એક સમયની હોટ અદાકાર આજે જીવે છે આવું જીવન,જુઓ તસવીરો

0
445

73 વર્ષની મુમતાઝ ચમકતી એક્ટ્રેસ છોડીને રોમમાં પુત્રી સાથે રહે છે,આજે મુમતાઝનો જન્મદિવસ છે, જેણે એક સમયે પોતાની સુંદરતા અને અદાથી લોકોનું દિલ જીત્યું હતું. તે આજે તેનો 73 મો જન્મદિવસ મનાવી રહી છે. મુમતાઝને તેની સુંદર નાન-નકશ અને મનોહર સુંદર આંખોને કારણે ખૂબ પસંદ આવી.મુમતાઝનો જન્મ 31 જુલાઈ 1947 ના રોજ એક મધ્યમ વર્ગના મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ફક્ત 12 વર્ષની ઉંમરે કરી હતી. તેમણે ઈન્ડસ્ટ્રીને ઘણી સુપરહિટ ફિલ્મો આપી, જે આજે પણ દર્શકોની પસંદનું છે. આજે પણ લોકો મુમતાઝને પસંદ કરે છે પરંતુ હવે તે પહેલાંની જેમ દેખાતી નથી.

મુમતાઝે પોતાના સુંદર અંદાજથી દર્શકોને દીવાના બનાવ્યા હતા. પણ મુમતાઝના જીવનમાં એક એવો ખરાબ સમય આવ્યો કે તેનું જીવન જ બદલાઈ ગયું. આજે અમે તમને અભિનેત્રી મુમતાઝની જીવનશૈલી વિશેની ખાસ બાબતો જણાવીશું.મુમતાઝનો જન્મ 31 જુલાઈ, 1947 મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં થયો હતો. આજે મુમતાઝ 72 વર્ષની થઇ ચુકી છે. મુમતાઝે માત્ર 12 વર્ષની ઉંમરમાં જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પોતાની બહેન મલિકાની સાથે તે રોજ સ્ટુડિયો જતિ હતી અને નાના-મોટા રોલ માંગ્યા કરતી હતી.

મુમતાઝે વર્ષ 1960 માં પોતાની કારકિર્દી ફિલ્મ ‘ગહરા દાગ’માં સાઈડ રોલ દ્વારા શરૂ કરી હતી. શરૂઆતમાં તો મુમતાઝને હિટ ફિલ્મોના નાના રોલ જ મળતા હતા પણ ધીમે-ધીમે તેને મુખ્ય રોલ મળવાના શરૂ થયા હતા.ગયા વર્ષોની એક્ટ્રેસ મુમતાઝની ગણતરી 60 અને 70ના દસકામાં બોલિવૂડની ટોચની હિરોઇન તરીકે થતી હતી. એક સમયે મુમતાઝની સુંદરતા પાછળ લાખો લોકો દિવાના હતા. હાલમાં મુમતાઝ લંડનમાં સેટલ થઈ છે અને તેણે બિઝનેસ મયુર માધવાણી સાથે લગ્ન બાદ બોલિવૂડને કાયમ માટે અલવિદા કહી દેવાનો નિર્ણય લીધો હતો. હાલમાં મુમતાઝની લેટેસ્ટ તસવીર વાઇરલ થઈ છે જેમાં તે બિલકુલ ઓળખાય એવી નથી.

 

મુમતાઝ અને રાજેશ ખન્નાની ગણતરી બોલિવૂડની હિટ જોડી તરીકે થતી હતી. તેમણે આપ કી કસમ રોટી ‘અપના દેશ અને સચ્ચા જુઠા જેવી દસ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.બહુ ઓછા લોકોને ખબર છે કે મુમતાઝની મોટી દીકરી નતાશા માધવણીના દીકરા એક્ટર ફરદીન ખાન સાથે થાય છે. નતાશા અને ફરદીનને ત્રણ વર્ષની દીકરી દિયાની ઇસાબેલ ખાન છે. હાલમાં આ બંને બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે.મુમતાઝની માં અને કાકી નિલોફર પણ પહેલાથી જ ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા હતા. એક બેસ્ટ અભિનેત્રી બનવાનું સપનું મુમતાઝે બાળપણથીજ પોતાના મનમાં સજાવીને રાખ્યું હતું, જેણે તેને સાચું કરી બતાવ્યું.

મુમતાઝે એક પછી એક 16 એક્શન ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. મુમતાઝની ઘણી ફિલ્મો અભિનેતા અને રેસલર દારા સિંહ સાથે આવી હતી, જેના દ્વારા મુમતાઝ પર સ્ટંટ ફિલ્મ અભિનેત્રીનો સિક્કો લાગી ગયો.દારા સિંહ એક ફિલ્મ માટે સાઢા ચાર લાખ રૂપિયા લેતા હતા જ્યારે મુમતાઝ અઢી લાખ રૂપિયા ફી લેતી હતી. દારા સિંહ સાથે મુમતાઝની જોડી દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી હતી.

મુમતાઝે રાજેશ ખન્ના, શશી કપૂર, રાજેન્દ્ર કુમાર અને ધર્મેન્દ્ર જેવા એભિનેતાઓ સાથે ઘણી હિટ ફિલ્મો આપી હતી. વર્ષ 1970 માં ફિલ્મ ‘ખિલૌના’ માટે મુમતાઝને ફિલ્મફેર બેસ્ટ અભિનેત્રીનો ઍવોર્ડ પણ મળ્યો હતો. રાજેશ ખન્ના સાથે મુમતાઝે લગાતાર 10 ફિલ્મો કરી હતી.એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે અભિનેતા શશી કપૂરનું દિલ મુમતાઝ પર આવી ગયું હતું અને લગ્ન માટે પ્રપોઝ પણ કર્યું હતું. તે સમયે મુમતાઝની ઉંમર માત્ર 19 વર્ષની જ હતી.

મુમતાઝ,હાલમાં રોમમાં છે. તે ત્યાં તેની પુત્રી અને જમાઈ સાથે રહે છે અને તે હજી પણ ખૂબ ફીટ લાગે છે. એક સમય એવો હતો જ્યારે રાજેશ ખન્ના સાથે તેની જોડી સારી પસંદ આવી હતી.મુમતાઝે રાજેશ ખન્ના સાથે ઘણી સુપરહિટ ફિલ્મો આપી, જેને દેશનો પહેલો સુપરસ્ટાર કહેવાતો. તે સમયે, તે બંનેને સ્ક્રીન પર સફળતાની બાંયધરી માનવામાં આવતી હતી. આ જોડીએ સચ્ચા-યાર દો રસ્તા અપના કસમ, અપના દેશ, દુશ્મન, પ્રેમ કહાની, બંધન અને રોટી જેવી સફળ અને યાદગાર ફિલ્મો આપી છે.

એવું કહેવામાં આવે છે કે વાસ્તવિક જીવનમાં પણ બંને એકબીજાની ખૂબ નજીક હતા. એવું કહેવામાં આવે છે કે મુમતાઝે વર્ષ 1974 માં મયુર માધવાની સાથે લગ્ન કર્યા હતા, જ્યારે રાજેશ ખન્ના હૃદયભંગ હતા. તે સમયે રાજેશ ખન્ના મુમતાઝ ઉપર ગુસ્સે હતા કારણ કે તે નથી ઇચ્છતું કે મુમતાઝ હવે લગ્ન કરે. લગ્ન પછી મુમતાઝે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.ત્યારબાદ રાજેશ ખન્ના દિલમાં ભરાયા હતા. તે સમયે રાજેશ ખન્ના મુમતાઝ પર ગુસ્સે હતા કારણ કે તે નથી ઇચ્છતું કે મુમતાઝ હવે લગ્ન કરે. લગ્ન પછી મુમતાઝે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું.

નોંધનીય છે કે તે કેન્સર જેવા જીવલેણ રોગ સામે લડી ચૂકી છે અને તે પહેલાથી જ ખૂબ સુંદર છે.બોલીવુડમાં છેક તળેટીથી શિખર સુધીની સફળ સફર કરીને ઝળહળતી લોકપ્રિયતા અને સન્માન મેળવ્યું હોય તેવું એક નામ છે.આ નામ એટલે મુમતાઝ. શરૃઆતમાં બાળ કલાકાર,ત્યારબાદ મહાન કુસ્તીબાજ અને અભિનેતા દારાસિંહની અભિનેત્રી અને સમય જતાં મોટાગજાના કલાકારો સંજય કુમાર, શમ્મીકપૂર, રાજેશ ખન્ના,ફિરોઝ ખાન,જિતેન્દ્ર,દેવ આનંદ અને દિલીપ કુમાર સાથે એક પછી એક યાદગાર અને માણવાલાયક ફિલ્મોમાં અફલાતૂન અભિનય કરનારીે મુમતાઝનું નામ ચલણી સિક્કા જેવું બની ગયું હતું.સાધારણ પરિવારમાં ઉછરેલી મુમતાઝ બોલીવુડની રૃપસુંદરી અને બોક્સઓફિસની રાણી પણ બની ગઇ.એમ કહો કે ફિલ્મના શોખીન કોલેજીયનો મુમતાઝની ફિલ્મો જોવા રીતસર ઉમટી પડતા.

