દર ગુરુવારે સવારે કરો માત્ર આ 4 ઉપાય, અને જાતે જ જોઈ લો પરિણામ,હંમેશા ભરેલો રહશે ધન નો ભંડાર….

0
1845

ધન એ આજના સમયમાં સૌથી વધુ મહત્વનું છે વ્યક્તિ ધન કમાવવા માટે બનતા બધા જ પ્રયત્નો કરે છે. ઘણા ટોટકા ઉપાય કરે છે.ધનવાન બનવાની ચાહત દરેક વ્યક્તિને હોય છે અને ઘણા પ્રયત્નો બાદ પણ આ ઈચ્છા અધૂરી રહેતી હોય તો ધર્મગ્રંથોમાં સૂચવેલા ઉપાયો કરવા જોઈએ. ઘણીવાર પૂર્વજન્મના દોષના કારણે મનુષ્યને વર્તમાન જીવનમાં સંઘર્ષ અને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાનું સમાધાન લૌકિક શાસ્ત્રોના આધારે થતું ના હોવાથી અલૌકિક પ્રયાસ કરવા પડે છે અને તેનો ઉલ્લેખ ધર્મગ્રંથોમાં છે.

ગુરુવારનો દિવસ દેવગુરુ બૃહસ્પતિનો વાર માનવામાં આવે છે, તેઓ ભગવાન વિષ્ણુના અંશ છે. જ્યોતિષશાસ્ત્રમાં ધર્મની સાથે ભૌતિક સુખ અને સંપત્તિના કારક તેમને માનવામાં આવે છે. ગુરુવારે કેટલાક ઉપાય કરવાથી આર્થિક પ્રગતિ કરી શકાય છે.દરેક ગુરુવારે કરો આ કામ બ્રહ્મ પુરાણ દેવરાજ ઈંદ્ર અને બ્રહ્માજીના સંવાદમાં કહેવાયું છે કે, જે વ્યકિત નિયમિત રીતે દરેક ગુરુવારે દક્ષિણ દિશા તરફ મોં રાખીને રાજા બલિનું ધ્યાન કરે છે તેમનું ઘર અન્ન, ધન અને સોનાથી ભરેલું રહે છે.બલિને લક્ષ્મી માતાએ પોતાનો ભાઈ માન્યો છે.

તેમનો નિવાસ દક્ષિણ દિશામાં હોવાથી આ જ દિશામાં મોં રાખીને તેમનું ધ્યાન ધરવામાં આવે છે. કેળાના વૃક્ષની પૂજા ગુરુવારે નિયમિતપણે કેળની પૂજા કરવી જોઈએ. કેળાના ઝાડની નીચે ઘીનો દીવો પ્રગટાવીને ओम ब्रां ब्रीं ब्रौं सः बृहस्पतये नमः મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરવો જોઈએ.વડીલોનું સન્માન કરો શુક્લ પક્ષમાં કોઈપણ ગુરુવારે કેળાના વૃક્ષના મૂળને પીળા વસ્ત્રમાં હળદર સાથે લપેટીને જમણી ભુજામાં બાંધી લો. આ ઉપાય પોખરાજ ધારણ કરવા સમાન ફળ આપશે. યાદ રાખો કે, આ ધારણ કર્યા બાદ વડીલોનો અનાદર ના કરો અને રોજ સવારે ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરો. આ પાઠ કરો દર ગુરુવારે સવારે સ્નાન કરીને વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ કરો.

જો સંભવ હોય તો ગાય અથવા કોઈ બ્રાહ્મણને ગળ્યું ભોજન કરાવો. વિષ્ણુ સહસ્ત્રનામને બદલે વિષ્ણુ સતનામ સ્ત્રોતનો પાઠ પણ કરી શકો છો.પૌરાણિક ધાર્મિક ગ્રંથો મુજબ સૂર્યદેવને અર્ધ્ય આપવાનુ ખૂબ મહત્વ છે. રોજ જલ્દી ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને સાફ કપડા પહેરો. ત્યારબાદ તાંબાના લોટામાં જળ લઈને તેમા લાલ ફૂલ, ચોખા નાખીને સૂર્ય દેવને અર્ધ્ય આપો સાથે સૂર્ય મંત્રનો જાપ કરો.  આવુ કરવાથી આયુ, આરોગ્ય, ધન, ધાન્ય, પુત્ર, મિત્ર, તેજ, યશ, વિદ્યા, વૈભવ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

બૃહસ્પતી કથા વાંચો, ગુરુવારના દિવસે બૃહસ્પતી કથા વાંચવાથી દરેક કામનાની પુરતી થઇ જાય છે. એટલા માટે આ દિવસે કથા જરૂર વાંચો. આ કથાને વાંચતા પહેલા કથાના પુસ્તકની પૂજા કરો અને પુસ્તકને ફૂલ અને અગરબતી અર્પણ કરો. આખી કથા વાંચ્યા પછી ऊं बृं बृहस्पतये नम:। મંત્રના જાપ ૧૧ કે ૨૧ વખત કરો.વ્રત કરો સતત ૧૧ ગુરુવાર વ્રત કરવા લાભદાયક રહે છે. એટલા માટે તમે ૧૧ ગુરુવાર વ્રત કરો. તે ઉપરાંત આ દિવસે માત્ર પીળા રંગનું ખાવાનું જ ખાવ અને માથા ઉપર હળદરનું તિલક પણ જરૂર લગાવો. આ વ્રત દરમિયાન તમે રાતના સમયે મીઠી વસ્તુનું સેવન કરી શકો છો. આમ તો તમે એ વાતને ધ્યાનમાં રાખો કે ગુરુવારના દિવસે કેળાનું સેવન ન કરો.

હળદરના પાણીથી સ્નાન તે દિવસે હળદરના પાણીથી સ્નાન કરો. સ્નાનના પાણીમાં થોડી એવી હળદર નાખી લો અને તેનાથી સ્નાન કરી લો. સ્નાન કર્યા પછી પીળા રંગના કપડા પહેરો અને પૂજા કરતી વખતે પીળા રંગના ફૂલનો જ ઉપયોગ કરો.ઉપર જણાવેલા ઉપાય જરૂર કરો. આ ઉપાયો કરવાથી ધન સંકટ દુર થઇ જશે અને તમારી ઉપર ભગવાનની કૃપા જળવાઈ રહેશે. અને જે લોકોની કુંડળીમાં ગુરુ ગ્રહ ભારે છે તે લોકો પણ આ ઉપાયો કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here