Breaking News

ડાયરામાં તીરંદાજ વાણીથી આખા ગુજરાતમાં ફેમશ થનાર દેવાયત ખાવડ, જીવે છે આટલું આલિશાન જીવન,તસવીરો જોઈ અચક પામી જશે…..

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ડાયરામા તીરંદાજ અવાજ થી આખા ગુજરાત મા પ્રખ્યાત થયેલા દેવાયત ખવડ વિશે.મિત્રો, હંમેશા ખુમારીની જ વાતો કરતા અને યુવાનોને સીધા રસ્તે લઈ જવાની વાતો કરતા દેવાયત ખવડ હાલ સમગ્ર ભારતમા પ્રખ્યાત બની ચુક્યા છે અને તેમના પ્રોગ્રામોમા પણ દિન-પ્રતિદિન વધારો થતો જાય છે. તે મૂળ દુધઈ ગામના નિવાસી છે અને તેમણે ધોરણ ૧-૭ સુધીનો અભ્યાસ દુધઈમા કર્યો હતો.

અને ત્યારબાદ માધ્યમિક શાળામા અભ્યાસ કરવા માટે દૂધરેજથી ૪ કિલોમીટર દૂર સડલા ગામમા જતા હતા તેમને ભણવામા જરાપણ રસ ના હતો પરંતુ તેમને બાળપણથી જ ગાવાનો ખુબ જ શોખ હતો અને હાલમા તે જે સ્તરે પહોંચ્યા છે ત્યા પહોંચવા માટે તેમણે જીવનમા અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તેમના અંગત જીવન અંગે વાત કરીએ તો તેમના પિતા મજૂરીકામ કરતા હતા અને જ્યારે દેવાયત ખવડનો જન્મ થયો હતો.

ત્યારે તેમની પાસે એકપણ વિઘુ જમીન ના હતી અને તેમના પિતાજી ત્યારે મજૂરી કરીને ઘરનો ખર્ચ કાઢતા હતા અને આ સમયે તેમની પાસે રહેવા માટે મકાન પણ ના હતુ તે જણાવે છે કે તેઓ આજે આગળ આવ્યા છે તો એ ફક્ત તેમના માતા-પિતાના આશીર્વાદથી આગળ આવ્યા છે અને માતાજીના આશીર્વાદથી તે આજે ઘણુ સારુ સાહિત્ય બોલી શકે છે અને ગાઈ શકે છે તે જણાવે છે કે તેમના માતા પિતા હંમેશા સત્યના માર્ગે ચાલ્યા છે અને તેમના કારણે જ આજે તેમણે આટલી પ્રસિદ્ધિ હાંસલ કરી છે.

મિત્રો જો તેમના બાળપણ વિશે વાત કરીએ તો એવુ કહેવામા આવી રહ્યુ છે કે તે નાના હતા ત્યારે શાળામા ખુબ જ વધારે લોકો હોય ત્યારે તેમની વચ્ચે તે બોલવામા તે ખુબ જ ખચકાટ અનુભવતા અને આ કારણોસર તે શાળાના કોઈપણ કાર્યક્રમમા હાજરી ના આપતા અને આ ઉપરાંત શાળામા જ્યારે તેમનો સુવિચાર બોલવાનો વારો આવતો ત્યારે તેઓ શાળાએ જ જતા ના હતા અને આ સમયે તેમણે મનમા નિશ્ચય કરી લીધો કે, હુ મારી જાતને એટલી સક્ષમ બનાવીશ કે હુ આ બધા વચ્ચે નીડર થઈને બોલી શકુ.

અને ત્યારે જ તેમણે સંગીત અને સાહિત્ય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાનુ નક્કી કરી લીધું હતુશરૂઆત મા તેઓ બધા કલાકારોને જોઈને એકલા-એકલા ગાવાની શરૂઆત કરી અને તેમના જેવુ શીખવા લાગ્યા હતા અને તે સોનબાઈ માતાજીને ખૂબ જ માને છે અને તે પોતાના દરેક પ્રોગ્રામમાં સોનબાઈની વાતો અવારનવાર કરતા જોવા મળે છે તેમજ તેમને આટલા આગળ લાવવામા માતા સોનબાઈનો જ હાથ રહેલો છે તેવું પણ તેઓ કહેતા હોય છે.

મિત્રો જો તેમના મિત્રોની વાત કરીએ તો તેઓ પણ તેમને ખૂબ જ પ્રેમ કરે છે રાજભા ગઢવી ગીતાબેન રબારી,હકાભા ગઢવી વગેરે સાથે તેઓ પ્રોગ્રામમાં જોવા મળતા હોય છે અને તેમનો સ્વભાવ પણ કલાકારો સાથે ખૂબ જ સારો છે અને તેમણે પોતાની કારકિર્દીનો સૌથી પહેલો પ્રોગ્રામ હનુમાન જયંતિનો કર્યો હતો અને આ પ્રોગ્રામ બાદ જ તેમના ઘણા ચાહકો બની ગયા હતા અને તેમની એન્ટ્રી પણ ત્યારથી જ પડવા લાગી હતી. ત્યારબાદ એક પછી એક તેમના પ્રોગ્રામ આવતા ગયા અને તેમની પ્રસિદ્ધિ સાતમા આસમાન સુધી પહોંચી ગઈ હતી.

