દૂધ માં ખાંડ નહીં પણ ગોળ નાખીને કરો એનું સેવન,અને પછી જોવો પરિણામ, એટલા બધા ફાયદા મળશે કે જાણીને ચોકી જશો….

0
296

ગોળનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવામાં થાય છે અને લોકો ગોળનું સેવન કરવાનું પસંદ પણ કરે છે. ગોળને હંમેશા ખાંડ કરતા ખુબજ શક્તિશાળી અને ઉત્તમ માનવામાં આવે છે. ખાંડ ના બદલે ગોળ ખાવાની સલાહ ડોક્ટર્સ પણ આપે છે.અને જો ગોળને દૂધ સાથે પીવામાં આવે તો તેનાથી શરીરને ખુબજ ફાયદો થાય છે.ચાલો જોઈએ ગોળ ખાવાથી થતા અન્ય ફાયદાઓ વિશે.દૂધ અને ગોળ બન્ને શરીર માટે ફાયદાકારક છે, આ વાત તો આપણે બધા જાણીએ છીએ, પણ દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાથી પણ શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. મોટાભાગે લોકો સાદુ દૂધ પીવે છે અથવા તેમાં ખાંડ મિક્સ કરે છે. પણ આજે અમે તેમને જણાવી રહ્યા છીએ કે દૂધમાં ગોળ નાખીને પીવાથી કઈ રીતે ફિટ અને હેલ્ધી રહેવાય છે.

જો તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હશે અને સાથે સાથે ગળ્યું પણ ખાવું હશે તો એક જ ઉપાય છે ‘ગોળ’. ઘણા સંશોધન બાદ વિશેષજ્ઞ સંશોધકો એ તારણ પર પહોંચ્યા છે કે દરેક વ્યક્તિએ ગોળનું સેવન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. આયુર્વેદનું માનવું છે કે ગોળ શરીરમાં રહેલા એસિડને નષ્ટ કરી દે છે. જયારે ખાંડના સેવનથી એસિડની માત્ર વધી જાય છે. જેનાથી આપણા શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે. વૈદ્યની સલાહ અનુસાર નિરોગી શરીર અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભોજન બાદ નિયમિત રૂપે 20 ગ્રામ ગોળ ખાવો જોઈએ. પ્રાચીન સમયથી જ ગોળને અમૃત માનવામાં આવતો હતો અને ખાંડને સફેદ ઝેર માનવામાં આવતી હતી.

અનિદ્રા દૂર કરે

જો તમને ઊંઘ ન આવાવની સમસ્યા હોય તો સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધમાં ગોળ નાખીને પીવું જોઈએ. આનાથી તમારી અનિદ્રાની બીમારી દૂર થઈ જશે. ગોળના સેવનથી લોહી શુદ્ધ થાય છે અને દૂધ શરીરમાં ઉર્જા જાળવી રાખે છે. સાથે જ આનાથી શરીર રિલેક્સ થાય છે.

પાચનને લગતી સમસ્યા

પાચનને લગતી સમસ્યાને દૂર કરવા માટે દૂધ અને ગોળ અત્યંત લાભકારક છે. દૂધ અને ગોળમાં રહેલા પોષક તત્વો પેટમાં ‘ગુડ બેક્ટેરિયા’ વધારવામાં મદદ કરે છે, જેનાથી પાચનની સમસ્યા નથી સર્જાતી. પેટમાં ગેસ પણ નહીં બને.

કેલ્શિયમ

દૂધ અને ગોળ બન્નેમાં કેલ્શિયમ ભરપૂર માત્રમાં હોય છે. વધતી ઉંમર સાથે થતા સાંધાના દુખાવા અને હાડકાની લગતી બીમારીઓથી બચાવે છે. માટે રોજ ગોળનો નાનકડો ટુકડો આદુ સાથે મિક્સ કરીને ખાઓ અને ગરમ દૂધ પીઓ. આમ કરવાથી સાંધા મજબૂત થશે અને દુખાવો પણ દૂર થશે.

પીરિયડ્સમાં થતો દુખાવો

મહિલાઓને પીરિયડ્સના દુખાવાથી બચવા માટે ગરમ દૂધમાં ગોળ નાખીને જરુર પીવું જોઈએ. ડોક્ટર હંમેશા ગર્ભવતી મહિલાઓને થાક અને વીકનેસ દૂર કરવા માટે ગોળ ખાવાની સલાહ આપે છે. જો ગર્ભવતી મહિલા રોજ ગોળ ખાય છે તો તેને એનીમિયા નથી થતું.

વજન ઘટાડવામાં મદદ

જો તમે મેદસ્વીતાના શિકાર છો તો તેનાથી બચવા માટે દૂધ અથવા ચામાં ખાંડના બદલે ગોળ નાખીને પીઓ. ગોળમાં પ્રોટીનના રુપમાં એનર્જી હોય છે અને દૂધ ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

સાંધાનો દુખાવો દુર કરે:

ઘણા લોકોને સાંધાનો દુખાવો હોય છે અને આ પીડાને કારણે ઊભા થવામાં અને બેઠકમાં ઘણી મુશ્કેલીઓ આવે છે.જો તમે સાંધામાં દુખાવાથી પરેશાન છો તો તમારે દરરોજ ગોળ, દૂધ અને આદુનો ઉપયોગ કરવો જોઈએ.ફક્ત ગોળને પીસો અને તેમાં આદુ ભેળવો અને પછી તેને ખાવું.તે ખાવાથી,તમે ઉપરથી ગરમ દૂધ પી શકો છો.

અસ્થમાના દર્દીઓને ખુબજ રાહત મળે છે:

અસ્થમાથી પીડાતા લોકો માટે ગોળ અને દૂધનું સેવન ખુબજ ફાયદાકારક છે. આ રોગવાળા લોકોએ માત્ર ગોળ અને કાળા તલના લાડવા ખાવા જોઈએ અને તેમને ખાધા પછી ઉપરથી એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ.

ગોળ આપણી ત્વચામાં નિખાર લાવે છે. મહિલાઓને ત્વચા વિષે ઘણી બધી ચિંતા રહેતી હોય છે. જો નિયમિત રૂપે ગોળનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીરમાં રહેલું હાનિકારક ટોક્સીન કાઢી નાખે છે. જેનાથી આપણી ત્વચા સાફ અને સ્વસ્થ રહે છે. સાથે સાથે તે હાડકાઓને પણ મજબુત બનાવે છે. ગોલમાં કેલ્શિયમની સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાઓને મજબુત કરવામાં ફાયદાકારક છે. જયારે ખાંડ હાડકા માટે હાનિકારક છે કારણકે તે એટલા ઊંચા તાપમાને બનાવવામાં આવે છે જેના કારણે તેમાં રહેલું ફોસ્ફરસ નષ્ટ થઇ જાય છે.

પેશાબ સંબંધિત સમસ્યાઓ પણ દુર કરે છે ગોળ : ગોળ પેશાબ કરવામાં થતી તકલીફ માટે સારો ઈલાજ છે. પૂરતા પ્રમાણમાં પેશાબ કરવામાં મદદ કરે છે. તેના માટે આયુર્વેદિક ડોક્ટર ગરમ દુધમાં ગોળ નાખીને ખાવાનું કહે છે.શારીરિક નબળાઈમાં દૂધ સાથે ગોળનું સેવન ખુબ જ લાભદાયક છે. દુર્બળ શરીરને મજબુત બનાવે છે. જો તમને દૂધ સાથે ગોળ પસંદ નથી તો એક કપ પાણીમાં 5 ગ્રામ ગોળ, 10 ml લીંબુનો રસ અને એક ગ્રામ કાળું મીઠું મેળવીને બરાબર હલાવ્યા બાદ સેવન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here