દરેક મંદિરમાં શિવલિંગ કાળા રંગનું કેમ હોય છે જાણો તેનાં પાછળ રહસ્ય

0
30

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દેવાધિદેવ ભોળાનાથ મહાદેવની પૂજા અર્ચના એ હિંદૂ સંસ્કૃતિના પાયામાં છે. તમામ દેવોમાં શિવ વિશેષ પૂજનિય અને કલ્યાણકારી છે. કહેવાય છે કે ગમે તેટલી વિપરિત સ્થિતિ કેમ ન હોય જો જીવનમાં સતત ત્રણ વર્ષ શિવલિંગને બૂજું કઈં જ નહિં પણ માત્ર પાણી જ ચડાવવામાં આવે તો પણ શિવ રિઝી જાય છે. વ્યક્તિનિ દશા અને દિશાં બંને સુધરી જાય છે. શિવપૂજા અનંત સુખો આપનારી, સમગ્ર જીવ સૃષ્ટિનું કલ્યાણ કરનારી છે. તેથી જ શિવને સૌથી ઉંચું સ્થાન મળેલું છે. વેદોએ પણ શિવપૂજાનો મહિમા ગાયો છે.

પૃથ્વીના આરંભથી શિવની પૂજા થાય છે. શિવની પૂજા એ માત્ર આ જન્મને જ નથી સુધારતી, પણ ભવોભવ સુધરે છે. શિવ એ કોઈ પણ જાતના ભેદભાવ વગર, દેવ માનવ, દાનવ તમામને તેમની ભક્તિ અને પૂજા અનુસાર ફળ આપે છે. તેથી જ તો તે દેવાધિદેવ, મહાદેવ છે. શિવપુરાણ સાથે અનેક પ્રાચીન ગ્રંથોમાં શિવપૂજા વિશે જાણાવાયુ છે. તેમાં અનેક પ્રકારના શિવલિંગોની પૂજાનું અલગ-અલગ મહત્વ જણાવાયુ છે. તેમાંથી સૌથી પ્રભાવશાળી છે તે કાળા પત્થરનો શિવલિંગ. મોટા ભાગના લોકો કાળા પત્થરથી પરેજી કરે છે, ખાસ કરી કોઈ શુભ કામમાં કાળો રંગ પહેરવો ઠીક નથી મનાતો પણ શું તમે જાણો છો કે આ કાળો રંગ તમારુ ભાગ્ય બદલવાની ક્ષમતા રાખે છે, હા, તમને આશ્ચર્ય થશે પણ નિયમિત રીતે કાળા પત્થરના શિવલિંગના સંપર્કમાં આવશો તો જાતે જ જોઈ શકશો કે તમારામાં કેટલા સકારાત્મક ફેરફારો આવી રહ્યા છે.

શું છે કાળા રંગનો અર્થ? સૂર્યના પ્રકાશમાં તમામ રંગો હોય છે, કાળો રંગ આપણને એટલે કાળો દેખાય છે કારણ કે તે તમામ રંગોને પોતાની અંદર શોષી લે છે. જેમકે, તમને કોઈ વસ્તુ લાલ ત્યારે જ દેખાય છે જ્યારે લાલ રંગને પરાવર્તિત કરી તમારી આંખો સુધી પહોંચાડે છે. તેવી જ રીતે અન્ય રંગ પણ પરાવર્તિત થાય છે અને તમને દેખાય છે. કાળો રંગ એટલે કાળો છે કારણ કે તે કોઈ પણ રંગને પરાવર્તિત કરી શકતો નથી. કાળા શિવલિંગનું રહસ્ય શિવલિંગમાં તમારા આસપાસની તમામ નકારાત્મક ઊર્જાને અવશોષિત કરવાની ક્ષમતા હોય છે.

