કોરોનાં હજી પત્યો નથી ત્યાંતો ચીને વધુ એક રોગ ફેલાવવાનું શરૂ કરી દીધું છે,જાણો આ રોગ વિશે……

0
233

આખી દુનિયાની ખતરનાક વાઈયરસ આપનાર ચીન વધુ એક અવળચંડાઈ કરો રહ્યો છે.ચીનથી લઈને આજે વિશ્વમાં ફેલાઈ ચુકેલા કોરોના સામે દરેક દેશ આ મહાબીમારી સાથે જઝૂમી રહ્યો છે.દરેક દેશમાં ફેલાઈ ચુકેલા કોરોનાથી રોજ લાખો લોકો તેના વાયરસની જપેટમાં આવી રહ્યા છે.તે ઉપરાંત તેનાથી હજારો લોકોએ પોતાના જીવ ગુમાવી ચુક્યા છે.કહેવયા છે કે આ કોરોનાનો પ્રથમ કેસ ચીનના એક શહેર વુહાનમાંથી બહાર આવ્યો હતો.

જે આજે 180 દેશોમાં ફેલાઈ ગયો છે.તેથી દરેક દેશ આજે જે મુશ્કેલીમાં છે તે બધાનું કારણ ચીન છે.કોરોના સંકટ (Corona Crisis) વચ્ચે ચીન (China) થી આવેલા એક સમાચારે આખી દુનિયાને ફરીથી ડરાવી દીધી છે. ચીનમાં વધુ એક ચેપી રોગ ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ બીમારીથી સાત લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 60થી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે.

ચીનના સરકારી મીડિયાએ બુધવારે આ જાણકારી આપી. આ બીમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવવાની આશંકાને જોતા ચીનમાં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આમ તો પૂર્વ ચીનના જિઆંગ્સુ પ્રાંતમાં આ વર્ષના પહેલા 6 માસના ગાળામાં 37થી વધુ લોકો SFTS વાયરસના સંપર્કમાં આવ્યાં હતાં. ત્યારબાદ 23 લોકો પૂર્વ ચીનના અનહુઈ પ્રાંતમાં સંક્રમિત જોવા મળ્યાં અને હવે આ આંકડો વધી રહ્યો છે.જે પોતાની નવી નવી શોધો અને નવી ખાધરીતોને લીધે ત્યાં કોઈને કોઈ નવા રોગનું આગમન થાય છે.

આવોજ એક નવો રોગ આ કોરોના વચ્ચે ચીનમાંથી સામે આવી રહ્યો છે.જેમાં એક બ્રુસેલોસિસ નામની બીમારી સામે આવી છે.મળતી માહિતી મુજબ ઉત્તર પશ્ચિમ ચીનમાં 3000થી વધુ લોકોને બ્રુસેલોસિસ પોઝિટિવ આવ્યા છે.જો કે આ વાયરસથી હજી સુધી કોઈ ખતરો ઉભો થયો નથી.જેમાં આ બ્રુસેલોસિસ બીમારી જીનસ બ્રુસેલાના બેક્ટેરિયલ ગ્રૂપથી ફેલાય છે જે જીવલેણ નથી.ચેપગ્રસ્ત માતા દ્વારા સ્તનપાનથી બાળકોમાં ફેલાય શકે છે.

તેના મુખ્ય લક્ષણમાં ભૂખ લાગતી નથી,ઠંડી લાગતા તાવ આવવો,પીઠનો દુ:ખાવો, સુસ્તી અને ચક્કર આવવા,માથાનો દુ:ખાવો,પેટમાં દુ:ખાવો,સાંધાનો દુ:ખાવો સતત વજન ઘટવું જેવા પ્રકારના શરીરમાં લક્ષણ જોવા મળે છે.

એક અહેવક મુજબ,આ વાયરસ ગયા વર્ષે બાયોફર્માસ્યુટિકલ કંપનીમાં લીક થયા બાદ હજારો લોકો બ્રુસેલોસિસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.ત્યાના સ્વાસ્થ્ય આયોગના આકડા મુજબ હાલ 3245 લોકો બ્રુસેલોસિસથી સંક્રમિત છે.આ વાયરસ ખૂબ ખતરનાક નથી પરંતુ તેને નજરઅંદાજ કરી શકાય નહીં.મનુષ્ય માટે બ્રુસેલોસિસની રસી બની નથી.

માત્ર પશુીઓમાં બ્રુસેલોસિસને રોકવા માટે રસી અપાય છે.મીડિયા રિપોર્ટ મુજબ વાયરસથી પીડિત એક મહિલાને પહેલા તાવ, ઊધરસ જેવા લક્ષણ જોવા મળ્યા અને ત્યારબાદ ડોક્ટરની તપાસમાં જાણવા મળ્યું કે તેના શરીરમાં લ્યૂકોસાઈટ છે અને પ્લેટલેટ ઓછી થઈ છે. જો કે એક મહિનો સારવાર થયા બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.

સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે વાયરસના કારણે અત્યાર સુધીમાં અનહુઈ અને પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here