ક્રિકેટ ટીમમાં સૌથી વધુ ડાયમન્ડ પેહરે છે હાર્દિક પંડ્યા,તસવીરોમાં જુઓ બેસકિંમતી વસ્તુઓ.

0
25

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ટીમ ઇન્ડિયાના ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા પોતાના લાઇફસ્ટાઇલના કારણે પણ ચર્ચામાં રહે છે, તેનો એક મોંઘા શોખ જાણીને તમે પણ ચોંકી જશો. જી હા, તે માત્ર ચેન જ નહી પરંતુ ઘડિયાળ, વીંટી તમામ વસ્તુઓ ડાયમંડની જ પહેરે છે, આમ જોવા જઇએ તો તે ચાલતી-ફરતી ડાયમંડની દુકાન છે. તાજેતરમાં જ યુઝવેન્દ્ર ચહલે હાર્દિકનો ઇન્ટરવ્યૂ લીધો જેમાં હાર્દિક પોતાના ડાયમંડ લવને એક્પ્રેસ કરી રહ્યો છે.

હાર્દિકને ચહલે ઇન્ટરવ્યૂમાં ફેન્સ માટે ચર્ચાનો વિશેષ બનેલા પેન્ડેન્ટ માટે પૂછ્યુ તો, હાર્દિક જણાવ્યુ કે, ”આ નાનુ બેટ છે અને બોલ છે, જેની સીમ થોડી કાળી (બ્લેક ડાયમંડ)ની કરી દીધી છે. વર્લ્ડકપ માટે આ સ્પેશિયલ ડિઝાઇન કરાવ્યુ છે.” હાર્દિકે આ વીડિયોમાં નવા પેન્ડેન્ટની સાથેની વીંટી, બ્રેસ્લેટ, ઘડિયાળ, બુટ્ટી વગેરે પહેર્યા હતા જે પણ ડાયમંડથી સજ્જ હતા. હાર્દિકે કહ્યુ કે, ”આ બધુ ચમકી રહ્યુ છે.” તો ચહલે કહ્યુ કે ”આ બધી દિવાળીની લાઇટો છે.”

ઉલ્લેખનીય છે કે, હાર્દિકે થોડા મહિના પહેલા મુશ્કેલમાં આવ્યા હતા, ત્યારે કરણ જોહરના ચેટ શો ‘કૉફી વિથ કરણ’માં આપત્તિજનક કમેન્ટ્સ કરી દીધી, ત્યારે BCCIએ તેમના પર પ્રતિબંધ લગાવી દીધો અને ઓસ્ટ્રેલિયાથી અધવચ્ચેથી પરત ફરવુ પડ્યુ હતુ. જોકે બાદમાં જોરદાર વાપસી કરી. ટીમ ઇન્ડિયાની સાથે તે ઇંગ્લેન્ડમાં પ્રવાસ પર છે જ્યાં શાનદાર પરફોર્મ કરી રહ્યો છે.

હાર્દિક પંડ્યાને તો જાણતા જ હશે, જેણે ક્રિકેટમાં પોતાની રમતની આગવી છાપ કાયમ કરી છે. તેના ઓલરાઉન્ડ પ્રદર્શન અને ધાકડ બલ્લેબાજીને કારણે હાર્દિક પંડ્યાની લોકપ્રિયતામાં નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં, પરંતુ હાર્દિક પંડ્યાને તેની ઓવર-ધ-ટોપ સ્ટાઇલ માટે ભારતીય ક્રિકેટના રણવીર સિંહ પણ કહેવામાં આવે છે.

ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમણે હંમેશા પોતાના શોખ લોકોની સામે રાખ્યા છે. જો કોઈને મોંઘી બાઇકોનો શોખ છે તો કોઈને મોંઘી ઘડિયાળોનો શોખ છે. રમતની સાથે પોતાનાં ગ્લેમરસ લૂકનાં લીધે પણ મુંબઈ ઈન્ડિયન તરફથી રમતો આ બહુમુખી પ્રતિભા ધરાવતો પ્લેયર હંમેશા મીડિયાકર્મીઓની નજરમાં રહેતો હોય છે.હાર્દિક પંડ્યા હંમેશાં તેના મોંઘા કપડાં, એસેસરીઝ અને સામાનને કારણે સ્પોટલાઇટમાં રહે છે.

આવી સ્થિતિમાં, આજે અમે તમને તેના એક મોંઘા શર્ટ વિશે જણાવીશું, જેની કિંમતમાં લગભગ 40 સારા શર્ટ આવી શકે છે. હંમેશા લક્ઝરી બ્રાન્ડના કપડા અને ગેજેટ્સથી ઘેરાયેલા હાર્દિકે આ વખતે આ પ્રકારનો શર્ટ પહેર્યો છે, જેના ભાવને જાણીને તમારા હોશ ઉડી જશે. હા, ફક્ત એટલું સમજો કે આ ભાવે, એક સામાન્ય માણસ સારી બાઇક મેળવી શકે છે.

તાજેતરમાં ઓલરાઉન્ડર બલ્લેબાજ હાર્દિક પંડ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો પેસ્ટ કર્યો છે. આ ફોટામાં હાર્દિક પંડ્યાએ એવો પોઝ આપ્યો છે કે, તે જાણે કોઈ ચીજની ચિંતા કરી રહ્યો હોય. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું છે કે ‘ભગવાન ત્યાં છે’. જો કે, તે પણ શક્ય છે કે આ પોસ્ટ દ્વારા, તે તેમના પ્રશંસકોને સકારાત્મક વાઇબ્સ મોકલવા માંગતા હોય, જે ઘાતક કોરોના વાયરસથી બચાવવા માટે પોતાના ઘરમાં બંધ છે. પરંતુ આ ફોટામાં તેણે પહેરેલા શર્ટની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

રીમૈગેનેટેડ સ્ટ્રીટ સ્ટાઇલવાળી આ શર્ટ વિશ્વની સૌથી મોંઘી બ્રાન્ડમાંથી એક ‘ઓફ-વ્હાઇટ’ બ્રાન્ડનો છે. શર્ટનો રંગ કાળો, એક નોકદાર કોલર, હાફ-સ્લીવ્ડ, સામેની બાજુએ બટન, પીઠ પર એક નાનો લોગો બનેલો છે અને આગળના ભાગ પર એક સુંદર ઝરણાંની પ્રિન્ટ છે જે સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.

હાર્દિક પંડ્યાના આ શર્ટની કિંમત વિશે વાત કરવામાં આવે તો તેની કિંમત આશરે 40,997 રૂપિયાની છે. ઠીક છે, તમે આટલા રૂપિયામાં સરળતાથી 40 બ્રાન્ડેડ શર્ટ ખરીદી શકો છો.હાર્દિક પંડ્યા જેમ-જેમ રમતમાં પોતાની ઓળખ બનાવી રહ્યો છે તેમ તેમ તેની આવક પણ વધી રહી છે. કમાણીની સાથે તેમનો શોખ પણ સતત વધતો જાય છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ભાવે એક સામાન્ય વ્યક્તિ ‘બજાજ સીટી 110’ જેવી બાઇક લઇ શકે છે, જેની કિંમત 40,000ની આસપાસ હોય છે. આ સ્ટાઇલ અને ફેશન જગતમાં, હાર્દિક જ નહીં, ઘણા ખેલાડીઓ પણ શ્વાસ લે છે. એક સામાન્ય વ્યક્તિ ફક્ત આ ખર્ચાળ દુનિયાને અનુભવી જ શકે છે.એક સમયે જે વ્યક્તિ બંને ટાઈમ મેગી ખાઈને ચલાવતો હતો એ આજે ચાલીસ હજારના શર્ટ પહેરે ત્યારે એક વાત તો કહેવી પડે કે ‘ઉપરવાળો જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે!

ક્રિકેટર હાર્દિક પંડ્યા ની કરવા જઈ રહ્યા છીએ અને ગરીબી ને યાદ કરતાં, હાર્દિક પંડ્યા એ શેર કરી છે કેટલીક તસ્વીરો, તમે પણ જુઓ તેમની કેટલીક તસ્વીરો. ભારતીય ક્રિકેટ ટીમ નો હાર્દિક પંડ્યા એક પ્રભાવશાળી બેટ્સમેન છે અને તે એક સારો બોલર પણ છે. જેને તેનું શાનદાર પરદર્શન તેણે ઘણી વાર ક્રિકેટ પીચ પર બતાવ્યું છે. હાર્દિક પંડ્યા એ તેમના શાનદાર ખેલ દ્વારા ભારત ની ઘણી સારી મેચો જીતવામાં સફળતા મેળવી છે.

તેમના મોટા ભાઈ કૃણાલ પંડ્યા પણ ભારતીય ક્રિકેટ ટીમ સાથે જ રમે છે, અને આ ભાઈઓ નું પ્રદર્શન ખૂબ જ આકર્ષક અને લાજવાબ માનવામાં આવે છે. આજે તેમનું પરિવાર કરોડપતિમાં ગણવામાં આવે છે અને ખુશી ખુશી તેમનું જીવન ગાળે છે. પરંતુ વાસ્તવ માં, હાર્દિક પંડ્યા નું પરિવાર હંમેશાં થી આટલા અમીરીમાં નથી રહ્યું, કે હાર્દિક નું બાળપણ પણ અમીરી માં નથી પસાર થયું. પરંતુ હાર્દિક પંડ્યા અને કૃણાલ પાંડ્ય ના પિતા એ તેમના પુત્રો ને ક્રિકેટર બનાવવા માટે કોઈ કસર નથી છોડી. એવા માં હાર્દિક પંડ્યા એ તેમના ઇન્સ્ટ્રગ્રામ પર એક જૂની તસ્વીર શેર કરી છે,જેમાં તે તેમના મોટા ભાઈ કૃણાલ પંડ્યા સાથે જોવા મળ્યા છે.

ભાઈ કૃણાલ.જે છોકરો વાદળી રંગ અને સફેદ શર્ટ માં જોવા મળે છે તે તેમના ભાઇ કૃણાલ અને તેની બાજુ માં બેઠેલો છોકરો હાર્દિક પંડ્યા છે. હાર્દિક પંડ્યા એ આ વિશે જણાવ્યું હતું કે, હું અને મારો ભાઈ ગુજરાત ના એક ગામ માં પૈસા આપીને રમતા હતા. તે સમયે કોમ્પિટિસન નું કોઈ નામ પણ ન હતું. તો પણ તે ગામ માં હાર્દિક પંડ્યા ને તેમના પિતા 400 અને તેમના ભાઈ કૃણાલ પંડ્યા ના 500 રૂપિયા ચુકાવતા હતા.

તેમના પિતા એ તેમને ખૂબ જ મુશ્કેલી થી ભણાવ્યા છે અને તેમને તેમના લાયક બનાવ્યા છે કે, જે તેમની સંભાળ સારી રીતે રાખી શકે. હવે હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા તેમના પરિવાર માટે દરેક પ્રકાર ની ખુશી ખરીદી શકે છે. તેઓ હાલ માં વિશ્વ કપ 2019 માં મહત્ત્વ ની ભૂમિકા ભજવી રહ્યા છે. તમને આ વાત જાણીને પણ આશ્ચર્ય થશે કે, હાર્દિક પંડ્યા લેગ સ્પિન બોલિંગ પણ કરી શકે છે, પરંતુ જરૂર પડે ત્યારે, તે બોલર ની ભૂમિકા ભજવે છે અને તેમના ભાઈ કૃણાલ પંડ્યા શરૂઆત થી જ સ્પિન બોલર રહ્યા છે.