બોલિવૂડ આખુંને નચાવનાર આ કોરિયોગ્રાફરની પત્નીઓ નથી હિરોઈનોથી કમ,તસવીરો જોયા બાદ ચોંકી જશો.

0
19

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગીત બોલીવુડ ફિલ્મો ની શાન હોય છે. અહીંયા બનવાવાળી લગભગ દરેક ફિલ્મ માં ગીત જરૂર હોય છે. જ્યારે વાત ગીત ની આવે છે તો એમને કોરિયોગ્રાફ કરવાવાળા ની પણ જરૂર પડે છે. જે વ્યક્તિ આ કામ કરે છે અને કોરિયોગ્રાફર કહેવાય છે. આ કોરિયોગ્રાફર નું કામ હોય છે પુરૂષ સ્ટાર્સ થી સારા માં સારું કામ કઢાવવું. પછી ડાન્સ કરવાવાળો હ્રિતિક જેવો સારો ડાન્સર હોય કે સલમાન જેવો ખરાબ ડાન્સર હોય. આ કોરિયોગ્રાફર પોતાના ટેલેન્ટ ના માધ્યમ થી દરેક થી સારું કામ કઢાવી લે છે. આવા માં આજે અમે તમને બોલીવૂડ ના કેટલાક ફેમસ કોરિયોગ્રાફર અને એમની સુંદર પત્નીઓ થી મળવા જઈ રહ્યા છીએ.

રેમો અને ડિઝેલ ડિસુઝા.રેમો બોલીવૂડ ના સૌથી ફેમસ કોરિયોગ્રાફર છે. ફિલ્મ માં આવવા ની પહેલા એમણે જીવન માં ઘણો સંઘર્ષ કર્યો. રેમો ઘણા ટીવી શો ને જજ કરી ચૂક્યા છે અને સાથે જ એમણે ABCD અને રેસ 3 જેવી ફિલ્મો પણ ડાયરેક્ટ કરી છે. રેમો ની ઘણી ક્યુટ પત્ની છે જેનું નામ ડિઝેલ ડીસુઝા છે. આ બંને એકબીજા થી ઘણો પ્રેમ કરે છે. એમના બે પુત્ર પણ છે જેમનું નામ ધ્રુવ અને ગેબ્રિયલ છે રેમોના પરિવારએ ક્રિસમસના તહેવારને લઈને ઘરને બેહદ ખુબસુરત અંદાજમાં ડેકોરેશન કર્યું હતું. જેની ઝલક રેમોએ સોશિયલ મીડિયામાં શેર કરી છે. રેમોએ એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેને ઘરનું ડેકોરેશન દેખાડ્યું છે. રેમોએ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, આ મારા માટે બેસ્ટ ક્રિસમસ છે. લિઝેલ હું તને થેંક્યુ નહીં કહી શકું. આ એક બહુ જ નાનો શબ્દ છે. મારા બધા મિત્રો, પરિવારના લોકોને ધન્યવાદ અને ક્રિસમસની શુભેચ્છા.

રેમો ડીસુઝા એ જજ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને આજે તેણે ઘણા શોમાં જજ ની ભૂમિકા ભજવી છે.જણાવી દઇ એ કે રેમો ડિસુઝા અેક ખુબસારા ડાન્સર છે અને તેમણે ફાલતૂ, એબીસીડી અને એબીસીડી 2,જેવી ફિલ્મો નુ નિર્માણ કર્યુ છે.આ બધી ફિલ્મોએ સ્ક્રીન પર ધમાલ મચાવી ચુકી છે. રેમો ડીસુઝા એક મહાન કોરિયોગ્રાફર પણ છે જે આજે ડાન્સ ઇન્ડિયા પ્લસમાં જોવા મળે છે.

અહમદ અને શકીરા ખાન.અહમદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના ઓળખીતો ચહેરો છે. એ ફિલ્મો માં પહેલા કોરિયોગ્રાફી કરતા હતા પરંતુ હવે મુખ્ય રીતે રાઇટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર નું કામ કરે છે. અહમદ ની પત્ની શકીરા ખાન એક મોડલ રહી ચૂકી છે. હમણા પ્રોડ્યુસર તરીકે કામ કરી રહી છે. આ બંને મળી ને પાઠશાળા અને એક પહેલી લીલા જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે.

બાગી અને બાગી ટુ જેવી હિટ ફિલ્મો આપનારા કોરિયોગ્રાફર કમ ફિલ્મ સર્જક અહમદ ખાનને સાજિદ નડિયાદવાલાના ભાઇ ફિરોઝ નડિયાદવાલાએ પોતાની વધુ એક ફ્રેન્ચાઇઝી માટે સાઇન કર્યા હોવાની માહિતી મળી હતી. બાગી સિરિઝ સાજિદની હતી અને વેલકમ સિરિઝ ફિરોઝ નડિયાદવાલાની હતી. બાગી સિરિઝમાંં ટાઇગર શ્રોફ અને દિશા પટની ચમક્યાં હતાં. બાગી સિરિઝ હિટ નીવડતાં ટાઇગર અને દિશા બંનેને મોટા બેનર્સની ફિલ્મો મળી હતી.

ગણેશ અને વિધિ આચાર્ય.ગણેશ આચાર્ય બોલિવૂડ ના સૌથી જુના કોરિયોગ્રાફર છે. એ પોતાના હેવી વજન ને લઈને પણ ચર્ચા માં રહે છે, જોકે હમણાં તો એમણે પોતાનું ઘણું વજન ઓછું કરી લીધું છે. કોરિયોગ્રાફી ના સિવાય એમણે ડાયરેક્શન ના ક્ષેત્ર માં પણ પગ મૂક્યું છે. ગણેશે વિધિ થી લગ્ન કર્યા હતા. આ બંને ની જોડી ઘણી સારી લાગે છે. બોલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર, અભિનેતા અને દિગ્દર્શક ગણેશ આચાર્યએ તો ચમત્કાર જ સર્જી દીધો છે. એમણે એમના શરીરનું 98 કિલો વજન ઉતારી બતાવ્યું છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ‘માસ્ટરજી’ તરીકે જાણીતા ગણેશ આચાર્યએ એમના એક સમયે 200 કિલો વજનવાળા શરીરમાંથી ચરબી ઉતારવા છેલ્લા અનેક મહિનાઓમાં અત્યંત આકરી કસરતો કરી હતી અને ‘ફેટમાંથી ફિટ’ થઈ ગયા છે.

ગણેશ આચાર્યએ એમના પાતળા થઈ ગયેલા શરીરની ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી તસવીરો અને વિડિયો ક્લિપ્સ જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય. ઉલ્લેખનીય છે કે, બોલીવૂડ અભિનેતા ફરદીન ખાને 6 મહિનામાં 18 કિલો વજન ઉતાર્યું હતું. ‘ટોઈલેટ: એક પ્રેમકથા’ ફિલ્મના ‘ગોરી તૂ લઠ માર’ ગીત માટે 2018 ગણેશ આચાર્યને શ્રેષ્ઠ કોરિયોગ્રાફર તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો.

સલમાન યુસુફ ખાન અને ફૈજા હરમન.સલમાન યુસુફ ખાન નો વાસ્તવિક નામ મોહમ્મદ ઘુસે છે. એમણે ડાન્સ રિયાલિટી શો થી પોતાના કરિયર ની શરૂઆત કરી હતી. એને જીત્યા પછી એમને બોલિવૂડ માં બ્રેક મળ્યો. સલમાને પોતાના સ્કુલ ટાઇમ ની ગર્લફ્રેન્ડ ફૈજા થી લગ્ન કર્યા છે. ફૈજા પહેલા એરલાઈન માં કામ કરતી હતી. આ બંને ની જોડી પણ સુપર છે.

ગણેશ અને સુનાયા હેડગે.ગણેશ હેડગે એક ડાન્સ પર્ફોમન્સ, કોરિયોગ્રાફર, સિંગર અને વિડીયો ડાયરેક્ટર છે. એમણે પોતાનો મ્યુઝિક આલ્બમ પણ લોન્ચ કર્યું છે. ગણેશ ની પત્ની સુનાયા છે. આ બંને એકબીજા ને લગ્ન ની પહેલા દસ વર્ષો થી જાણતા હતા. 6 વર્ષ ના રિલેશનશીપ પછી બંને 5 જૂન 2011 લગ્ન કર્યા. એમના બે પુત્ર પણ છે.

ધર્મેશ યેલ્નડે અને બ્રેષ્ણા ખાન.ડાન્સ ઇન્ડીયા ડાન્સ સીઝન 2 થી પોતાની ઓળખાણ બનાવવા વાળા ધર્મેશ એ પોતાની ગર્લફ્રેન્ડ બ્રેષ્ણા ખાન થી લગ્ન કર્યા હતા. આ બંને ની જોડી જોવાલાયક છે. આ બંને પોતાના પરિણીત જીવન માં ખુશ છે. ધર્મેશ યેલાંડેનો જન્મ 31 ઓક્ટોબર 1983માં ગુજરાતના વડોદરાના હિંદૂ પરિવારમાં થયો હતો. ડાન્સરના પિતાનો ચાનો સ્ટૉલ હતો. તેમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ હતી. બે ટાઈમનું ભોજન મેળવવું પણ તેમના માટે બહુ મુશ્કેલ હતું. જ્યાં શાળાએ મોકલવાના ફાંફાં હતા ત્યાં ધર્મેશના ડાન્સ ક્લાસની ફીસ ભરવી બહુ મુશ્કેલ હતી.

મુદાસર ખાન અને અભીશ્રી સેન.બોસ, કીક, જય હો અને બોડીગાર્ડ જેવી ફિલ્મો માં કોરિયોગ્રાફી કરવાવાળા મુદાસર ખાને સુંદર અભીશ્રી થી લગ્ન કર્યા છે. અભીશ્રી પણ મુદાસર ની જેમ કોરિયોગ્રાફર છે. એટલા માટે આ બંને ની જોડી એકદમ પરફેક્ટ છે