એકથી એક મોંઘી ગાડીઓ છે વિરાટ કોહલી પાસે,જુઓ તેનાં આલીશાન કાર કલેક્શનની તસવીરો.

0
25

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આજકાલ પોતાની લાઇફ સ્ટાઇલને લઇને ખુબ ચર્ચામાં છે. ડ્રેસિંગ સેન્સથી લઇને દરેક પ્રકારની કોહલીની સ્ટાઇલને લોકો ફોલો કરી રહ્યાં છે. પરંતુ તમને ખબર છે કોહલી સ્ટાઇલિશ લાઇફની સાથે સાથે કાર કલેક્શનનો પણ જબરદસ્ત શોખીન છે, વિરાટ કોહલી પાસે અનેક પ્રકારની મોંઘીદાટ કારોનુ કલેક્શન છે.

આ છે વિરાટની Audi RS5 કાર, Audi RS5 કાર તેનો પૉઝ ખુબ વાયરલ છે. વિરાટ કોહલી પાસે આ R8 V10 Plus કાર છે, જે મોંઘીદાટ હોવાની સાથે સાથે એકદમ લક્ઝૂરિયસ પણ છે. તેને આ કાર 2016માં ખરીદી હતી. કોહલી પાસે Crerra White Audi Q7 – 2017 Q7 45 TDI કાર પણ છે. કોહલીએ લેમ્બોરગિની કારને પણ ખરીદી છે, 2015માં વિરાટે Lamborghini Gallardo LP 560-4 Spyderને ખરીદી હતી. આ પણ મોંઘીદાટ કાર છે.

Land Roverની Range Rover Vogue કાર પણ વિરાટ પાસે છે, વ્હાઇટ કલરની આ કારની તસવીરો ખુબ વાયરલ છે. વિરાટે Renualtની Duster કારને ઇનામમાં જીતી હતી. Bentley સાથે વિરાટે ડ્રાઇવ પણ કરી, આ પણ તેનુ કલેક્શન છે. નવી Audi A8ની ખરીદી કરી હતી વિરાટે. S5 કાર પણ વિરાટનુ મોંઘુ કલેક્શન છે. જાન્યુઆરી 2020માં લૉન્ચ થયેલી Audi Q8 પણ વિરાટના કલેક્શનમાં છે. Audi’s flagship SUVનો પહેલો ભારતીય કસ્ટમર્સ હતો.

વિરાટ માત્ર ઘડીયાળ જ નહીં કપડા, જૂતાં અને કારનો પણ શોખીન છે અને એની પાસે એક-એકથી ચઢીયાતી કાર છે. વિરાટે જે ઘડીયાળ પહેરી છે એની કિંમત 69 લાખ 12 હજાર રૂપિયા છે. ફોર્બ્સ પ્રમાણે 29 વર્ષનો વિરાટ કોહલી વર્ષ 2018માં કુલ 24 મિલિયન ડૉલર એટલે લગભગ 160 કરોડથી વધારે (1,60,93,20,000) ની કમાણી કરી.

જેમાં એને 4 મિલિયન ડૉલર (લગભગ 27 કરોડ રૂપિયા) સેલેરીથી, તો 20 મિલિયન ડૉલર (લગભગ 134 કરોડ રૂપિયા) એનડોર્સમેન્ટ દ્વારા કમાયા છે. આ આંકડો 2018નો છે. તમને જણાવી દઇએ કે વિરાટ મોંઘી ઘડીયાળ પહેરવાની સાથે પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. એ એવિયના કંપનીનું પાણી પીવે છે. જેની કિંમત 600 રૂપિયા પ્રતિ લીટર છે અને એ ફ્રાંસથી પોતાના માટે મંગાવે છે.

વિરાટ કોહલીને સચિન તેંડુલકરનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. વિરાટ કોહલીનો જન્મ ૫ નવેમ્બર ૧૯૮૮ માં થયો હતો. તેમના પિતાનું નામ પ્રેમ કોહલી અને માતાનું નામ સરોજ કોહલી છે. તેમના મોટા ભાઈનું નામ વિકાસ અને બહેનનું નામ ભાવના છે. ડીસેમ્બર ૨૦૦૬ માં કોહલી રંજી ટ્રોફી ના એક ખાસ ટેસ્ટ મેચમાં કર્નાટક વિરુદ્ધ રમી રહ્યા હતા.

આ ટેસ્ટ મેચના બીજા જ દિવસે તેમના પિતા પ્રેમ કોહલીનું મૃત્યુ થયું હતું અને આગલા દિવસે તેમનો અંતિમ સંસ્કાર હતો. વિરાટે કર્નાટકની મેચમાં પહેલી ઇન્નીંગમાં ૪૪૬ રન બનાવ્યા હતા. વિરાટ કોહલીને બાળપણમાં તેમના કોચ અજિત ચૌધરીએ એક નીક નામ આપ્યું હતું, આ નામ ‘ચીકુ’ હતું. વિરાટ કોહલી ટેટુ ના ખુબ શોખીન છે. તેમણે ચાર વાર ટેટુ બનાવ્યા છે. સમુરાઈ યોધ્ધા વાળું ટેટુ તેમણે ખુબ પસંદ છે.

અત્યારે ભારતીય ખેલાડીયો માં સૌથી વધારે સેન્ચ્યુરી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે એક દિવસની મેચમાં 52 બોલમાં 100 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્તરમાં ફેમસ ત્યારે થયા જયારે તેમની કપ્તાનીમાં ભારતીય અંડર-૧૯ ટીમે ૨૦૦૮ માં અંડર -૧૯ માં વિશ્વ પોતાના નામે કર્યું.

