કેન્સર ના દર્દીએ ઈલાજ બંધ કરીને ચાલુ કર્યું આ વસ્તુ નું સેવન,પરિણામ જોઈને ડોકટર પણ થઈ ગયા હેરાન…

0
275

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે ભલે અંગ્રેજી દવાઓ અને રોગ નિવારક પદ્ધતિનું પ્રચલન વધી ગયું છે પરંતુ આજે પણ જૂની આયુર્વેદિક પદ્ધતિ ખુબ જ અસરકારક નીવડે છે આયુર્વેદમાં ફક્ત અસાધ્ય રોગોનો જ ઈલાજ શક્ય છે એવું નથી પણ એને સંપૂર્ણ રીતે સુરક્ષિત પણ માનવામાં આવે છે ઘણી વાર કેટલીક ગંભીર બીમારીઓમાં અંગ્રેજી દવાઓ અસર નથી કરતી તો એ સમયે એનું નિદાન આયુર્વેદમાં જ મળે છે અને હાલમાં જ એવું કંઈક જોવા પણ મળ્યું છે જ્યાં કેન્સર પીડિત એક મહિલા ઈલાજ કરાવીને થાકી ગઈ તો એણે હળદરની ગોળી લેવાનું ચાલુ કરી દીધું અને થોડા જ સમયમાં એને એવું પરિણામ જોવા મળ્યું કે જે પાછલા 5 વર્ષોમાં ઈલાજ દરમિયાન પણ ના નહતું જોવા મળ્યું.

આપણા શરીરના દરેક અંગના કોષો નિયમિતરૂપે કાર્ય કરવા કટિબધ્ધ હોય છે અને નિયમિતરૂપે તેમનું વિભાજન થતું હોય છે ઉદાહરણરૂપે કોઈ ઘા પડે તો એ જગ્યાના કોષો નિયમિતરૂપથી વિભાજીત થઈ એ ઘા ને રૂઝાવી દે છે આ વિભાજનની પ્રક્રિયામાં જો કોઈ કોષમાં ખામી ઉત્પન્ન થાય તો તે કોષ નાશ પામે અને તેની જગ્યાએ નવા ખામીરહિત કોષ ઉદભવે પરંતુ જ્યારે આ કોષોમાં ખામી ઉત્પન્ન થાય અને એ નાશ ના પામે અને પછી તે અનિયમિતરૂપે સતત વિભાજીત થતા જાય ત્યારે કેન્સરમાં પરિણમે છે ટૂંકમાં શરીરના કોષોની અપ્રમાણસર વૃદ્વિ એટલે કેન્સર.

કેન્સર શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે મોં-ગળા, સ્તન ફેફસા ગર્ભાશય અન્નનળી-આંતરડા થાઈરોઈડ, હાડકા બ્લડ ચામડી એવા વિવિધ પ્રકારના કેન્સર જોવા મળે છે કેન્સરની ઉત્પત્તિ શરૂઆતમાં કોઈપણ એક અંગમાં થાય છે અને પછી તેનો ફેલાવો શરીરના બીજા અંગોમાં થઈ શકે છે જેને Spread અથવા તો મેડિકલની ભાષામાં Metastasis કહે છે જેમ કે જીભનું કેન્સર જીભ સુધી સીમિત હોય છે પછી એ ગળાની ગાંઠોમાં જઈ શકે છે એનાથી આગળ ફેફસ લિવર હાડકામાં તેનો ફેલાવો Spread થી શકે છે.

ભારતમાં દર વર્ષે કેન્સરના આઠ થી દસ લાખ નવા કેસ નોંધાય છે અને 2012ના સર્વેક્ષણ મુજબ દર વર્ષે આશરે છ લાખ કેન્સરના દર્દીઓ મોતને ભેટે છે ભારતમાં 70% કેન્સર એડવાન્સ સ્ટેજમાં ત્રીજા કે ચોથા સ્ટેજમા પકડાય છે જેથી કેન્સરને કારણે થતાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે જો કેન્સરને તેના શરૂઆતના તબક્કામાં પકડી શકાય તો તેને સંપૂર્ણપણે મટાડી શકાય છે.

