દિવસમાં ફક્ત ત્રણવાર કરીલો આટલું કામ,ઘરમાં થશે ધનવર્ષા.

0
36

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં અનેક ઉપાયો દર્શાવામાં આવ્યા છે. કારણ કે જીવન સુખ-શાંતિથી જીવવા માટે જરૂરી હોય છે કે માતા લક્ષ્મીના આશીર્વાદ રહે. ત્યારે આજે જાણો એક એવા ચમત્કારી સ્ત્રોત વિશે જેનો પાઠ કરવાથી વ્યક્તિના મનની ઈચ્છા પૂરી અચૂક થાય છે.

આ ચમત્કારી પાઠ છે લક્ષ્મીસ્તવ, આ પાઠ કરવાથી જીવનમાં અપાર સંપત્તિ અને ધન પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે માણસ ભક્તિમાં લીન થઈ અને નિયમિત રીતે આ પાઠ કરે છે તે ધરતી પર પણ રાજસુખ ભોગવી શકે છે. આ ઉપરાંત દિવસના ત્રણ કાળ દરમિયાન આ પાઠ કરે છે તેના શત્રુઓનો નાશ થાય છે અને મહાલક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો વાંચી તમે પણ આ ચમત્કારી સ્ત્રોત.

લક્ષ્મીસ્તવ
नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते ।
शङ्खचक्रगदाहस्ते महालक्ष्मि नमोऽस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करि ।
सर्वपापहरे देवि महालक्ष्मि नमोऽस्तुते ॥ सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि ।
सर्वदुःखहरे देवि महालक्ष्मि नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनि ।
मन्त्रपूते सदा देवि महालक्ष्मि नमोऽस्तुते. आद्यन्तरहिते देवि आद्यशक्तिमहेश्वरि ।
योगजे योगसम्भूते महालक्ष्मि नमोऽस्तुते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे ।
महापापहरे देवि महालक्ष्मि नमोऽस्तुते पद्मासनस्थिते देवि परब्रह्मस्वरूपिणि ।
परमेशि जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते श्वेताम्बरधरे देवि नानालङ्कारभूषिते ।
जगत्स्थिते जगन्मातर्महालक्ष्मि नमोऽस्तुते, महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पठेद्भक्तिमान्नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा. एककाले पठेन्नित्यं महापापविनाशनम् ।द्विकालं यः पठेन्नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठेन्नित्यं महाशत्रुविनाशनम् ।महालक्ष्मिर्भवेन्नित्यं प्रसन्ना वरदा शुभा ॥.

વૈદિક જ્યોતિષ અનુસાર અઠવાડિયાનો દરેક દિવસ એક ભગવાનને સમર્પિત કરવામાં આવ્યો છે. શુક્રવારે લક્ષ્મીપૂજાનું ખાસ મહત્વ છે. આ દિવસે વિષ્ણુ મંદિર કે લક્ષ્મી મંદિર જવાથી લાભ થાય છે. આ ઉપરાંત મંત્રજાપ સાથે વિધિવત્ રીતે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીને ખાસ પ્રસાદ ચડાવવાનું મહત્વ છે.શાસ્ત્રમાં શું કહેવાયું છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમે ભગવાનના જે સ્વરૂપની પૂજા કરો છો તે મહત્વનું છે. વિશેષ અવસર કે તહેવાર પર ભગવાનની ખાસ પ્રતિમાઓના પૂજનનું મહાત્મ્ય છે. આજે અમે મહાલક્ષ્મીજીની આવી જ એક ખાસ તસવીર બતાવવા જઈ રહ્યા છે. શાસ્ત્રાનુસાર જો કોઈ વ્યક્તિને સતત પૈસાનું નુકસાન થઈ રહ્યું છે તો તેણે આ તસવીરની પૂજા કરવી જોઈએ.

આવુ કરવાથી તે નુકસાનમાંથી ઉગરી જાય છે અને તેને આર્થિક લાભ થાય છે. વેપાર-વ્યવસાય, નોકરીમાં તેનો વિકાસ થાય છે.મહાલક્ષ્મીજીની જે તસવીરની અહીં વાત થાય છે તે ખૂબ જ દુર્લભ છે. શાસ્ત્રીય માન્યતા અનુસાર તેની પૂજા કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને આર્થિક લાભના દરવાજા ખૂલી જાય છે. જો વ્યક્તિ ઘરે કે વેપારના સ્થળે આ તસવીરની પૂજા કરે તો સંપત્તિ દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી વધે છે.

આ તસવીરની વિશેષતા,મહાલક્ષ્મીની આ તસવીરમાં કામધેનુ માતા પણ છે. માતા લક્ષ્મી કલ્પતરુ વૃક્ષ નીચે કમળના આસન પર સોનાનું કળશ લઈને બિરાજમાન છે. તેમની પાછળ કામધેનુ સામે તરફ જોતી દેખાય છે. સાથે જ ચાર સફેદ હાથી સુવર્ણ કળશમાં જળ ભરીને માતાજીને સ્નાન કરાવી રહ્યા છે.વિશેષ શાસ્ત્રીય ઉપાય, શુક્રવારને લક્ષ્મીજીનો દિવસ માનવામાં આવે છે. પરંતુ વિષ્ણુપ્રિયા હોવાને કારણે ધનધાન્યની પ્રાપ્તિ માટે ગુરુવારે પણ ગાયના ઘીમાં હળદર મિક્સ કરી તેનો દીવો કરવો જોઈએ. તે બાદ ચંદનની સુગંધ વાળી અગરબત્તી પ્રગટાવી કેસર ચડાવવું.

