ડાંગ માં આ એક અનોખી ખેતી કરીને ખેડૂતો કમાઈ રહ્યા લાખો રૂપિયા, જાણો શુ છે આ…..

0
130

વિયાગ્રા અને જીન્સેંગથી ઘણું સારું છે ભારતીય સફેદ મુસળી. આયુર્વેદમાં સદીઓથી તેનો ઉપયોગ નબળાઈ ગ્રસ્ત રોગીઓ માટે કરવામાં આવી રહેલ છે. મુસલીના છોડના મૂળ મુસલ જેવા હોય છે અને તેનો રંગ સફેદ હોય છે તેથી તેને મુસલી કે મુસ્લી કહેવામાં આવે છે. જે ખુબ જ જાણીતી દવા છે જેને ઘણી બીમારીઓ, ખાસ કરીને પુરુષોના યોન રોગો ના ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે. તેની કોઈ અડ અસર નથી થતી. તે એક વાજીકારક aphrodisiac દવા છે. આખા વિશ્વમાં સફેદ મુસલી ની ઘણી માંગ છે.ભારતમાં આજકાલ તેની મોટા પ્રમાણમાં ખેતી પણ થવા લાગી છે. ભારતમાં ખાસ કરીને તેની ખેતી રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કરવામાં આવે છે. મુસલીના મૂળ કે કંદને જમીનમાંથી ખોદીને કાઢવામાં આવે છે અને સાફ કરીને સુકવી લેવામાં આવે વછે. પછી તેનો પાવડર બનાવીને દવા બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.મુસ્લીનો પાક, ચૂર્ણ, કે બીજી જડીબુટ્ટીઓ સાથે ભેળવીને ઉપયોગ કરવામાં આવે છે.

જાણો ડાંગના આ પ્રગતિશીલ ખેડૂતોએ કઈ ઔષધિની ખેતી કરીને કરી લાખોની કમાણી, આશરે 40 એકર જમીનમાં થઈ રહી છે આ ખેતી.ડાંગ જિલ્લો ઓર્ગેનિક ખેતી જિલ્લો છે અહીંયા ઔષધિઓનો ખજાનો છે. લોકો રોજિંદા વપરાશમાં વનઔષધીનો ઉપયોગ કરતાં હોય છે જેના કારણે તેમની તંદુરસ્તી સારી રહે છે. હાલ ચોમાસાની ઋતુમાં આવી જ એક ઔષધિ સફેદ મૂસળીની ખેતી કરવામાં આવે છે. સફેદ મૂસળી શક્તિવર્ધક ઔષધિ માનવમાં આવે છે જેની દેશ વિદેશમાં ખૂબ માંગ છે. ડાંગ જિલ્લાનું ભવાડી ગામ આ ગામ હવે દેશ વિદેશમાં પ્રખ્યાત બન્યું છે. કેમકે આ ગામમાં શક્તિ વર્ધક સફેદ મૂસળીની ખેતી થાય છે. ગામના જયેશભાઇ મોકાસી એ શરૂ કરેલ આ ખેતી હવે દરેક ખેડૂતોએ અપનાવી લીધી છે. અને લાખો રૂપિયાની આવક મેળવી પોતાનું જીવન સધ્ધર કરી રહ્યા છે.ગુજરાતના ડાંગ સહિત મધ્યપ્રદેશ,પશ્ચિમ હિમાલય, ઉત્તર હિમાલય અને પંજાબમાં પણ ઉત્તમ પ્રકારની મૂસળી ઊગે છે. મૂસળી બે પ્રકારની હોય છે, સફેદ મૂસળી અને કડવી જેને ડાંગમાં જંગલની ભાજી પણ કહેવામાં આવે છે. ચોમાસાની શરૂઆત સફેદ મુસળીની ખેતી કરવામાં આવે છે, એક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં 350 જેટલા નાના મોટા ખેડૂતો સરકારી યોજનાના લાભ સાથે કે પોતાની રીતે કુલ 40થી વધુ એકરમાં સફેદ મુસળીની ખેતી કરે છે.

એક કિલો સફેદ મૂસળી 1200 થી 1400 રૂપિયામાં વેચાય છે એટલે અંદાજે ડાંગ જિલ્લાના ખેડૂતો દર વર્ષે સફેદ મૂસળીની ખેતી કરી કરોડો રૂપિયાની આવક મેળવે છે. જેના કારણે તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. ખેડૂતો સફેદ મૂસળીના પાકને નજીકના જિલ્લાઓમાં છૂટક તેમજ દવા બનાવતી કંપનીઓમાં વેચી ને સારી એવી આવક મેળવે છે. ડાંગ જિલ્લામાં સરકારી આયુર્વેદિક ઔષધિ બનવવામાં આવેછે જે રાજ્યની સરકારી દરેક આયુર્વેદિક હોસ્પિટલોમાં દવા પહોંચાડે છે. જ્યાં સફેદ મૂસળી માંથી બનતી દવા શક્તિમાન ની બજારમાં ખૂબ માંગ છે. સમય ની સાથે રહીને ડાંગના લોકો વૈજ્ઞાનિક ઢબે ખેતી કરતા થયા છે સાથે સાથે પરંપરાગત ખેતી પણ કરી રહ્યા છે.ડાંગના વનવિભાગ દ્વારા પણ આર્થિક રીતે નબળા ખેડૂતોને બિયારણ પૂરું પાડીને આ પ્રકારની ખેતી કરવામાં માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળ ગાવીત પણ સરકારની જુદી જુદી યોજનાઓ થકી ડાંગના તમામ ખેડૂતો આ પ્રકારે ખેતી કરી પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે તેવા પ્રયત્નો કરે છે અને લોકોને એ માટે અપીલ પણ કરી રહ્યા છે. સફેદ મૂસળીના મૂળમાં ઔષધિ ગુણ હોવાથી તેની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે તેની ઉપરની લીલી ભાજી લોકો ખાવા માટે કરે છે. આ ભાજી પણ ખૂબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે.

સફેદ મૂસળી, એક એવી વસ્તુ કે જે આવનારા સમયમાં ખેડૂતો માટે આવકનો મહત્વનો સ્ત્રોત બની શકે છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગુજરાત સરકાર દ્વારા સતત સમયાંતરે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સારી આવક અપાવવાનો અને ખેડૂતો વિવિધ નવી ટેક્નોલોજીથી વાકેફ થાય અને પોતાની ખેતીમાં નવી રીત અપનાવે જેથી આવનારા સમયમાં ખેડૂત પોતાની આવકમાં વધારો કરી શકે.સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વિવિધ વિસ્તારોમાં ત્યાંની આબોહવા અને જમીન મુજબ ખેતીની વિવિધ પદ્ધતિઓ અપનાવતા રહ્યા છે તેવામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં વસતા ખેડૂતો એક નવા પ્રકારની ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોને વિવિધ સ્થળે કૃષિને લગતી માહિતી મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સફેદ મૂસળીમાં વાર્ષિક માગ 300 થી 700 ટનની રહે છે સાથે જ દિન-પ્રતિદિન સફેદ મૂસળીની માગ વધતી જ રહે છે જેને પરિણામે ખેડૂતોમાં પણ જાગૃતિ આવી છે.

ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગર દ્વારા સફેદ મૂસળીના સંવર્ધન અને સંરક્ષણ માટે આદિવાસી ખેડૂતોને 30 ટકા સહાય ચૂકવવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, ધરમપુર, સાકરપાતાળ, પરડી, પીપરી, વઘઈ, વાંસદા, વલસાડ, દેવસર જેવા એકદમ અંતરિયાળ ગામોમાં મુખ્યત્વે સફેદ મૂસળીની ખેતી મોટાપાયે થાય છે. સફેદ મૂસળીને 8 થી 9 મહિનાની જાળવણી કર્યા બાદ ખેડૂતો પોતાના ઘર આંગણે જ મહત્તમ આર્થિક લાભ મેળવી શકે છે. અહીંના વિસ્તારોના 614 જેટલા ખેડૂતોએ 10,298 કિલો સફેદ મૂસળીનું ઉત્પાદન કરી રૂપિયા 1,77,93,200 ની આવક મેળવી છે.

માત્ર સફેદ મૂસળી જ નહીં પરંતુ ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ દ્વારા આંબળા, કુંવારપાઠું, ઈસબગોલ, ડોડી, તુલસી, બ્રાહ્મી જેવા વિવિધ પાક પર 30 થી 75 ટકા સુધીની સહાય ચૂકવવામાં આવે છે.સફેદ મૂસળીની વૈશ્વિક માગ,સફેદ મૂસળીને શક્તિ વર્ધક માનવામાં આવે છે. આયુર્વેદમાં સફેદ મૂસળીને એક દવા તરીકે ગણવામાં આવે છે. સફેદ મૂસળી મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારમાં થાય છે અને આવા વિસ્તારોમાં મોટાપાયે માગ રહે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સફેદ મૂસળી વિશ્વ કક્ષાએ પણ લોકોમાં પ્રચલિત છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશનની યાદીમાં સફેદ મૂસળીને ક્રિટિકલી એન્ડેન્જર્ડ વનસ્પતિની યાદીમાં મૂકવામાં આવી છે.