એકમાત્ર એવું ગામ જ્યાં ફક્ત મહિલાઓજ કરે છે વસવાટ,પુરુષોતો એકપણ નહીં……

0
440

આ સુંદરીઓનું શહેર છે, પુરુષ વસ્તી નહિવત્ છેનોઈડા ડો કોર્ડેરો એ એક નાનકડું ગામ છે જે બ્રાઝિલની ટેકરીઓ વચ્ચે વસેલું છે. તે સુંદર છોકરીઓ ટાઉન તરીકે પણ ઓળખાય છે. અહીં રહેતી 600 છોકરીઓએ લગ્ન માટે છોકરાઓ ન મળતા હોવાની ફરિયાદ કરી હતી, જેના કારણે બે વર્ષ પહેલા તે પણ સમાચારોમાં હતી. અહીં ઘરથી લઈને તમામ કામ મહિલાઓ કરે છે. અહીં ભાગ્યે જ જોઈ શકાય તેવા પુરુષો પણ પરિણીત અને વૃદ્ધ છે.

અહીં રહેતી નેલ્મા ફર્નાન્ડિસે જણાવ્યું કે, શહેરમાં પુરુષોની સંખ્યા ગણાઈ છે. પુરૂષો કે જેઓ પરિણીત હોય છે તેઓ પણ પરિણીત હોય છે અથવા સ્વજનો હોય છે.નગરમાં રહેતી પરણિત મહિલાઓના પતિ પણ સાથે રહેતા નથી. તેઓ કામ માટે શહેરથી ઘણાં શહેરોમાં સ્થળાંતર થયા છે.ખેતીવાડીથી માંડીને ખેતમજૂરી સુધીના તમામ કામ નગરની મહિલાઓ સંભાળે છે. તેઓ કોમ્યુનિટી હોલ માટે ટીવી ખરીદવાથી લઈને તમામ પ્રકારના કાર્યક્રમો કરે છે.

છોકરાઓ લગ્ન કરી રહ્યા ન હતા,આ નગરમાં રહેતી છોકરીઓએ બે વર્ષ પહેલાં ફરિયાદ કરી હતી કે છોકરાઓ અહીં લગ્ન કરવા માટે નથી કરતાં.નગરની યુવતીઓએ કહ્યું હતું કે તેઓ પ્રેમ અને લગ્નનું સ્વપ્ન પણ જોતા હોય છે, પરંતુ તેઓ સમજી શકતા નથી કે આ કેવી રીતે પૂર્ણ થશે.જોકે, યુવતીઓએ એમ પણ કહ્યું હતું કે તેઓ આ માટે શહેર છોડવા માંગતા નથી. તે લગ્ન પછી પણ અહીં જ રહેવા માંગે છે.છોકરીઓ ઇચ્છે છે કે લગ્ન પછી, છોકરો તેમના શહેર આવે અને તેમના નિયમો સાથે રહે.

કેવી રીતે મહિલા શાસન શરૂ થયું,આ નગરની ઓળખ મજબૂત મહિલા સમુદાયને કારણે છે. તેની સ્થાપના મારિયા સેંહોરિંહા દ લિમા દ્વારા કરવામાં આવી હતી, જેને કોઈ કારણસર 1891 માં તેમના ચર્ચ અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. 1940 માં, એનિસિયો પરેરા નામના પાદરીએ અહીં એક વધતા સમુદાયને જોઈને એક ચર્ચની સ્થાપના કરી. આટલું જ નહીં, તેમણે દારૂ ન પીવા, સંગીત ન સાંભળવું અને વાળ કાપવા ન જેવા વિવિધ નિયમો બનાવ્યા. 1995 માં પાદરીના મૃત્યુ પછી, અહીંની મહિલાઓએ નિર્ણય લીધો હતો કે તેઓ હવે પુરુષ દ્વારા બનાવેલા નિયમોનું પાલન કરશે નહીં. ત્યારથી, તેમાં મહિલાઓનું વર્ચસ્વ છે.