કોહલી પોતાના ડ્રેસિંગ સેન્સ માટે પ્રખ્યાત છે. ‘GQ’ પુરુષોના ફેશન સંબંધિત એક આંતરરાષ્ટ્રીય મેગેઝીન છે. આ મેગેઝીને સાલ ૨૦૧૨ માં વિરાટ કોહલીને ’૧૦ સૌથી સારા કપડા પહેરતા પુરુષો’ માં શામેલ કર્યા છે. આ લીસ્ટમાં બરાક ઓબામાં પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે આ લીસ્ટમાં કોહલી ૩ સ્થાને છે જયારે ઓબામાં ૧૦ માં સ્થાને.હાલમાં તેઓ એક ડઝન કરતા પણ વધારે બ્રાંડ માટે પ્રચાર કરે છે. પોતાના નાનકડા કરિયરમાં વિરાટે ઘણા બધા મોટા રેકોર્ડો બનાવ્યા છે.ગર્લ્સમાં વિરાટ ખુબ ફેમસ છે તેથી તેમને લોહીથી લખેલ પત્ર મળે એ સામાન્ય વાત છે. બોલીવુડમાં તેમની ફેવરીટ અભિનેત્રી કરિશ્મા કપૂર છે.

વિરાટને સ્વાદિષ્ટ ભોજન ખુબ પસંદ છે. જયારે તેઓ ઘરે હોય છે ત્યારે તેમની મમ્મીના હાથોથી બનેલ મટર બિરયાની અને ખીર પસંદ છે. કમાઈના મામલામાં વિરાટ ફક્ત ધોની થી જ પાછળ છે. ૨૦૧૫ ફોર્બ્સના રીપોર્ટ અનુસાર ઓક્ટોબર ૨૦૧૪ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ ના વચ્ચે કોહલીને ૧૦૪ કરોડ ૭૮ લાખની આવક થઇ હતી જયારે ધોનીની વર્ષદીઢ આવક ૧૧૯ કરોડની હતી.

2013 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાને હાથે તેમણે ‘અર્જુન એવોર્ડ’ આપ્યો હતો. સચિન તેંડુલકર અને સુરેશ રૈના સિવાય વિરાટ એક એવા બેટ્સમેન છે જેમણે પોતાના 22 મા જન્મદિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સેન્ચ્યુરી કરી હતી.માત્ર ૨૩ વર્ષની ઉમરમાં વિરાટ કોહલીએ આઈસીસી માં ‘ક્રિકેટર ઓફ ધ યર’ નો પુરસ્કાર 2012 માં જીત્યો હતો.

ધોની, સચિન અને ગાંગુલી બાદ વિરાટ એકમાત્ર એવા ભારતીય ક્રિકેટર છે જેમણે લગાતાર વર્ષમાં ૧૦૦૦ થી વધારે વનડે રન બનાવ્યા હતા.કોહલી પોતાના નામે ગરીબ બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. જેનું નામ ‘વિરાટ કોહલી ફાઉન્ડેશન’ છે. વિરાટ કોહલી કાર ના ખુબ શોખીન છે. જયારે પણ તેમને સમય મળે ત્યારે તે પોતાના કારની સવારી કરે છે. તેમની પાસે ઓડી કારના બે મોડેલ છે, જેમાંથી એકની કીમત ૧ કરોડ ૮૭ લાખ અને બીજીની કીમત ૨ કરોડ ૯૭ લાખ છે.

આજે ક્રિકેટ પ્રેમીઓને વિરાટ કોહલી વિના મેચ જોવાનો આનંદ જ નથી આવતો, 3જી નવેમ્બરે યોજાયેલી ભારત બાંગ્લાદેશની મેચમાં મળેલી હાર બાદ વિરાટની ખોટ ભારતીય ક્રિકેટ ચાહકોને વર્તાઈ હતી. વિરાટે ટિમ માટે ઘણી જ મહત્વની ભૂમિકાઓ ભજવી છે તેને પોતાના નામ ઉપર ઘણા રેકોર્ડ પણ નોંધાવ્યા છે. આજે ભારતમાં જ નહીં વિશ્વસ્તરે કોહલીનો ડંકો વાગી રહ્યો છે.

રનના ઢગલા બનાવનાર વિરાટ કોહલી આવકની બાબતમાં પણ ઘણો જ વિરાટ છે. ફોર્બ્સ મેગેઝીનના એક અહેવાલ મુજબ વિશ્વના સૌથી ધનવાન 100 ખેલાડીઓમાં કોહલીનું પણ નામ છે. કોહિલીની રમત અને તેના પ્રદર્શનના કારણે તેના કરોડો ચાહકો વિશ્વભરમાં છે અને અલગ અલગ સોશિયલ મીડિયામાં તેને ફોલો પણ કરે છે.

ઇન્સ્ટાગ્રામના જ ફોલોઅર્સની વાત કરીએ તો આજે વિરાટ કોહલીને વિશ્વભરમાંથી 43.6 મિલિયન લોકો ફોલો કરી રહ્યાં છે. વિરાટ કોહલીની આવક 176 કરોડ સુધીની છે જેમાંથી વિવિધ જાહેરાત દ્વારા વિરાટ 150 કરોડ સુધી કમાઈ શકે છે. ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાનો પગાર અને બીજા ઇનામો મળીને 26 કરોડ સુધી તેની આવક થાય છે. બીસીસીઆઈ દ્વારા વિરાટ કોહલીની A+ કોન્ટ્રાક્ટમાં નિમણુંક કરવામાં આવી છે જેના કારણે તેને વાર્ષિક 7 કરોડ મળે છે. આ સિવાય વિવિધ બ્રાન્ડની જાહેરોત માટે પણ કોહલી જ સૌની પહેલી પસંદ છે જેના કારણે એ જાહેરાતની પણ ખુબ જ મોટી કમાણી તેને મળી રહી છે.