કાળા પત્થરનો શિવલિંગના લાભ કાળા પત્થરનો શિવલિંગ પર નિયમિત જળ અર્પિત કરવાથી તમે તેના સંપર્કમાં આવશો. જળ અર્પિત કરતી વખતે તમારી અંદર નકારાત્મક વિચાર આવશે તે શિવલિંગમાં અવશોષિત થઈ જશે. વ્યક્તિ જેવું વિચારે છે, તેવો જ બની જાય છે અને તેવું જ તેની સાથે થવા લાગે છે. જો તમે શિવલિંગની નજીક સારી વાતો વિચારશો તો મનમાં સારા વિચાર આવશે અને તમારી સાથે પણ સારુ થવા લાગશે. જો શિવલિંગની નજીક તમે ધન પ્રાપ્તિનો વિચાર લઈને જશો તો તમને ધન પ્રાપ્તિના માર્ગ જાણવા મળશે. શિવ પુરાણમાં ભગવાન શિવે મનુષ્યના કર્મ પર બળ આપ્યુ છે. જે જેવું કર્મ કરશે, તેને અનુરૂપ તેના જીવનની દિશા નક્કી થશે. જેથી નિયમિત શિવની પૂજાની સાથે સારુ કર્મ પણ કરતા રહો. શિવે ક્યારેય ભાગ્યવાદી રહેવાની શીખ આપી નથી.

શિવલિંગ પર જળ પણ એટલે જ ચઢાવાય છે કારણ કે તેણે જે નકારાત્મક ઊર્જા અવશોષિત કરી લીધી છે તે દૂર થઈ શકે. જો કે કાળો રંગ પણ અન્ય રંગોને અવશોષિત કરી લે છે જેથી કાળા પત્થરના શિવલિંગનું મહત્વ વધી જાય છે. જો તમે નિયમિત રીતે કાળા પત્થરના શિવલિંગની નજીક જશો તો તમારી અંદરની તમામ નકારાત્મક ઊર્જા શિવલિંગમાં જતી રહેશે અને તમે પોઝીટીવ એનર્જીથી ભરાઈ જશો. કોઈ રોગ તમારી નજીક નહિં આવે નકારાત્મક ઊર્જા જ તમામ બિમારીઓનું કારણ હોય છે. જો તમારે ધનનો અભાવ હોય તો તે પણ તમારી ઊર્જાને કારણે જ છે. જેથી કાળા પત્થરના શિવલિંગની નજીક નિયમિત જવાથી તમે ઊર્જાવાન બનશો, તમારી પાસે કોઈ રોગ નહિં આવે.

ભગવાન શિવ ના 5 સૌથી ઊંચા શિવલિંગ, ભારતમાં દેવો ના દેવ ભગવાન શિવ એકમાત્ર એવા દેવ છે, જેમની આરાધના લિંગ સ્વરૂપ માં પણ કરવામાં આવે છે. તેથી વધારે કરીને શિવ મંદિરો માં ભગવાન શિવ નું આ રૂપ સ્થાપિત કરવામાં આવે છે.

શિવલિંગ નું વર્ણન શિવ-વાયુપુરાણ ના સાથે સાથે રામાયણ પણ મળે છે. રામાયણ ના મુજબ, જયારે ભગવાન રામ રાવણ નો સંહાર કરીને લંકા થી પાછા ફર્યા તો તેમને પણ રેત થી શિવલિંગ નું નિર્માણ કરીને રામેશ્વરમ ની સ્થાપના કરી હતી. તેના સિવાય એક અન્ય પૌરાણિક કથા આ પણ છે કે સૃષ્ટિ ના આરંભ માં શિવજી એ લિંગ રૂપ જ પ્રકટ થઈને પોતાના વિસ્તાર નું જ્ઞાન ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી ને કરાવ્યું હતું. આજે અમે તમને ભોલેનાથ ના એવા 5 શિવલીંગો ના દર્શન કરાવી રહ્યા છે, જે પોતાના વિશાળ આકાર અને ભવ્યતા ના કારણે દેશ જ નહિ પરંતુ દુનિયાભર માં પ્રસિદ્ધ છે…

કોટીલીંગેશ્વર મંદિર.કર્ણાટક ના કોલાર જીલ્લા માં સ્થિત કોટીલીંગેશ્વર મંદિર, અહીં હાજર દુનિયા ના સુથી ઊંચા શિવલિંગ માટે પ્રસિદ્ધ છે. આ વિશાળ શિવલિંગ ના ચારે તરફ બીજા નાના નાના શિવલિગ પણ હાજર છે, જે શિવ ના તરફ તેમના ભક્તો ની ભક્તિ ની અનુઠી કહાની સંભળાવે છે. આ શિવલિંગ ની ઉંચાઈ 108 ફૂટ છે અને આ મહાદેવ ના આ વિશાળ શિવલિંગ ના સામે જ નંદી બાબા ના દર્શન થાય છે. તેમનું સ્વરૂપ 4 ફૂટ ઊંચા ચબુતરા પર 35 ફૂટ ઊંચું, 60 ફૂટ લાંબુ અને 40 ફૂટ પહોળું સ્વરૂપ માં દેખવા મળે છે.

હરિહર ધામ મંદિર.ઝારખંડ ના ગીરીડીહ માં સ્થિત હરિહર ધામ મંદિર માં ભગવાન શિવ નું બીજું સૌથી મોટું 65 ફૂટ ઊંચું શિવલિંગ સ્થાપિત છે. અહીં શ્રાવણ પૂર્ણિમા પર ભક્તો ની ખુબ ભીડ એકઠા થાય છે. તેના સિવાય હરિહર ધામ માં લોકો શિવજી ની શરણ માં આવીને લગ્ન ના બંધન માં પણ બંધાય છે. હરિહર ધામ માં લગ્ન ની આ પરંપરા વર્ષો થી ચાલતી આવી રહી છે.

સિદ્ધેશ્વર નાથ મંદિર.અરુણાચલ પ્રદેશ ના જીરો માં સ્થિત સિદ્ધેશ્વર નાથ મંદિર અહીં હાજર 22 ફૂટ ઊંચા શિવલિંગ માટે પ્રસિદ્ધ છે. તેના સિવાય શિવલિંગ ના નીચે થી હંમેશા જ પાણી નો બહાવ બની રહે છે. આ મંદિર માં વિઘ્નહર્તા ગણેશ અને માં પાર્વતી ની અનુપમ પ્રતિમા છે.

બૃહદેશ્વર મંદિર તમિલનાડુ.ભગવાન શિવ નું ત્રીજું સુંથી મોટું શિવલિંગ તમિલનાડુ માં સ્થિત છે, જેની ઉંચાઈ 13.5 ફૂટ છે. તમને જાણીને હેરાની થશે કે તેના સિવાય શિવલિંગ નું નિર્માણ એક જ પત્થર થી કરવામાં આવ્યું છે. આ મંદિર માં પ્રવેશ દ્વાર પર જ નંદી સ્થાપિત છે. મંદિર ની રોશની બંધ થયા પછી પણ ભક્ત શિવલિંગ ના દર્શન કરી શકે છે. તેના પાછળ કારણ આ છે કે અહીં પર સૂર્ય ની રોશની સીધા નંદી બાબા પર પડે છે જેનું રીફ્લેક્શન સીધા શિવલિંગ પર પડે છે અને આ રીતે શિવલિંગ સાફ સાફ નજર આવે છે.

અમરેશ્વર મહાદેવ મંદિર.મધ્યપ્રદેશ ના અનૂપપુર માં સ્થિત અમરેશ્વર મહાદેવ મંદિર માં ભગવાન શિવ નું સ્વરૂપો 11 ફૂટ ઊંચા શિવલિંગ ના રૂપ માં વિરાજમાન છે. આ મંદિર ની એક ખાસ વાત આ પણ છે કે અહીં બધા 12 જ્યોતિર્લીંગો ના દર્શન કરવામાં આવી શકે છે. આ સ્થાન નર્મદા નદી નું ઉદગમ સ્થળ પણ માનવામાં આવે છે.