મિત્રો જ્યારે તે એક પ્રોગ્રામ માટે સોનગઢ ગયા હતા ત્યારે તેમણે ત્યા ખુબ જ સરસ ગાયુ હતું અને આ પ્રોગ્રામ પૂરો થયો ત્યારે જ તેમને એક ચારણ ભરતદાન ગઢવીની મુલાકાત થઈ હતી અને તેમણે દેવાયત ખવડના ખુબ જ વખાણ કર્યા હતા તથા તેમને એક પ્રોગ્રામ માટે પણ ઓફર કરી હતી. તેમનો આજે પણ તે આભાર માને છે. દેવાયત ખવડ એ સૌથી પહેલા સોનલમાની તેમજ રાજપૂત સમાજની અને ચારણ સમાજની દાતારીની એવી વાતો કરતા હતા અને ત્યારબાદ તેઓ દુહા,છંદ એવુ બોલતા હતા.

મિત્રો હાલમા, દેવાયત ખવડનુ નામ હાલ ખૂબ જ મોટુ બની ગયુ છે અને તેમની ખમીરવંતી વાતો કરવાનુ વધારે પસંદ છે અને તેઓ એવું પણ કહે છે કે ખમીરવંતી વાતો કરવાથી યુવાનોમાં જોશ આવી જાય એ માટે તેમણે ખુમારી,શોર્ય,વટ અને ખમીરવંતીની વાતો કરવાનુ વધારે પસંદ કરે છે કારણકે, યુવાનો તેમનેદિલથી સાંભળે છે અને એટલા માટે જ તે યુવાનોને ખૂબ જ પ્રેમ કરે છે તેમણે ઝવેરચંદ મેઘાણીની રચનાઓ અને મહારાણા પ્રતાપનો ઈતિહાસ ખુબ જ તેજસ્વી શૈલીમા રજૂ કર્યો છે.

અને ઇતિહાસને વર્તમાન પ્રેરણાદાયી બનાવવાનું કામ સારી રીતે પૂરું કરી રહ્યા છે.ત્યારબાદ વાત કરવામા આવે તો દેવાયત ખવડ તેમના પ્રોગ્રામમા હંમેશા વીરરસની જ વાતો કરતા જોવા મળ્યા છે અને હંમેશા તેઓ યુવાનોને ટકોર કરતા રહે છે અનેતે આજે ખૂબજ મોટા કલાકાર બની ગયા છે અને તે એવુ પણ કહે છે કે, તેમણે સ્ટેજ પર કોઈક વાર ભૂલ થતી હોય છે ત્યારે તેમણે કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર આ વિશે જ્ઞાન આપતા હોય છે અને તેમજ એક વાત એ પણ છે કે માયાભાઈ આહીરના બંને દીકરા દેવાયત ખવડના ચાહક છે અને જે તેમને ખુબજ પ્રેમ કરે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે આજે પણ જ્યારે કોઇપણ જગ્યાએ દેવાયત ખવડ નો પ્રોગ્રામ હોય છે ત્યા રુપિયાનો વરસાદ થાય છે અને તેવુ જ બન્યુ હતુ રાજકોટમાં ડાયરાના કાર્યકર્મમાં રૂપિયાનો વરસાદ થયો હતો. કાલાવડના મોટી નાગાડણ ગામે ડાયરાનો કાર્યક્રમ હતો ત્યાં આવા દૃશ્યો સર્જાયા હતા જ્યા કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંકે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રાજકોટમાં કલાવડના મોટી નાગાજણ ગામે ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો અને વીડિયો ધડાધડ વાયરલ થઈ રહ્યો છે.

રાજકોટના કોંગી કોર્પોરેટર વિજય વાંકના પરિવાર દ્વારા ડાયરનું આયોજન કરાયું હતું. કે જેમાં પૈસાની જમાવટ થઈ હતી. ડાયરામાં કલાકાર દેવાયત ખવડ પર રૂ.10 થી લઈને 2000 સુધીની નોટનો વરસાદ થયો હતો અને આ ડાયરામાં લાખો રૂપિયા ઉડ્યા હતા તેમજ મિત્રો જામનગરના કાલાવડ તાલુકાના દાણીધાર ખાતે યોજાયેલા લોક ડાયરામાં લોકોએ દેવાયત ખવડ પર મન મુકીને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. જામનગરનાં દાણીધારમાં શ્રીનાથજી દાદાના 393માં શ્રાદ્ધ ઉત્સવ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોક ડાયરામાં લોકોએ સાહિત્ય કલાકાર દેવાયત ખવડ પર મન મુકીને લાખો રૂપિયા વરસાવ્યા હતા.

About Hu Gujarati TEAM

Check Also

ડાયરાના કિંગ કહેવાતા કીર્તિદાન ગઢવી રહે છે આ ઘરમાં,જુવો તમામ તસવીરો

મિત્રો દરરોજની જેમ આજે પણ હું એક એવો લેખ લઈને આવ્યો છું કે જેમાં વિશે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *