Breaking News

એક સમયે સાઈડ રોલમાં કામ કરનાર આ કલાકારોનું નશીબ ચમકતાં અત્યારે છે સુપરસ્ટાર, જુઓ તસવીરો.

મુંબઈ એવી માયાનગરી છે જ્યાં દરેક કલાકાર કોઈને કોઈ સપના લઈને આવે છે અને જેને પૂરા કરવા માટે મહેનત અને પરિશ્રમ ખૂબ જરૂરી છે.બોલીવુડ ઇન્ડસ્ટ્રી એક એવી જગ્યા છે જ્યાં આવવાનું સપનું દસમાંથી પાંચ વ્યક્તિ જોતા હોય છે અને પોતાના સપનાને પૂરા કરવા માટે કેટલાયે લોકો અહિયાં આવતા હોય છે. પણ એમાંથી કેટલાકને સફળતા મળે છે તો કેટલાક આ ભીડમાં ખોવાઈ જતા હોય છે.

કેટલાક જલ્દી નિરાશ થઇ જાય છે તો કેટલાક પોતાના કિસ્મત અને મહેનત પર વિશ્વાસ કરે છે અને આ ઇન્ડસ્ટ્રીમાં ટકે છે.આજે અમે તમને કેટલાક એવા જ કલાકારો વિષે જણાવવા જઈ રહ્યા છે જેમણે ફિલ્મોમાં એક નાના અને સાઈડ રોલથી અભિનયની શરૂઆત કરી હતી અને આજે એક સારા મુકામ પર છે અને પોતાના જીવનમાં ઘણી સફળ છે એ સાથે જ કરોડો દિલો પર પણ રાજ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આજે આ કલાકારો પોતાની મંજિલ મેળવી ચુક્યા છે અને લોકો માટે એક ઉદાહરણ બની ચુક્યા છે.

આશુતોષ ગોવારિકરબોલીવુડના જાણીતા નિર્માતા આશુતોષ ગોવારિકર નિર્માતા તરીકે ફિલ્મોમાં એક સારા મુકામ પર છે પણ કદાચ જ તમને ખબર હશે કે પોતાના કરિયરની શરૂઆતમાં આશુતોષે ફિલ્મ ૧૯૯૩ માં પહેલા નશામાં એક સાઈડ રોલ કર્યો હતો, આ ફિલ્મમાં રવીના ટંડન , પૂજા ભટ્ટ , શાહરૂખ ખાન , આમિર ખાન અને સૈફ અલી ખાન પણ જોવા મળ્યા હતા.આશુતોષ ગોવારીકરની મહત્ત્વાકાંક્ષા હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના સ્ટાર બનવાની હતી. ૧૯૮૩થી આશુતોષ ગોવારીકરે ફિલ્મોમાં હીરો બનવા માટે કોશિશ શરૂ કરી હતી, પણ હીરો બનવાનું તેમનું સપનું અધૂરું જ રહ્યું. તેમને પહેલી તક હરિયાણાની એક ફિલ્મમાં મળી હતી. ‘જીત’ નામની એ ફિલ્મમાં તેમને નાનકડો રોલ મળ્યો હતો.

એ પછી કેતન મહેતાની ‘હોલી’ ફિલ્મમાં તેમને અભિનયની તક મળી. એ ફિલ્મમાં આશુતોષે રણજિત પ્રકાશ નામના વિદ્યાર્થીનો રોલ કર્યો હતો અને આમિર ખાને મદન શર્મા નામના વિદ્યાર્થીનો રોલ કર્યો હતો. આશુતોષનો એ ફિલ્મમાં મહત્ત્વનો રોલ હતો, જ્યારે અત્યારનો સુપરસ્ટાર આમિર ખાન એમાં તદ્દન મામૂલી વિદ્યાર્થી તરીકે ચમક્યો હતો!કૉલેજ-કૅમ્પસમાં હિંસા પર બનેલી એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન આમિર ખાન અને આશુતોષ ગોવારીકર મિત્રો બન્યા હતા. એ સમય દરમ્યાન આશુતોષની એ ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ કપૂર સાથે દોસ્તી થઈ હતી. જોકે ‘હોલી’ ફિલ્મ વખતે આશુતોષ કે આમિર ખાનને કોઈ ઓળખતું નહોતું. એ ફિલ્મમાં ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પરેશ રાવલ, શ્રીરામ લાગુ, દીપ્તિ નવલ, મોહન ગોખલે, દીના પાઠક, કિટુ ગિડવાણી અને રાજ ઝુત્સી જેવાં કલાકારો હતાં.

