બોલિવૂડની ચમકદમકથી આ એક્ટ્રેસિસનું ઉતરી ગયું મન ને બની ગઈ સાધ્વી

0
45

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, અભિનેત્રી સના ખાને ફિલ્મ ઈંડસ્ટ્રીઝને અલવિદા કહ્યા બાદ સૌ કોઈ હૈરાન છે. જો કે, આ બાબત પર તેના મિત્રો સપોર્ટ પણ કરી રહ્યા છે. સના ખાન સલમાન ખાન સાથે જય હો ફિલ્મમાં દેખાઈ ચુકી છે. સાથે જ તે બિગ બોસનો ભાગ પણ રહી ચુકી છે. સના ખાન પહેલી અભિનેત્રી નથી જે ધર્મ અને આધ્યાત્મને કારણે આ ક્ષેત્રમાંથી નિકળી ગઈ હોય. તેના પહેલા જાયરા વસીમ, સોફિયા હયાત, મમતા કુલકર્ણી, અનુ અગ્રવાલ અને બરખા મદને પણ ફિલ્મી દુનિયાને કહી દીધુ છે.

90ના દાયકામાં પોપ્યુલર રહેલી અભિનેત્રી મમતા કુલકર્મીનું નામ ડ્રગ્સ રેકેટમાં સામેલ લોકોમાં જોડાયા બાદ તેની ફિલ્મી કરિયર ખતમ થઈ ગઈ હતી. એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યુ હતું કે, તે સંત ચૈતન્યા ગગનગિરી નાથના માર્ગદર્શનમાં છે અને તે સંન્યાસી બની ગઈ છે. 1 દાયકા કરતા પણ વધારે સમય થઈ ગયો, ન તો તેણે મેકઅપ કર્યો છે અને બ્યૂટી પાર્લર પણ ગઈ નથી.

સ્ટારડસ્ટ મેગેઝીનના કવર પેજ માટે નવા ચહેરાની તલાશ ચાલી રહી હતી. બોલિવૂડની અનેક હિરોઈનોએ તે શૂટ કરવાની ના કહી દીધી હતી. તે સમયે મમતા કુલકર્ણી એટલી પ્રખ્યાત ન હતી તેથી તે પણ તુરંત તૈયાર થઈ ગઈ, જો કે જ્યારે તેને ખબર પડી કે તેણે ફોટોશૂટ માટે તેણે ટોપલેસ થવું પડશે તો તે પણ ગભરાઈ ગઈ હતી.

મમતા માની તો ગઈ પણ તેણે શરત રાખી કે જો તેને ફોટોશૂટ ગમશે તો જ છપાશે. મમતાએ ટોપલેસ થઈ એકથી ચડે એક એવા પોઝ આપ્યા. મમતાને પણ આ શૂટ પસંદ પડ્યું અને તે બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી તરીકે રાતોરાત પ્રખ્યાત થઈ ગઈ.

ત્યારબાદ ઘણા નિર્દેશકોએ મમતા સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને મમતાના જીવનનો નવો રસ્તો ખુલી ગયો. પરંતુ સ્ટારડમ ભોગવ્યા બાદ અચાનક મમતા કુલકર્ણી જમીન પર પટકાઈ અને વિવાદોમાં ઘેરાવા લાગી.તેની શરુઆત થઈ અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સાથે સંબંધ રાખવાથી. ત્યારબાદ જાણે મમતા અને વિવાદ એકબીજાના સમાનાર્થી થઈ ગયા હોય તેમ તેનું નામ ડ્રગ્સ તસ્કરી કરતાં વિજય ગોસ્વામી સાથે જોડાયું.

બંનેએ લગ્ન કર્યા હોવાની ચર્યાઓ પણ હતી. વિક્કી થોડા સમય બાદ જેલ પહોંચી ગયો અને મમતા ભક્તિના માર્ગે ચાલવા લાગી. તેણે ત્યારબાદ પોતાના જીવન પરથી પુસ્તક પણ લખ્યું જેનું નામ છે ઓટોબાયોગ્રાફી ઓફ અન યોગિન. ક્યારેક પોતાના ગ્લેમરસ અને બોલ્ડ અંદાજથી ચર્ચામાં રહેતી એક્ટ્રસ મમતા કુલકર્ણી પાંચ વર્ષ પહેલાં સાધ્વી બધાને ચોંકાવી દીધા હતાં. બોલિવૂડને છોડી તે આધ્યાત્મની રાહ પર જતી રહી હતી.

વર્ષ 2013માં તેમણે પોતાના પુસ્તક ‘ઑટોબાયોગ્રાફી ઑફ ઍન યોગિની’ રિલીઝ કરી હતી. આ દરમિયાન ફિલ્મી દુનિયાને અલવિદા કહેવાનું કારણ જણાવતાં મમતા કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ‘કેટલાક લોકો દુનિયાના કામો માટે જન્મયા હોય છે, જ્યારે કેટલાક ઇશ્વર માટે જન્મયા હોય છે. હું પણ ઇશ્વર માટે જન્મી છું.’

રાહુલ રોય સાથે ફિલ્મ આશિકી કર્યા બાદ અનુ અગ્રવાલે ઈંડસ્ટ્રીઝમાં સારી એવી ઓળખાણ બની ગઈ હતી. એક અકસ્માત બાદ તેની જીંદગી એકદમ બદલાઈ ગઈ. રિપોર્ટનું માનીએ તો તે પોતાની યાદશક્તિ ખોઈ બેઠી હતી. સાજા થયા બાદ તે મોટા ભાગે યોગાશ્રમમાં જ સમય વિતાવતી હતી. તેણે પોતાની બધી સંપત્તિ દાનમાં આપી સંન્યાસી બની ગઈ છે.

