ચોક્કસ તમે નહિ જાણતા હોય કે મુત્યુ થયા ગયા બાદ કઈ વસ્તુઓ તમારી સાથે રહે છે, જાણો તેના વિશે…

0
74

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે જીવન અને મૃત્યુ નિશ્ચિત જ છે. જન્મ થાય જેટલું સત્ય છે તેટલું જ સત્ય છે મૃત્યુ. માણસનું મૃત્યુ થયા બાદ શરીર સાથે દરેક વસ્તુનો નાશ થઈ જાય છે તેવું માનવામાં આવે છે. પરંતુ વેદ પુરાણ, ધર્મ ગ્રંથ અનુસાર માણસના મોત બાદ અને મૃતદેહ બાળવામાં આવે ત્યારબાદ પણ કેટલીક વસ્તુઓ પીછો છોડતી નથી.

મિત્રો આમતો આપણે ત્યાં એવુ કહેવાય છે કે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે જો કે મૃત્યુ પછી કેટલીક વસ્તુઓ ક્યારેય સાથ નથી છોડતી.આ વસ્તુઓ આત્મા સાથે લીન રહે છે. શરીરમાંથી મુક્ત થતી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે તો તેની સાથે આ વસ્તુઓ પણ અન્ય દેહમાં સ્થાન પ્રાપ્ત કરી લે છે. તો ચાલો તમને જણાવીએ કઈ કઈ છે આ વસ્તુઓ.

ઈચ્છાઓ, ગ્રંથો અનુસાર મૃત્યુ થવાનો સમય નજીક આવે ત્યારે બધી જ કામનાઓ-ઇચ્છાઓનો ત્યાગ કરી બ્રહ્મના ધ્યાનમાં લીન રહેવું જોઈએ. કારણ કે મૃત્યુ સમયે માણસ જે વસ્તુઓ વિશે વિચારે છે તે કામના તેની સાથે જાય છે. આ કારણે જ કામનાપૂર્તિ માટે તે આત્માને ફરીથી જન્મ લેવો પડે છે. ભવસાગરના ફરી ફરી ફેરા લેવા પડે છે.કરજ, ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિ કરજ લઈ મરે છે તો તેને પરલોકમાં પણ તે કરજનો હિસાબ આપવો પડે છે. કહેવાય છે કે લીધેલું કરજ તેને ચુકવવા માટે ધરતી પર જન્મ લેવો પડે છે. તેણે પૂર્વ જન્મનું કરજ પણ કોઈને કોઈ રીતે ચુકવવું પડે છે.

પુણ્ય,શાસ્ત્રો અનુસાર જે રીતે વ્યક્તિના ખરાબ કર્મના લેખાજોખા ભગવાન પાસે હોય છે તેવી જ રીતે પુણ્યના લેખાજોખા પણ ભગવાન રાખે છે. શાસ્ત્રોમાં દાન પુણ્યને ધન સમાન કહેવાયા છે. વ્યક્તિના પુણ્ય કર્મ બેન્કમાં જમા થયેલા નાણા જેવા હોય છે. તે સમય આવે ત્યારે કામ લાગે છે.કર્મ,માણસનો સંબંધ કર્મ સાથે તેના મૃત્યુ બાદ પણ જોડાયેલો રહે છે. કર્મ અનુસાર માણસની ગતિનું નિરાકરણ થાય છે. ગીતા અનુસાર દરેક માણસ કર્મ કરે છે અને અંતમાં તમામ કર્મના આધારે તે માણસની ગતિનો નિર્ણય થાય છે.એટલે કે માણસના કર્મના આધારે તેનાં આત્માને પરલોક પ્રાપ્ત થાય છે. શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં કહ્યું છે કે કર્મોની ગતિ 7 જન્મો સુધી વ્યક્તિનો પીછો છોડતી નથી.

આ વાતનું ઉદાહરણ છે ભીષ્મ પિતામહ, તેઓ બાણશૈય્યા પર હતા ત્યારે શ્રીકૃષ્ણએ તેમને પુછ્યું હતું કે તેમને મૃત્યુ શા માટે નથી આવતું ત્યારે તેમણે 7 જન્મ પહેલાની એક ઘટના યાદ કરાવી હતી. ભીષ્મ પિતામહે એક અધમરા સર્પને ઉપાડીને કાંટા પર ફેંક્યો હતો. આ કારણે તેમને પણ બાણ શૈયા ભોગવવી પડી.દરેક લોકોએ વ્યક્તિના મૃત્યુ સમયે આ 5 વસ્તુઓ જરૂર કરવી જોઈએ. આમ કરવાથી વ્યક્તિના પાક દૂર થશે તથા તે ની વ્યક્તિ સદ્દ્ગતી હશે. આ વ્યક્તિએ પોતાના જીવનમાં ગમે તેટલા પણ પાપ કર્યા હોય તે બધા જ નાશ થશે તથા વ્યક્તિ સ્વર્ગ લોકમાં સ્થાન મેળવશે. તો ચાલો જાણીએ કઈ છે આ 5 વસ્તુઓ.

