એક અઠવાડિયું કરો કાચું લસણ અને મધનું સેવન, થશે અધધધ ફાયદા.

0
182

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે લસણ અને મધ આ બન્ને વસ્તુઓ ખૂબ જ જૂની અને જાણીતી ઔષધીઓ છે જે મોટા મોટા રોગને દૂર ભગાડવામાં સક્ષમ છે તો જો તમે અવારનવાર બિમાર રહેતી હોય અને તમને બહુ થાક લાગ્યા કરતો હોય તથા કોઇ પણ કામમાં મન ના લાગતું હોય અને તમને લાગતું હોય કે તમારે તમારી ઇમ્યૂનિટી સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિને સારી કરવાની જરૂર છે તો તમે આ દેશી નુસકો અપનાવી શકો છો.

લસણ અને મધ એક ખૂબ જ જૂની દવા છે જેને પહેલાના લોકો મોટા-મોટા રોગો દૂર કરવા માટે ખાતા હતા જો તમે હમેશા બીમાર રહો છો અને થાકના કારણે કોઈ કામમાં તમારુ મન નથી લાગતું તો એના સ્પષ્ટ અર્થ છે કે તમારુ ઈમ્યુન સિસ્ટમ નબળુ પડી ગયુ છે.લસણ અને મધ ગુણનો ખજાનો છે આયુર્વેદમાં જણાવાયું છે કે લસણનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી વધતી ઉમરમાં પણ યુવાવસ્થા જેવું ફિલ કરી શકો છો લસણ આંતરડાના દુષિત કીડાઓને નીકાળે છે. લસણ અને મધને મિક્સ કરવાથી તેની શક્તિ એટલી બધી વધી જાય છે કે આ રોગપ્રતિકારક સિસ્ટમને ખુબ સ્ટ્રોંગ બનાવે છે.

આ માટે તમે લસણનું મધ મેળવીને ખાઇ શકો છો જે એક એન્ટીબાયોટિક જેવું કામ કરે છે અને આ એક રીતે સુપરફૂડ પણ છે આ માટે તમે 2-3 મોટી લસણની કળી લઇને તેની હાથથી કે દસ્તાથી મસળી તેમાં શુદ્ઘ મધ મેળવો અને તેને ખાવ નોંધનીય છે કે આ મિશ્રણ તમારે સાત દિવસ સુધી દરરોજ સવારે ખાલી પેટે લેવાનું છે. ત્યારે 7 દિવસમાં તેનાથી શું શું લાભ થશે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

ઇમ્યૂનિટી વધશે.લસણ અને મધનું આ મિશ્રણ તમારી શક્તિ વધારશે. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરશે શરીર ઋતુઓ બદલાવા છતાં અંદરથી સ્ટ્રોંગ રહેશે અને તમે બિમારીઓથી સરળતાથી દૂર રહી શકશો.
હદયની સુરક્ષા.વળી આનાથી હદયની ધમનીઓમાં જે ફેટ જમા થાય છે તેનો નિકાલ થશે લોહીનો પ્રવાહ ઠીક રીતે હદય સુધી પહોંચશે. કોલેસ્ટ્રોલ ઓછું થશે અને હદયની સુરક્ષા થશે.

ગળાની બિમારીઓ.જે લોકોનું ગળું વારવાર પકડાઇ જતું હોય ટોનસિલ કે પછી સૂકું ગળું સૂકી ખાંસીની બિમારીઓ થતી હોય તેમને આ મિશ્રણ ખાવાથી રાહત રહેશે કારણ કે આમાં એન્ટી ફ્લેમેટરી ગુણ છે જે સોજો ઓછો કરશે.ડાયેરિયાથી બચશો.વળી જેને ડાયેરિયા હોય તેના માટે પણ આ મિશ્રણ ખાવાથી લાભ થશે અને તેનું પાચનતંત્ર પણ સારું થશે અને પેટના સંક્રમણ પણ મરી જશે.શરદી ખાંસી.આને ખાવાથી શરદી ખાંસીની સાથે સાયનસની તકલીફ પણ દૂર થાય છે અને આ મિશ્રણ શરીરની ગરમી વધારે છે અને બિમારીઓથી દૂર રાખે છે.

ફંગલ ઇન્ફેક્શન.ફંગલ ઇન્ફેક્શનના કારણે થતી બિમારીઓથી પણ તમે આ મિશ્રણ ખાવાથી બચી શકશ તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે અને તે બિનજરૂરી બેક્ટેરિયાને મારી નાંખે છે.ડીટોક્સ.લસણ એક પ્રાકૃતિક ડિટોક્સ મિશ્રણ છે જેને ખાવાથી શરીરની ગંદકી અને દૂષિત પદાર્થ બહાર નીકળી જાય છે.લસણ અને મધને ખાવાથી શરદી-ઉધરસ ની સાથે સાઇનસની તકલીફ ઘણી દુર થઇ જાય છે આ અંને શરીરમાં ગરમી વધારે છે અને શરીરને રોગમુક્ત કરે છે.આનું યોગ્ય રીતે સેવન કરવાથી શરીરની ગંદકી અને પ્રદૂષિત પદાર્થ બહાર નીકલી જાય છે જેથી કોઈપણ પ્રકારની સમસ્યા વગર આપણને સારું ફિલ થાય છે.

એક બે લસણની કળીને પીસે તેમાં થોડું મધ નાખી ખાવાથી ધમનીઓમાં જામેલ ચરબી નીકળી જાય છે. જેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે હૃદય સુધી પહોચી જાય છે આનાથી હદયની સુરક્ષા રહે છે અને હાર્ટ અટેક જેવી બીમારી થવાનો ભય ઓછો રહે છે.રોજ આને ખાવાથી કોલેસ્ટ્રોલનું લેવલ 12 % સુધી ઓછુ થઇ જાય છે આ બ્લડ ફ્લોટિંગને રોકે છે લોહી પાતળું કરે છે અને લોહીનો પ્રવાહ સુચાર કરે છે.