દવા નહીં અપનાવો આ સરળ નુસખા અને ભગાવો માથાનો દુઃખાવો,મિનિટોમાં મળી જશે રાહત….

0
185

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો દોડધામ ભરેલું જીવન અને અનિયમિત ખાણીપીણીની આદતોના કારણે માથાના દુખાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેમને 9થી 10 કલાકની જોબ કરનારા વર્ગમાં તો માઈગ્રેન પણ જોવા મળે છે. આ માથાના દુખાવાનો ઈલાજ સમયસર ન કરવામાં તો તેના કારણે ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે.

માથાના દુખાવામાં વારંવાર દવા ખાવાથી પણ શરીરને નુકસાન થઈ શકે છે. તેથી જરૂરી છે કે દવા લીધા વિના જ માથાના દુખાવાનો કાયમી ઈલાજ કરવામાં આવે. કેવી રીતે દૂર કરી શકાય માથાનો દુખાવો એ પ્રશ્ન તમારા મનમાં થતો હોય તો આ રહ્યો તેનો જવાબ. આ સામાન્ય કસરત અને ઘરેલું ઈલાજ કરવાથી માથાનો દુખાવો દુર થઈ શકે છે.જો તમને વારંવાર કોઇપણ કારણ સર માથાનો દુઃખાવો રહ્યા કરે છે તો તેના માટે અમે કેટલીક ખાસ ટિપ્સ આપને માટે લાવ્યા છીએ.

ઘરની ચીજોના આ ઉપયોગથી તમે માથાના દુઃખાવામાંથી રાહત મેળવી શકો છો. નાની પણ કામની આ વાતો તમને ઘણી રાહત આપે છે. તો જાણી લો આવી હોમ ટિપ્સ અને માથું દુઃખે ત્યારે યાદથી તેનો ઉપયોગ કરો.નેક સ્ટ્રેચ,પહેલા તમારી ગરદનને ડાબી તરફ સ્ટ્રેચ કરો પાંચ સેકન્ડ તે પરિસ્થિતિમાં રહો ત્યાર બાદ ફરી ૫ સેકન્ડ બાદ પોઝિશન બદલો. આ રીતે ડાબી અને જમણી બાજુ સ્ટ્રેચ કર્યા પછી આ ક્રિયા 10 વખત કરો.

માથાના દુઃખાવાથી ન થાઓ હેરાન.આ ઘરેલૂ ઉપાયો કરશે તમારી મદદ.દવા નહીં અપનાવો આ સરળ નુસખા અને ભગાવો માથાનો દુઃખાવો.શોલ્ડર સ્ટ્રેચ,તમારા ખભાને ઊંચા ઉઠાવીને ૫ સેકન્ડ સુધી તે જ પરિસ્થિતિમાં રહો, ત્યાર બાદ રિલેક્સ થાઓ અને ખભાને ધીમેથી નીચેની તરફ સ્ટ્રેચ કરીને આ પ્રક્રિયા ફરીથી કરો. આ એક્સરસાઇઝ કર્યા બાદ થોડીવાર આરામ કરો અને પ્રત્યેક સ્ટ્રેચની વચ્ચે ૨ થી ૫ મિનિટનો સમય રાખીને આરામ કરો.

આઇસ પેક,સામાન્ય રીતે માઇગ્રેઇન તમારા માથામાં ફેલાયેલી રક્ત વાહિનીઓના કારણે થાય છે. આનાથી રાહત મેળવવા માટે તમે આઇસ પેકનો ઉપયોગ કરો અને તેને કાનપટ્ટી પર લગાવો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.જમણી બાજુ માથું દુઃખે તો ડાબી તરફ અને ડાબી તરફ દુઃખે તો જમણા નાકમાં એક ટીપું મધ નાંખો. રાહત મળશે.માઇગ્રેનના દુઃખાવામાં ગાયનું તાજું ઘી સવાર સાંજ નાકથી સૂંધવાથી રાહત મળે છે.

ખીરાને કાપીને સૂંઘવાથી માથા પર ઘસવાથી માથાના દુઃખાવામાં તરત જ લાભ મળે છે.ગોળને પાણીમાં ઓગાળીને ગાળીને પીવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.તુલસીના પાનને પીસીને તેનો લેપ લગાવવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.ગરમીનું માથું દુઃખતું હોય તો દહીંની માલિશ કરો, કફથી દુઃખતું હોય તો આ પ્રયોગ ન કરવો.આદુ અને લીંબુ પાણી,આદુ માથાના દુખાવાથી છુટકારો અપાવવા માટે શ્રેષ્ઠ છે, એક વાસણમાં પાણી લો, તેમાં આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને ગરમ કરો.

