દરેક રોગોમા રામબાણ ઇલાજ છે આ ડ્રાયફ્રુટ, જાણો કયા રોગમા ક્યારે અને કેવી રીતે કરવો ઉપયોગ….

0
185

મિત્રો તેમાં કોઈ શંકા નથી કે ડ્રાયફ્રુટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તંદુરસ્ત આહારની સાથે, જો તમે તમારી રૂટિનમાં ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે જેમા બદામ,કિસમિસ,ખજૂર અને અખરોટની સાથે ત્યાં ઘણાં ડ્રાયફ્રુટ છે જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે અને આજે આ લેખમા અમે ફક્ત અખરોટની જ વાત કરવા જઇ રહ્યા છીએ જે ઘણા ગુણોનો ખજાનો છે. અખરોટને અંગ્રેજીમાં વોલનટ,તેલુગુમાં અક્રુત કાયા,મલયાલમમાં અક્રોતંડી,કન્નડમાં અક્રોટા, તમિળમાં અક્રોત્તુ,મરાઠીમાં અકરોડ અને ગુજરાતીમાં અખરોટ કહેવામાં આવે છે જેવી રીતે તેના વિવિધ ભાષાઓમાં અખરોટનાં નામ તેવા તેના ફાયદાઓ પણ છે.

મિત્રો જો અખરોટના 10થી 40મીલી જેટલા તેલને 250 મિલી લિટર ગૌમૂત્ર ની અંદર ભેળવી પીવાથી શરીરમાં થતા કોઈપણ પ્રકારના સોજા માં રાહત મળે છે અને સવારમાં ઉઠ્યા બાદ વાસી મોઢે પાંચથી દસ ગ્રામ જેટલા અખરોટ ચાવી અને ત્યારબાદ તેનો લેપ લગાવવાથી ધાધરની સમસ્યામાંથી છુટકારો મળે છે તે સિવાય અખરોટની છાલની ભસ્મની અંદર 36 ગ્રામ ગુરુચ મેળવી અને દરરોજ સવાર સાંજ ખાવાથી હરસ જળમૂળમાંથી નાશ પામે છે.

જો 10 થી 20 ગ્રામ જેટલા અખરોટને પીસી લઈ અને દુખાવાની જગ્યાએ લગાવવામાં આવે અને ત્યારબાદ તે જગ્યાએ ગરમ શેક કરવામાં આવે તો કોઈપણ જગ્યાએ થતા દુખાવામાં તરત જ રાહત મળે છે તમને જણાવી દઇએ કે તેના બીજ નું તેલ નીકળે છે અને તેનો આકાર આપણા મગજ ને મળતો આવે છે અને તેના ફળ, પાન અને ઝાડની છાલ દવામાં વપરાય છે. અખરોટ ગુણ માં પૌષ્ટિક, ગુરુ, મધુર, ઉષ્ણ, વીર્ય વધારનાર તથા વાતહર છે અને તેની છાલ કૃમિ રોગમાં વપરાય છે તેમજ અખરોટ ખુબજ બુદ્ધિવર્ધક છે તથા જ્ઞાનતંતુઓ તાકાત આપે છે.

મિત્રો જો અખરોટ નું તેલ જુલાબ ના કામમાં આવે છે અને અખરોટ ને વધુ ખાવાથી પેટ ભારી થાય છે અને અપચો થાય છે અને ક્ષય વાળા રોગીઓને અખરોટ ના જાડ પાન નો કવાથ અપાય છે તમને જણાવી દઇએ કે અખરોટ એક પ્રકારનું બળવર્ધક ડ્રાયફ્રુટ છે અને તેનું સેવન કરવાના કારણે તમારા હદય અને મસ્તિષ્ક ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થઈ જાય છે.

મિત્રો અખરોટની છાલ, મૂળાના બી, ગાજરના બી, વાવડિંગ, અમલતાસ, અને કલેવારનો ગરીભલો આ બધી જ વસ્તુને છ છ ગ્રામ માત્રા ની અંદર લઈ બે લીટર પાણીની અંદર બરાબર ઉકાળી લો અને ત્યારબાદ તેની અંદર 250 ગ્રામ જેટલો ગોળ ભેળવી દો અને તે પાણીને 500 એમએલ પાણી રહે ત્યાં સુધી ઉકાળો અને હવે આ ઉકાળાને 50 ગ્રામની માત્રામાં સવાર સાંજ પીવામાં આવે તો બંધ માસિક ધર્મ ફરીથી શરુ થઈ જાય છે.

તમને જણાવી દઇએ કે માત્ર 20 થી 30 ગ્રામ જેટલા અખરોટના ફળ ખાવાના કારણે અફીણનું ગમે તેવું ઝેર ચડ્યું હોય અથવા તો નશો ચડ્યો હોય તો તે પણ દૂર થઈ જાય છે તેમજ કંઠમાળ અને જૂના સંધિવામાં અખરોટ ની રાબ કામમાં આવે છે અને હરસની પીડામાં તેના તેલની વાટ લગાવવાથી રાહત મળે છે. અખરોટનું, તરબૂચનું કમળકાકડી, પિસ્તા, સાલમ બધી જ વસ્તુઓ 50 ગ્રામ, રૂમિ-મસ્તકી, સફેદ મરી, ગોખરુ, એલચી, જાવંત્રી, ચીનીકબાબ આ બધું 10 ગ્રામ લઈ તેમાં પાંચ ગ્રામ અસલી કેસર અને જરૂર પ્રમાણે સાકર નાખી તથા મધ ઉમેરી તેમાં વીર્યવર્ધક પાક ઉત્તમ બને છે.

મિત્રો અખરોટને પાવર ફૂડ ના નામથી પણ ઓળખવામાં આવે છે કારણ કે તેનું સેવન કરવાના કારણે વ્યક્તિનું સ્ટેમીના વધે છે અને સાથે સાથે તેને બ્રેઈન ફૂડ પણ કહેવામાં આવે છે. અખરોટનું સેવન કરવાના કારણે તમારો મગજ એકદમ તેજ બની જાય છે કારણ કે અખરોટ ની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ, ઓમેગા થ્રી ફેટી એસિડ અને એંટી ઓક્સીડેંટ હોય છે. અખરોટ વજન ઘટાડવામાં ઉપયોગી બને છે. દાંત માટે અખરોટના સ્વાસ્થ્ય ગુણોને કારણે ડેન્ટિસ્ટ પણ તેના સેવનની સલાહ આપે છે.

મિત્રો અખરોટ,કાળી દ્રાક્ષ અને અંજીર ભેગું કરી પલાળી તેને લુગદી કરી જો સવાર સાંજ લેવાથી જ્ઞાનેન્દ્રિયો સતેજ થાય છે. અખરોટની છાલને અખરોટ સાથે બાળી તેની ભસ્મને પા ભાગની ચમચી સવાર સાંજ લેવાથી હરસ મા પડતું લોહી બંધ થાય છે તેમજ તાજા અખરોટનો લેપ માર ના ઢીમણાંને મટાડે છે.ઘંઉના રવા સાથે તેનાં પાન વાટી તેની પૂરી બનાવી ખાવાથી ધાવણ છૂટથી આવે છે અને આ સિવાય અખરોટની લીલી છાલનો ઉકાળો કરી ગાળી તે પાણીના કોગળા કરવાથી દાંતના દુખાવા માં ફાયદો થાય છે તેમજ અખરોટની છાલને પાણીમાં પીસીને થોડી થોડી માત્રામાં પીવાથી ઉંઘમા પેશાબ ટપકતો બંધ થાય છે.

મિત્રો જો તમે અખરોટની છાલ ને ઉકાળીને પીવાના કારણે કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે અખરોટ ની અંદર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે શરીરની અંદર રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી દે છે અને આ સાથે સાથે તે પિત્તાશયની કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેમાં પણ મદદરૂપ સાબિત થાય છે. અખરોટનું સેવન આપને હદય ને લગતી અનેક પ્રકારની બીમારીઓથી બચવામાં પણ મદદરૂપ સાબિત થાય છે અખરોટનું સેવન કરવાના કારણે વ્યક્તિનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે આથી જ વ્યક્તિનું હદય સ્વસ્થ રહે છે.

મિત્રો તમને જણાવી દઇએ કે અખરોટ ગરમ હોય છે અને તેથી જો તમે ઉનાળામાં અખરોટ ખાતા હોવ તો ધ્યાન આપો કે તે તમને અનુકૂળ છે કે નહી જો ગરમ વસ્તુઓ તમને નકારાત્મક અસર કરે છે તો તમે એક દિવસ અખરોટનું સેવન કરી શકો છો અથવા ફક્ત શિયાળામાં જ પી શકો છો કેટલું ખાવુ જોઇઍ તો એક યુવાન વ્યક્તિ દિવસ દીઠ 30 ગ્રામ અખરોટનું સેવન કરી શકે છે દરેકનો આહાર એકસરખો હોતો નથી અને તેથી તમે તેની યોગ્ય રકમ જાણવા માટે નિષ્ણાતની સલાહ લઈ શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here