દક્ષિણ બ્રાઝિલના બેલો વેલ શહેરની પાસે નોઇવા દો કૉર્ડેરો નામનું નાનકડું ગામ છે જ્યાં મહિલારાજ ચાલે છે. લગભગ ૬૦૦ મહિલાઓ આ ગામમાં રહે છે. પરિણીત મહિલાઓના પતિઓ વીક-એન્ડમાં જ આ ગામમાં આવી શકે છે અને દીકરો ૧૮ વર્ષનો થાય એટલે તેને બીજા ગામમાં મોકલી દેવામાં આવે છે

આ કહેવત બ્રાઝિલના મહિલારાજ ધરાવતા ગામ માટે સાવ જ ખોટી છે. બ્રાઝિલના પર્વતીય વિસ્તારોની વચાળે અને બેલો વેલ ગામથી દૂર જ્યાં માત્ર મહિલાઓ જ રહેતી હોય એવી કમ્યુનિટી વિકસી છે. લગભગ ૬૦૦થી વધુ મહિલાઓ આ ટાઉનમાં હળીમળીને રહે છે અને તેમનો મંત્ર છે કે આ ગામમાં કોઈ પણ પ્રકારનું પુરુષનું શાસન ન હોવું જોઈએ. ગામનું નામ છે નોઇવા દો કૉર્ડેરો. આ ગૅલિસિયન ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય ઘેટાની પત્ની. મતલબ કે ગામ છે ઘેટા જેવા ગભરુ પ્રાણીની પત્નીઓનું રહેઠાણ. અલબત્ત, અહીં રહેનારી મહિલાઓ જરાય ગભરુ, મૃદુ અને સહેમી ગયેલી નથી.

પુરુષપ્રધાન સમાજના નિયમો આ કમ્યુનિટીમાં નથી ચાલતા. આ મહિલાઓ પુરુષોની વિરોધી નથી, પણ પુરુષોની જોહુકમી તેમને મંજૂર નથી. આ ટાઉનમાં રહેતી ઘણી મહિલાઓ પરણેલી છે અને સંતાનો પણ ધરાવે છે. જોકે તેમના પતિઓ માત્ર વીક-એન્ડમાં જ સાથે રહેવા માટે ઘરે આવી શકે છે. અઠવાડિયાના દિવસો મહિલાઓની ફ્રીડમના હોય છે. આ ગામમાં ઊછરેલા દીકરાને પણ ૧૮મી વર્ષગાંઠ થાય એટલે ભણવા-કમાવા માટે બીજા ગામમાં મોકલી દેવામાં આવે છે.

થોડા દિવસ પહેલાં સ્થાનિક વર્તમાનપત્રમાં આ ગામની યંગ જનરેશને જીવનસાથીની તલાશ માટેની જાહેરાત કરી હતી. અલબત્ત, એમાં પણ તેમના નિયમો સ્પષ્ટ હતા. લગ્ન કર્યા પછી પણ તેઓ આ જ ગામમાં રહેશે અને તેમનો પતિ પણ વીક-એન્ડમાં જ આવશે. આ મંજૂર હોય તો જ આ મહિલાઓને લગ્ન કરવાં છે.

પહેલી નજરે થોડા વિયર્ડ નિયમો છે, પણ એની પાછળનાં કારણો ગૂઢ છે. એ કારણો જાણવાં હોય તો પહેલાં આ કમ્યુનિટી અસ્તિત્વમાં કઈ રીતે આવી એ જાણવું જોઈએ. આ કમ્યુનિટીનાં મૂળિયાં છેક ૧૯મી સદીનાં છે. ૧૮૯૦ના દાયકામાં મારિયા નામની એક મહિલાનાં લગ્ન કરાવવામાં આવ્યાં એ પહેલાંથી તે બીજા એક યુવકને ચાહતી હતી. એ વાતની ખબર પડતાં તેના પતિએ મારિયા પર જબરદસ્ત જુલમ ગુજારવાનું શરૂ કર્યું. આ ત્રાસ એટલો વધ્યો કે મારિયાએ તેને છોડી દેવાનું નક્કી કર્યું.

