એક નહીં બે આફતો ગુજરાત પર આવવા તૈયાર,આટલાં વિસ્તારમાં થશે ભારે ગાજ વીજ સાથે વરસાદ…..

0
48

બે દિવસ પહેલા થી ઘણા રાજ્યો મા ખૂબ ધોધમાર વરસાદ પડ્યો હતો જૂન મહિનાની અંદર સારો વરસાદી માહોલ ન બનતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો જૂન મહિનામાં કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બની ન હતી જેથી સારો વરસાદ થયો ન હતો પરંતુ આ જુલાઈ મહિનામાં એક પછી એક ઘણી વરસાદી સિસ્ટમો સક્રિય થવાની શકયતા છે. જેથી આ મહિનામાં સારો વરસાદી માહોલ બનશે.હાલની સ્થિતિ અંગે વાત કરીએ તો હાલ રાજ્ય પર એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય છે એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યના ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સાથોસાથ વીજળીના કડાકા ભડાકા જોવા મળશે અને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થશે આગામી પાંચ દિવસ સુધી આ પ્રકારનો માહોલ રહેશે.વિગતવાર વાત કરીએ તો હાલ રાજ્યમાં બે વરસાદી સિસ્ટમ સક્રિય છે એક વરસાદી સિસ્ટમ ટ્રફ તરીકે કચ્છ તરફ સર્જાયેલુ છે જ્યારે બીજી વરસાદી સિસ્ટમ લો પ્રેશર તરીકે ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન પર સ્થિત છે આ બંને વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ હોવાથી આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે.

ખાસ કરીને લો પ્રેશર વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર તરફ પ્રબળ જોવા મળી રહી છે જેથી પંકજ દિવસ દરમિયાન વરસાદનુ સૌથી વધુ પ્રમાણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમા રહેશે આ સિવાય કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ વધારે રહેશે આ વખતે બંને બાજુ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થશે.આજથી જ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરાળ શરૂ થશે હાલ રાજ્યના 33 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે વરસાદની ઘટના કારણે ખેડૂતો ચિંતામાં છે જો કે હવે સારો વરસાદ થવાની શક્યતા પ્રબળ બનતા ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થશે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 14 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે 14 થી લઈને 22 જુલાઈની વચ્ચે રાજ્યમાં અતિવૃષ્ટિની માફક વરસાદ જોવા મળશે ત્યારે હવે એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં સર્વત્રિક ભારે વરસાદની શક્યતાઓ પ્રબળ બની છે.ગુજરાતીઓ ફરીથી પાછા મેઘરાજાની રાહ જોઇ રહ્યા છે સારા વરસાદ માટે રાહ જોવી પડશે કારણ કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી વરસાદની ઘટ વર્તાઇ રહી છે અત્યાર સુધીનો સરેરાશ 14.54 ટકા વરસાદ નોંધાયો છે તો ગત વર્ષે પણ 2 જુલાઈ 2020 સુધીમાં 15.90 ટકા વરસાદ નોંધાયો હતો.

સારા વરસાદ માટે મજબૂત સિસ્ટમ પણ જરૂરી છે અરબી સમુદ્રમાં અથવા તો બંગાળમાં સક્રિય થતી સિસ્ટમ ગુજરાતમાં સારો વરસાદ આપે છે જોકે ચોમાસના આગમન દરમિયાન વરસાદ સારો થયો ત્યાર બાદ ગુજરાતમાં વરસાદી માહોલ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થયો હજી પણ આગામી 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે પરંતુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી અને સિસ્ટમ સક્રિય થયા બાદ સારો વરસાદ થશે. ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 102.5 mm વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 130 mm વરસાદ થવો જોઈએ. ગુજરાતમાં 21 ટકા વરસાદની ઘટ છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે ગુજરાતી સારો વરસાદ થાય છે પરંતુ અત્યાર સુધી લો પ્રેશર બન્યું નથી અને 16 થી 22 જુલાઈ સુધી બનવાની સંભાવના પણ નથી. 8 જુલાઈ બાદ લો પ્રેશર બનવાની શકયતા છે એટલે જુલાઈના બીજા સપ્તાહના અંતમાં સારા વરસાદની શકયતા છે. વરસાદ એક ફેસમાં આવે અને બીજા ફેસમાં ઘટી જતો હોય છે તો અત્યારે બ્રેક ફેસ ચાલે છે. સિસ્ટમ સક્રિય થશે એટલે સારો વરસાદ થશે.ગુજરાતમાં ચોમાસુ વહેલું બેસવાના કારણે ખેડૂતોએ વાવણી કરી હતી. પરંતુ હવે વરસાદ ખેંચાયો છે. જેના કારણે ખેડૂતો ચિંતિત છે. 16 જુલાઈ સુધીમાં કચ્છમાં સરેરાશ 12.62 ટકા વરસાદ થયો છે.ઉત્તર ગુજરાતમાં 12.81 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 14.85 ટકા વરસાદ,દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 16.27 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સરેરાશ 14.54 ટકા વરસાદ થયો છે.પરંતુ હવામાન નિષ્ણાતનું અનુમાન છે કે, 13થી 20 જુલાઈમાં સારો વરસાદ થશે.

નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહ્યું છે ગત વર્ષે ગુજરાતમાં એવરેજ 44.77 ઈંચ વરસાદ નોંધાયો હતો અને ચોમાસું પણ પ્રમાણમાં ઘણું સારું રહ્યું હતું તેમાંય સૂકા ગણાતા કચ્છમાં તો 45.74 ઈંચ સાથે સીઝનનો 282.08 ટકા વરસાદ પડ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતમાં ગત વર્ષે 68.11 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ જ ટ્રેન્ડ આ વર્ષે પણ જળવાઈ રહે તેવી શક્યતા છે.