પીળા ફૂલ ચઢાવીને માતાજીને ગોળ-ચણાનો ભોગ લગાવવો. હવે હળદર મિશ્રિત જળ ચઢાવી પૂજાનું સમાપન કરવું અને માતા લક્ષ્મી તથા કામધેનૂ પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરવી. પૂજાના અંતમાં નીચે જણાવેલા લક્ષ્મી મંત્ર અને કામધેનુ મંત્રનો જાપ કરવો.મંત્રઃश्रीं कमलायै नमः॥सर्वकामदुधे देवि सर्वतीर्थी भिषेचिनि॥पावने सुरभि श्रेष्ठे देवि तुभ्यं नमोस्तुते॥આ દિવસે જાપ વધુ ફળે છે.તમે દર શુક્રવારે આ મંત્રનો જાપ કરી શકો છો પરંતુ સુદના શુક્રવાર અથવા તો પૂનમે આ મંત્રના જાપથી વિશેષ લાભ મળે છે. મંત્રનો જાપ 9, 18, 33, 54, 72, 108 અને 1008ની સંખ્યામાં કરવો જોઈએ.

દેવી લક્ષ્મીની મૂર્તિ, પ્રતિમાને સ્નાન કરાવવા માટે તાંબા કે ચાંદીનું વાસણ, તાંબાનો લોટો, જળનો કળશ, દૂધ, દેવ મૂર્તિને અર્પિત કરવા માટે વસ્ત્ર, આભૂષણ, ચોખા,કંકુ, દિવો, તેલ, રૂ, અગરબત્તી, અષ્ટગંધા, ગુલબ, કમળનું ફૂલ, પ્રસાદ માટે ફળ, મિઠાઇ, નારિયેળ, પંચામૃત, સૂકા મેવા, ખાંડ, પાન અને ઈચ્છા અનુસાર દક્ષિણા. આ વસ્તુઓ લક્ષ્મી પૂજામાં અવશ્ય હોવી જોઇએ. પૂજન શરૂ કરતાં પહેલાં શ્રી ગણેશનું પૂજન કરવું. ભગવાન ગણેશને સ્નાન કરાવવું. વસ્ત્ર અર્પિત કરવાં. ગણેશજીની પૂજા બાદ લક્ષ્મીની પૂજા શરૂ કરો.

માતા લક્ષ્મીની ચાંદી, પારદ કે સ્ફટિકની પ્રતિમાનું પૂજન કરી શકાય છે.માતા લક્ષ્મીની મૂર્તિ ઘરના પૂજા ઘરમાં સ્થાપિત કરવી. મૂર્તિમાં માતા લક્ષ્મીનું આવહન કરો એટલે કે, લક્ષ્મીને તમારા ઘરે બોલાવો.માતા લક્ષ્મીને પોતાના ઘરમાં સન્માન સહિત સ્થાન આપો.આસન આપો.આ બધું ભાવ સાથે કરવું.માતા લક્ષ્મીને સ્નાન કરાવો. સ્નાન પહેલાં જળથી અને પછી પંચામૃતથી અને પછી ફરી જળથી કરાવવું જોઇએ.મા લક્ષ્મીને વસ્ત્ર અર્પિત કરો.વસ્ત્રો બાદ આભૂષણ પહેરાવો. પુષ્પમાળા પહેરાવો.

સુગંધિત અત્તર અર્પિત કરો.પ્રસાદ ચઢાવો.કંકુથી તિલક કરો. ત્યારબાદ ધૂપ અને દિવો કરો. માતા લક્ષ્મીને ગુલાબ અને કમળનું ફૂલ વિશેષ પ્રિય છે. આ ફૂલ ચઢાવો. બિલીપત્ર અને બિલી ફળ અર્પિત કરવાથી પણ મહાલક્ષ્મી પસન્ન થાય છે. આ વસ્તુઓ પણ દેવીને ચઢાવી શકાય છે.11 કે 21 ચોખા અર્પિત કરવા. બાકીની બધી જ પૂજન સામગ્રી પણ દેવીને ચઢાવવી. શ્રદ્ધા અનુસાર ઘી કે તેલનો દિવો કરવો અને આરતી કરવી. આરતી બાદ પરિક્રમા કરવી. મહાલક્ષ્મી પૂજનમાં ऊँ महालक्ष्मयै नमः મંત્રનો જાપ કરતા રહેવું જોઇએ. જો તમે આ પ્રમાણેની નિયમ અનુસાર પૂજા કરશો તો તમારે નવું વર્ષ ખુબજ લાભદાયક રહેશે અને સાથે સાથે તમને ઘણા એવા લાભ થશે જે તમને અગવા નથી થયા. આ વર્ષે અધવચ્ચે અટકી ગયેલા તમારા તમામ કામો આવતા વર્ષે સંપૂર્ણ પણે પુરા તબસે પરંતુ સાથે સાથે આ પૂજા નિયમ અનુસાર કરવાની રહેશે.