Breaking News

એક એવા પ્રાણીના દૂધ માંથી બને છે દુનિયાનું સૌથી મોંઘું પનીર જે પ્રાણી આપણાં નજર સક્ષમજ હોય છે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સામાન્ય રીતે આપણે ગાય અને ભેંસના દૂધનું પનીર ખાઇએ છીએ. જેની કિંમત 300થી 600 રૂપિયા કિલો હોય છે. પરંતુ દુનિયામાં કેટલાક હિસ્સા એવા પણ છે. જ્યાં ગધીના દૂધનું પનીર બનાવવામાં આવે છે.

ગધીના દૂધની કિંમત એટલી છે કે તેનાથી 15 ગ્રામ સોનું ખરીદી શકો, આ પનીરના ખાસ ગુણોને જોતા દુનિયામાં તેની ડિમાન્ડ વધારે છે. આ દૂધ કેટલીક બિમારીઓ માટે ઘણું ફાયદાકારક હોય છે. એટલા તેના દૂધથી દુનિયાનું સૌથી મોઘું પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે ક્યાં બને છે ગધીના દૂધનું પનીર અને તેના ફાયદા શું છે.

આ કોઇ સામાન્ય પનીર નહીં પરંતુ સર્બિયામાં બનનાર સ્પેશિયલ ગધીના દૂધનું પનીર છે. આ પનીરને દુનિયામાં સૌથી વધારે મોંઘુ માનવામાં આવે છે. એક કિલો પનીરની કિંમત 78 હજાર રૂપિયા છે. તમે વિચારી રહ્યાં હશો કે સામાન્ય રીતે સારા પનીર 300થી 600 રૂપિયા કિલો મળી જાય છે, તો પછી આ પનીરમાં એવું તે શું જે આટલું બધં મોંઘુ છે.

આ પનીર એટલા માટે ખાસ છે કે કારણ કે આ ગાય કે ભેંસના દૂધથી નહીં પરંતુ ગધીના દૂધમાથી બનાવવામાં આવે છે. આ દૂધ કેટલીક બિમારીઓમાં ફાયદાકારક છે. તેથી જ આ દૂધમાંથી બનાવેલું પનીર મોંઘુ હોય છે. દુનિયાનું સૌથી મોંઘુ પનીર યુરોપીય દેશ સર્બિયાના એક ફાર્મમાં બનાવાય છે. આ ફાર્મને જેસાવિકા નામથી ઓળખાવામાં આવે છે.

ઉત્તરી સર્બિયામાં સ્થિત જેસાવિકા ફાર્મમાં 200 ગધેડાને પાળવામાં આવ્યા છે. ગાય ભેંસની તુલનામાં ગધેડી ખુબ ઓછું દૂધ આપે છે. એક ગધીથી એક લીટર દૂધ મળી શકતું નથી, આ ફાર્મમાં તમામ ગધેડાથી માત્ર 15 કિલો સુધી જ પનીર બની શકે છે. જોકે તમામ ગધીના દૂધમાંથી આટલું મોંઘુ પનીર બની શકતું નથી. માત્ર બાલ્કન પ્રજાતિના ગધેડાનું દૂધ પૌષ્ટિક માનવામાં આવે છે. જો સર્બિયા અને માંટેનેગ્રોમાં જોવા મળે છે.

આ ગધીના દૂધમાં ઘણા પૌષ્ટિક તત્વ મળે છે. જો અસ્થામાં અને બ્રોંકાઇટિસના રોગી તેનો ઉપયોગ કરે, તેને ઘણો ફાયદો થાય છે. જે લોકોને ગાયના દૂધથી એલર્જી થાય છે. તેઓ ગધેડીના દૂધ અથવા પનીરનો ઉપયોગ કરે છે. આ પનીરનું પ્રોડક્શન ઓછું થવાના કારણે તેની કિંમત ખુબ જ વધારે છે. તેના ખરીદદાર મોટાભાગે વિદેશી લોકો હોય છે. કહેવામાં આવે છે કે ગધેડીના દૂધથી સાબુ અને દારૂનું ઉત્પાદન પણ થાય છે. આ પનીર 2012માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું.

જયારે પણ કોઈની મજાક ઉડાડવી હોય તો એને ગધેડો કહેવામાં આવે છે. પણ માણસોની મજાકનો ભોગ બનનાર ગઘેડા હવે રૂપિયાનો ઢગલો કરી દેનાર ઉત્તમ પાલતુ પશુ બની જાય તો નવાઈ ના પામતા. કારણકે એક નવા અને તાજા સંશોધન પ્રમાણે ગધેડીનું દૂધ એક ઉત્તમ ઔષધી પુરવાર થયું છે. આને પ્રયોગના અંતે ઓથેન્ટિક વૈજ્ઞાનિકોએ સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે ગધેડીનાં દૂધમાં માતાના દૂધ જેટલા ઉત્તમ ગુણો રહેલા છે.

અને આ જાહેરાત સાથે ભારત સહીત દુનિયાના અનેક દેશોમાં ગધેડીનું દૂધ રૂપિયા 2000 ના ભાવે વેચાતું થઇ ગયું છે. આ રીતે ગધેડીના દૂધના ભાવ રાતો રાત વધી જવાનું કારણ એ છે, કે આધુનિક વિજ્ઞાને એ વાતની માન્યતા આપી દીધી છે કે ગધેડીના દૂધમાં ભરપૂર માત્રામાં રોગ પ્રતિકારકના તત્વો છે. જે શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી સામે લડવા માટે સક્ષમ છે, નવા જન્મેલા બાળકને આસ્થમાં, ટીબી, ગળાના રોગોથી દૂર રાખે છે.

