દરરોજ આ પ્રકારની ખીચડી બનાવીને ખાવાથી થાય છે એટલા ફાયદા જાણીને ચોંકી જશો રોગોમાં પણ આપે છે રાહત

0
156

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતમાં આ વસ્તુનું સર્વોચ્ચ ઉત્પાદક છે. વિશ્વમાં લગભગ 58% આ વસ્તુનું ઉત્પાદન માત્ર ભારતમાં થાય છે. પરંતુ ભારતમાં ખુબ જ ઓછા લોકોને આ વસ્તુ અને તેના સવાસ્થ્ય લાભો વિશેની જાણકારી હોય છે. આ વસ્તુની ખીચડી બનાવીને તેનું સેવન કરવામાં આવે છે. જો તમે પણ આ વસ્તુની ખીચડીથી થતા ફાયદાઓથી અજાણ છો તો આજનો આર્ટીકલ ખાસ વાંચવો.

તમને જણાવી દઈએ કે આ વસ્તુ કોદરીની ખીચડી છે એ વજન ઘટાડવાથી લઈને હૃદય સંબંધી બીમારી સામે લડવાની ક્ષમતા છે. તેના ફાયદા જાણ્યા બાદ તમે પણ તમારા દૈનિક આહારમાં કોદરીની ખીચડીનો સમાવેશ અવશ્ય કરવા લાગશો.હાડકાનો વિકાસ કરે છે અને હૃદય તંદુરસ્ત રાખે છે.જો કેલ્શિયમની વાત આવે તો કોદરીમાં રહેલા કેલ્શિયમને કોઈ ખાદ્ય પદાર્થ ટક્કર આપી શકે નહિ. હાડકાના વિકાસ માટે અને ઓસ્ટીયોપેરેસીસને રોકવા માટે કેલ્શિયમ ખુબ જ મહત્વપૂર્ણ છે.

માટે બાળકોના આહારમાં કોદરીની ખીચડીનો અવશ્ય સમાવેશ કરવો તેનાથી તેમના હાડકાનો સંપૂર્ણ વિકાસ થશે. કોદરી બ્લડ પ્રેસરને નિયંત્રણમાં રાખે છે ઉપરાંત તે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલની માત્ર ઘટાડે છે. જેના કારણે રક્ત્વહિકાઓમાં જે રુકાવટ આવે છે તે દુર થઇ જાય છે. પરિણામે હાઈ બ્લડ પ્રેસર અને હાર્ટ અટેક જેવી સમસ્યાઓનું જોખમ ખુબ જ ઘટી જાય છે.વજન ઘટાડે છે.કોદરીમાં જે ફેટ છે તે અન્ય અનાજની તુલનામાં ખુબ જ ઓછી છે. આ ઉપરાંત કોદરીમાં અન્સેચ્યુરેટેડ ફેટ હોય છે.

માટે જો તમે વજન ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છો તો તમારે ઘઉં અને ચોખાના બદલામાં કોદરીની ખીચડીનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત કોદરીમાં ટ્રીપ્ટોફેન નામક એક એમીનો એસીડ હોય છે જે ભૂખ ઘટાડે છે. એવામાં જો તમારે વજન ઘટાડવું છે તો કોદરીની ખીચડીનું સવારે સેવન કરવું જોઈએ જેથી દિવસ દરમિયાન પેટ ભરેલું લાગશે અને વધારે ભોજનથી પણ બચાવશે. આ ઉપરાંત ચોખા અને અનાજમાં ફાયબરની માત્રા ઓછી હોય છે જયારે તેની તુલનામાં કોદરીમાં ઉચ્ચ માત્રામાં ફાયબર રહેલું છે.

માટે તે ખુબ જ સરળતાથી પચી પણ જશે. ડાયાબીટીશમાં લાભદાયી – એનેમિયા અને હેમોગ્લોબિન માટે ફાયદાકારક.મિત્રો ઘણા લોકો ડાયાબીટીશ વધી જવાના ડરથી અનાજ કે ચોખાનું પણ સેવન કરવાથી બચતા હોય છે પરંતુ કોદરીમાં ઉચ્ચ પોલીથેનીલ અને ફાયબર રહેલા છે જે તમારા શરીરમાં ડાયાબીટીશનું સ્તર વધારતા નથી.

