઈનુ રાખો ધ્યાનમા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરની સાફ સફાઈનુ ધ્યાન રાખો પણ સૂર્યાસ્ત એટલે કે સાંજ પછી કચરા પોતુ ન કરો. જો કોઈ ખાસ કારણ હોય તો તમે આવુ કરી શકો છો પણ રોજ આવુ કરવાથી બચો.તિજોરીમાં મુકો નારિયળ, નારિયલને ચમકીલા કપડામાં બાંધીને તમારા પૂજા ઘર કે તિજોરીમાં મુકવાથી ધન વૃદ્ધિ થાય છે. આ ઉપરાંત જ્યારે પણ ઘરમાં કોઈપ્રકારની આવક કે તમારી સેલેરી આવે તો કેશ લાવીને સૌ પહેલા પૂજા સ્થાનમાં મુકો. આવુ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

શાસ્ત્રો મુજબ શુક્રવારે આખો દિવસ વ્રત રાખ્યા પછી સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે. આ વ્રત 7, 11 કે 21 શુક્રવાર તમારી ઈચ્છા મુજબ તમે કેટલા પણ કરી શકો છો.લક્ષ્મીજીની પૂજા-અર્ચના કરતા તેમને લાલ ફૂલ ચઢાવો. સફેદ ચંદન તેમને તિલક અને ચોખા અને ખીરાથી દેવીને ભોગ લગાવીને પ્રસાદ ગ્રહણ કરો છો. સાત્વિક ભોજન કરો. ઉપવાસ છોડતી વખતે ખીર જરૂર ખાવ.

ધન પ્રાપ્તિનો આ અચૂક ઉપાય અમલમાં શુક્રવારે મુકવો. શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી દુકાનમાંથી એક નવા તાળાની ખરીદી કરવી. આ તાળું ચેક કરવા માટે પણ ખોલવું નહીં, બંધ તાળું અને ચાવી લઈ અને ઘરે પરત ફરવું અને તેને રાત્રે સૂતી વખતે બેડરૂમમાં રાખી દેવું. શનિવારે સવારે સૂર્યોદય સમયે સ્નાનાદિ કર્મથી નિવૃત થઈ અને બંધ તાળું કોઈ મંદિરમાં મુકી આવવું. જ્યારે આ તાળાને અન્ય કોઈ ખોલશે ત્યારે તમારા ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જશે.

શુક્રવારે રાખો આ વાતોનું ધ્યાન, સવારે આંખ ખુલે ત્યારે માતા લક્ષ્મીનું સ્મરણ કરવું અને સફેદ વસ્ત્ર પહેરવા. શ્રી સૂક્તનો પાઠ કરવો અને માતા લક્ષ્મીને કમળનું ફુલ ચડાવવું.જો પતિ-પત્ની વચ્ચે સમસ્યા રહેતી હોય તો શુક્રવારે બેડરૂમમાં સારસ પક્ષીની જોડી લાવી રાખવી.કાળી કીડીને ખાંડ અને લોટ ખવડાવવો માતા લક્ષ્મીના મંદિરમાં કોડી, શંખ, કમળ ચડાવવું.

શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. સવારે સ્નાન કર્યા પછી, ઘરના મંદિરમાં માતાનું ધ્યાન કરો. માતાની કૃપાથી તમારી સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં આવે.ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ઉપવાસ કરવાથી પણ ફાયદો થાય છે. જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઈએ. શુક્રવારે ઉપવાસ કરવાથી, સંતોષી દેવી પણ ધન્ય થાય છે.

આ મંત્ર જાપ ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી અપાર લાભ થાય છે. લક્ષ્મી દેવીના આ મંત્રનો જાપ કરવાથી માતા પ્રસન્ન થાય છે.મંત્ર:શ્રી શ્રીય નમ.માતાઓ એવા ઘરોમાં પ્રવેશતા નથી જ્યાં લડવાનું કે અશાંતિનું વાતાવરણ હોય, તેથી લડવાનું ટાળો.જ્યાં પ્રેમ હોય ત્યાં ઘરોમાં માતા રહે છે.ધાર્મિક માન્યતાઓ અનુસાર, લક્ષ્મી દેવીમાં પણ એક પ્રકારનો ખોરાક છે. આપણે ભોજનનો બગાડ ન કરવો તે વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેટલાક લોકો ગુસ્સે થાય છે અને તેમના પર ખોરાક ફેંકી દે છે. તે ક્યારેય થવું જોઈએ નહીં. માતા લક્ષ્મી જે લોકો આમ કરે છે તેનાથી ગુસ્સે થાય છે. હંમેશા ધ્યાનમાં રાખો કે ખોરાકનો ક્યારેય અપમાન ન કરવો જોઈએ.