Breaking News

એક સમયે આ બાળકને અલ્કા યાજ્ઞિકએ ઘરની બહાર કાઢી મુક્યો હતો આજે તે બાળક એટલો મોટો સુપરસ્ટાર છે કે નામ જાણી ચોંકી જશો.

સામાન્ય રીતે જ્યારે આપણે ફિલ્મો વિશે કે ફિલ્મની દુનિયા વિશે વાત કરીએ છીએ ત્યારે ત્યાં ચોક્કસપણે ગીત ઉલ્લેખ હોય છે અને જ્યાં ગાવાની વાત હોય અને અલ્કાજીનું નામ ત્યાં નથી આવતું તે થઈ શકતું નથી. અલકા યાજ્ઞિક બોલિવૂડ સિંગર પોતાનું એક અલગ જ સ્થાન ધરાવે છે.

આજના સમયમાં બોલીવુડ પાસે ઘણા મહાન ગાયક છે. સોનૂ નિગમ ઉદિત નારાયણ , અલ્કા યાજ્ઞિક , કુમાર સાનૂ, શ્રેયા ઘોષાલ અને સુનિધિ ચૌહાણ , કેટલાક એવા મહાન ગાયકો છે જેની ગણતરી બોલીવુડના સૌથી શ્રેષ્ઠ ગાયકોમાં થાય છે. પણ આજના આ લેખમાં અમે બધાની મનગમતી અલકા યાજ્ઞિક વિષે જણાવીશું.

૮૦ અને ૯૦ ના દશકમાં અલ્કા યાજ્ઞિકના અવાજનો જાદૂ લોકોને ચડતો હતો. એ સમયે અલ્કાએ ગયેલ દરેક ગીત હિટ જતું હતું. ફિલ્મ ‘કયામત સે કયામત તક’ માં પણ એમણે પોતાનો અવાજ આપ્યો હતો. એમણે અભિનેત્રી જૂહી ચાવલા માટે પ્લેબેક કર્યું હતું. એ સમયે અલ્કાએ ગાયેલ ગીત ‘એક દો તીન’ ઘણું પ્રખ્યાત થયું હતું. એટલા માટે દરેક સંગીતકાર એની સાથે કામ કરવા ઇચ્છતા હતા. ઉદિત નારાયણ અને કુમાર સાનૂ સાથે અલ્કાની જોડી સૌથી વધારે હિટ હતી. આજના આ લેખમાં અમે તમને અલ્કા સાથે જોડાયેલ એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છે. આ કિસ્સો જાણીને તમે પણ સાચે જ ચોંકી જશો. આ કિસ્સો અલ્કા યાજ્ઞિક અને બોલીવુડના મિસ્ટર પરફેકશનિસ્ટ આમિર ખાન સાથે જોડાયેલો છે.

એક વાર થયું એવું કે વર્ષ ૧૯૮૮ માં અલ્કા ફિલ્મ ‘કયામત સે કયામત તક’ માટે એક ગીત રેકોર્ડ કરી રહી હતી ત્યારે આમિર ખાન એની સામે આવીને બેસી ગયા. એ સમયે આમિર ખાન ઇન્ડસ્ટ્રીમાં નવા હતા. એ રેકોર્ડીંગ સમયે અલ્કાને વારંવાર ઘૂરતા હતા, એટલે અલ્કા અસહજ થઇ ગઈ. થોડી વાર પછી એમણે આમિરને ગુસ્સામાં સ્ટુડિયોની બહાર જવાનું કહ્યું. જયારે રેકોર્ડીંગ ખતમ થયું ત્યારે નાસિર હુસૈનએ અલ્કાને ફિલ્મની કાસ્ટ સાથે મુલાકાત કરાવી. એમાં જૂહી અને આમિર પણ શામેલ હતા. આ જોડી નવી હોવાને લીધે અલ્કા એમને સારી રીતે ઓળખતી નહતી.

ફિલ્મ ટીમમાં અલકા જીનો પરિચય કરાવવાનો સમય આવ્યા પછી અલકા જી અગ્રણી અભિનેતાને મળવા આવ્યા અને આ અગ્રણી અભિનેતા બીજો કોઈ નહીં પણ આમિર ખાન હતો. જ્યારે અલ્કા જીએ આમિરને ઓળખી લીધો ત્યારે તેણે જઇને આમિરને આ માટે માફ કર્યો જો કે આમિરે તેમનુ કહ્યું ખરાબ ન માન્યું ન તો તેને ક્યારેય ધ્યાનમાં લીધું જેના કારણે આમિર ખાનને આજે બોલીવુડમાં ખૂબ જ મિલનસાર લોકો માનવામાં આવે છે.

