એક ઈન્ટરવ્યૂમાં પુછાયો સવાલ આર્મી ના વાહનોની નંબર પ્લેટ શા માટે અલગ હોય છે ? જાણો તેનો જવાબ.

0
152

મિત્રો આજના અમારા આ લેખમાં હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક UPSC Civil Service પરીક્ષાને ક્રેક કરવી સરળ નથી.

આ પરીક્ષામાં ઉમેદવારના જ્ઞાન અને બૌદ્ધિક ક્ષમતાના આકલનની સાથે સાથે તેમના વ્યવહારિક અને મનોવાજ્ઞાનિક સ્તર પર પણ પરીક્ષા થાય છે. પ્રારંભિક અને મુખ્ય પરીક્ષામાં તો ઉમેદવારોએ પોતાના જ્ઞાનનો પરચો આપવાનો હોય છે. પરંતુ ઇન્ટરવ્યુમાં તે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કઇ પરિસ્થિતિમાં ઉમેદવાર કેવા પગલા લેશે અથવા તો કેવી રીતે રિએક્ટ કરશે.

મિત્રો જેવું કે તમે બધા જાણો છો કે, થોડા જ દિવસોમાં યુપીએસસી સિવિલ સેવા મુખ્ય પરીક્ષા આવવાની છે. આ પરીક્ષાના દરેક ચરણ ઘણા મુશ્કેલ હોય છે, લેખિત પરીક્ષા પછી ઇન્ટરવ્યૂમાં પણ સારા-સારા ધુરંધર અટકી જાય છે.ઇન્ટરવ્યૂના સવાલ ઘણા મુશ્કેલ અને મગજને મૂંઝવી દે એવા હોય છે. એટલા માટે અમે આઈએએસ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવતા એવા પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ, જે ઘણા ટ્રિકી હોવાની સાથે સાથે મજેદાર પણ છે. તેને જાણીને તમને મજા પણ આવશે અને જાણકારી પણ મળશે.

આ ટ્રિકી સવાલ મોટાભાગે ઇન્ટરવ્યૂમાં તમારા મગજ ક્ષમતા ચકાસવા માટે પૂછવામાં આવે છે. તમે પણ એવા સવાલોના જવાબ વિચારીને તમારું જનરલ નોલેજ ચેક કરી શકો છો.સવાલ, માનવ શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં હોય છે.જવાબ, કાનમાં.સવાલ, દુનિયામાં એવું કયું પક્ષી છે જેની પાંખ નથી હોતી.જવાબ, કીવી.સવાલ, એક મહિલા તરફ ઈશારો કરી રામે કહ્યું કે, તે મારી માતાના પતિની માતાની પુત્રી છે. તો રામનો તે મહિલા સાથે શું સંબંધ થયો,જવાબ,માતાના પતિ પિતા, પિતાની માતા દાદી, દાદીની પુત્રી પિતાની બહેન, પિતાની બહેન ફોઈ. એટલે તે મહિલા રામની ફોઈ થઈ.

સવાલ,ભારતીય સેનામાં ફ્લેટ (સપાટ) પગ વાળાની ભરતી કેમ નથી થતી.જવાબ, સપાટ પગ રાખવાથી તમે સેનામાં દૈનિક કામ કરવા માટે જરૂરી ચિકિત્સા માપદંડ અનુસાર ફિટ નથી હોતા. ફ્લેટ પગવાળા લોકો માર્ચિંગ માટે અનુકૂળ નથી હોતા – તે કરોડરજ્જુને નુકશાન પહોંચાડી શકે છે.

માર્ચિંગ માટે પગની આંગણી અને પગની ગતિ માટે એડીની જરૂરિયાત હોય છે. સેના પાસે કઠોર શારીરિક દિનચર્યા છે, જેમાં ઘણું વધારે ભાગવું, ચડવું, કુદવું, મુશ્કેલ વિસ્તારમાં અસમાન સપાટી પર ચાલવું શામેલ છે. એટલા માટે સપાટ પગવાળાને આર્મીમાં નથી લેવામાં આવતા, પણ તેની સાથે અપવાદ પણ જોડાયેલા હોય છે.સવાલ, આર્મીની ગાડીની નંબર પ્લેટ અલગ કેમ હોય છે.

જવાબ, આર્મીની ગાડીઓની નંબર પ્લેટમાં સૌથી પહેલા એક તીર (એરો) હોય છે જે નંબર પ્લેટને સીધી લગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ શરૂઆતના બે અક્ષર વર્ષ દર્શાવે છે અને ત્યારબાદ બેઝ કોડ હોય છે, જેના પરથી ગાડી કયા બેઝની છે તે ખબર પડે છે. ત્યારબાદ ગાડીનો સિરિયલ નંબર હોય છે, અને અંતમાં એક કોડ હોય છે જે ગાડીનો ક્લાસ દર્શાવે છે.