દરેક લોકો જાણે છે કે જે વ્યક્તિનો જન્મ થાય છે તેને એક દિવસ મૃત્યુનો સામનો કરવો જ પડે છે. વિદ્યાર્થી કોઈ વ્યક્તિ બચી શકતો નથી. પરંતુ ઘણા લોકોને સવાલ થતો હોય છે કે મૃત્યુ પછી આપણું શું થતું હશે. પરંતુ શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર મૃત્યુ બાદ વ્યક્તિનું બે જગ્યાએ વાસ્તુ હોય છે. અમુક લોકોનો વાસ સ્વર્ગલોકમાં તો અમુક લોકોનો વાસ નર્ક લોકમાં થતો હોય છે
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નર્ક માં ખૂબ જ દુઃખ અને પીડા સહન કરવી પડે છે. શરીરમાં રહેલી આત્મા નર્કમાં જવાથી ખૂબ દુઃખી દુઃખી થઈ જતી હોય છે. પરંતુ જો આજ આત્મા સ્વર્ગલોકમાં જશે તો તે મોક્ષ ગતિ મેળવશે.

આત્માને નર્કમાં જતી બચાવવા માટે આપણા પૌરાણિક શાસ્ત્રો ની અંદર ઘણી બધી રીતો બતાવવામાં આવી છે. જેથી કરીને તમારી આત્માને મોક્ષ પ્રાપ્તિ કરી શકાય.પૌરાણિક શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જ્યારે પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે જો તેની પાસે આ પાંચ વસ્તુઓ માંથી કોઈ 1 વસ્તુ હશે તો તેની આત્માને નર્કમાં જતી બચાવી શકાય છે. આ ઉપરાંત મૃત્યુ સમયે તમે તમારા જીવનમાં કરેલા દરેક પાપ નાશ પામે છે. તો ચાલો જાણીએ કઈ આ પાંચ વસ્તુઓ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થઇ શકે છે.

આ 5 વસ્તુઓ માંથી સૌથી પહેલી વસ્તુઓ છે તુલસીના પાન અથવા તો તુલસીનો છોડ. મૃત્યુ સમયે તુલસીના પાનને તમારા મસ્તક ઉપર રાખવાથી યમ દૂધનો ભય રહેતો નથી. તેનું કારણ એ છે કે પૌરાણિક શાસ્ત્રો ની અંદર તુલસી ને પ્રિયા તરીકે દર્શાવવામાં આવી છે એટલે કે ભગવાન વિષ્ણુ પણ તુલસીને પોતાના મસ્તક પર શોભા મેળવે છે. મસ્તક ઉપર તુલસીનું પાન રાખવાથી મુક્તિનો રાહ ખૂબ સરળ બની જતો હોય છે.

મૃત્યુ સમયે જો ગંગાજળમાં રાખવામાં આવે અથવા તો તમારા મસ્તક ઉપર રાખવામાં આવે તો યમદંડ થી બચી શકાય છે. મૃત્યુ સમયે શરીરની અંદર ગંગાજળ જવાથી તમારું શરીર પવિત્ર અને શુદ્ધ બને છે. તમારા દરેક પાપો ધોવાઈ જાય છે. તથા વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.જો મૃત્યુ સમયે કોઈ વ્યક્તિ શ્રીમદ ભાગવતના પાઠ કરશે તો તમારા શરીરને સાચો રાહ મળી રહેશે. આમ કરવાથી તમારી આત્માને કષ્ટ નહીં પડે તથા તે સ્વર્ગલોક ની પ્રાપ્તિ કરશે. એટલા માટે જ્યારે પણ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેની બાજુમાં બેસીને ગીતાનો પાઠ કરવો જોઈએ.

તમને જણાવી દઈએ કે મરણ પથારીએ સુતા વ્યક્તિ માટે રામાયણનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે રામાયણ ની અંદર ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. જેના કારણે રામાયણના પાઠ કરવાથી વ્યક્તિનું મન આનંદિત બનતું હોય છે. તેના દરેક દુષ્કર્મો માંથી તેને મુક્તિ મળે છે. તેથી રામાયણના પાઠ કરવાથી વ્યક્તિ સ્વર્ગલોકમાં જગ્યા મેળવે છે.ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ ગીતામાં પણ એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે મૃત્યુ સમયે જો વ્યક્તિ રામાયણ કે પછી ગીતાના પાઠ કરશે તો તેના આત્માને શાંતિ મળશે. આ બંને વસ્તુ સાંભળતા સાંભળતા પ્રાણ ત્યાગ કરવાથી નર્કના કષ્ટમાંથી મુક્તિ મળશે. વ્યક્તિનું મન ઈશ્વર તરફ લાગેલ હોવાથી તે સ્વર્ગ મા જગ્યા મેળવશે.