પરિણામે ડાયાબીટીશના દર્દીઓમાં માટે કોદરીની ખીચડી સર્વોત્તમ આહાર છે. કોદરીમાં આયરનનું પણ સારું એવું પ્રમાણ રહેલું છે. માટે જે લોકોને એનીમિયા કે લોહીની ઉણપ છે અથવા તો જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની કમી છે તેવા લોકોએ પોતાના નિયમિત આહારમાં કોદરીની ખીચડીનો સમાવેશ કરવો જોઈએ.બાળકો માટે અને સ્તનપાન કરાવતી માતા માટે ખુબ જ લાભદાયી.દક્ષીણ ભારતમાં કોદરીનો વધારે ઉપયોગ થાય છે.

ત્યાં જન્મેલા બાળકોને તેમના નામકરણમાં પણ કોદરી ખવડાવામાં આવે છે. કહેવાય છે કે તે બાળકની પાચનશક્તિ સુદ્રઢ બનાવે છે. તેમજ તેમા રહેલા કેલ્શિયમ અને આયરન બાળકના હાડકાના વિકાસ તેમજ સંપૂર્ણ વિકાસ માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. સ્તનપાન કરાવતી માતાએ પોતાના આહારમાં કોદરીની ખીચડીનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ. ખાસ કરીને કોદરી જયારે લીલી હોય ત્યારે તેનું સેવન કરવું. કારણ કે તે માતાના દૂધનું પ્રમાણ વધારે છે. આ ઉપરાંત દૂધ માટે આવશ્યક એસીડ, આયરન અને પોષકતત્વો પ્રદાન કરે છે. આ રીતે બનાવો કોદરીની ખીચડી.

કોદરીની ખીચડી બનાવવા માટે 200 ગ્રામ કોદરી, 100 ગ્રામ ચણાની દાળ અને સ્વાદ અનુસાર મીઠું આટલી સામગ્રી જોઇશે. ખીચડી બનાવવા માટે સૌપ્રથમ કોદરીને પાણીમાં બરાબર ધોઈ લેવી. ત્યાર બાદ એક તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી નાખી તેને ગેસ પર ગરમ કરવા મૂકી દેવું. ત્યાર બાદ પાણીમાં ચણાની દાળ નાખવી. મીઠું સ્વાદ અનુસાર ઉમેરવું. દાળને 5 મિનીટ સુધી બફાવા દેવી. ત્યાર બાદ તેમાં કોદરી ઉમેરવી અને બરાબર હલાવીને તપેલીને ઢાંકી દેવી અને પાણી બળી જાય ત્યાં સુધી ખીચડીને ચડવા દેવી.

કોદરી લાલ અને પીળી બે જાતની હોય છે. કોદરીને બે વખત પાણીમાં ધોઈ, સૂકવી અને શેકીને ઉપયોગમાં લેવાથી વધુ સહેલાઈથી પચે છે. કાંગની માફક કોદરી પણ પિત્તના રોગમાં ફાયદો કરે છે.કોદરી ને ભાતની માફક પણ ખાઈ શકાય છે. આમ તો કોદરીનો ઉપયોગ ગરીબ મજૂર વર્ગ દ્વારા કરવામાં આવતો રહ્યો છે. પરંતુ મેટાબોલિક સિન્ડ્રોમને લગતાં ઈન્સ્યુલીન રેઝિસ્ટન્ટ, ડાયાબિટીસ, ઓબેસિટી, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસીઝ, હાયપર લિપિડેમિયા જેવા દર્દોમાં ખોરાકની પૌષ્ટિકતા વિશે વધુ સજાગતા રાખવામાં આવે છે.વધુ ફાયટોન્યુટ્રિઅન્ટ, વિટામિન્સ-મિનરલ્સ ધરાવતા હોય પરંતુ ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટસ ધરાવતા ખાદ્યપદાર્થો વિશે થતાં સંશોધનોમાં કોદરીનું મૂલ્ય ઉંચુ આંકવામાં આવે છે. કોદરી પચવામાં સહેલી હોવાની સાથે વજન વધતું અટકાવે છે . તથા ફાસ્ટિંગ ગ્લુકોઝ લેવલ ઘટાડે છે.

કોદરી ના દાણાબાજરીથી થોડાક નાના હોય છે. સાઉથમાં એ વરાગુ તરીકે ઓળખાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા અને બિહારમાં એનું વાવેતર વિપુલ માત્રામાં થાય છે.આ ધાન્ય પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. કોઈ પણ માંદગીમાં રૂટીન ખાવાનું બંધ કરીને કોદરી ખવડાવવામાં આવે છે. ખાસ કરીને તાવ, કમળો, ટાઇફૉઇડ વગેરે થયું હોય ત્યારે પાચનશક્તિ સાવ જ નબળી થઈ જતી હોટ છે. એવા સમયે કોદરી શરીરને બળ પણ આપતી અને રોગ સામે લડવાની તાકાત હોય છે.

પ્રમેહના દરદીઓ માટે પણ કોદરીની ખીચડી બેસ્ટ ગણાય. એ પચવામાં હલકી છે. એ ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને એનર્જી આપે છે. એટલે લાંબો સમય સુધી પેટ ભરાયેલું લાગતું હોવાથી ગરીબોનું પ્રિય ધાન્ય છે. જોકે કોદરીમાં રહેલાં કમ્પાઉન્ડ્સ શરીરમાં ઇન્સ્યુલિન વધારીને ડાયાબિટીઝના દરદીઓને હેલ્પ કરે છે. ઇન્સ્યુલિન હૉમોર્ન્સને કારણે લોહીમાં પડેલી શુગરનું એનર્જીમાં રૂપાંતર થવામાં મદદ થાય છે. અને લોહીમાં ગ્લુકોઝ વણવપરાયેલો પડી રહેતો અટકે છે. વળી એમાં પ્રોટીન એટલે કે શરીર માટે જરૂરી અસેન્શિયલ ઍસિડ્સ હોય છે અને ફૅટની ટકાવારી ખૂબ જ ઓછી હોય છે.

કોદરીનો એ છે કે એ પચવામાં હલકું છે, પણ એમાં ફાઇબર પણ વધુ હોવાથી એ ઝટપટ પચી જતું નથી. એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી એ ધીમે-ધીમે પચે છે. એટલે લોહીમાં પણ ધીમે-ધીમે ગ્લુકોઝ ભળે છે. સાથે જ ઇન્સ્યુલિન પેદા કરવામાં મદદ કરતું હોવાથી ગ્લુકોઝ લોહીમાં પડી નથી રહેતું. આમ ડબલ ફાયદો ડાયાબિટીશના દરદીઓને થઈ શકે છે.પ્રેગ્નેટ મહિલા માટે ફાયદાકારક.

કોદરીની ખીચડીમાં લીંબુ, સાકર નાખીને ખાવાથી એ સ્વાદમાં પણ સારી લાગે છે. પ્રેગ્નન્ટ મહિલાઓ તેમ જ બ્રેસ્ટ-ફીડિંગ કરાવતી મહિલાઓને પણ ફાયદો થાય છે. એનાથી દૂધ વધુ આવે છે. જૉન્ડિસ ના રોગ માં પણ કોદરી આપી શકાય. નાચણીની જેમ એનો લોટ બનાવીને પણ વાપરી શકાય. એમાં રહેલાં ફાઇટોકેમિકલ્સ અને ફોસ્ફોલિપિડ્સને કારણે નર્વસ સિસ્ટમમાં પણ ફાયદો થાય છે. અને સંવેદનાવહનના કાર્યમાં સુધારો જોવા મળે છે. મસલ્સમાં ક્રૅમ્પ્સ આવતાં હોય ત્યારે પણ કોદરી કામની છે.