આ બધું તેની ઓળખ માટે હોય છે.સવાલ, 100 રૂપિયાના છુટા કરવા પર 10 ની એક પણ નોટ ના હોય પણ નોટ કુલ 10 હોય, એવું કઈ રીતે થાય.જવાબ, 50 + 20 + 5 + 5 + 5 + 5 + 5 + 2 + 2 + 1 = 100.સવાલ : લોખંડ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવે છે.જવાબ, લોહ અયસ્કમાંથી લોખંડ બનાવવામાં આવે છે, અને તે ધરતીમાંથી ખનીજના રૂપમાં કાઢવામાં આવે છે. તે ધરતીના ગર્ભમાં ચોથું સૌથી વધારે મળવાવાળું ખનીજ છે.

સવાલ, એવી કઈ વસ્તુ છે જે પાણીમાં પણ સળગે છે.જવાબ, સોડિયમ.સવાલ, તે કઈ વસ્તુ છે જે સૂકી હોય તો 2 કિલોની હોય છે, ભીની હોય તો 1 કિલોની હોય છે અને સળગી જાય તો 3 કિલોની થઈ જાય છે.જવાબ, સલ્ફર.સવાલ : અમુક લોકો ઊંઘમાં કેમ ચાલે છે, જવાબ : એક શોધ અનુસાર આપણા શરીરમાં રહેલા ક્રોમોસોમ-20 ના ખરાબ થવાને લીધે એવું થાય છે. બીજું કારણ જેનેટિક (આનુવંશિક) છે. તેના સિવાય ઊંઘ પુરી ન થવી, આલ્કોહોલ, ડિપ્રેશન અથવા કોઈ વાતની વધારે ચિંતા હોવાને કારણે લોકો ઊંઘમાં ચાલવા લાગે છે.

આ સવાલ ખુબ અલગ હોવાની સાથે આ તમારા IQ લેવલને ચકાસવા વાળા હોય છે. અમે આજે અમે એવા જ થોડાક સવાલ લઈને આવ્યા છીએ, જેનો જવાબ તમારા માંથી મોટાભાગના લોકોને ખબર હશે નહિ. પરંતુ અમે સવાલની સાથે સાથે તેના જવાબ પણ લઈને આવ્યા છીએ, એટલે તમે પહેલા સવાલ જોઈને પછી જવાબ આપો.

અને પછી અમારો જવાબ જોઈને પોતાની મગજ શક્તિ જાણી લો.આજે અમે તમને એવા જ ઘણા સવાલો જણાવીશું તો જાણો ક્યાં સવાલ પૂછવામાં આવે છે.સવાલ, કેવી રીતે એક કાચા ઈંડાને જમીન પર ફેંકવામાં આવે કે તે તૂટે નહિ.જવાબ, જમીન ઈંડાથી વધારે મજબૂત હોય છે એટલે જમીન નહિ તૂટે. અહિંયા એવું સ્પષ્ટ નથી કર્યું કે ઈંડું તૂટે નહિ.

સવાલ, કોઈ વ્યક્તિ 8 દિવસ ઊંઘ્યા વિના કેવી રીતે રહી શકે છે.જવાબ, કારણ કે તે દિવસમાં ઊંઘતો ન હતો પણ રાત્રે ઊંઘતો હતો એટલે રહી શક્યો.સવાલ, એવું તે શું છે જે અડધા સફરજનની જેમ દેખાય છે.જવાબ, બચેલું અડધું સફરજન.સવાલ, રામ અને શ્યામ બે જુડવા ભાઈઓ છે, બંનેનાં જન્મ મે માં થયા પણ જન્મદિવસ જૂનમાં આવે છે, આ કેવી રીતે સંભવ છે જણાવો.જવાબ,આ સવાલનો જવાબ છે મે નામનું શહેરનું નામ છે.

સવાલ, તમે શું કરશો કે એક સવારે તમને અચાનક ખબર પડે કે તમે પ્રેગ્નેટ છો.જવાબ, હું ખુબ ખુશ થાવ અને આ ખુશખબરને મારા પતિ સાથે શેયર કરીશ.સવાલ,જેમ્સ બોન્ડ વિમાન માંથી વગર પેરાશુટે કૂદી જાય છે પણ તેનું મૃત્યુ થયું નહિ. કેમ.જવાબ,કારણ કે વિમાન રન વે પર હતું.સવાલ, તમારા એક હાથમાં 3 સફરજન છે, અને 4 નારંગી છે.

અને બીજા હાથમાં 4 નારંગી અને 3 સફરજન છે તમે શું લેવા માંગશો.જવાબ, હાથ, જેથી બધા નારંગી અને સફરજન લઇ લઉ.સવાલ, જો હું તમારી બહેનને લઈને ભાગી જાયું તો તમે શું કરશો?જવાબ, તમે મારી બહેનને ઓળખતા જ નથી તો લઈને નહિ ભાગી શકો, એટલે મારે કાઈ કરવાની જરૂર નથી.