તે હૂંફાળું થાય એટલે તે પાણી પીઓ. તેનાથી તમારા માથાના દુખાવામાં રાહત થશે. જો તમે પી ન શક્તા હોવ તો ગરમ પાણી કરીને તેમાં આદુ નાંખો, ત્યાર બાદ તે પાણીનો નાસ લો.સવારે ખાલી પેટે એક સફરજન કાપીને તેની પર મીઠું નાંખીને ખાઓ, માથાના દુઃખાવામાં રાહત મળશે.દૂધીનો પલ્પ માથા પર લગાવવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.તજને પીસીને તેમાં પાણી મિક્સ કરી પેસ્ટ બનાવો.

તેને માથા પર લગાવો, સૂકાય એટલે ધોઇ લો.તવા પર લવિંગ ગરમ કરો અને તેને રૂમાલમાં બાંધીને થોડી વારે સૂંધતા રહો, દુઃખાવો નહીં થાય.કાચા જામફળને પીસીને સવારે ઊઠીને માથા પર લેપ કરવાથી માથાના દુઃખાવામાં રાહત મળે છે.માથાનો દુઃખાવો વધારે રહેતો હોય તો માથા પર ઠંડા પાણીની ધાર કરો. આરામ મળશે.ફુદીનાના પાન,ફુદીનામાં મેન્થોલ અને મેથોન હોય છે, જ્યારે આ તમારી ત્વચાને સ્પર્શ કરે છે તો ત્યારે કુલિંગ ઇફેક્ટનો અનુભવ થાય છે.

ફુદીનાના પાનને ક્રશ કરીને તેની પેસ્ટ બનાવી લો, અને તેને માથા પર લગાવો, તેનાથી કુલિંગનો અનુભવ થશે સાથે માથાના દુખાવામાં ઝડપથી રાહત મળશે.તુલસીના પાન,તુલસીના પાનને ગરમ પાણીમાં નાંખીને તેનો નાસ લો, તેનાથી માથાના દુખાવામાં રાહત મળશે.લવિંગ,જ્યારે માથામાં અસહ્ય દુખાવો થતો હોય ત્યારે લવિંગને લસોટીને તેને રૂમાલમાં બાંધીને માથા પર લપેટો. આ ઉપરાંત તે સમયે બીજા રૂમાલમાં લવિંગનો ભૂકો બાંધીને તેને સૂંઘો, આમ કરવાથી માથાના દુખાવામાં રાહત રહેશે.

આજની વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિ અન્ય વ્યક્તિની સરખામણીએ આગળ નીકળવા અને સારી કામગીરી કરવા ભાગતો રહે છે અને તેના લીધે માથામાં દુખાવો થવો સામાન્ય બની જાય છે. માથાના દુખાવાનું મુખ્ય કારણ છે તણાવ.આ સમસ્યા નાના બાળકથી લઇને મોટી ઉંમરની વ્યક્તિઓને પણ પરેશાન કરી મૂકી છે. માથાનો દુખાવો આધાસીસી કે માઇગ્રેન જેવી ગંભીર બિમારીનું સ્વરૂપ ધારણ કરી લે તો સમસ્યા વકરી શકે છે.

માઇગ્રેનમાં માથાના અડધા ભાગમાં દુખાવો રહે છે જે અત્યંત તીવ્ર અને અસહનીય હોય છે.સામાન્ય રીતે માથાનો દુખાવો દૂર કરવા માટે પેઇનકિલર ટેબ્લેટનું સેવન કરતા હોય છે. આવી પેઇનકિલરથી માથાનો દુખાવો તો ઓછો થઇ જાય છે પણ શરીર ઉપર તેની અત્યંત ખરાબ અસર પડે છે. માથાનો દુખાવો આવી પેઇનકિલરના બદલે ઘરગથ્થુ આયુર્વૈદિક ઉપાયોથી પણ મટાડી શકાય છે અને શરીર ઉપર કોઇ આડઅસર પણ થતી નથી.

આજે અમે તમને માથાનો દુખાવો દૂર કરવાના કેટલાંક સરળ ઘરગથ્થું નુસ્ખા અને આયુર્વૈદિક ઉપાયો જણાવીશું.માથાનો દુખાવો મટાડવાના ઘરગથ્થુ ઉપાય,માથાના દુખાવામાં તાત્કાલિક રાહત મેળવવા માટે લવિંગના પાઉડરમાં મીઠું મેળવીને પેસ્ટ બનાવો અને તેને દૂધ સાથે પીવો. થોડીક જ મિનિટમાં તમારા માથાનો દુખાવો ઓછો થઇ જશે. તે ઉપરાંત લવિંગને સહેજ ગરમ કરો અને વાટીને તેની પેસ્ટ માથા ઉપર લગાવી લો. આ ઉપાયથી પણ માથાનો દુખાવો મટી જશે.

લસણ,લસણ એ એક કુદરતી દર્દ નિવારક ઔષધી છે. લસણની થોડીક કળીઓ વાટીને તેના રસનું સેવન કરો. તેનાથી માથાના દુખાવામાં ઝડપથી આરામ મળશે.માથા,મગજની માંસપેશિયાઓમાં તણાવના કારણે પણ ત્યાં દુખાવો થવા લાગે છે. આ તણાવને ઓછું કરવા માટે ગરદન, માથા અને ખંભાની માલિશ કરો. દરરોજ યોગ, શારીરિક કસરત અને મેડિટેશન કરવાથી પણ માથામાં દુખાવાની સમસ્યા ઓછી થઇ જાય છે.

જો તમને વારંવારમાં આવી સમસ્યા થતી હોય તો સવારમાં સફરજન ઉપર મીઠું લગાવીને ભૂખ્યા પેટે ખાઇ જાવ અને પછી ગરમ દૂધનું સેવન કરવું. કેટલાંક દિવસ દરરોજ આ ઉપાય કરવાથી માથાના દુખાવાથી છૂટકારો મળશે.માથાના દુખાવામાં રાહત મેળવવા માટે એક સ્વચ્છ કપડામાં બફરના ટૂકડા નાંખો અને આઇસ-પેક બનાવી લો. 10 મિનિટ માટે તેને માથા ઉપર મૂકો અને હટાવી લો. આમ કરવાથી થોડાંક સમયમાં માથાનો દુખાવો મટી જશે.થોડુંક કેસર અને બદામનું તેલ મેળવીને તેને સુંઘવાથી પણ માથાનો દુખાવો ઓછો થઇ જાય છે.

ઝડપથી રાહત મેળવવા આ ઉપાય બેથી ત્રણ વખત કરો.કેટલીક વખત ઉંઘ પૂરી ન થવાના કારણે પણ દુખાવો થાય છે. આવી સ્થિતિમાં લવિંગ, ઇલાયચી અને આદું વાળી ચા પીવી જોઇએ. તેનાથી માથાનો દુખાવો તરત જ મટી જશે. તણાવ ઓછું કરવા અને માઇન્ડ ફ્રેશ કરવા આદું વાળી ચા પીવી એક સરળ ઉપાય છે.
પેટમાં ગેસ કે બળતરના કારણે પણ માથું દુખે તો 1 ગ્લાસ નવશેકા પાણીમાં લીંબુનો રસ મેળવીને પી જવું.

તેનાથી પેટ અને માથાનો દુખાવો બંનેમાં રાહત મળશે.શરદી અને ઉધરસને કારણે પણ માથામાં દુખાવો થાય તો ખાંડ અને ધાણાને પાણીમાં મિક્સ કરીને તેનું સેવન કરવું. આ નુસ્ખાથી શરદી, ઉધરસ અને માથા દુખાવામાં આરામ મળશે.જો ગરમીના કારણે માથું દુખે તો નારિયેળના તેલથી માથામાં માલિશ કરો. તેનાથી માથામાં ઠંડક મળશે અને દૂખાવો મટી જશે.માથાનો દૂખાવો દુર કરવાના આયુર્વૈદિક ઉપાયો,માથાના જે ભાગમાં દુખાવો થતો હોય તેની બીજી બાજુની નાકમાં એક કે બે ટીંપા મધ નાંખવું.આ ઉપાયથી માથાનો દુખાવો મટી જશે. જો માઇગ્રેનના કારણે માથામાં દુખાવો થતો હોય તો મધના બદલે ગાયનું શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો.

પાણીમાં દાલચીનીનો પાઉડર મિક્સ કરીને પેસ્ટ બનાવો અને માથા ઉપર લગાવો. આ આયુર્વૈદિક ઉપાયથી માથાનો દુખાવો તરત જ મટી જશે.જાયફળને ચોખાના પાણીમાં સારી રીતે વાંટીને પેસ્ટ બનાવો અને તેને માથા ઉપર લગાવો. તેનાથી માથાનો દુખાવો ઓછો થવા લાગશે.માથાનો દુખાવો મટાડવા માટે ગાયના ગરમ દૂધનું સેવન પણ ફાયદાકરાક રહેશે.કાકડીને કાપીને માથા ઉપર ઘસવાથી અને સૂંધવાથી પણ દુખાવો ઓછો થાય છે.સરસવના તેલને વાટકીમાં લઇને તેને બેથી ત્રણ વાર સુંઘો.