મુમતાઝે સંઘર્ષ અને ભરપૂર મહેનત કરીને સફળ -લોકપ્રિય અભિનેત્રી બની શકાય છે તેવું ઉજળું ઉદાહરણ પૂરું પાડયું છે અને તે પણ બોલીવુડમાં કોઇ જ ગોડફાધરની મદદ સિવાય.૭૦ના દાયકામાં રાજેશ ખન્ના નામના ઝળહળતા સુપરસ્ટારનો ઉદય થયો અને તેની સાથોસાથ રાજેશ ખન્ના-મુમતાઝની જોડી પણ સુપરહીટ થઇ હતી. જોકે તળેટીમાંથી સફળતાનું એક પછી એક પગથિયું ચડયા બાદ છેક શિખર સુધી પહોંચીને આ જ મુમતાઝે લંડનના અમીર બિઝનેસમેન મયુર માધવાણી સાથે અચાનક જ લગ્ન કરવાનો નિર્ણય લઇને તેનાં અસંખ્ય ચાહકોને ચોંકાવી દીધાં હતાં.એમ કહો કે નારાજ કર્યાં હતાં.આજે જોકે મુમતાઝ લંડનમાં તેના પતિ મયુર માધવાણી અને તેની બે દીકરીઓ નતાશા અને તાન્યાસાથે જીવનનો ભરપૂર આનંદ લઇ રહી છે.

 

આવો, આપણે મુમતાઝની સફળ અને લોકપ્રિય ફિલ્મ સફરની મજેદાર વાતો માણીએ.મુમતાઝનો જન્મ ૩૧,જુલાઇ,૧૯૪૭ના રોજ મુંબઇમાં થયો હતો. મુમતાઝના પિતાનું નામ અબ્દુલ સમીદ અસ્કરી અને માતાનું નામ સરદાર બેગમ હબીબ આગા હતું.જોકે મુમતાઝની માતા નાઝ તરીકે પણ ઓળખાતાં હતાં.આમ તો મુમતાઝનાં માતાપિતા ઇરાની કૂળનાં હતાં પરંતુ તેઓ મુંબઇમાં સ્થિર થયાં હતાં.મુમતાઝ બહુ નાની વયની હતી ત્યારે જ તેનાં માતાપિતાએ છૂટાછેડાલઇ લીધા હોવાથી મુમતાઝ અને તેની બહેન મલ્લીકાનો ઉછેર તેની માતા અનેનાનીએ કર્યો હતો.જોકે સમય જતાં મુમતાઝની માતાએ પુન:લગ્ન કર્યાં હતાં અને તે લગ્નથી તેને શાહરૃખ અને શાઝહત એમ બે દીકરા પણ હોવાનો ઉલ્લેખ મળે છે.બોલીવુડનો ખલનાયક સ્વ. રૃપેશ કુમાર મુમતાઝનો પિતરાઇ ભાઇ હતો.

બોલીવુડનાં જાણકાર સૂત્રોના કહેવા મુજબ મુમતાઝને બાળપણથી જ નાટકો અને નૃત્યનો જબરો શોખ રહ્યો છે.જોકે માતાપિતાના છૂટાછેડાથી તેના કુટુંબની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી મુમતાઝે નાની ઉંમરે જ હિન્દી ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકાઓ પણ ભજવીને મદદરૃપ બનતી.મુમતાઝે બાળ કલાકાર તરીકે સંસ્કાર,યાસ્મિન,સોને કી ચિડિયા અને સ્ત્રી વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું.સમય જતાં મુમતાઝને નિર્માતા-દિગ્દર્શક ઓ.પી.રાલ્હનની ગેહરા દાગ(૧૯૬૩) ફિલ્મમાં મહત્વની ભૂમિકા મળી અને શરૃ થઇ અભિનય યાત્રા.બરાબર આ જ તબક્કે મુમતાઝનું નસીબ ચમકયું અને તેને વિશ્વપ્રસિદ્ધ કુસ્તીબાજ અને રૃસ્તમ-એ-હિન્દ દારા સિંહ સાથફિલ્મો મળવી શરૃ થઇ.દારા સિંહ-મુમતાઝની ફૌલાદ,વીર ભીમસેન,ટારઝન કમ્સ ટુ દિલ્હીઅને સિકંદર-એ-આઝમ,રાકા,રૃસ્તમ-એ-હિન્દ અને ડાકુ મંગલ સિંહ(૧૯૬૪-૬૮) વગેરે જેવી ફિલ્મોને જબરી સફળતા મળી હતી.

ફિલ્મમાં પહેલવાન દારા સિંહ તેની પ્રેમિકા મુમતાઝને દુશ્મનોથી બચાવવા જે બહાદુરી બતાવતા તે જોવા બાળકોસહિત યુવાનો ઉમટી પડતા.આમ તો દારા સિંહ-મુમતાઝની ફિલ્મો બી ગ્રેડની ગણાતી હોવા છતાં તેને આશ્ચર્યજનક સફળતા મળી હતી અને તેનો સીધો લાભ રૃપકડી અને યુવાન મુમતાઝને થયો.બોલીવુડે મુમતાઝની મહેનત અને સફળતાની નોંધ લીધી અને પરિણામે તેને કાજલ,સૂરજ,પથ્થર કે સનમ,હમરાઝ,રામ ઔર શ્યામ,બ્રહ્મચારી અને આદમી ઔર ઇન્સાન વગેરે જેવી મોટાં બેનરની અને રાજકુમાર,રાજેન્દ્ર કુમાર,શમ્મી કપૂર,મનોજ કુમાર અને દિલીપ કુમાર જેવામોટા સ્ટારવાળી ફિલ્મો પણ મળી. આમ તો આ બધી ફિલ્મોમાં મુમતાઝની ભૂમિકા સહકલાકારની હોવા છતાં તેને આ બધા મોટા અભિનેતાઓ સાથે કામ કરવાની સોનેરી તક મળી.

બ્રહ્મચારી ફિલ્મમાં મુમતાઝને બોલીવુડના સોહામણા અને અચ્છા ડાન્સર શમ્મીકપૂર સાથે કામ કરવાની યાદગાર તક મળી તો ખરી પરંતુ તેની સાથોસાથ બંનેના રોમાન્સની જબરી વાતો પણ ફેલાઇ હતી.જોકે ઘણાં વરસો બાદ ખુદ મુમતાઝે તે ચર્ચા વિશે ફોડ પાડતાં કહ્યું હતું કે બ્રહ્મચારી ફિલ્મ રજૂ થઇ ત્યારે મારી ઉંમર માંડ ૧૮ વરસની હતી.હા, હું હેન્ડસમ શમ્મી કપૂરના ભરપૂર પ્રેમમાં હતી. કદાચ હું જુવાનીના ઉંબરે હતી તેનું આકર્ષણ પણ હોઇ શકે.શમ્મીજીની ઇચ્છા હતી કે હું મારી અભિનય કારકિર્દી છોડી દઇને તેમના પરિવારમાં જોડાઇ જાઉં.જોકે ખરેખર તો એ તબક્કે મારી માતાનું અવસાન થયું હતું અને કુટુંબની સારસંભાળ લેવાની હોવાથી તે શક્ય ન બન્યું.

બીજીબાજુ સિત્તેરના દાયકામાં મુમતાઝને રોજેશ ખન્ના જેવા સુપરસ્ટાર સાથે પણ ફિલ્મ મળી અને સફળ પણ થઇ. દો રાસ્તે,આપ કી કસમ,રોટી,સચ્ચા જૂઠા,બંધન,દુશ્મન,અપના દેશ,આયના,પ્રેમ કહાની અને રાજા રાની વગેરે ૧૦ ફિલ્મોએ (૧૯૬૩-૭૭) ધૂમ મચાવી. રાજેશ ખન્ના-મુમતાઝની જોડી જામી અને બેહદ લોકપ્રિય પણ બની.વળી, આ સુપરહીટ જોડીનાં બિંદિયા ચમકેગી,જય જય શિવ શંકર,કરવટેં બદલતે રહેં,વાદા તેરા વાદા અને ગોરે રંગ પર ઇતના ગુમા ન કર વગેરે ગીતો પણ બેહદ લોકપ્રિય થયાં હતાં.એક ઇન્ટર્વ્યુમાં ખુદ મુમતાઝે એવી માહિતી આપી હતીકે કાકા( બોલીવુડમાં રાજેશ ખન્નાકાકાના નામે જાણીતા હતા) તેના મિત્રોની પસંદગીમાં બહુ ધ્યાન -કાળજી રાખતા.લોકો મને રાજેશ ખન્નાની ખાસ -માનીતી ગર્લ ફ્રેન્ડ ગણતા. તે દિવસોમાં હું રૃપકડી,ફેશનેબલ અને આનંદી હોવાથી કાકા મને કહેતા, અરે ઓ મોટી, ઇધર આ.

જોકે રાજેશજી સેટ પર મોડા પણ આવતાએટલે અમે પણ તેમને લેટ લતીફ કહેતાં.હા, રાજેશ કાકા ડાન્સમાં થોડા નબળા હોવાથીહું તેમને બહુ મદદ પણ કરતી.અમુક સહિયારાં દ્રશ્યોમાં હું સંભાળી લેતી.મને બરાબરયાદ છે ,ચલ દરિયા મેં ડૂબ જાયેં ( પ્રેમ કહાની) ગીતના શૂટિંગમાં અમને બહુ તકલીફ પડી હતી.બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ ફિલ્મ જગતમાં મુમુના નામે જાણીતી મુમતાઝની લોકપ્રિયતા આકાશે આંબી હતી. જોકે આવી સોનેરી સફળતા અગાઉ આ જ મુમુ સાથે કામકરવા જિતેન્દ્ર અને શશિ કપૂર જેવામોટા સ્ટાર્સ રાજી નહોતા.શશિ કપૂરે તો એક વખત એમ કહ્યું હતું કે હું આવી સ્ટંટ-હીરોઇન સાથે કામ નહીં કરું.

તો વળી,જિતેન્દ્ર પણ બુંદ જો બન ગઇ મોતી ફિલ્મમાં મુમુ સાથે કામકરવા રાજી નહોતો.જોકે ફિલ્મ સર્જક અને કલાગુરુ ગણાતા વ્હી,શાંતારામ તેમની હીરોઇન બદલવા હરગીજ રાજી નહીં હોવાથી જિતેન્દ્રે સમાધાન કરવું પડયું હતું.આમ છતાં આ જ મુમુ સાથે જિતેન્દ્રની હમજોલી અને રૃપ તેરા મસ્તાના એમ બે ફિલ્મો રજૂ થઇ હતી.જ્યારે શશિ કપૂર સાથે સુપરહીટ ફિલ્મ ચોર મચાયે શોર માં કામ કર્યું છે.મુમતાઝે તો બોલીવુડના અસલી હીમેન ગણાતા ધર્મેન્દ્ર સાથે લોફર અને ઝીલ કે ઉસ પારએમ બે ફિલ્મોમાં કામ કર્યું હતું.ઉપરાંત,બોલીવુડના સ્ટાઇલીસ્ટ એક્ટર ફિરોઝખાન અને તેના ભાઇ સંજય ખાન સાથે પણ અપરાધ,ઉપાસના અને મેલા એમ ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. બહુ ઓછાં લોકોને ખબર હશે કે મુમુએ તો બોલીવુડના બીગ બી અમિતાભ બચ્ચન સાથે પણ બંધે હાથ ૧૯૭૩ ફિલ્મમાં કામ કર્યું છે.

જોકે આ બધી સફળતા વચ્ચે મુમતાઝની ખિલૌના(૧૯૭૦) ફિલ્મની સફળતા ખરેખર યશ કલગીરૃપ બની રહી.ખિલૌના ફિલ્મમાં મુમતાઝે માનસિક બીમારીનો ભોગ બનેલા સંજીવ કુમારની સારસંભાળ લેનારી યુવતીની અદભૂત અને પડકારરૃપ ભૂમિકા ભજવી છે.આવી અફલાતૂન ભૂમિકા માટે મુમતાઝને ઉત્તમ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ જ તબક્કે મુમતાઝને બોલીવુડના સદાબહાર અને નવયુવાન ગણાતા દેવ આનંદ સાથે તેરે મેરે સપને(૧૯૭૧) અને હરે રામ હરે કૃષ્ણ(૧૯૭૧)માં કામ કરવાની યાદગાર તક મળી.મુમુએઆ બંને ફિલ્મમાં દેવ આનંદ સાથે પડદા પર લીલોછમ પ્રેમ કરીને દર્શકોને ખુશ ખુશ કરી દીધાં હતાં.

આમ પણ બોલીવુડની બધી અભિનેત્રીઓને દેવ સાહેબ સાથે ફિલ્મ કરવાની ભરપૂર ઇચ્છા રહેતી એટલે મુમતાઝને દેવ આનંદ જેવા મોટાગજાના અભિનેતા સાથે કામ કરવાની તક મળી એટલે તેની કારકિર્દીમાં સોનામાં સુગંધ ભળી હતી.વળી, આ બંને સુપરહીટ ફિલ્મનાં મીઠાં મધુરાં ગીતો પણ લોકપ્રિય થયાં હતાં.મુમતાઝને બોલીવુડના આલા દરજ્જાના અભિનેતા દિલીપ કુમાર સાથ પણ રામ ઔર શ્યામ ફિલ્મમાં કામ કરવાની ઉજળી તક મળી હતી. આ તબક્કે મુમતાઝની કારકિર્દી ખરેખર શિખર પર પહોંચી ગઇ હતી.વળી, મુમુને જીવનનાં તમામ સુખ સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ પણ મળ્યાં હતાં.

 

જોકે ત્યારબાદ મુમુએ ૧૯૭૭માં આયના ફિલ્મ બાદ લંડનના ગુજરાતી બિઝનેસમેન મયુર માધવાણી સાથે લગ્ન કરીને બોલીવુડને સદાય માટે આવજો કરી દીધું હતું.એક મુલાકાતમાં ખુદ મુમતાઝે દિલ ખોલીને કહ્યું હતું કે બોલીવુડમાં ઘણા સ્ટાર્સ મારી સાથે લગ્ન કરવા રીતસર તલપાપડ હતા.મારાં મન-હૃદયમાં પણ એક તબક્કે પ્રેમની કુમળી અને લીલીછમ લાગણી ઉગી તોહતી પરંતુ મારી સમક્ષ કારકિર્દી અને મારો પરિવાર હોવાથી મેં બહુ સંયમ રાખ્યો હતો.આમ છતાં દરેક યુવતીના જીવનમાં એક સોહામણા અને પ્રેમાળ રાજકુમારીની ઇન્તેજારી તો જરૃર હોય છે.

છેવટે મારા જીવનમાં મયુર માધવાણી નામનો રાજકુમાર આવ્યો અને ૧૯૭૪માં અમે બંને જીવનસાથી બની ગયાં.જોકે રાજેશ ખન્ના સાથેની મારી પ્રેમ કહાની,રોટી અને આપ કી કસમ એમ ત્રણ ફિલ્મો મારાં લગ્ન બાદ રજૂ થઇ હતી અને છતાં ત્રણેય ફિલ્મ સુપરહીટ થઇ હતી તેનો મને ભરપૂર આનંદ થયો હતો.મૂળ ગુજરાતી કુટુંબના મયુર માધવાણી સાથે લગ્ન કર્યા બાદ મુમતાઝ લંડન જઇને જીવનનો નવો અને પ્રેમાળ અધ્યાય શરૃ કર્યો.મયુર-મુમતાઝને નતાશા અને તાન્યા એમ બે રૃપકડી દીકરીઓ છે.હા,એક તબક્કે મુમતાઝ -મયુરનાં લગ્નજીવનની નાવ થોડી હાલકડોલક થઇ.હોવાનાઅને સમજદાર મુમતાઝે તે પરિસ્થિતિને પોતાની સમજદારીથી સંભાળી લીધી હોવાના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા.

આજે જોકે જીવનના સાત દાયકાનો આનંદ માણી રહેલી મુમતાઝ કહે છે,હું એક તબક્કે કેન્સરનો ભોગબની હતી ત્યારે મારા પતિ મયુરે અને અમારી બંને પુત્રીઓએ મારી મન,કર્મઅને વચનથી સેવા કરીને મને ઉગારી લીધી હતી.હું મારા પતિને અને વ્હાલી દીકરીઓને આકાશીત પ્રેમ કરું છું.હું લંડનમાં મારા કુટુંબ સાથે આજે સુખી છું અને જીવનનો ભરપૂર આનંદ માણું છું.ગમે તે કહો, મુમતાઝ એટલે બોલીવુડની રમતિયાળ, હસમુખી, રૃપકડી, મહેનતુ અને સફળ અભિનેત્રી. રૃપ અને કલાનો બેજોડ સંગમ. તળેટીથી શિખર સુધી પહોંચનારી પહોંચનારીઅભિનેત્રી.