દેશના આ રાજ્યોમાં લો પ્રેશરના કારણે કરી આભ ફાટવાની આગાહી જાણો કયા રાજ્યોમાં પડશે વરસાદ..

0
140

હાલ ના સમય માં આપના ગુજરાત માં ઘણા રાજ્યો માં વરસાદ તો પડ્યો છે પણ હજુ ઘણા રાજ્યો માં વરસાદ ની ઘણી અછત જોવા મળે છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે થોડા જ દિવસો માં ખૂબ વરસાદ પડવા ની શકયતા છે. અને હાલ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ અને અન્ય કેટલાંક વિસ્તારોને છોડીને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં થોડા દિવસોથી હવામાં ભેજનું પ્રમાણ હોવાથી ગણા વિસ્તારોમાં તાપમાનનો પારો વધી રહ્યો છે.

જ્યારે રાજ્યમાં પડેલા વરસાદના વિરામ બાદ ફરી એક વાર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે.પડેલા વરસાદમાં અત્યાર સુધીમાં 128 ટકા વરસાદ પડી ગયો છે.જે આ વર્ષનો વધારે વરસાદ છે.પડેલા ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડા પુરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.તે ઉપરાંત ખેતરોમાં પણ પાણી ભરાવાથી ઉભા પાકને નુકશાન થયું હતું.પડેલા વરસાદને કારણે ગનાખરા ખેડૂતોને પાકનું નુકશાન વેઠવું પડ્યું છે.જ્યારે બીજી બાજુ પડેલા વરસાદને કારણે રાજ્યના દરેક ડેમની જળ સપાટીમાં 90 ટકાનો વધારો નોંધાયો હતો.જે આવતા બે વર્ષ માટે ખેડૂતો માટે એક સારા સમાચાર છે.

પરંતુ હવામાન વિભાગે ફરી એક વાર ભારે વરસાદની આગાહી કરી છે.જેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદ પડશે.ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.જેમાં વધારે વરસાદની અસર દક્ષિણ ગુજરાતના સુરત,ભરૂચ,નવસારી,આહવા અને વલસાડમાં જોવા મળી શકે છે.

વર્તાઈ રહેલા લો પ્રેશર સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં રહેશે.જેને કારણે મહેસાણા,પાટણ,બનાસકાંઠામાં ધોધમાર વરસાદની સંભાવના છે.અહિં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.તે ઉપરાંત આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટતા અમરેલી,દ્વારકા,પોરબંદર,ગીર સોમનાથ,ભાવનગરમાં સામાન્ય વરસાદ રહી શકે છે.જયારે અમદાવાદ, વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા રહેશે.

છેલ્લા 24 તાલુકામાં રાજ્યના 112 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.જેમાં દક્ષિણ ગુજરાતના 10 તાલુકાઓમાં 24 કલાકમાં દરમિયાન અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.સતત પડી રહેલા વરસાદને કારણે ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.તે સાથે ગણા વિસ્તારોમાં થોડા સમય માટે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.જેના કારણે ફરી એક વાર લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતાં. તલોદમાં અઢી ઈંચ, હિંમતનગર, વડાલી, ઈડર, પ્રાંતિજમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

મહેસાણા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. કડીમાં એક ઈંચ, મહેસાણા શહેરમાં સવા ઈંચ, જોટાણામાં દોઢ ઈંચ, વડનગરમાં અડધો ઈંચ, વીજાપુરમાં પોણો ઈંચ નોંધાયો હતો. બહુચરાજીમાં ચંડોળા, સોનપુરા, મંડાલીમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. જ્યારે મંડાલી, શંખલપુરમાં વરસાદી પાણી ભરાયા હતા.બોટાદ જિલ્લામાં સતત 11માં દિવસે વરસાદ જોવા મળ્યો હતો. બોટાદ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો જેના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતાં. ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં વહેલી સવારે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો. ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતાં. કલોલ, ભાટ ગામ અને દહેગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.અરવલ્લી જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જેમાં જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં માલપુરમાં બે ઈંચ, મોડાસામાં દોઢ ઈંચ, બાયડમાં એક અને માલપુર-ધનસુરામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં ડાંગ જિલ્લામાં વહેલી સવારે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. સાપુતારા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here