જાણકારી માટે જણાવી દઈએ કે વિશાખાપટ્ટનમ જિલ્લાના પશુ પાલન વિભાગના જોઈન્ટ ડિરેક્ટર વેંકટેસવર રાવ જણાવે છે કે “મેડીકલ ક્ષેત્રે ગધેડીનું દૂધ માતાના દૂધ જેવું પુરવાર થાય છે. અને માતાનું દૂધ નવજાત શિશુને દરેક પ્રકારના રોગ સામે રક્ષણ આપે છે. એવી જ રીતે ગધેડીનું દૂધ પણ વિવિધ રોગો સામે રામબાણ ઈલાજ સાબિત થાય છે. શું તમને ખબર છે કે ગધેડીની દૂધનો ઉપયોગ ચામડીની કોમળતા અને ચમક જાળવી રાખવા પણ થાય છે.

સાથે જ એવું કહેવાય છે કે મિશ્રની મહારાણી ક્લિયોપેટ્રા ચામડીની ખુબસુરતી જાળવી રાખવા માટે ગધેડીના દૂધથી નાહતી હતી. આ મહારાણી વર્ષો સુધી 16 વર્ષની સુંદરી જેવી દેખાતી હતી, અને એનું કારણ લોકો ગધેડીના દૂધને આપે છે. જુદા જુદા કોષેમેટિક વસ્તુ બનાવવામાં પણ ગધેડીના દૂધનો ઉપયોગ થાય છે.

રસપ્રદ વાત એ છે કે ગધેડીના દૂધનું ઓનલાઈન વેચાણ પણ થઈ રહ્યું છે. જી હા, હમણાં ગધેડીનું દૂધ હવે ઘરે બેઠા ઓનલાઇન એમેઝોન ઉપરથી માગવી શકો છો. ગધેડીના દૂધ માંથી અનેક ડેરી પ્રોડક્ટ પણ બને છે જેમાં મોંઘા માં મોંઘી વસ્તુ પનીર છે. ગધેડીના 25 લીટર દૂધ માંથી 1 કિલો પનીર બને છે. જેની કિંમત છે ફક્ત 68,000 રૂપીયા, આટલી ઉંચી કિંમત હોવા છતાં ગધેડીના દૂધનું પનીર બનાવનારી કંપનીઓને ઢગલા બંધ ઓડૅર મળે છે. આ પનીર મુખ્યત્વે સાયબેરિયાના જેસાવિકા શહેરમાં બને છે. અને દુનિયાના જુદા જુદા દેશોમાં મોકલવામાં આવે છે. યુરોપના ઘણા દેશોના લોકો ગધેડીના દૂધને એક ટોનિક તરીકે ઉપયોગ કરે છે.

એ વાત અલગ છે કે હજુ સુધી ભારતમાં ગધેડીના દૂધની બાબતે વધારે જાગૃતિ આવી નથી, પણ આંધ્રપ્રેદેશના તટીય વિસ્તારોમાં ઘણા વણજારા ગધેડીનું દૂધ વેચીને સારી એવી કમાણી કરતા થઇ ગયા છે. તેલંગાના રાજ્યના આદિલાબાદ શહેરની આસપાસ ચાર પરિવારનું એક વણજારાનું ગ્રુપ 20 જેવી ગધેડી લઈને ફરે છે. અને ગધેડીની દૂધનો વેપાર કરે છે. ગધેડીનું દૂધ મોંઘુ હોવા છતાં આ વણજારાના ગ્રુપ પાસે લેવા પડા પડી કરે છે. એક કપ દૂધ તેઓ 200 રૂપિયામાં વેચે છે. બેંગ્લોર અને ચેન્નઈ જેવા શહેરોમાં પણ ગધેડીના દૂધની ખુબજ માગ છે. અસ્થમા, વા અને સાંધાના દુખાવામાં ગધેડીના દૂધનું સેવન ઝડપી અને ચમત્કારી અસર કરે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગધેડીનું દૂધ મોટી મોટી દુકાનોમાં બોટલ તેમજ ટેટ્રા પેકમાં વેચાય છે. ગધેડીના દૂધનો ધંધો નવો છે પણ કરવા જેવો છે. જેના બે મુખ્ય કારણો છે. 1 ગધેડાનો નિભાવ ખર્ચ સાવ ઓછો આવે છે અને 2 દૂધ આપતી ગધેડીને કોઈ વિશેષ પ્રકારનો પશુ આહાર પણ આપવો પડતો નથી. વળી દૂધની માગ પુષ્કણ છે.

માટે દરેક રાજ્યના પશુ પાલન વિભાગમાં આ વિષયની માહિતી સરળતાથી મળી રહે છે. અમારે પોતાને આ ધંધો શરુ કરવો હતો પણ ઘરવાળીએ નાં પડી દીધી જેથી મારા માટે આ વિષેની તમને લોકોને જાણકારી આપવામાં વધારે સારું લાગે છે, તમારે જો આ ધંધો ચાલુ કરવો હોય કે ના હોય પણ આમારા પેજને લાઈક અને આ લેખને સેર કરવાનું ના ભૂલતા. જેથી કરીને ગધેડાનો મહિમા સમજી સકે.

About Hu Gujarati TEAM

Check Also

11 મિત્રોએ મળીને શરુ કર્યું અનોખુ અભિયાન, માત્ર દસ રૂપિયામાં આપે છે ભરપેટ ભોજન…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *