ચોક્કસ તમે નહિ જાણતા હોય કે ભારતને યોગનો વિશ્વગુરુ કેમ કહેવામા આવે છે.

0
139

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.તમને જણાવી દઈએ કે યોગ કરવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને યોગ કરવાથી શરીર ને ઘણા પ્રકારના લાભ પહોંચે છે. યોગ કરવાથી સ્વસ્થ શરીર મેળવી શકાય છે. તેથી તમે રોજ યોગ કર્યા કરો. યોગ એક પ્રકારની વ્યાયામ શૈલી છે જેના અંતર્ગત ઘણા પ્રકારના આસન આવે છે. યોગ સંસ્કૃત ભાષા ના શબ્દ ‘યુઝ’ થી બનેલ છે અને આ શબ્દ નો અર્થ વ્યક્તિગત ચેતના અને રૂહ થી મિલન થાય છે. ભારત ના સિવાય દુનિયા ભર માં યોગ ઘણું પ્રસિદ્ધ છે અને તેનો ઈતિહાસ પાંચ હજાર વર્ષ જુનું માનવામાં આવે છે.

મિત્રો તમને જણાવી દઈએ કે યોગ ના તહત આવવા વાળા આસન કરવાથી શરીર ને અગણિત લાભ મળે છે અને યોગ ની મદદ થી દરેક મજબુત શરીર મેળવી શકો છો. યોગ કરવાથી શરીર ની રક્ષા બીમારીઓ થી પણ થાય છે અને મગજ ની શાંતિ પ્રદાન થાય છે.આજે આપણે જાણીશું યોગનો સમૃદ્ધ અને ગૌરવપૂર્ણ ઈતિહાસ વિશે યોગના ઇતિહાસની વાતોનો ઉલ્લેખ વેદ તેમજ પુરાણોમાંથી મળી આવે છે. વેદને વિશ્વનું સૌથી પહેલું પુસ્તક માનવામાં આવે છે. જે લગભગ પૃથ્વીની ઉત્ત્પત્તિ થઇ તે વખતના માનવામાં આવે છે.પુરાતત્વો અનુસાર યોગની ઉત્પત્તિ ૫૦૦૦ ઈ. સ. પૂર્વમાં થઇ હતી તેવું કહેવાય છે પણ હજુ મહાજ્ઞાની લોકોનું કહેવું છે કે, યોગ એ કરોડો વર્ષ પહેલાના છે.

પહેલાના ઋષિમુનીઓ તપસ્યા કરતા એ પણ યોગની મદદથી જ કરતા હતા તેવુ કહેવાય છે. ગુરુ શિષ્ય પરંપરા અનુસાર યોગનું જ્ઞાન એક પરંપરા રૂપે એક પેઢીથી બીજી પેઢીને મળતું હતું. યોગનો સૌપ્રથમ ઉપદેશ બ્રહ્માએ સનકાદિકને આપ્યો હતો તેવું મનાય છે. અને ત્યાર બાદ સૂર્યને આપ્યો. પછી તે બે વિભાગમાં છુટા પડ્યા. એક બ્રહ્મયોગ અને બીજો કર્મયોગ.

બ્રહ્મયોગની પરંપરા સનત, સનંદન, સનાતન, કપિલ, અસુરી, વોઢું અને પંચમશીખ નારદ શુકાદીકોએ શતુઆત કરી હતી. જ્ઞાન, આધ્યાત્મ યોગ નામથી પણ ઓળખવામાં આવે છે.કર્મયોગની પરંપરાની સૂર્યએ શરૂઆત કરી જે વિવસ્વાન તરીકે પણ ઓળખાય છે. વિવાસ્વાને મનુને, ત્યાર બાદ મનુએ ઈશ્વાંકુને અને ઈશ્વાંકુએ રાજાઓ તથા પ્રજાને યોગનું જ્ઞાન આપ્યું હતું તેવું માનવામાં આવે છે.

ભારતીય યોગના જાણકારો પ્રમાણે યોગની શરૂઆત લગભગ ૫૦૦૦ વર્ષ કે તે પહેલાથી જ શરૂ થઇ હતી. યોગની એક તપાસ જાણીને આશ્વર્ય થશે કે ૧૯૨૦ માં પુરાતત્વ વૈજ્ઞાનિકોએ “સિંધુ સરસ્વતી સભ્યતા” ને શોધી હતી જેમાં પ્રાચીન હિંદુ ધર્મ અને યોગની પરંપરા હોવાની સાબિતી મળી આવી હતી. સિંધુ સભ્યતા લગભગ ૩૩૦૦ થી ૧૭૦૦ બી. સી. ઈ. જૂની માનવામાં આવે છે.યોગ અભ્યાસના ચિત્રો સિંધુ સભ્યતાના સમયની મહોરો અને મૂર્તિઓમાં મળી આવે છે. યોગનો પ્રમાણિક ગ્રંથ યોગસુત્ર” ૨૦૦ ઈ. સ. પૂર્વે યોગ પર જ લખવામાં આવેલો છે.તે યોગનો પહેલો વ્યવસ્થિત ગ્રંથ છે. હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મમાં યોગનું વર્ણન વિવિધ રીતે કરવામાં આવ્યું છે. તે બધાનું મૂળ વેદ અને ઉપનિષદ જ છે.

વૈદિક સમયમાં યજ્ઞ અને યુગનું ખુબ જ મહત્વ હતું. તેના માટે ચાર આશ્રમોનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. જેમા બ્રહ્મચાર્ય આશ્રમમાં વેદોના જ્ઞાન સાથે શસ્ત્ર અને યોગનું જ્ઞાન પણ આપવામાં આવતું હતું.મિત્રો મહર્ષિ પતંજલીએ યોગનો પ્રચાર વધાર્યો હતો. પહેલી વાર ઈ. સ. ૨૦૦ પૂર્વે મહર્ષિ પતંજલીએ વેદમાં રહેલ યોગ વિદ્યાને વ્યવસ્થિત સ્વરૂપમાં વર્ગીકરણ કરી હતી. મહર્ષિ પતંજલી પછી જ યોગનું પ્રચલન વધ્યું અને યૌગિક સંસ્થાઓ, પીઠો તથા આશ્રમોનું નિર્માણ થયું. જેમાં માત્ર રાજયોગનું જ્ઞાન આપવામાં આવતું.

વૈદિક કાળમાં સૂર્યને સૌથી વધારે મહત્વ આપવામાં આવતું. એવું પણ હોઈ શકે કે, તે પ્રભાવના કારણે જ આગળ જઈને “સૂર્ય નમસ્કાર” ની પ્રથાનો આવિષ્કાર કરવામાં આવ્યો હોય. તેમજ પ્રાણાયમ દૈનિક સંસ્કારનો જ એક ભાગ હતો તે સમર્પણ માટે કરવામાં આવતા. પૂર્વ વૈદિક કાળમાં યોગ પણ કરવામાં આવતા હતા. મહર્ષિ પતંજલી પછી અનેક ઋષીઓ તથા યોગચાર્યોએ સારી રીતે લખેલ પોતાની પ્રથાઓ તેમજ સાહિત્યના માધ્યમથી યોગનું પરીક્ષણ તેમજ વિકાસમાં ખુબ મોટો ફાળો આપ્યો હતો.