11 જાન્યુઆરી 1969 ના રોજ દિલ્લી માં જન્મેલી અનુ અગ્રવાલ તે સમયે દિલ્લી યુનિવર્સીટીથી સમાજશાસ્ત્રનો અભ્યાસ કરી રહી હતી જ્યારે તેને મહેશ ભટ્ટે પોતાની રોમેન્ટિક ફિલ્મ ‘આશિકી’ માં પહેલો બ્રેક આપ્યો હતો.ફિલ્મ આશિકી માં અનુ લીડ રોલમાં નજરમાં આવી હતી. આ ફિલ્મ પછી અનુ રાતોરાત સ્ટાર બની ગઈ હતી પણ આજે અનુનું જીવન ખુબ ખરાબ ચાલી રહ્યું છે અને ગુમનાની ભર્યુ જીવન જીવી રહી છે.

માત્ર 21 વર્ષની ઉંમરમાં ઇન્ડસ્ટ્રીમાં આવનારી અનુએ ફિલ્મ આશિકી માં પોતાના અભિનય દ્વારા દર્શકોનું દિલ જીતી લીધું હતું.આ ફિલ્મના ગીતો આજે પણ ખુબ લોકપ્રિય છે. જેના પછી અનુ ગજબ તમાશા, ખલનાયિકા, કન્યાદાન અને કિંગ અંકલ જેવી ફિલ્મોમાં પણ નજરમાં આવી હતી.

સોફિયા હાયત પણ બિગ બોસનો ભાગ રહી ચુકી છે. તેણે સંન્યાસ લીધો ત્યારે કોઈ માનવા પણ તૈયાર નહોતું. તે આધ્યાત્મ સાથે જોડાયેલી પોસ્ટ જ નાખતી હતી. જો કે, તેની અમુક પોસ્ટ ટ્રોલના નજરે પણ ચડી જતી હોય છે. સોફીયાએ છેલ્લા દિવસોમાં પતિ પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. તેઓ કહે છે કે તે પૈસાં માટે તેને અમારી સગાઈની વીંટી પણ વેચી દીધી હતી. મળતી માહિતી મુજબ સોફીયા હાયત દ્વારા પતિ વ્લાડ સ્ટેનેસ્કુને તેના યુકેના ઘરમાંથી બહાર નીકળી હતી. સોફીયાએ એક ઇન્ટરવ્યૂમાં જણવ્યું હતું કે તેનો પતિ ચોર અને શેતાન છે. સોફિયાએ 24 એપ્રિલ 2017 માં વ્લાડ સ્ટેનેસ્કુ સાથે લંડનમાં લગ્ન કર્યા હતા. તેઓ પતિ સાથેના રોમેન્ટિક ફોટા વારંવાર સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. બિગ બોસ 7ની કન્ટેસ્ટન્ટ અને મૉડેલ સોફિયા પણ વર્ષ 2016માં શૉ છોડી નન બની જતાં ચર્ચામાં આવી હતી. તેમનું કહેવું હતું કે, ‘તે રાતોરાત નન બની ગઈ નથી, જોકે, રિલેશનશિપને લીધે તેમને આ પગલું ભર્યું છે.’ જોકે, લોકોએ આ પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.

ફિલ્મ દંગલથી બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવનારી જાયરા વસીમે પણ ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેણે એક લાંબી પોસ્ટ લખીને ધર્મ વિશેનો ઉલ્લેખ કરતા પોતાની વાત રજૂ કરી હતી. તેથી તેણે બોલિવૂડને અલવિદા કહી દીધુ હતું. સનાની જેમ જાયરા વસીમે પણ ગયાં વર્ષે જૂન મહિનામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી લોકોને ચોંકાવી દીધા હતાં. ફિલ્મ ‘દંગલ’થી ડેબ્યુ કરનારી એક્ટ્રસ જાયરાએ કુલ ત્રણ ફિલ્મામાં જ કામ કરી બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. તેમનું કહેવું હતું કે, ‘તેમને આ પ્રોફેશનમાં ખુશી મળતી નથી કેમ કે તેમના ધર્મને માનવામાં અડચણો અનુભવાય રહી છે.’

બરખા મદાન.બરખાએ 4 નવેમ્બર 2012માં સંસાર છોડી સન્યાસ લઈ લીધો હતો. એવું નહોતું કે, તેમણે આ નિર્ણય આર્થિક તંગી, કરિયરમાં અડચણ કે દિલ તૂટ્યા પછી લીધો હોય. કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2002માં ધર્મશાળામાં એક ઇવેન્ટ દરમિયાન જ્યારે તેમને દલાઇ લામા જોપા રિપોંચેને સાંભળ્યા ત્યારે તેમના મનમાં નન બનવાનો વિચાર આવ્યો. જ્યારે આ ઇચ્છ દલાઇ લામા સામે રાખી તો તેમણે કહ્યું કે, ‘કેમ, શું તમારો બોયફ્રેન્ડ સાથે ઝઘડો થયો છે. મઠમાં રહેવાનો અર્થ એવો નથી કે તમે કોઈનાથી ભાગી રહ્યા છો.’