એક મહિના સુધી ખાવ આ વસ્તુ ચાર ઘણી થઈ જશે મર્દાનગી તાકાત

0
295

ભાગદોડ ભર્યા જીવનમાં, મોટાભાગના પુરુષો તેમના ખાવા પીવા પર વધારે ધ્યાન આપતા નથી. જેના કારણે શરીર નબળું પડે છે. નબળાઇને કારણે માણસ પોતાનું કામ બરાબર કરી શકતું નથી. પરંતુ આજે અમે તમને આવી કેટલીક બાબતો વિશે જણાવીશું, જેના ઉપયોગથી તમે વધુ મજબૂત અને શકિતશાળી બનશો. આપણા શરીરમાં આ ત્રણ વસ્તુઓનું સેવન કરવાથી, પુરુષ પોતાની જાતે ફક્ત 1 મહિનામાં જ મજબુત અનુભવશે.

જો આપણે દરરોજ સવારના નાસ્તામાં દૂધ સાથે ખજૂર ખાઈએ છીએ, તો પછી આપણા શરીરમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફાઇબર, વિટામિન એ, વિટામિન કે જેવા પોષક તત્વો મળે છે, જે આપણા સ્નાયુઓને મજબૂત બનાવે છે.ખજૂરમાંથી પોટેશિયમ મળી રહે છે. તેને ખાવાથી શરીરનું બ્લડ પ્રેશર કાબુમાં રહે છે. ખજૂરના સેવનથી હાર્ટએટેક, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓ પણ દૂર થાય છે.

ખજૂરમાં આયરનનો ભરપુર માત્રામાં મળે છે. જો શરીરમાં હિમોગ્લોબિનની ખામી હોય તો રોજ દૂધ સાથે ખજૂર ખાવો જોઈએ.કબજિયાત ની સમસ્યા દૂર કરવા માટે પણ ખજૂરનું સેવન કરવું જોઈએ. ખજૂરમાં ફાયબરની માત્ર ભરપુર હોય છે. તેથી કબજિયાત અને પેટની સમસ્યાઓ દૂર થાય છે. રોજ સવારે ખાલી પેટ ખજૂરનું સેવન કરવાથી અનેક ફાયદાઓ થાય છે.

જો આપણે દરરોજ આમળાનું સેવન કરીએ છીએ, તો આપણા શરીરમાં બળતરા વિરોધી, વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટ તત્વો ભરપૂર પ્રમાણમાં મળે છે. આમલાનો ઉપયોગ કરવાના બીજા ઘણા ફાયદા છે જેમ કે તે આપણા શરીરને લાંબા સમય સુધી યુવાન રાખવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી, વાળ પણ કાળા રહેશે, આ ઉપરાંત તે ચહેરા પર કરચલીઓ પણ આવવા દેતા નહિ.

આર્યુવેદમાં આમળાની ગણના રસાયણ ફળ તરીકે કરવામાં આવી છે. રસાયણ એટલે જે વૃધ્ધત્વ અટકાવે અને શકિતઆપે તેને રસાયણ કહે છે. અમૂક ફળો ફકત શકિતજ આપે છે. આમળામાં તમામ રોગો દુર કરવાની શકિત છે. તેને યોવનફળ પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આમળાના ફળો કાચા ખાવામાં ઘણાં ખાટા અને તુરાશ પડતાં લાગે છે. આ ફળો એકી સાથે એકથી વધારે ખાવામાં આવે તો દાંત અંબાઈ (ખટાઈ) જાય છે. આ ફળોની જો કોઈ બનાવટ ન બનાવીએ તો લાંબો સમય સુધી સંગ્રહી શકાતા નથી અને બગડી જાય છે. આવી પરિસ્થિતિમાં જયારે આમળાની સીઝન ચાલુ હોય અને બજારમાં પુષ્કળ પ્રમાણમાં આમળા મળતાં હોય ત્યારે તેની વિવિધ બનાવટો બનાવી તેનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. અને જયારે જરૂર પડે ત્યારે ખાવાનાં ઉપયોગમાં લઈ શકાય છે. જેથી માણસની તંદુરસ્તી માટે જરૂરી વીટામીનસી અને પૌષ્ટીક તત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે. આમળાના ફળોનો મહીમા ભારત વર્ષમાં પ્રાચીન સમયથી જાણીતો છે. આમળામાં વિવિધ પ્રકારની ઘણી જ બનાવટો બનાવી શકાય છે. આમળાની સૌથી મોટી ખુબી એ છે કે એને બાફો, વાટો, છુંદોએમાં રહેલું વિટામીનસી સચવાઈ રહેતુ હોય છે. સામાન્ય રીતે દૂધ ખટાશ ભેગા ન લેવાય એવું ડોકટરવૈધહકીમો કહે છે. પરંતુ આમળાઆ નિયમમાં અપવાદ છે. હોમિયોપેથીમાં પણ આમળાનો ઉપયોગ થાય છે.

જો આપણે દરરોજ કિસમિસના સેવન ની વિશે વાત કરીએ તો આપણા શરીરમાં મેગ્નેશિયમ, ફાઈબર, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા વધુ મહત્વના તત્વો મળે છે. જો તમે રોજ તેનું સેવન કરો છો તો તે કબજિયાતથી પણ રાહત મેળવી શકે છે. આ સિવાય તે શરીરમાં થતી અનેક પ્રકારની નબળાઇ દૂર કરવામાં પણ મદદગાર છે.

ઇન્ફેક્સન થી રક્ષણ આપે :કિસમિસ મા ઘણા પ્રકાર ના પોષક તત્વો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત કરવા મા સહાયરૂપ થાય છે. જો ઠંડી ની મૌસમ મા નિયમિત કિસમિસ ખાવા મા આવે તો બેક્ટેરિયા અને ઇન્ફેક્સન ના હુમલા થી લડવા મા સહાયરૂપ થાય છે.

શુગર નિયંત્રિત રાખે :કિસમિસ મા જોવા મળતી શુગર તેને પાણી મા પલાળવા થી ધણુ ઓછુ થઇ જાય છે, એટલા માટે તેને પાણી મા પલાળી ને ખાવા ની સલાહ આપવા મા આવે છે. નિયમિત તમે માત્ર 6-7 કિસમિસ પણ ગ્રહણ કરો તો તે તમારા સ્વાસ્થ્ય ને લાંબાગાળે ફાયદો અપાવે છે.

હાડકા ને મજબૂત કરે :કિસમિસ મા ખુબ ભરપૂર પ્રમાણ મા કેલ્શિયમ અને માઈક્રોનુટ્રીએડ્સ રહેલા હોય છે. તેના કારણે શરીર ના હાડકા સ્વસ્થ અને મજબૂત થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here