જણાવી દઈએ કે આ સ્ટુડીયોમાં પહેલી વાર અલ્કા અને જૂહીની પણ મુલાકાત થઈ હતી. પણ જયારે આમિર ખાનને એમની સાથે મુલાકાત કરાવવામાં આવી તો એ એને ઓળખી ગઈ. એ પછી અલ્કાએ હસતા હસતા આમિરની માફી માંગી. આમિરે પણ ‘ઇટ્સ ઓકે’ કહીને અલ્કાને માફ કરી દીધી અને એ પછી આખી વાત રફે દફે ગઈ. આ કિસ્સાનો ઉલ્લેખ અલ્કાએ થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુંમાં કર્યો હતો. આજે પણ જયારે બંનેની મુલાકાત થાય છે તો આ ઘટનાને યાદ કરીને ખુબ જ હંસે છે.

અલ્કા એ સમયે નહતી જાણતી કે સ્ટુડિયોથી આ રીતે બેઈજ્જત કરીને નીકાળવામાં આવેલો અભિનેતા એક દિવસ બોલીવુડ પર રાજ કરશે. એમને નહતી ખબર કે એક દિવસ આમિર ખાનની ફિલ્મો જોવા માટે લોકો લાંબી લાઈન લગાવશે. આજે આમિર બોલીવુડના એક એવા કલાકાર છે જેમની ફિલ્મોની રાહ ફક્ત દર્શકો જ નહિ પણ બોલીવુડના કલાકારો પણ જુએ છે. જોકે, આમિર એક વર્ષમાં એક જ ફિલ્મ કરે છે, પણ એમની એક ફિલ્મ કરોડો કમાઈ લે છે. જણાવી દઈએ કે આમિરે કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા છે. એમના પહેલા લગ્ન રીના દત્તા સાથે વર્ષ ૧૯૮૬ માં થયા હતા.

ઘરમાં સંગીતનું વાતાવરણ હોવાને કારણે અલકાનો પણ સંગીતમાં રસ વધતો ગયો. માત્ર 6 વર્ષની ઉંમરમાં તેણે કામ કરવાની શરુઆત કરી અને આકાશવાણી કોલગાતા માટે ગાવાની શરુઆત કરી.10 વર્ષની ઉંમરમાં અલકા પોતાના માતા સાથે મુંબઈ આવી અને ફિલ્મમેકર રાજ કપૂરને મળી. રાજ કપૂરને અલકાનો અવાજ ખુબ ગમ્યો અને તેમણે અલકાની મુલાકાત લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે કરાવી. 1979માં આવેલી ફિલ્મ પાયલ કી ઝનકારથી અલકાએ પ્લેબેક સિંગર તરીકે કરિયરની શરુઆથ કરી.

1988માં આવેલી ફિલ્મ તેજાબના ગીત ‘એક દો તીન’ પછી અલકાને પ્લેબેક સિંગર તરીકે ઓળખ મળી. ત્યાર પછી અલકાએ લગભગ 700થી વધારે ફિલ્મોમાં 20,00થી વધારે ગીત ગાયા.અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. બન્ને અલગ અલગ ફીલ્ડના છે, માટે તેમણે નિર્ણય કર્યો કે અલગ અલગ રહીને પોતાના કામ પર ફોકસ કરશે. તેમની એક દીકરી છે સાયશા.

બોલિવૂડમાં અલકાએ અનેક સુપરહિટ ગીતો આપ્યા છે. અગર તુમ સાથ હો, ટિપ ટિપ બરસા પાની, મૈંયા યશોદા, ચુરા કે દિલ મેરા, પરદેસી પરદેસી, દિલ લગા લિયા, કુછ કુછ હોતા હૈ, એ મેરે હમસફર જેવા અનેક ગીતો શામેલ છે.બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર કેટેગરીમાં અલકા યાજ્ઞિકનું નામ ફિલ્મફેરમાં 35 વાર નોમિનેટ કરવામાં આવ્યું, જેમાંથી 7 વાર અવોર્ડ મેળવ્યો. આ સિવાય 2 નેશનલ અવોર્ડ પણ પોતાના નામે કર્યા છે.

About Hu Gujarati TEAM

Check Also

ખુબજ અમીર ઘરના જમાઈ છે આ 6 સુપરસ્ટાર, જાણો કેટલી અમીર છે તેમની વહુ ??

મિત્રો, આજના હું ગુજરાતી ના આજબ ગજબ ના આ લેખ માં અમે તમને જણાવી રહયા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *