કોમેડિયન કપિલ શર્મા ના શો ની એક ટિકિટનો ભાવ જાણીને, તમે પણ ચોકી જશો…

0
67455

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ બોલિવુડના પ્રસિદ્ધ કોમેડીયન કપિલ શર્મા વિશે મિત્રો કપિલ શર્મા ભારતીય હાસ્ય કલાકાર, અભિનેતા, ટીવી એન્કર અને ગાયક છે તેમજ કપિલે ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રેટી લિસ્ટમાં પ્રથમ 100 માં સ્થાન મેળવ્યું છે મિત્રો મનોરંજન કેટેગરીમાં તેમને વર્ષ 2013મા ના સીએનએન આઈબીએન ઇન્ડિયન ઓફ ધી યેર તરીકે ઘોષિત પણ કરવામાં આવ્યા છે અને તેઓ હાલમાં સોની ચેનલ પર પ્રસારિત થનારા ધ કપિલ શર્મા શો ને હોસ્ટ કરી રહ્યા છે

મિત્રો જો મનોરંજન જગતની વાત કરવામાં આવે તો ત્યાં પણ ફિલ્મ અને ટીવી શો નું શુટિંગ નથી થઇ રહ્યું અને એવામાં લોકો જુના એપિસોડ જોઇને સમય પસાર કરી રહ્યા છે અને એમાં એક એવો શો પણ છે જેને કેટલી પણ વાર જોઈ લો હસવું આવી જ જાય છે અને દરેક લોકો સમજી જ ગયા હશે કે અમે ધ કપિલ શર્મા શો ની વાત કરી રહ્યા છીએ.

કપિલ શર્મા વર્તમાન માં ઇન્ડિયા ના નંબર ૧ કોમેડિયન છે અને એમનો શો સોની ટીવી પર ખુબ જ વધારે ચર્ચા માં છે અને આ શો માં મોટા સ્ટાર એમની ફિલ્મનું પ્રમોશન કરવા આવે છે. આ દરમિયાન દર્શકો ને સ્ટાર્સ ની લાઈફ વિશે જાણકારી મેળવવાની તક મળે છે અને એની સાથે જ કપિલ ના શો પર બેઠેલા ઓડીયન્સ સાથે પણ વાતચીત થાય છે.

મિત્રો ઘણી વાર ઓડીયન્સ માં બેઠેલા લોકો એટલા કોમેડી સવાલ પૂછે છે કે ત્યાં બેસેલા દરેક વ્યક્તિ હસવા લાગે છે જો કે લાઈવ ઓડીયન્સ ને કપિલ શર્મા ની સાથે સાથે બોલીવુડ સ્ટાર્સ ને મળવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે અને એવામાં ઘણા લોકો આ શો ને લાઈવ જોવાનું સપનું પણ જોવે છે.

મિત્રો આ શો માં જવા માટે શું પૈસા આપવા પડે છે કે ટીકીટ બુક કરાવવી પડે છે ઘણા લોકોના મનમાં આવા સવાલ હોય છે અને હમણાં જ કપિલે આ સવાલનો જવાબ આપીને લોકોનું દિલ ખુશ કરી દીધું હતુ કપિલે ટ્વિટર પર ફેન્સની સાથે સવાલ જવાબ નો ટોપિક રાખ્યો હતો અને આ દરમિયાન ચાહકોએ કપિલ ને ઘણા સવાલ પુછ્યા હતા અને જેમાં એક સવાલ ધ કપિલ શર્મા શો ની ટીકીટના ભાવને લઈને પણ આવ્યો હતો.

મિત્રો તમને જણાવી દઇએ કે કપિલ શર્મા શો પર આવનારા ઓડીયન્સ પાસેથી એક પૈસા પણ લેવામાં આવતા નથી અને એના શો ને લાઈવ દર્શક એકદમ મફત માં જોઈ શકે છે અને આ વાતની પુષ્ટિ કપિલે એમના ટ્વીટ ના માધ્યમથી કરી છે અને જયારે કોઈએ એને પૂછ્યું કે શું તમારા શો માં આવતા ઓડીયન્સ ને ટીકીટ બુક કરાવવી પડે છે તો આ પર કપિલે જવાબ આપતા કહ્યું કે અમે અમારા દર્શકો પાસેથી ક્યારેય પૈસા નથી લેતા આ એકદમ મફત છે.

લાઈવ ઓડીયન્સ પણ કપિલ ના શો ને હીટ કરવામાં મહત્વનું યોગદાન આપે છે અને જયારે કપિલ શો માં જોક કરે છે તો ત્યાં બેસેલી ઓડીયન્સ જ ખુબ હસે છે અને વાતાવરણ ને ખુશ બનાવે છે અને એ સિવાય શો માં આવનારા આ લોકો રસપ્રદ સવાલો થી દરેકનું મનોરંજન પણ કરે છે.કપિલ શર્માના શોમાં તેના પ્રેક્ષકો પણ ખૂબ મહત્વના છે કારણ કે કપિલ માત્ર લોકોને પ્રેક્ષકોને જ સવાલ પૂછીને કોમેડીનો ડોઝ આપતો નથી, પણ પ્રેક્ષકોને તેમના મનપસંદ સ્ટાર્સને પૂછવા અથવા પર્ફોર્મ કરવાની તક આપે છે.

કપિલ શર્માએ પોતાની કરિયરની શરૂઆત ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ શોથી કરી હતી. આ શો પછીથી તેણે પોતાની કોમેડીથી લોકોમાં એક અલગ ઓળખ બનાવી છે. હવે કપિલ શર્મા પોતાનો શો ધ કપિલ શર્મા શો ચલાવે છે અને થોડા દિવસો પહેલા કપિલે તેની ગાયકીનો એક જૂનો વીડિયો શેર કર્યો હતો, જેને ચાહકોને પણ ગમ્યો હતો આમાં તે સ્વર્ગસ્થ જગજીત સિંહની ત્રાટકશક્તિ ગાતો જોવા મળે છે તમને જણાવી દઇએ કે કપિલ શર્માને ગાવાનું ખૂબ શોખ છે અને તે ખૂબ સારા ગાયક પણ છે.

તમને જણાવી દઇએ કે આ શોની ટીમ મહારાષ્ટ્ર સરકારના નિર્દેશન મુજબ શૂટિંગ કરી રહી છે. જેના કારણે તેણે શોના કેટલાક ફોર્મેટને બદલવું પડ્યુ છે અને આ શો સાથે સંકળાયેલા સૂત્રો સૂચવે છે કે ટીમ વધુ લોકો સાથે શૂટિંગ કરી શકતી નથી અને તેથી નિર્માતાઓએ પ્રથમ જીવંત પ્રેક્ષકો વિના શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતુ અમે હમણાં સુધી શોમાં એક સેગમેન્ટ રહેતો હતો જ્યાં શ્રોતાઓ શોમાં હાજર મહેમાન અને કપિલ શર્મા સાથે સવાલ કરતા હતા અને હવે આવું નહીં થાય કલાકારો સેટ પર સુરક્ષિત રહેવા માટે તેમના ઘરેથી જ મેકઅપ કરીને આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here