તેના પ્રેમી સાથે તે લગ્ન ન કરી શકે અને ધારો કે કરે તો તે આ ગામમાં ન રહી શકે એ માટે ગામના કૅથલિક ચર્ચના પાદરીઓએ મારિયાને વ્યભિચારી સ્ત્રી ઠરાવી અને ગામમાંથી તડીપાર કરી દીધી. માત્ર મારિયા જ નહીં, તેની પાંચ પેઢીને ચર્ચ અને સંપ્રદાયથી અળગી કરવાનો નિર્ણય સંભળાવી દીધો. આ સાંભળીને પરિવારજનોએ પણ તેને છોડી દીધી. ૧૮૯૧માં તે શહેરની બહાર પર્વતોની વચ્ચે ઘર બનાવીને એકલી રહેવા લાગી. તેની હિંમત અને સ્પષ્ટતા જોઈને તેના જેવી બીજી દુખિયારી મહિલાઓ પણ ઘર છોડીને મારિયા સાથે રહેવા આવી ગઈ. ધીમે-ધીમે અહીં સમાજથી તરછોડાયેલી અને દુભાયેલી મહિલાઓની કમ્યુનિટી આપમેળે બનતી ગઈ.

અગેઇન, ૧૯૪૦માં આ કમ્યુનિટીની એક મહિલાએ ઍનિસિયો પરેરા નામના યુવક સાથે લગ્ન કયાર઼્ અને આ યુવક કમ્યુનિટીમાં સાથે રહેવા લાગ્યો. જોકે થોડાં જ વર્ષોમાં ઍનિસિયોએ મહિલાઓમાં ધર્મની વાતો ઠસાવવાનું શરૂ કર્યું. ચર્ચ બનાવ્યું. એમાં પાદરી આવ્યા અને આ પાદરીએ ફરીથી મહિલાઓ માટેના અવનવા નિયમો બનાવ્યા. જેમ કે મહિલાઓ આલ્કોહોલ પી ન શકે, મ્યુઝિક સાંભળી ન શકે, વાળ કપાવી ન શકે, કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ વાપરી ન શકે.

૧૯૯૫માં ઍનિસિયો મરી ગયો ત્યારે કમ્યુનિટીની મહિલાઓએ ભેગા થઈને નિર્ણય લીધો કે હવે તેઓ તેમના જીવનમાં બીજા કોઈની જોહુકમી નહીં ચલાવી લે. તેમણે ચર્ચ તોડી પાડ્યું. બસ, ત્યારથી આ ગામ મહિલારાજથી ચાલે છે. મહિલાઓએ સર્વાનુમતે નક્કી કરેલા નિયમો અહીં પળાય છે. બધી જ મહિલાઓ હળી-મળીને સાથે કામ કરે છે.

જીવનના સંપૂર્ણત: સંતોષ માટે લગ્ન અને કમ્પૅન્યન જરૂરી છે, પણ એ કમ્પૅન્યન પોતાના જીવનની લગામ હાથમાં ન લઈ લે એ માટે તેમણે પોતાના નિયમો બનાવ્યા છે.

હવે આ ગામમાં ક્યારેક પુરુષો જોવા મળે છે. જોકે એ કાં તો આ કમ્યુનિટીની મહિલા સાથે પરિણીત હોય છે કાં કોઈનો ભાઈ-દીકરો હોય છે. તેઓ નોઇવા દો કૉર્ડેરોમાં વીક-એન્ડ માટે કે રજાઓ ગાળવા આવે છે; પણ એના શાસન, વ્યવસ્થાપનમાં પુરુષોનું કંઈ ચાલતું ન હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here