એ પછી શાહરુખ જ્યારે ‘સરકસ’ સિરિયલમાં અભિનય કરતો હતો ત્યારે આશુતોષ પણ એમાં કામ કરતો હતો એને કારણે શાહરુખ સાથે પણ તેની દોસ્તી થઈ હતી (બાય ધ વે, શાહરુખની ‘કભી હા કભી ના’ ફિલ્મમાં પણ આશુતોષ ગોવારીકરે અભિનય કર્યો હતો. એ ફિલ્મમાં શાહરુખના ચાર-પાંચ દોસ્ત દર્શાવાયા હતા એમાંથી એક આશુતોષ ગોવારીકર હતો!). આશુતોષે જ્યારે પહેલી હિન્દી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેની ઇચ્છા શાહરુખને હીરો તરીકે સાઇન કરવાની હતી, પણ એ દરમ્યાન શાહરુખ બહુ મોટો સ્ટાર બની ગયો હતો એટલે આશુતોષની તેને પોતાની પ્રથમ ફિલ્મનો હીરો બનાવવાની ઇચ્છા પૂરી નહોતી થઈ.

૧૯૮૯માં આશુતોષની અનેક ફિલ્મો આવી હતી. જોકે એ બધામાં તેના નાનકડા રોલ હતા. ‘ગવાહી’, ‘કમલા કી મૌત’, ‘ગુંજ’ અને ‘સલીમ લંગડે પે મત રો’ જેવી ફિલ્મોની સાથે ૧૯૮૯માં તેમણે ‘સરકસ’ સિરિયલમાં અભિનય કર્યો હતો. એ પછી પણ ૧૧ વર્ષ સુધી આશુતોષ હીરો બનવા માટે સંઘર્ષ કરતા રહ્યા. તેમણે ૧૯૯૧માં ‘ઇન્દ્રજિત’, ૧૯૯૨માં ‘જાનમ’ અને ‘ચમત્કાર’, ૧૯૯૩માં ‘કભી હાં કભી ના’, ૧૯૯૪માં ‘વઝીર’ (મરાઠી), ૧૯૯૮માં ‘સરકારનામા’ (મરાઠી) અને ‘વોહ’ જેવી ફિલ્મોમાં નાના-નાના રોલ કર્યા હતા.

૧૯૯૪માં તેમને જૂના મિત્રો પ્રદીપ કપૂર (‘હોલી’ના પ્રોડ્યુસર) અને બી. પી. સિંઘે ‘સીઆઇડી’ ટીવી-સિરિયલમાં તક આપી. જોકે એમાં પણ તેમનો મુખ્ય રોલ નહોતો. આશુતોષ ગોવારીકરને અભિનયના મેદાનમાં બહુ તક ન મળી એટલે છેવટે તેમણે દિગ્દર્શક બનવાનું નક્કી કર્યું. ૧૯૯૫થી તેઓ ડિરેક્ટર તરીકે ફિલ્મ બનાવવા માંડ્યા હતા, પણ છેક ‘લગાન’ ફિલ્મ શરૂ થઈ ત્યાં સુધી આશુતોષ ‘સીઆઇડી’ સિરિયલમાં અભિનય કરતા હતા!

ગીતા કપૂરફિલ્મ કુછ કુછ હોતા હે એક સુપરહિટ ફિલ્મ હતી , આ ફિલ્મનું ગીત તુજે યાદ ના મેરી આયે ઘણું હિટ થયું હતું અને આ ગીતમાં જે બંજારન હતી એ બીજી કોઈ નહિ પણ બોલીવુડની જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂર હતી. આજે એ બોલીવુડની ટોપ કોરિયોગ્રાફરમાંથી એક છે અને ઘણા રીયાલીટી શો માં જજ તરીકે પણ કામ કરે છે.ગીતા કપૂર આજે જાણીતી કોરિયોગ્રાફર બની ગઈ છે, પરંતુ તેણે તેની કારકિર્દીની શરૂઆત ફરાહ ખાનના ડાન્સિંગ ગ્રુપથી કરી હતી. ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ ના જજ બન્યા પછી, ગીતા કપૂરની લોકપ્રિયતા ઘણી વધી. ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ ના ગીત ‘તુઝે યાદ ના મેરી આઈ’ માં ગીતા કપૂર દેખાઈ હતી, શું તમે તેને ઓળખી હતી?

