બોલીવુડના આ સિતારાઓને પહેલો પગાર હતો આટલો,5000 રૂપિયા માટે રકુલ પ્રીતે કર્યું હતું આવું કામ….

0
133

આ હતી બોલિવુડ સ્ટાર્સની પહેલી નોકરીનો પગાર , રકુલ પ્રિતે 5000 રૂપિયા માટે આ કામ કર્યું હતુ.શું તમે જાણો છો બોલીવુડ સ્ટાર્સની પહેલી નોકરી અને પહેલા પગાર વિશે?આપણે બધા જાણીએ છીએ કે બોલિવુડ સુપરસ્ટાર્સની લાઈફ સ્ટાઇલ ઘણી સારી હોય છે, પરંતુ આ તબક્કે પહોંચવા માટે, આ સિતારાઓને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે.છતાં, પણ દરેકને સફળતા મળતી નથી. બોલિવૂડમાં સફળતા અને પૈસા કમાવવા પહેલાં ઘણા બોલિવુડ હસ્તીઓએ ખુબ જ સંઘર્ષ કર્યો હતો. ઘણી એવી અભિનેતા અભિનેત્રીઓ છે જેમણે બોલિવુડમાં ડેબ્યૂ કરતા પહેલા પૈસા કમાવવા માટે બીજા કામ પર હાથ અજમાવ્યો હતો. આજે અમે તમને બોલીવુડના કેટલાક જાણીતા સ્ટાર્સની પહેલી જોબ અને પહેલા પગાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

આ યાદીમાં પહેલું નામ છે બોલિવુડ અને સાઉથના ફિલ્મોની પ્રખ્યાત અભિનેત્રી રકુલ પ્રીત સિંહ…. આ વાત કદાચ બધાને ખબર નહિ હોય કે રકુલે તેની કારકિર્દીની શરૂઆત કપડાંના બ્રાન્ડના ફોટોશુટ દ્વારા કરી હતી તેવું કદાચ જાણીતું નથી. આ બ્રાન્ડ માટે રકુલે મેગેઝિન કવર માટે શુટ કર્યુ હતું. જેના માટે રકુલને 5000 મળ્યા હતા. રકુલે તેની પહેલી આવકના પૈસા તેની પાસે ત્યાર સુધી રાખ્યા જ્યાં સુધી તેની પાસે 25000 બચાવ્યા. 25000 જમા કર્યા પછી, રકુલે તેના જન્મદિવસ પર તેના પિતા માટે ગિફ્ટ ખરીદી હતી.

હવે અમે તમને સિંગર અને અભિનેતા દિલજીત દોસાંઝ વિશે જણાવીએ છીએ…. જેમણે ઘણા વર્ષો પહેલા કોઈના જન્મદિવસની પાર્ટીમાં ગીત ગાઈને પ્રથમ વખત 5000 રૂ કમાયા હતા. આ 5000 માંથી તેમણે અડધા રૂપિયા ગુરુદ્વારામાં દાનમાં આપી દીધા હતા અને અડધા પૈસા તેમના પડોશી અંતરસિંહને સાયકલ ખરીદવા માટે આપ્યા. કારણ કે અંતરસિંહના માતાપિતાનું અવસાન થઈ ચુક્યું હતું અને દિલજીતસિંહે તેમને વચન આપ્યું હતું કે જ્યારે પણ તે કામ કરશે ત્યારે તે અંતરસિંહ માટે સાયકલ ખરીદશે.

હવે વાત કરીએ બોલીવુડની હોટ અને સેક્સી શિલ્પા શેટ્ટી વિશે… .. શિલ્પા શેટ્ટીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે એડ ફિલ્મમાં કામ કરવાનો તેમનો પહેલો પગાર મળ્યો છે. તેમછતાં તેમને પોતાનો પહેલો પગાર તરીકે કેટલી રકમ મળી હતી તેમને યાદ નહોતું, તેમ છતાં તેમણે કહ્યું કે મેં તે પૈસા મારી માતાને આપ્યા હતા. જેને માતાએ તેમની પાસે મુકી રાખ્યા હતા. મારી માતાએ મારો પગાર ખર્ચ કર્યો ન હતો, પરંતુ તેની કમાણીથી પહેલી વસ્તુ તે બ્રાન્ડેડ બેલ્ટ હતી. તેને ખરીદવા માટે 200 રૂપિયા ખર્ચો કર્યો હતો.

અમે તમને બોલીવુડની બીજી અભિનેત્રી મલ્લિકા શેરાવત વિશે જણાવીએ છીએ.મલ્લિકા શેરાવત તેની પહેલી જોબ તરીકે એડમાં કામ કર્યું હતું. કારણ કે તેમની પાસે કાર હતી પરંતુ તેને ચલાવવા માટે ડ્રાઇવર નહોતો.આ લિસ્ટમાં આગળનું નામ બીપાશા બાસુના પતિ કરણસિંહ ગ્રોવરનું છે. કરણ સિંહ ગ્રોવરે દુબઈની એક હોટલમાં તેમની પહેલી નોકરી કરી હતી જ્યાં તેને દર મહિને 125 રિયલ મળતા હતા.