ઈ. સ. પૂર્વે ૫૦૦ થી ૮૦૦ ની વચ્ચેનો સમયગાળો યોગ માટે શ્રેષ્ઠ ગણાય છે. કે જયારે યોગનો ઈતિહાસ અને વિકાસ સૌથી મહત્વપૂર્ણ રહ્યો. તે સમય દરમિયાન યોગસૂત્ર તેમજ ભગવદ્દગીતા વગેરે પર વ્યાસની ટીકાઓ અસ્તિત્વમાં આવી. તે સમયે મુખ્યરૂપે ભારતના બે મહાન ધાર્મિક ઉપદેશકો મહાવીર તેમજ બુદ્ધને સમર્પિત કરવામાં આવી શકે છે. મહાવીર દ્વારા પાંચ મહાન વ્રતો, પંચ મહાવ્રતો તેમજ બુદ્ધ દ્વારા અષ્ટ મગ્ગા અથવા આઠ પથની સંકલ્પનાને યોગ સાધનાની શરૂઆતની પ્રકૃતિના રૂપમાં માનવામાં આવે છે.આપણને ભગવદ્દગીતામાં તેનો વધારે સ્પષ્ટ ખ્યાલ પ્રાપ્ત થાય છે. જેમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગની સંકલ્પનાને વિસ્તારથી પ્રસ્તુત કરવામાં આવે છે. ત્રણેય પ્રકારના યોગ આજે પણ માનવની બુદ્ધિમતાનું સર્વોચ્ચ ઉદાહરણ છે.

તેમજ આજે પણ ગીતામાં બતાવેલ વિધિઓનું અનુસરણ કરી લોકો શાંતિ મેળવે છે.મહર્ષિ પતંજલી ના યોગ સૂત્રમાં માત્ર યોગના વિવિધ ઘટકો જ નહિ પરંતુ મુખ્ય રૂપે તેની ઓળખ આઠ માર્ગો દ્વારા થાય છે. વ્યાસ દ્વારા યોગ સૂત્ર પર ખુબ જ મહત્વપૂર્ણ ટીકાઓ પણ લખાયેલી છે. તે જ સમયગાળા દરમિયાન મનને મહત્વ આપવામાં આવ્યું તથા યોગ સાધનાના માધ્યમથી સ્પષ્ટ બતાવવામાં આવ્યું કે સમભાવની અનુભૂતિ કરવા માટે મન તેમજ શરીર બંનેને નિયંત્રિત કરવામાં આવે છે.

૮૦૦ થી ૧૭૦૦ ઈ. સ. વચ્ચેના સમયગાળામાં મહાન આચાર્ય શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને માંધાવાચાર્યના ઉપદેશ પ્રમુખ હતા. તે સમયે સુદર્શન, તુલસીદાસ, પુરંદર દાસ, મીરાંબાઈએ પણ ઉપદેશોમાં મહાન યોગદાન આપ્યું. હઠયોગ પરંપરાના નાથ યોગી જેવા કે મત્સ્યેન્દ્ર નાથ, ગોરખ નાથ, ગૌરંગીનાથ, સ્વાત્મારામ સૂરી, ઘેરંડા શ્રીનિવાસી ભટ્ટ જેવી મહાન હસ્તીઓ હતા જેમણે હઠયોગની પરંપરાને લોકપ્રિય બનાવી.૧૭૦૦ થી ૧૯૦૦ ઈ.સ. વચ્ચેનો સમયગાળો આધુનિક કાળ માનવામાં આવે છે. જેમાં મહાન યોગાચાર્ય રમનમહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ, વિવેકાનંદ વગેરે એ રાજયોગને વિકસાવાવમાં મહત્વનો ફાળો આપ્યો છે. આ તે સમયગાળો હતો જેમાં વેદાંત, ભક્તિ યોગ, નાથ યોગ તેમજ હઠયોગનો ખુબ સારી રીતે વિકાસ થયો.

