બેન્કો એ ગ્રાહકો માટે એલર્ટ કર્યું જાહેર, ફોન માંથી કાઢી નાખજે આટલી એપ્લિકેશન નહીં તો થઈ જે બેલેન્સ ઝીરો……

0
49

સ્માર્ટફોન દ્વારા લોકોને ચૂનો લગાવવા માટે હેકર્સ નવા નવા રસ્તાઓ અપનાવે છે ગૂગલ પ્લે સ્ટોર પર એવી ઘણી એપ્લીકેશન છે જેના દ્વારા હેકર્સ યૂઝર્સના સ્માર્ટફોનમાં ઘુસણખોરી કરે છે ગૂગલ સમય-સમય પર આ સંદિગ્ધ એપ્સને હટાવતું રહે છે અને તેની પર પ્રતિબંધ લગાવી દે છે.મહામારીમાં ઓનલાઇન બેન્કિંગમાં છેતરપિંડીના કેસ સતત વધી રહ્યા છે ત્યારે બેંકના ગ્રાહકોએ વધુમાં વધુ સતર્ક રહેવાની જરૂર છે ગુગલ પ્લે સ્ટોર પર અમુક એવી એન્ડ્રોઇડ એપ્લિકેશન ની ઓળખ થઈ છે જે જોકર માલવેરથી સંક્રમિત છે આવા માલવેર તમને આર્થિક રીતે નુકસાન પહોંચાડી શકે છે.

આ ક્રમમાં હાલમાં જ ગૂગલે એવી 11 ખતરનાક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. જેના દ્વારા હેકર્સ યૂઝર્સની પરવાનગી વગર જ તેમને પ્રીમિયમ સર્વિસ માટે સબસ્ક્રાઈબ કરાવી દે છે. એન્ડ્રોઈડ એપ્સને નિશાનો બનાવનારા આ ખાસ મેલવેયર સીધા યુઝર્સના એકાઉન્ટમાં ઘુસણખોરી કરી શકે છે. જેનાથી ક્યારેક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પૈસા પણ કપાઈ શકે છે અને યૂઝર્સને તેની જાણ પણ થતી નથી.સાયબર સિક્યોરિટી રિસર્ચર ની રિપોર્ટ મુજબ બેન્કિંગ ફ્રોડ માટે જવાબદાર કુલ 11 એપ્સની ઓળખ થઈ છે આ એપ્સને અત્યાર સુધીમાં લગભગ 3000થી વધુ વખત ઇન્સ્ટોલ કરવામાં આવી છે જો તમારા ફોનમાં પણ આ એપ્સ હોય તો તેને તુરંત હટાવી દેવી જોઈએ નહીંતર એકાઉન્ટમાંથી પૈસા પણ ઉપડી જાય તેવો ખતરો રહે છે.

રિપોર્ટ્સ અનુસાર જોકર માલવેરને એન્ડ્રોઇડ ડિવાઇસ માટે તૈયાર કરવામાં આવ્યો છે ડિવાઇસમાં આ વેરિયન્ટ યૂઝરની જાસૂસી કરે છે તે મેસેજ અને SMS દ્વારા જાણકારી ચોરી શકે છે જોકર માલવેર હોય તેવા મોબાઈલમાં બેન્કિંગ ફ્રોડ થઈ શકે છે જોકર એન્ડ્રોઇડ એલર્ટ સિસ્ટમ દ્વારા તમામ નોટિફિકેશનની પરમિશન લઈ લેવાય છે જ્યારે ટ્રાન્સલેટ PDF કન્વર્ટ સ્કેનર Delux કી બોર્ડ દ્વારા જોકર માલવેર ફોનમાં પહોંચે છે.આ ખતરનાક એપ્લિકેશનને કરો દૂર.ફ્રી અફલૂએન્ટ મેસેજ.પીડીએફ ફોટો સ્કેનર.ડીલક્સ કીબોર્ડ.કમ્પ્લાય ક્યૂઆરઆર સ્કેનર.પીડીએફ કન્વર્ટર સ્કેનર.ફોન્ટ સ્ટાઇલ કીબોર્ડ.ટ્રાન્સલેટ ફ્રી.સેયિંગ મેસેજ.પ્રાઈવેટ મેસેજ.રીડ સ્કેનર.પ્રિન્ટ સ્કેનર.

મળતી માહિતી મુજબ આ તમામ એપ્લીકેશન જોકર મેલવેયરથી ઈન્ફેક્ટેડ છે. જેને ગૂગલ વર્ષ 2017થી ટ્રેક કરી રહ્યું છે. આ એપ્લીકેશન ઘણા સમયથી ગૂગલની પ્લે પ્રોટેક્શનની નજરથી બચતી રહી છે અને યૂઝર્સના મોબાઈલમાં લગભગ 5 લાખ વખત ઈન્સ્ટોલ થઈ ચૂકી છે. હવે યૂઝર્સને પણ આ સલાહ આપવામાં આવી છે કે તે ઝડપી પોતાના સ્માર્ટફોનથી આ એપ્લીકેશનને ડિલીટ કરી દે. તમને જણાવી દઈએ છે કે આ વર્ષના શરૂઆતમાં ગૂગલે આવી 1700 એપ્લીકેશનને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી. તે તમામ એપ્લીકેશન પણ જોકર મેલવેયરથી ઈન્ફેક્ટેડ હતી.