ઢોંગી ભુવા એ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ કહ્યું કે,આ વાત કોઈને ના કહેતી નહીં તો માતાજી નારાજ થઈ જશે….

0
215

આજના સમયમાં બળાત્કારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને તે માટે સરકાર પણ અલગ અલગ કાયદાઓ બનાવીને અપરાધિઓ ને રોકવા માટે પ્રયાસ કરે છે પરંતુ આ અપરાધિઓ પોતાના આ ખરાબ કૃત્ય કરવામાં પાછા ફરતા નથી.દરેક માં બાપ પોતાની દીકરીની સુરક્ષા ઇચ્છતા હોય છે.આજે લોકો પોતાની દીકરીને પોતાનાથી દુર કરવા પર ગભરાતા હોય છે.આપણા દેશમાં તાંત્રિક વિદ્યાઓ પર લોકો ખૂબ વિશ્વાસ કરતા હોય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ ઘટના કલોલના વાસજડા ગામના ભૂવા સામે બળાત્કારનો કેસ નોંધાયો છે. લગ્ન બાદ એક વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ ન થતા દંપતી ભૂવા પાસે ગયું હતું, જ્યા ભૂવાએ તાંત્રિક વિધીના નામે પરિણીતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના બાદ ભૂવાએ મહિલાને ધમકી પણ આપી હતી કે, આ વાત કોઈને કહેશો તો માતાજી રુઠશે.પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસજડા ગામે રહેતો રમણજી ફુલાજી ઠાકોર નામનો વ્યક્તિ ભૂવા તરીકે કામ કરે છે.

કલોલ પાસે રહેતા એક દંપતીને બાળક થતુ ન હતું. એક વર્ષ સુધી સંતાન ન થતા તેઓ કિશનભુવા પાસે પહોંચ્યા હતા. દંપતી છ મહિના સુધી આ ભૂવા પાસે દર રવિવારે દર્શન કરવા જતું હતું. ભૂવાએ દંપતીને દર રવિવારે માતાજીના દર્શને આવવાનું કહેતા તેઓએ રવિવાર ભરવાના શરૂ કર્યા હતા. ત્યારે એક દિવસ ભૂવાએ દંપતીને કહ્યું કે, આ મહિલા પર ખાસ વિધી કરવી પડશે, તેના માટે તમારે મારા ઘરે આવવું પડશે. ઘરે આવીને ભૂવાએ એકાંતમાં મહિલાને મળવાનું પતિ સામે કહ્યું હતું. વિધી કરાવવાને બહાને તે મહિલાને બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, જો તને સંતાન જોઈતુ હોય તો મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.

આમ, ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને ત્યાંથી જતો રહ્યો હતો. શારીરિક સંબંધો બાંધ્યા બાદ પરિણીતાને ભૂવાએ ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેશે તો માતાજી રુઠશે. બળજબરીથી ભૂવાએ પરણીતા સાથે બાંધવાને લીધે તે ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. આખરે પતિને તેના આ પ્રકારના વર્તનથી શંકા જતા તેણે પૂછપરછ કરી હતી, જેથી ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો.આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ભૂવા કિશન ભાઈ ગોહેલ( નામ બદલેલ) સામે દુષ્કર્મનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને હાલ ભૂવાની ધરપકડ કરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં ભૂવાએ વિધિના બહાને એક મહિલા પર મરજી વિરૃદ્ધ બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચ્યો છે.સંતાન પ્રાપ્તિની આશા લઈને એક પરિવાર આ હવસખોર શેતાન ભુવાની પાસે લઇ આવ્યા હતા.ત્યારે વાસના લોલુપ ભૂવાએ વિધિ કરવાના બહાને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે અંતે યુવતીએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ નિ:સંતાન પુત્રવધૂની સમસ્યા દૂર કરવા માટે ભૂવો મુકેશ રૂપસિંગ સંગાડાનો સંપર્ક સાધ્યો હતો.ભુવાએ પોતાની માયાજાળ વાતોમાં ફસાવી નિ:સંતાન પુત્રવધૂને વિધિ કરીને સાજી કરવાની વાત પરિવાર સમક્ષ કરી હતી. ભૂવા મુકેશની વાતોમાં ફસાયેલો અંધશ્રદ્ધાળુ પરિવાર આ માટે રાજી થઇ ગયો હતો.

ભૂવા મુકેશે બતાવ્યા મુજબ નિ:સંતાન યુવતી, તેની નણંદ અને સસરો સીંગવડ તાલુકાના જ છાપરી ગામના સ્મશાનમાં પહોંચી ગયો હતો. ત્યાં મુકેશે એકલામાં વિધિ કરવી પડશે, બધા દૂર જતાં રહો અને વિધિ નહીં જોવાનું પણ જણાવતાં પરિવારના લોકો દૂર ઝાડીઓમાં જતા રહ્યા હતાં.જોકે આ દરમિયાન એકલતાનો લાભ લઈ ભૂવાએ મહિલા સાથે જબરજસ્તી કરી હતી. સંતાનની આશામાં આવેલીયુવતીએ ભૂવા મુકેશે કહ્યું એમ કર્યું.

દરમિયાન તકનો લાભ લઇને તેણે લીંબુ કાંપીને તેની ફાડ યુવતીના કપાળે મુકી હતી. ત્યાર બાદ યુવતીના ઇન્કાર કરવા છતાં ભૂવા મુકેશે તેના બંને હાથ પકડીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ વખતે યુવતીએ બૂમાબૂમ કરતાં તેના પરિવારના લોકો દોડી આવ્યા હતા. એ જોઇ ભૂવો મુકેશ ફરાર થઇ ગયો હતો.આ સમગ્ર બનાવ અંગે અંતે યુવતીએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here