સમકાલીન યુગમાં સ્વાસ્થ્યના પરીક્ષણ અનુસાર અને સંવર્ધન માટે યોગ દરેકની આસ્થા છે. સ્વામી વિવેકાનંદ, શ્રી ટી. કૃષ્ણમચાર્ય, સ્વામિ કુવાલયનંદા, શ્રી યોગેન્દ્ર, સ્વામી રામ, શ્રી અરબિંદો, મહર્ષિ મહેશ યોગી, બી. કે. એસ. અયંગર, સ્વામી સત્યેન્દ્ર સરસ્વતી, બાબા રામદેવ વગેરે મહાન હસ્તીઓએ આજે યોગને પૂરી દુનિયામાં ફેલાવો કર્યો છે. આજે પૂરી દુનિયાએ આ યોગ પદ્ધતિ અપનાવી લીધી છે અને આ પદ્ધતિ દ્વારા તે લોકોએ પણ માન્યું છે કે, ભારતીય સંસ્કૃતિ ખરેખર પહેલે થી જ ખુબ જ સમૃદ્ધ અને જ્ઞાની હતી. આજે યોગને અપનાવીને વિદેશી લોકો પણ કહે છે કે આજના ટેકનોલોજીની દુનિયામાં મનને આરામ અને પરમ સુખની પ્રાપ્તિ કરાવતું સાધન કોઈ હોય તો એ માત્ર યોગ છે.

અને આ યોગ એ ભારતની દેન છે, એટલા થી જ તમે અંદાજ બાંધી લો કે, જયારે દુનિયા અંધકારમાં હતી ત્યારે આપણા દેશએ પરમ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. અને આપણે એક ભારતીય તરીકે ખાલી યોગ દિવસના દિવસે યોગ કરીને આપણી મોટી બતાવવાની કોઈ જરૂર નથી, આપણા પૂર્વજોએ આપણને આ વરસો આપ્યો છે તો આપણે નિયમિત રીતે યોગ કરીને આપણે તે વારસાની જાળવણી કરવાની છે.તેથી આજે જ તમે યોગ કરવાની ટેવ પાડો જે આગળ જતા તમારા મનની તમામ ઇન્દ્રિય તેમજ તમારા મનને પરમ શાંતિનો અનુભવ થશે.

યોગ કરતા સમયે રાખો આ વાતો ને યાદ. યોગ નો અર્થ, યોગ ના લાભ અને યોગ ના પ્રકાર વાંચ્યા પછી તમે રોજ સવારે યોગા ને કર્યા કરો. ત્યાં યોગ કરતા સમયે તમે નીચે જણાવેલ સાવધાનીઓ નું પણ ધ્યાન રાખો. જો તમે પહેલી વખત કોઈ યોગ કરી રહ્યા છો, તો તે યોગ ને કોઈ એવા વ્યક્તિ ની સાથે કરો, જે આ વાતની જાણકારી હોય કે યોગ કેવી રીતે કરવામાં આવે છે. તાવ અથવા બીમાર થવા પર તમે યોગ ના કરો. યોગ કરતા સમયે તમારું પેટ ખાલી હોવું જોઈએ. તેથી તમે ખાવાનું ખાધા ના તરત પછી યોગ ના કરો. યોગ કર્યા પછી તરત જઈને ના નહાઓ. પોતાના મન માં કોઈ પણ નકારાત્મક વિચાર યોગ કરતા ના લાવો.

યોગ કરવાનો બરાબર સમય. યોગ કરવાનો સૌથી સારો સમય બ્રહ્મ મુહુર્ત એટલે ચાર વાગ્યા નો હોય છે અને સવાર ના સમયે ખુલ્લી હવા માં જઈને યોગ કરવાનું સૌથી ઉત્તમ હોય છે. ત્યાં ધ્યાન હમેશા શાંત જગ્યા પર જ જઈને લગાવવું જોઈએ. તમે ઈચ્છો તો સાંજ ના સમયે પણ યોગ કરી શકો છો. હા સાંજ ના સમયે યોગ કરતા સમયે તમારું પેટ એકદમ ખાલી હોવું જોઈએ. જે લોકો ને પેટ અથવા પગ માં દર્દ ની ફરિયાદ રહે છે તે લોકો યોગ ના કરે. રીડ ના હાડકા માં દર્દ થવા પર તમે યોગ ના કરો. કારણકે એવું કરવાથી રીડ ના હાડકા પર ખરાબ અસર પડી શકે છે.