ભૂલથી પણ ન લાવો આ વસ્તુઓ અને ફોટા ઘરમાં નહીતો થઈ જશો બરબાદ

0
30

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મોટેભાગે લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે ઘરમાં કેટલાંક પોસ્ટર લગાવે છે. તેમનો ઈરાદો એ હોય છે કે તે પોતે પોતાના ઘરમાં કઈં સારાપણાનો અનુભવ કરે. અને લોકો પણ આવે તો તેને સારું લાગે અને તેના વખાણ કરે. પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેક ક્યારેક ખોટાં પોસ્ટર લગાવવાથી ઘરમાં શુભને બદલે અશુભ પ્રભાવ પડે છે. એનાથી ન માત્ર તમારી આર્થિક સ્થિતિ બગડે છે પણ પરિવારિક સંબંઘો પર પણ તેની નકારાત્મક અસર પડે છે.

જાણો ક્યાં એવા પોસ્ટર છે જેને વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. યુદ્ધની તસ્વીરો કે પોસ્ટર. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય કોઈ યુદ્ધની તસ્વીર કે પોસ્ટર ન લગાવવું જોઈએ. અનેક લોકો મહાભારતના યુદ્ધનું પોસ્ટર પોતાના ઘરમાં લગાવતા હોય છે જેને લીધે ઘરમાં કલહ જોવા મળે છે. તમારા દાંમપત્ય જીવન પર ખરાબ અસર પડે છે. પારિવારિક અને માનસિક રીતે ખરાબ અસર પડે છે.

હિંસાત્મક તસ્વીરો કે જાનવરોના પોસ્ટર.ઘરમાં ક્યારેય કોઈ હિંસાત્મક તસ્વીર કે પોસ્ટર ન લગાવવું જોઈએ. કોઈ હિંસાત્મક પ્રાણીઓના પોસ્ટર પણ ન લગાવવા જોઈએ. ઘણાં લોકો પોતાના ઘરમાં સિંહ કે સિંહણના પોસ્ટર લગાડતા હોય છે. આ ઘરમાં કે ઓફિસમાં નકારાત્મક અસર પેદા કરે છે. સુખ, શાંતિ અવરોધાય છે. તે એક લડાઈની સ્થિતિને પેદા કરી દે છે.ડૂબતું વહાણ.ઘરની સજાવટમાં કોઈ ડૂબતી ચીજ કે વહાણ કે ક્ષતિગ્રસ્ત શીપની તસ્વીર ન લગાવવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે. જેને પરિણામે પ્રગતિ અવરોધાય છે અને અશુભયોગ બને છે.

તાજમહેલ.તાજમહેલ ભલે વિશ્વની સાત અજાયબીઓમાંથી એક હોય પણ તેને ઘર સજાવટમાં સ્થાન ન આપવું જોઈએ. તાજમહેલ એક કબર અને પ્રેમીના મૃત્યુનું પ્રતિક છે. તાજમહેલ કે સમાધિ કે કોઈ કબરની તસ્વીર મનમાં નકારાત્મક ભાવોને જન્મ આપે છે.ધોધનું ચિત્ર.પ્રાકૃતિક રચનાઓ વ્યક્તિઓને આકર્ષે છે. તેના દ્રશ્યો વ્યક્તિને એક વિશેષ લગાવ આપે છે પણ આમ છતાં ઘરમાં ધોધ કે ફૂવારાનું ચિત્ર ન લગાવવું જોઈએ. આ ચિત્ર થકી ઘરમાં ખોટાં ખર્ચ વધી જાય છે. સાથે જ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરમાં કોઈ નળ ન ટપકતો હોય, નહિં તો તે મુશ્કેલીઓ અને ચિંતાઓને નોંતરે છે.

પૌરાણિક કે ઐતહાસિક ઘટનાઓની તસ્વીર. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પૌરાણિક કે ઐતિહાસિક ઘટનાઓને દેખાડતી તસ્વીરો કે પોસ્ટર ન લગાવવા જોઈએ. આમ કરવા પાછળ એ મત છે કે જે સમય વીતી ગયો છે. તે પાછો નથી આવવાનો. આવા પોસ્ટરો પીછેહઠ તરફ લઈ જાય છે. વ્યક્તિની ઉન્નતિ અવરોધાય છે.

ઘરમાં ક્યારેય ન રાખશો ભગવાનનું ફાટેલું પોસ્ટર કે ખંડિત મૂર્તિ.કેટલાંક લોકો અજાણતા જ ઘરમાં દરેક ભગવાનના ફોટો કે પોસ્ટર લગાવી દે છે. ક્યારેક તે ફાંટેલા હોય તો પણ દિવાલ પર ટિંગાતા હોય છએ કે પૂજામાં વપરાતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ખોટું છે. ઘરમાં કોઈ પણ દેવી દેવતાઓની ફાટેલી તસ્વીર કે ખંડિત મૂર્તિ ન લગાવવી જોઈએ. તેનાથી તમને આર્થિક હાની થશે. ઘરમાં કોઈ પણ ભગવાનની મૂર્તિ લગાવી શકાય પણ તે આશીર્વાદ આપતી કે સંગીત રેલાવતી કે આનંદિત મુદ્દામાં હોવી જોઈએ અને ખંડિત કે ફાટેલી કે તૂટેલી ન હોવી જોઈએ.

