દવાખાનાનો ખર્ચો હોઈ તો જરૂર વાંચી લેજો…મુખ્યમંત્રી રાહતફંડ માંથી મળે છે આ સહાય,માહિતી વાંચીને આગળ શેર જરૂર કરો…

0
60

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા દેશના સામાન્ય લોકો માટે ઘણી સારી યોજનાઓ અમલ માં મુકવામાં આવી છે અને આ યોજનાઓમાંની એક ‘આયુષ્માન ભારત યોજના’ છે. આ યોજના આરોગ્ય વીમાંનો એક પ્રકાર છે, જેમાં બીમારી નો ખર્ચ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજના દેશના ગરીબ લોકો માટે બનાવવામાં આવી છે. જેથી ગરીબ લોકો કોઈ પણ ખર્ચના ડર વિના તેમના રોગની સારવાર કરી શકે. આ યોજના શરૂ થયાને એક વર્ષ થઈ ગયું છે અને એક વર્ષમાં દેશના કરોડો પરિવારો આ યોજના સાથે સંકળાયેલા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કીડની, હ્રદય, કેન્સર અને લીવરના રોગની સારવાર અથવા ઓપરેશનના ખર્ચને પહોચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સરકારશ્રીએ નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ ધ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ નો ચેક આપવામાં આવે છે. ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમ નો અંદાજ ૫ લાખ થી વધુ હોઈ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે આવેદન કરી શકાય છે.

શરતો, આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.દર્દીને હોસ્પિટલ ધ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ.આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે રિએમ્બર્સ્મેન્ટ (ખર્ચ સરભર) નો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષાન હેઠળ વળતર નો લાભ લીધેલ ના હોવો જોઈએ.

દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ માન.મુખ્યમંત્રીશ્રી ના રાહતફંડ માં આગાઉ અરજી કરેલ ના હોવી જોઈએ.જે-તે રોગ ની સારવાર/ ઓપરેશન માટે સરકારશ્રીએ નિયુક્ત કરેલ હોસ્પિટલ, હ્રદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલ, યુ.એન,મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬, શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬.

ધરમસિંહ દેસાઈ મેમોરીયલ મેથોદીસ્ક ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી , મિશન રોડ, નડીયાદ-૩૮૭૦૦૨, શ્રી બી.ડી. મહેતા મહાવીર હાર્ટ ઈન્સ્ટીટ્યુટ , શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રીંગરોડ,સુરત-૩૯૫૦૦૧. ઈ.એમ. ચેરીટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટીટ્યુટ, પ્લોટ નં-૧ થી ૮ , સિદ્ધકુટીર ઇન્ડ એસ્ટેટ, ચોથો માળ, સિદ્ધકુટીર મંદિર ની બાજુમાં વરાછા ફાયર બ્રિગેડની સામે, વરાછા રોડ, સુરત.કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ.ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬.

મિત્રો મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, ડો વીરેન્દ્ર દેસાઈ રોડ,નડીયાદ-૩૮૭૦૦૧
કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલ-ધી ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ-૧૬, રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટ્યુટ, ૧૪ તિરુપતિ નગર , નિર્મલા કોર્ન્વેન્ત ની સામે, રાજકોટ-07, રજુ કરવાના પુરાવાઓ, મામલતદારશ્રી નો દાખલો, ધારાસભ્યશ્રી ની ભલામણ ચિઠ્ઠી, દર્દી ધ્વારા મુખ્યમંત્રીશ્રી ને અરજી, ઓ.પો.ડી કેસ ની ઝેરોક્ષ,રેશનકાર્ડ ની ઝેરોક્ષ, સારવાર નો અંદાજીત ખર્ચ નો લેટર હોસ્પિટલ ધ્વારા.

૫૦રુ. ના સ્ટેમ્પ પર સોગંધ નામું.ઓપરેશન બાકી છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ) અથવા ઈમરજન્સીમાં ઓપરેશન થયેલ હોય તો ઈમરજન્સીમાં ઓપરેશન થયું છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ )
દરેક પુરાવાઓ ને ભેગા કરી જો નકલ માંગી હોઈ તો નોતરી ના સિક્કા મારવી માન.મુખ્યમંત્રી શ્રી નું કાર્યાલય, ગાંધી નગર, સરદાર પટેલ ભવન ખાતે પોસ્ટ ધ્વારા મોકલવું. અરજી મંજુર કે ના મંજુર નો જવાબ આપશ્રી ને ૧૦ દિવસ સુધીમાં મળી જશે.

આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સરકાર દરેક પરિવાર માટે 5 લાખ રૂપિયા સુધીનું કેશલેસ આરોગ્ય વીમો આપે છે. આજ સુધીમાં દેશના 100 મિલિયન બીપીએલ ધારક પરિવારો આ યોજના સાથે સંકળાયેલા છે. આ યોજના મોદી સરકાર દ્વારા વર્ષ 2018 માં શરૂ કરવામાં આવી હતી અને 14 એપ્રિલ 2018ના રોજ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પર છત્તીસગ’ના બીજપુર જિલ્લાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી.

કોણ ભારતીય આ યોજનાનો લાભ મેળવી શકે છે,કોઈપણ બી.પી.એલ. ધારક પરિવાર આયુષ્માન ભારત યોજનાનો લાભ લઈ શકે છે. ભારત સરકારનું લક્ષ્ય આ યોજના હેઠળ વધુને વધુ બીપીએલ ધારક પરિવારોને જોડવાનું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારી પાસે ફક્ત BPL ધારક કાર્ડ હોવું જોઈએ. જે ગરીબ લોકો પાસે આધારકાર્ડ નથી, તેઓ પણ આ યોજનામાં જોડાઇ શકે છે. વૃદ્ધ લોકો પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે અને વૃદ્ધ લોકોનો વીમો પણ લેવામાં આવે છે.

કેવી રીતે જોડાય શકો આયુષ્માન ભારત યોજના સાથે, આયુષ્માન ભારત યોજનાનો લાભ લેવા તમારું રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને નોંધણી પછી તમને આ યોજનાનો સીધો લાભ મળશે. આ યોજના માટે નોંધણી કરાવવી ખૂબ જ સરળ છે અને જેઓ આ યોજના સાથે જોડાવા માંગતા હોય તેઓ આ યોજનાની અધિકારીક વેબસાઇટની મુલાકાત લઈને માહિતી મેળવશે.

આયુષ્માન ભારત યોજનામાં તમારું નામ લખવા માટે તમારે તેની સત્તાવાર વેબસાઇટ, https://www.pmjay.gov.in/ પર જવું પડશે અને તેને ત્યાં નોંધણી કરાવી લેવી જોઈએ. તે જ સમયે નોંધણી કર્યા પછી તમે ટોલ ફ્રી નંબર 14555 પર કોલ કરીને આ યોજનામાં તમારું નામ નોંધાયેલું છે કે કેમ તેની માહિતી મેળવી શકો છો. નામ નોંધાયા પછી તમને ફક્ત 30 રૂપિયામાં આયુષ્માન ભારત કાર્ડ મળે છે અને આ કાર્ડ બતાવીને તમે હોસ્પિટલોમાં 5 લાખ સુધીની સારવાર મેળવી શકો છો.

આયુષ્માન ભારત યોજના હેઠળ અનેક પ્રકારના રોગોના ઈલાજ કરવામાં આવે છે અને આ યોજના અંતર્ગત કિશોરો સ્વાસ્થ્ય સુવિધા, ચેપી અને બિન-ચેપી રોગો, આંખ, નાક, ગળા, પેટ, ડિલિવરીને લગતી સારવાર, નવજાતનું આરોગ્ય વગેરેની સુવિધા છે. જો કે ધ્યાન રાખજો કે આ સેવાનો લાભ લેવા ફક્ત એ જ હોસ્પિટલમાં જવું જે એની સાથે સંકળાયેલા છે.