એક સમય બેટ લાવવા નાં પણ પૈસા ન હતાં પિતાએ સિક્યુરિટી નું કામ કરી ક્રિકેટ માં મોકલ્યો આજે આટલાં કરોડનો છે માલિક……

0
350

મિત્રો નમસ્કાર આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ એક એવા વ્યક્તિ વિશે જમણે પોતાના જીવન મા ઘણા ઉતાર ચઢાવ જોયા છે પરંતુ તેમની લગન અને સખત મેહનત થી તેઓ આજે એક એવા મુકામ પર પોહચી ગયા છે જ્યા પોહચવાનુ સ્વપન લગભગ દરેક ભારતીય નવયુવાન જુવે છે અને આજે આપણે વાત કરીશુ ભારતીય ક્રિકેટ ટીમ ના ટૉપ ઓલરાઉન્ડર સર રવિન્દ્ર જાડેજા વિશે.

મિત્રો સર રવિન્દ્ર જાડેજા નો જન્મ 6 ડિસેમ્બર 1988 નારોજ ગુજરાત ના જામનગર જિલ્લા ના મધ્યમ વર્ગીય પરીવાર મા થયો હતો તેમના પિતા નુ નામ અનિરૂદ્ધસિંહ જાડેજા હતુ તેઓ એક પ્રાઈવેટ કંપનીમા સિક્યુરિટિ ગાર્ડ ની નોકરી કરતા હતા અને તેમની માતાનુ નામ લતાબા જાડેજા છે જે એક હોસ્પિટલ નર્સ નુ કામ કરતા હતા તેમજ સર રવિન્દ્ર જાડેજા ને તેમના પિતા એક આર્મી ઓફિસર બનાવવા માંગતા હતા પરંતુ સર જાડેજા ને ક્રિકેટ મા ખુબજ રસ હતો અને રવિન્દ્ર જાડેજાની એક બહેન પણ છે જેમનું નામ નયના છે અને તેઓ રવિન્દ્ર જાડેજા ની રેસ્ટોરટ નુ કામકાજ સંભાળે છે.

અને તેઓને ભારતીય ક્રિકેટ ટીમ મા આવતા પેહલા ખુબજ સંઘર્ષ કરવો પડ્યો હતો તેઓ તેમના મોહલ્લા મા ક્રિકેટ રમતા હતા અને ક્યારે તેઓ ભારતીય ટીમ તરફ થી ક્રિકેટ રમવા લાગ્યા તેની ખબર જ ના પડી અને 2005 મા તેમની માતા નુ આક્સમિક અવસાન થતા તેઓ અંદર થી ખુબજ તુટી ગાયા હતા અને નિરાશ થઈ ને તેમણે ક્રિકેટ રમવાનું પણ છોડી દીધુ હતુ પરંતુ તેમના પરીવાર અને મિત્રો ના કેહવાથી તેમણે ક્રિકેટ રમવાનું ચાલ્યુ કર્યુ અને અત્યારે તે ભારતીય ક્રિકેટ ટીમ ના ટૉપ ઓલ રાઉન્ડર તરિકે ઓળખાય છે.

મિત્રો રવિન્દ્ર જાડેજા એ સાલ 17 એપ્રિલ 2016 મા રિવાબા સોલંકી સાથે લગ્નના બંધન મા બંધાઇ ગયા છે અને રિવાબા સોલંકી અત્યારે રાજનીતિ મા જોડાઈ ગયા છે અને તેઓએ 2019મા ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા પણ મેળવી ચુક્યા છે અને અત્યારે રીવાબા સમાજ ના કાર્યો કરે છે તેમજ તેમને નીધ્યાયા નામની એક પુત્રી પણ છે મિત્રો રવિન્દ્ર જાડેજા ને કાર કલેક્શન નો ખુબજ શોખ છે તેમની પાસે બે ઓડી કાર છે અને તેમને 2016 માં તેમના સસરા દ્વારા ઓડી ક્યૂ 7 કાર ગિફ્ટ કરી હતી.

જેની કિંમત આશરે 97 લાખ રૂપિયા છે આ પહેલા રવિન્દ્ર જાડેજાની પાસે ઓડી ક્યૂ 3 કાર હતી તેમજ રવિન્દ્ર જાડેજા ને ગાડીઓ સિવાય તેમને ઘોડાઓનો પણ ખુબજ શોખ છે રવિન્દ્ર જાડેજાને ઘોડા સવારીના પણ શોખીન છે જેમા તેમની પાસે બે ઘોડા પણ છે જેમા એકનું નામ ગંગા અને બીજા નુ નામ કેસરી છે જેમના ફોટા સોશિયલ મીડિયા પર અવારનવાર શેર કરે છે તેમજ આ સિવાય જાડેજા પાસે ફોર્મ હાઉસ પણ છે જ્યા તેઓ તેમના ઘણા સુંદર ઘોડાઓ ને રાખે છે.

મિત્રો રવિન્દ્ર જાડેજા ને ક્રિકેટ મા ખુબજ રસ હતો તેથી તેમણે સૌરાષ્ટ્ર ની ક્રિકેટ અકેડમી જોઈન કરી લીધી અને પોતાનુ પુરુ ધ્યાન ક્રિકેટ મા લગાવવા લાગ્યા અને 2006મા સૌરાષ્ટ્ર તરફથી તેમને અંડર 16 મા રમવાનો મોકો મળ્યો તેમા તેમના સારા પ્રદર્શન કરવાથી તેમને 2006 મા અંડર 19ના વિશ્વકપમા ભારતીય ક્રિકેટ ટીમ તરફ થી રમવાનો મોકો મળ્યો તેમજ અંડર 19 વિશ્વકપમા તેમણે ઑસ્ટ્રેલીયા સામેની મેચ મા 4 વિકેટ ઝડપી અને ત્યારબાદ ફાઇનલ મા પાકિસ્તાન સામેની મેચ મા 16 રન આપી ને 3 વિકેટ લીધી હતી.

અને તેમની આ શાનદાર ગેંદબાજી ના લીધે પાકિસ્તાન માત્ર 109 રન જ કરી શક્યુ હતુ તેમ છતા ભારત આ મેચ હારી ગયુ પરંતુ રવિન્દ્ર જાડેજા આ મેચ મા એક સારા ખિલાડી તરીકે બાહર આવ્યા હતા મિત્રો રવિન્દ્ર જાડેજાએ 2006ની દુલીપ ટ્રોફી માં પશ્ચિમ ઝોન સામે સાઉથ ઝોન માટે પ્રથમ શ્રેણી માં પ્રવેશ કર્યો હતો અને તેજ સમયે તેમણે 25 ફેબ્રુઆરી, 2006 મા રણજી ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન સામે પશ્ચિમ ઝોન માટે ડેબ્યુ કર્યુ હતુ.

અને તેમા રવિન્દ્ર જાડેજા એ 47.14 ની સરેરાશ થી રમી 102 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 5799 રન બનાવ્યા છે જાડેજાએ અત્યાર સુધીમાં 10 સદી અને 29 અડધી સદી ફટકારી છે અને તે જ સમયે તેમણે તેની પ્રથમ વર્ગ ક્રિકેટમાં પણ 423 વિકેટ લીધી છે તેમજ રવિન્દ્ર જાડેજા એ લિસ્ટ એ કરિયરમાં અત્યાર સુધીમાં કુલ 218 મેચ રમી છે જેમાં તેમણે 32.16 ની સરેરાશથી 3345 રન બનાવ્યા છે તેમજ રવિન્દ્ર જાદેજા એ પોતાની લિસ્ટ એ કારકિર્દીમાં 2 સદી અને 17 અડધી સદી ફટકારી છેતેમજ આ મેચો મા તેમણે 248 વિકેટ પણ લીધી છે.

મિત્રો રવિન્દ્ર જાડેજાની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી પણ ખુબજ સારી રહી છે રવિન્દ્ર જાડેજા એ 8 ફેબ્રુઆરી, 2009 ના રોજ વન ડે મા શ્રીલંકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરી હતી અને 13 ડિસેમ્બર 2012 મા ઇંગ્લેન્ડ સામે તેમણે ટેસ્ટ મેચ મા શરૂઆત કરી હતી રવિન્દ્ર જાડેજા અત્યાર સુધીમાં તેમની 49 ટેસ્ટ મેચમાં 35.26 ની સરેરાશ થી 1869 રન બનાવ્યા છેઆ સિવાય તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 24.62 ની શ્રેષ્ઠ બોલિંગ સરેરાશથી કુલ 213 વિકેટ પણ મેળવી છે.

મિત્રો આ સિવાય જો વન ડે મેચો ની વાત કરીયે તો 165 વન ડે મેચો મા 31.88 ના સરેરશ થી 2296 રન બનાવી ચુક્યા છે અને તેની સાથે તેઓએ 4.89 ની ઈકોનોમી રેટ થી 187 વિકેટ પણ મેળવી છે.અત્યારે ક્રિકેટ મા T20 મહત્વ ખુબજ વધી ગયુ છે અને તેમા રવિન્દ્ર જાડેજાએ ભારત તરફ થી રમેલી 49 ટી 20 મેચો મા 12.32 ની ઔસત થી 173 રન બનાવ્યા છે તે સાથે 7.10 ની ઈકોનોમી રેટ ની મદદ થી 39 વિકેટ પણ મેળવી છે.

અને જો IPL ની વાત કરીયે તો રવિન્દ્ર જાડેજા ને IPL 2008 મા રાજસ્થાન રોયલ્સ માટે પસંદ કરવામા આવ્યા અને તેઓએ પોતાની ટીમ માટે 131.06 ના સ્ટ્રાઇક ની મદદ થી 135 રન પણ બનાયા હતા જેણે રાજસ્થાન ને 2008 ના વિજેતા બનવામાં એક અહમ ભુમિકા ભજવી હતી પરંતુ હવે રવિન્દ્ર જાડેજા IPL મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફ થી રમે છે જેનો એક વર્ષ નો કોન્ટ્રાકટ 7 કરોડ નો છે અત્યાર સુધી પોતાના IPL કરિયર મા તેમને કુલ 170 મેચ રમ્યા છે.

જેમા તેમણે 24.08 ના ઔસત અને 122.58 ના સ્ટ્રાઇક રેટ ની મદદ થી 1927 રન બનાવ્યા છે તે સિવાય જો બોલીંગ ની વાત કરીયે તો IPL મા તેમની ગેંદબાજી થી તેમણે અત્યાર સુધી 7.57 ની ઈકોનોમી રેટ ની મદદ થી 108 વિકેટ પણ મેળવી છે તેમજ આ વિસ્ફોટક બલ્લેબાઝ IPL મા 66 છક્કા લગાવી ચુક્યો છે અને રવિન્દ્ર જાડેજા IPL મા ચાર ટીમો તરફ થી રમી ચુક્યા છે જેમા રાજસ્થાન રોયેલ્સ,કોચી ટસ્કર કેરેલા, ચેન્નાઈ સુપર કિંગ, અને ગુજરાત લાઇન્સ નામની ટીમો નો સમાવેશ થાય છે.

મિત્રો રવિન્દ્ર જાડેજા એક એવા ખિલાડી છે જેમણે ઘરેલુ ક્રિકેટ મા 3 વાર 300 થી વધારે રન બનાવ્યા છે તેમજ ICC ની 2013 મા રેન્કિંગ મા 1 સ્થાન પ્રાપ્ત કરનાર ખિલાડી રવિન્દ્ર જાડેજા છે તેમના સિવાય આ રેકોર્ડ અનિલ કુંબલે ના નામે હતો તેમજ રવિન્દ્ર જાડેજા રાજકોટ મા આવેલી જડ્ડુ ફૂડ ફીલ્ડ નામની રેસ્ટોરંટ ના માલિક પણ છે મિત્રો રવિન્દ્ર જાડેજાને 2012 ની IPL નિલામી મા સૌથી મોઘા ખિલાડી બન્યા હતા તેમને તે નિલામીમા ચેન્નાઈ સુપર કિઁગ્સ ની ટીમે તેમને 9.72 કરોડ રુપિયા ચુકવ્યા હતા.

મિત્રો રવિન્દ્ર જાડેજા ની ફેન ફોલોઈંગ પણ ખુબજ તગડી છે તેમના ટ્વિટર એકાઉંટ મા તેમના 2.6 મિલિયન ફોલોવર્સ છે જ્યારે ઇન્સ્ટાગ્રામ મા તેમના 1.7 મિલિયન ફોલોવર્સ છે તેમજ રવિન્દ્ર જાડેજાને તેમના સાથી ખેલાડી જડ્ડુ ના નામ થી બોલાવે છે અને આ સિવાય તેમને સર રવિન્દ્ર જાડેજા તરિકે પણ બોલાવે છે મિત્રો 2012 મા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મા 3 સદી ફટકાવનાર વિશ્વના આઠવા અને ભારત ના પેહલા ક્રિકેટર બન્યા છે.

આ સિવાય આ કામ સર ડોન બ્રેડમેન,બ્રાઈન લારા,બિલ પોન્સફોર્ડ, વોલ્ટર હેમન્ડ, ડબલ્યુજી ગ્રેસ, ગ્રીમ હિક અને માઇક હસી દ્વારા જ કરવામાં આવ્યું છે તે સમયે રવિન્દ્ર જાડેજા ની ઉમર માત્ર 23 વર્ષનો હતો અને આ પછી જ તેમને ‘સર રવિન્દ્ર જાડેજા’ કહેવા લાગ્યા જોકે આ ઉપાધી તેમને મજાક મા આપવામાં આવ્યું હતું અને આ નામ મહેન્દ્ર સિંહ ધોની દ્વારા આપવામા આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here