આ વાત છે બ્રિટેનની છે જ્યાં એક મહિલાએ ફક્ત ઘરેલુ દવાઓનો પ્રયોગ કરીને જીવલેણ બીમારી બ્લડ કેન્સર ને હરાવી દીધી છે હા એ પણ એવી ગંભીર સ્થિતિમાં જયારે એનો ઈલાજ કરી રહેલા ડોક્ટર પણ હાર માની ગયા હતા એમાં ઉત્તરી બ્રિટેનમાં રહેતી 67 વર્ષની ડીએનકે ફેર્ગસન પાછલા 5 વર્ષોથી બ્લડ કેન્સરથી હેરાન હતી એમણે પોતાનો ઈલાજ કરાવ્યો પણ એને કોઈ જ ફાયદો નહતો થઇ રહ્યો છેલ્લે જયારે એમણે પોતાનો ઈલાજ બંદ કરીને હળદરની ગોળીઓ ખાવાનું ચાલુ કરી દીધું તો એમની હાલતમાં ઘણો જ સુધારો આવા માંડ્યો અને અંતે એમણે કેન્સરને હરાવી જ દીધું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ અપંગ કરી દેતું બ્લડ કેન્સર માઈલોમા થી હેરાન ફેર્ગસનની 3 વાર કિમોથેરાપી કરવામાં આવી પણ એનાથી લાભ થવાને બદલે એમની તકલીફમાં વધારો થઇ ગયો એવામાં ડોક્ટર પણ એ વાતને લઈને બીવા લાગ્યા કે હવે કઈ રીતે ફેર્ગસનની સ્થિતિમાં સુધારો આવશે અને એમનો જીવ બચી શકે. એમાં માઈલોમામાં પ્લાઝમા સેલ અસામાન્ય અને અનીયંત્રીત રીતે વધે છે પણ અત્યારે ફેર્ગસનનું પ્લાઝમા સેલ એકદમ ઓછું થઇ ગયું છે અને એ ઈલાજથી નહિ પણ ઘરેલુ દવાથી જ શક્ય બન્યું છે.

હકીકતમાં ફેર્ગસનને જયારે ઈલાજથી કોઈ જ ફાયદો નહતો મળી રહ્યો તો એણે ઈલાજ કરાવવાનું બંદ કરાવ્યું અને રોજ 8 ગ્રામ હળદરની એક ગોળી ખાવાનું ચાલુ કર્યું એવું એમણે લાંબા સમય સુધી કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે જયારે એ થોડા વર્ષો પછી ડોક્ટર પાસે પહોંચી તો એની સ્થિતિમાં સુધારો જોઈને ડોક્ટર પણ હેરાન થઇ ગયા બાર્ટસ હેલ્થ એનએચએસ ટ્રસ્ટના ડોક્ટર કે જે ફેર્ગસનનો ઈલાજ કરતા હતા એમનું કહેવું છે કે એમની જાણકારી મુજબ આ પહેલી વખત થયું છે કે જરૂરી ઈલાજ બંદ કરાવ્યા છતાં સતત વધી રહેલ બીમારી ઠીક થઇ ગઈ.

જોકે તમને જણાવી દઈએ કે આ ગોળી રસોઈમાં વપરાતી સામાન્ય હળદર નહતી. પણ એનાથી ઘણી જ અલગ હતી નોંધપાત્ર વાત છે કે 10 દિવસની આ ગોળીની કિંમત 4297 રૂપિયા છેએમાં રસોઈમાં વપરાતી હળદરની સરખામણીમાં વધારે પ્રમાણમાં કરક્યુમીન હોય છે અસલમાં કરક્યુમીન એક પ્રકારનું એવું તત્વ છે જે હળદરમાંથી મળી આવે છે અને એટલા માટે હળદરની ગોળી એ મહિલાના કેન્સરને ખતમ કરવામાં કારગર સાબિત થઇ શકી છે.

તમ્બાકું દારૂનું સેવન મેદસ્વીતા વધુ પડતો ચરબીવાળો ખોરાક શારીરિક શ્રમનો અભાવ ખોરાકમાં ફળો અને શાકભાજી નો અપૂરતો ઉપયોગ ઔધોગિક પ્રદૂષણ, કેટલાક જીવાણુંઓ હિપેટાઈટીસ વાયરસ હ્યુમન પેલીલોમા વાયરસ આ પરિબળો ઉપરાંત વધતી ઉંમર પણ કેન્સર થવા માટેનું એક કારણ છે.કેટલાંક કેન્સર વારસાગત હોય છે અને એવા કેન્સરમાં ઉપરોક્ત તપાસો જો સમયસર અને સમયાંતરે કરાવવામાં આવે તો તેમને ચોક્કસપણે ખૂબ જ શરૂઆતના તબક્કામાં પકડી શકાય છે વારસાગત કેન્સર માટે અમુક જનીનદ્રવ્યોની તપાસના ટેસ્ટ પણ થતાં હોય છે અને જો શરીરમાં એ કેન્સર કરનારા જનીન દ્રવ્યોના પૂરાવા મળે તો કેન્સર થાય એ પહેલા જ એ અંગની સારવાર કરી કેન્સર થતું અટકાવી શકાય છે.