શાહિદ કપૂરબોલીવુડના જાણીતા અભિનેતા અને એશિયાના મોસ્ટ હેન્ડસમ મેનનો ટેગ મેળવનારા શાહિદ કપૂરે પણ જયારે પોતાના કરિયરની શરૂઆત કરી હતી તો એ એક બેકગ્રાઉન્ડ ડાન્સર હતા, ઐશ્વર્યા રાય અને અક્ષય ખન્નાની ફિલ્મ તાલમાં શાહિદ એક ગીતમાં ઐશ્વર્યા રાયની પાછળ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.આ વર્ષે ‘સેક્સીએસ્ટ મેન’ નું બિરુદ મેળવનાર શાહિદ કપૂર પણ યુવતીનું પાત્ર ભજવતા અચકાયો નહોતો. એણે ‘મિલેંગે મિલેંગે’ ફિલ્મમાં યુવતીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મને સતીશ કૌશિકે ૨૦૧૦માં બનાવી હતી.

શાહિદ કપૂરની ફિલ્મ કબીરસિંહ 2019 ની સૌથી હિટ અને લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મમાં શાહીદની સાથે કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા અને જબરદસ્ત કલેક્શન કર્યું. એક તરફ, આ ફિલ્મની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી, બીજી તરફ, આ ફિલ્મની કોઈ ટીકા થઈ નથી. આ ફિલ્મમાં કેટલાક દ્રશ્યો જોવા મળ્યા હતા જે સમાજને વિકૃત પ્રોત્સાહન પણ આપે છે.

રીના દત્તાબોલીવુડના મિસ્ટર પરફેકટનિસ્ટ આમિર ખાનની પહેલી પત્ની રીના દત્તા જેની સાથે અત્યારે તો એના છૂટાછેડા થઇ ગયા છે. જણાવી દઈએ કે રીના દત્તા આમિર ખાનની ફિલ્મ જો જીત વહી સિકંદરનું પાપા કહેતે હે બડા નામ કરેગા ગીતમાં જોવા મળી હતી.બોલીવુડના શ્રી પરફેક્શનિસ્ટ આમિર ખાન અને રીના દત્તાએએ તેમના માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ 1986 માં લવ મેરેજ કર્યા હતા. રીનાનો સંબંધ હિંદુ પરિવાર સાથે હતો, તેથી આ સંબંધને પરિવારે સ્વીકાર્યો નહીં. પાછળથી, તેમના સંબંધો તૂટી ગયા અને 2002 માં તેઓએ છૂટાછેડા લેવાનું નક્કી કર્યું.

આમિર ખાનની પ્રથમ ફિલ્મ કયામત સે કયામત તક રીલીઝ થઇ હતી અને આમિર ખાનની ઉંમર કેવળ ૨૧ વર્ષની હતી. ફિલ્મ રીલીઝ થતાં પહેલાં જ તે પોતાની પડોશમાં રહેતી બાળપણની દોસ્ત રીના દત્તાને લઈને ભાગી ગયાં હતા અને લગ્ન કરી લીધાં હતા જેને બાદમાં બન્નેના પરિવારજનોએ સ્વીકારી લીધાં હતા. બન્નેના એ લગ્નસંબંધોનો ૨૦૦૧માં અંત આવ્યો હતો અને આમિર ખાને રીનાને તલાક આપીને કિરણ રાવ સાથે બીજાં લગ્ન કર્યા હતા .

ફરાહ ખાનબોલીવુડની જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાન આજે બોલીવુડની ટોપ કોરિયોગ્રાફરમાંથી એક છે. અત્યારે તો ફરાહ સલમાનથી લઈને કેટલાયે કલાકારોને પોતાના ઈશારા પર નચાવે છે પણ શાહરૂખ અને પ્રીતિની ફિલ્મમાં ફરાહ અને કરણ જોહરે એક નાનો રોલ કર્યો હતો., પણ ત્યારે એમને કોઈ ઓળખતું નહતું , એટલા માટે કોઈએ બંનેની નોંધ લીધી નહિ.બોલિવૂડની સફળ કોરિયોગ્રાફરમાં જાણવામાં આવતી નિર્દેશકે બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફરાહ ખાન પોતાનાથી નાના સંપાદક શિરીષ કુંદરથી વધારે સમૃદ્ધ બની ગઈ છે.