ડૂબતા સૂર્યનું પોસ્ટર.ઘરમાં ક્યારેય ડૂબતા સૂર્યનું પોસ્ટર ન લગાવવું જોઈએ. કારણ કે તે એક સારો સંકેત આપતું નથી. લોકો મોર્ડન પેન્ટિંગના નામ પર ઘરમાં કાંટાની ઝાડીઓની તસ્વીર પણ લગાવી દે છે. તે અશુભ ફળદાયી નિવડે છે. જીવનમાં સુખ અને શાંતિને બદલે પ્રગતિમાં અવરોધ અને સ્ટ્રગલ આવી જાય છે. અસ્ત્ર- શસ્ત્રના પોસ્ટર.ઘરમાં હથિયારો કે અસ્ત્ર શસ્ત્રના પોસ્ટર કે પોટ્રેટ ન લગાવવા જોઈએ. તેનાથી વ્યક્તિની માનસિકતા હિંસક બને છે. ઘરની સુખ શાંતિ જોખમાય છે.

આ ઊપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ઘર અથવા ઓફીસ પર દોડતા ઘોડાઓનો ફોટો લગાવેલો હોય તો તે આપણા કાર્યમાં ખુબ જ પ્રગતિ પ્રદાન કરે છે. તે આપણા કામમાં ગતિ આપે છે. દોડતા ઘોડા સફળતા પ્રગતિ અને પ્રકૃતિની નિશાની ગણાય છે. ખાસ કરીને જો સાત દોડતા ઘોડા વાળો ફોટો હોય તો તે વ્યવસાયની પ્રગતિનું પગલું આગળ વધારે છે. કેમ કે શાસ્ત્ર અનુસાર 7 નંબરનો અંક સાર્વભૌમિક હોય છે. અને પ્રકૃતિ સાથે જોડાયેલો હોય છે.

આ મુદ્દામાં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે ઇન્દ્રધનુષના રંગ 7 હોય છે. લગ્નમાં 7 ફેરા, સાત જન્મ વગેરે વગેરે. આપણી હિંદુ સંસ્કૃતિમાં સાત વસ્તુનું કંઈક અલગ જ મહત્વ માનવામાં આવે છે. એટલા માટે 7 નંબરને સાર્વભૌમિક અને પ્રાકૃતિક અંક માનવામાં આવે છે. એટલા માટે સાત ઘોડાવાળા ફોટાને સર્વોત્તમ માનવામાં આવે છે. એટલા માટે સાત ઘોડાવાળા ફોટાને ઓફીસના કેબીનમાં લગાવવામાં આવે તો તે પ્રગતિ કરાવે છે.

પરંતુ તે ઘોડાના ફોટામાં ઘોડા દોડતા હોવા જોઈએ તેવો ફોટો હોય તો તે વધારે સારું. પરંતુ ફોટો લગાવાતીઓ વખતે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘોડાનું મોં ઓફિસની અંદર આવતા હોય તે રીતે રાખવાનું છે. ફોટાને હંમેશા દક્ષીણ દિશા પર લગાવવો જોઈએ.મિત્રો દોડતા ઘોડા પ્રગતિનું પ્રતિક હોય છે. તે કાર્યમાં ગતિ પ્રદાન કરે છે. અને જે વ્યક્તિ વારંવાર આ ઘોડાને જોવે છે. તેની સીધી અસર વ્યક્તિના કાર્ય પ્રણાલી પર પડે છે. અને તે ઘોડાઓ આપણને કામમાં જડપ આપે છે અને આપણને સફળતા અપાવે છે.

હવે આપણે જોઈએ કે સાત ઘોડાવાળો ફોટો ઘરમાં લગાવવાથી થતા ફાયદાઓ : સાત ઘોડા વાળો ફોટો ઘરમાં લગાવવાથી ધન સંબંધી સમસ્યા અને ધનનો વધારે ઉતાર અને ચડાવ જોવા નથી મળતો. અને સ્થાઈ રૂપે ઘરમાં લક્ષ્મીનો નિવાસ થાય છે. એટલા માટે ઘરના મુખ્ય હોલમાં દક્ષિણ દિશાની દીવાલ પર ઘરની અંદર આવતા મુખ વાળા સાત ઘોડાવાળો ફોટો લગાવવો જોઈએ. ઘોડાનો ફોટો ખરીદતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘોડાનું મોં સોમ્ય ભાવમાં હોવું જોઈએ નહિ કે આક્રોશ વાળું.

મિત્રો એટલું ધ્યાન રાખવું જોઈએ કે ઘોડા મજબૂતી અને ઉર્જાનું પ્રતિક છે. અને ખાસ કરીને સફેદ ઘોડા સકારત્મક ઉર્જાના પ્રતિક હોય છે. તે ઘર અને ઓફિસની નકારાત્મકતાને દુર કરે છે. અને સકારાત્મક ઉર્જાને લાવે છે. જો કોઈ વ્યક્તિ લેણાથી અથવા દેવાથી પરેશાન હોય તો ઘર અથવા ઓફિસમાં ઉત્તર અથવા પશ્વિમ દિશામાં આર્ટીફીશીયલ ઘોડાની જોડી રાખવી જોઈએ. તે કોઈ પણ ગીફ્ટ શોપ પર આસાનીથી મળી રહે છે. અને જો ન મળતી હોય તો ઓન લાઈન ઓર્ડર પણ કરી શકો છો.

વિશેષ ધ્યાન રાખવાની વાત તો એ છેકે ક્યારેય તૂટેલફૂટેલ ફોટાને ઘરમાં ન રાખવો જોઈએ. અને આછો પડી ગયેલો ફોટો હોય તે પણ ન રાખવો જોઈએ. અને અલગ અલગ દિશામાં દોડતા ઘોડા નજર આવે તે પણ ફોટો ક્યારેય ઘરમાં ન લગાવવો જોઈએ.તો મિત્રો આ છે દોડતા ઘોડાઓ વિશે કહેલી વાતો જે આપણને વાસ્તુશાસ્ત્ર કહે છે કે ઘોડાનો ફોટો લગાવવાથી પ્રગતિ થાય છે.