ફરાહ ખાનનાં લગ્ન ૨૦૦૪ માં થયા હતા. ફરાહખાન ૮ મિલીયન ડોલરની માલિક છે.ફરાહ ખાન ઘણા રિયલિટી શોની જજ રહી ચૂકી છે. તેમ જ તેણે ‘ફરાહ કી દાવત’ કુકિંગ-શો પણ કર્યો હતો. હવે તે નવો શો ‘લિપ સિન્ક’ કરવા જઈ રહી છે. આ શો હોલિવૂડના શો ‘લિપ સિન્ક બેટલ’ પરથી બનાવવામાં આવી રહ્યો છે. આ શોના દરેક એપિસોડમાં બે સેલિબ્રિટી આવશે અને તે કોઈ પણ ગીત પર લિપ સિન્ક કરશે. આ શોમાં જે પણ સારી રીતે ગીતમાં લિપ સિન્ક કરશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.આ શોમાં મલઇકા અરોરા, મનીષ પોલ, રણબીર કપૂર, વરુણ ધવન જેવી સેલિબ્રિટીઝ આવી રહી છે.

નવાજુદ્દીન સિદ્દકીઆજે તો નવાજુદ્દીન સિદ્દકી બોલીવુડના જાણીતા અભિનેતા છે , પરંતુ એ પણ પોતાના કરિયરના શરૂઆતના દિવસોમાં ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસમાં એક પોકેટમારનું પાત્ર નિભાવી ચુક્યા છે.બોલીવુડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દકી એક નવા જ પ્રકારની મુશ્કેલીમાં ફસાયો છે. થાણે પોલીસે તેને સમંસ પાઠવીને હાજર થવા મટે જણાવ્યુ છે. થાણે ક્રાઈમબ્રાંચે ગેરકાયદેસર રીતે ઓલ ડેટા મેળવવાના કેસમાં 11 લોકોની ધરપકડ કરી છે.

જે સંદર્ભે પૂછપરછ માટે નવાજને બોલાવવામાં આવ્યો છે.નવાજ પર આરોપ છે, કે તેણે પોતાની પત્નીની જાસુસી માટે આ પ્રાઈવેટ ડિટેક્ટિવ હાયર કરેલ હતા અને તેમણે જ આ કોલ રેકોર્ડ ચોર્યો છે. જેને લઈને આગામી દિવસોમાં નવાજુદ્દીન સિદ્દકીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.નવાજુદ્દીન સિદ્દકી અત્યારે પોતાની આગામી ફિલ્મ ઠાકરેને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ મરાઠા શેર તરીકે ઓળખાતા બાલાસાહેબ ઠાકરે ની બાયોપિક ફિલ્મ છે.આ ફિલ્મનુ ટીઝર જાહેર થઈ ચુક્યુ છે.મહત્વનું છે કે, નવાજુદ્દીન સિદ્દકીના લુકની ખૂબ જ પ્રશંસા થઈ હતી. પરંતુ આ જાસુસી કેસમાં તેની મુશ્કેલી વધવાના કારણે ફિલ્મ પણ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

કિરણ રાવબોલીવુડના મિસ્ટર પરફેકટનિસ્ટની પત્ની કિરણ રાવ મિડીયાથી દૂર છે પણ તમને જણાવી દઈએ કે ફિલ્મ દિલ ચાહતા હે માં કિરણ રાવ એક નાનો રોલ કરી ચુકી છે.બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટની પત્ની કિરણ રાવ બોલિવૂડ અભિનેત્રીથી ઓછી દેખાતી નથી. જણાવી દઈએ કે કિરણ આમિરની ત્રીજી પત્ની છે. આમિરે વર્ષ 2005 માં કિરણ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં, બંનેને એક પુત્ર છે.

કિરણ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે.કિરણ રાવ ફિલ્મ ઉદ્યોગના નિર્માતા, સ્ક્રીન લેખક અને દિગ્દર્શક છે. કિરણે આમિર ખાન સાથે 2005માં લગ્ન કર્યા હતા. બહુ ઓછા લોકો જાણતા હશે કે કિરણ એક્ટ્રેસ અદિતિ રાવ હૈદરીની કઝીન પણ છે. તેલંગાણામાં જન્મેલી કિરણે ફિલ્મ ‘લગાન’ માં સહાયક નિર્દેશક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી.આ એ જ ફિલ્મ હતી કે જેનાથી આમિરની અંગત અને વ્યવસાયિક જિંદગી બંને બદલાઈ ગઈ.આ ફિલ્મની શૂટીંગ દરમ્યાન આમિર અને કિરણની પહેલી થઈ હતી. ચાલો આપણે જાણીએ કે આમિરે કેવી રીતે તેની પહેલી પત્ની રીનાને છોડીને કિરણનો હાથ થામ્યો.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *