બે વાર પરણિત છે અરીજીતની પત્ની છૂટાછેડા લીધાં બાદ કર્યા હતી અરીજીત સાથે લગ્ન….

0
192

છૂટાછેડા લીધેલી મહિલા સાથે અરિજિતસિંઘનું બીજું લગ્ન, તસવીરો જુઓ,બોલિવૂડના મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં ઘણા વર્ષોની જહેમત બાદ પ્રખ્યાત ગીત ‘તુમ હી હો’એ અરિજિત સિંઘ ને ફિલ્મ આશિકી 2 માં રાતોરાત સ્ટાર બનાવ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે અરિજિત ગાયકની સાથે સાથે બેડમિંટન ખેલાડી, લેખક, મૂવી ફ્રીક અને દસ્તાવેજી નિર્માતા છે. જોકે, અરિજિતની પર્સનલ લાઇફ વિશે બહુ ઓછા લોકો જાણે છે. અરિજિત સિંહની પત્ની વિશે ઓછા જાણીતા છે.તે હંમેશાં તેની પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે અને તેની પત્ની કેવી રીતે વિશ્વની શ્રેષ્ઠ પત્ની છે તે વિશે વાત કરે છે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે અરિજિતે બે લગ્ન કર્યા છે.

અરિજિત સિંહની પત્નીનું નામ કોએલ છે. અરિજિતસિંહે તેમના બાળપણના મિત્ર કોયલ રોય સાથે 20 જાન્યુઆરી, 2014 ના રોજ પશ્ચિમ બંગાળના તારાપીઠ મંદિરમાં લગ્ન કર્યા હતા. આ સમાચારની પુષ્ટિ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો સામે આવ્યા બાદ થઈ હતી. અરિજિતસિંહે કોમલ જ નહીં પરંતુ તેમના પુત્રને પણ સ્વીકાર્યો. તેમના અસફળ લગ્નજીવન બાદ બંનેને એકબીજાનો ટેકો મળ્યો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.આ અરિજિતનું બીજું લગ્ન હતું. અરિજિતસિંહે અગાઉ રિયાલિટી શોના કો-કન્ટેસ્ટંટ સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમના છૂટાછેડા પાછળના કારણ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

તાના જાદુઈ અવાજથી કરોડો લોકોને દીવાના બનાવનાર અરિજીત સિંહનો આજે જન્મ દિવસ છે. ફિલ્મ આશિકી 2ના ‘તુમ હી હો’ ગીતથી પ્રસિધ્ધિ મેળવનાર અરિજિતે પછી ક્યારેય પાછા ફરીને જોવાનો વારો નથી આવ્યો. અરિજિત સારો સિંગર હોવાની સાથે સાથે બેડમિન્ટન પ્લેયર, રાઈટર, મૂવી ફ્રીક અને ડોક્યુમેન્ટ્રી મેકર પણ છે.

પિતા પંજાબી, માતા બંગાળીઃએમ તો અરિજીત સિંહને કોઈ પરિચયની જરૂર નથી પરંતુ તેના જીવન વિષે એવી કેટલીક બાબતો છે જે તેના ચાહકો નથી જાણતા. અરિજીતનો જન્મ પશ્ચિમ બંગાળના જિયાગંજના મુર્શીદાબાદમાં થયો હતો. તેના પિતા પંજાબી અને માતા બંગાળી છે. તેની સંગીતની શરૂઆતી ટ્રેનિંગ તો ઘરે માતાના હાથ નીચે જ થઈ હતી. તેની દાદી ગીત ગાતી અને માસી ભારતીય ક્લાસિકલ સંગીતમાં ટ્રેનિંગ મેળવી ચૂક્યા છે. અરિજીતે સંગીતની તાલીમ મા પાસેથી મેળવી જે ગાયન સાથે તબલા વાદન પણ કરતી હતી.

બાળપણની મિત્ર સાથે કર્યા લગ્નઃઅરિજીતે પોતાની બાળપણની મિત્ર કોયલ રોય સાથે 20 જાન્યુઆરી 2014ના રોજ પશ્ચિમ બંગાળના તારાપીઠ મંદિરમાં લગ્ન કર્યા હતા. તેમણે પોતાના લગ્નની જાણ સોશિયલ મિડીયા સાઈટ પર ફોટો અપલોડ કરીને કરી હતી. અરિજીતના આ બીજા લગ્ન છે. તે અગાઉ એક રિયાલિટી શોમાં તેની જ એક કો-કન્ટેસ્ટન્ટ સાથે લગ્ન કરી ચૂક્યો હતો. પત્ની કોયલના પણ આ બીજા લગ્ન છે. લગ્ન થયા ત્યારે કોયલને ચાર વર્ષની એક દીકરી પણ હતી.

રિયાલિટી શો હાર્યો, બોલિવુડનું દિલ જીત્યુંઃઅરિજીતે તેની કારકિર્દીની શરૂઆત 2005માં ફેમ ગુરૂકુલથી કરી હતી જેમાં તે ફાઈનલ્સમાં હારી ગયો હતો. જો કે તે બીજા એક રિયાલિટી શો 10 કે 10 લે ગયે દિલમાં જીતી ગયો હતો અને પછી તેણે પોતાની રીતે મ્યુઝિક પ્રોગ્રામિંગ શરૂ કરી દીધું હતું. જો કે આ રિયાલિટી શોથી અરિજીતની કારકિર્દીમાં કોઈ ફરક પડ્યો નથી. જાદુઈ અવાજના કારણે તેણે બોલિવુડમાં આગવુ સ્થાન બનાવ્યું છે.

આ સોન્ગથી લાઈફ બદલાઈઃતુમ હી હો’ ગીતથી અરિજીતને બોલિવુડમાં સ્ટારડમ મળ્યો. આ માટે તેને શ્રેષ્ઠ મેલ સિંગરનો 51મો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ ગીત માટે અરિજીતને 9 પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યા હતા અને અરિજીત રાતોરાત સ્ટાર બની ગયો હતો.નેટવર્થઃસાવ સામાન્ય પરિવારમાંથી આવતા અરિજીત સિંહની નેટ વર્થ આજે 6 મિલિયન ડોલર્સ (આશરે 40 કરોડ રૂપિયા) છે. તે 45 મિનિટથી 1 કલાકના પરફોર્મન્સના 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બોલિવુડના કોઈ સિંગરને આટલા બધા રૂપિયા નથી મળતા. મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા મુજબ સોનુ નિગમ, શંકર મહાદેવન, મિકા સિંહ અને અંકિત તિવારી 40થી 50 લાખ રૂપિયા લે છે જ્યારે અરિજીતને 1.5 કરો મળે છે. અરિજીત ફિલ્મમાં એક ગીત ગાવાના 7થી 8 લાખ રૂપિયા ચાર્જ કરે છે.આલિશાન ઘરઃઅરિજીતનું ઘર નવી મુંબઈમાં પ્રાઈમ લોકેશન પર આવ્યું છે અને તેની અંદાજિત કિંમત રૂ. 8 કરોડ હોવાનું માનવામાં આવે છે.

કાર્સ:સાદાઈથી જીવવામાં માનતો અરિજીત બે શાનદાર કારનો માલિક છે. તેની પાસે 78 લાખ રૂપિયાની એક હમર અને 30-50 લાખની કિંમત ધરાવતી એક મર્સિડિસ બેન્ઝ છે.સેલિબ્રિટી સ્ટેટસ નથી ગમતુંઃઅરિજીત ભલે આજે બોલિવુડનો સૌથી મોંઘો સ્ટાર સિંગર હોય પરંતુ તેને એક સેલિબ્રિટી જેવી લાઈફ જીવવી નથી ગમતી. તે સાદાઈથી જીવવામાં માને છે અને મિડીયા ફોકસથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઇચ્છા થાય તો તે ગાડીઓ મૂકીને રિક્ષામાં બેસીને કે ચાલતા ચાલતા પણ સ્ટુડિયો પહોંચી જાય છે. અરિજીતે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે મ્યુઝિક પ્રત્યેના પ્રેમના કારણે આ ઇન્ડસ્ટ્રીમાં છે, સ્ટાર બનવા માટે નહિં.

બોલિવૂડમાં સલમાન ખાનેને બડે દિલવાલા અભિનેતા કહેવામાં આવે છે. જ્યારે પણ કોઇને મદદની જરૂરત હોય છે સલમાન ખાન દિલ ખોલીને તેની મદદ કરે છે. ફિલ્મોમાં કામ અપાવવું હોય કે પૈસાની જરૂરત હોય, સલમાન ક્યારેય પીછેહટ કરતો નથી આજ કારણ છે કે તેના ચાહનારાઓનું લિસ્ટ લાંબુ છે. પરંતુ એક વાત સલમાન ખાન માટે આ પણ પ્રચલિત છે કે કોઇ તેનાથી પંગો લે છે તો તે વ્યક્તિને પોતાની આસપાસ પણ ભટકવા દેતો નથી, તે પછી કોઇ મોટો સ્ટાર કેમ ન હોય, અરિજીત સિંઘ અને સલમાન ખાનનો વિવાદ પણ કંઇક આવો જ છે.

અરિજીત સિંઘના ગીત ખાસ કીરને હિટ થઇ જાય છે તે દરેકને પસંદ પણ પડે છે. 25 એપ્રિલ 1987એ અરિજીત સિંઘનો જન્મ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ શહેરામાં થયો હતો. તેના પિતા પંજાબી અને માતા બંગાળી હતી. અરિજીત સિંઘે તેના કરિયરની શરૂઆત વર્ષ 2005માં રિયાલીટી શો ફેમ ગુરુકુલથી કરી હતી, તે બાદ તેણે એકથી એક જોરદાર સોન્ગ ગાય છે.

વર્ષ 2014માં ગિલ્ડ એવોર્ડ્સ દરમિયાન સ્ટેજ પર એવોર્ડ લેવા પહોંચેલા અરિજીત સિંહ, સલમાન ખાનની સાથે ખરાબ વર્તન કર્યું, ભલે અરિજીતે તે સમયે મજાક કહી દીધું. પરંતુ સલમાન ખાનને આ વાત બિલકુલ પસંદ આવી નબીં. વર્ષો સુધી અરિજીત સિંઘ સલમાનને મનાવવાની કોશિશ કરતો રહ્યો પરંતુ કોઇ ફાયદો થયો નહીં.સ્ટેજ પર એવોર્ડ લેવા અરિજીત સિંઘ મોડો પહોંચ્યો તેની હાલત જોઇને એવું લાગી રહ્યું હતુ કે તે સૂઇને તરત ઉઠીને આવ્યો છે. આ વાત પર સલમાને અરિજીતથી મજાકમાં કહી દીધું કે સૂઇ ગયો હતો. સલમાનની આ વાતનો સિંગરે જવાબ આપતા કહ્યું કે હાં, તમે લોકોએ સુવડાવી દીધો હતો. સલમાનને અરિજીત સિંઘની આ વાતનો જવાબનો તીરની જેમ ચુભી ગયો.

કહેવામાં આવે છે કે આ ઘટના બાદ સલમાને શરત રાખી દીધી કે જે ફિલ્મમાં અરિજીત સિંઘે ગીત ગાયું હશે તેમા તે કામ નહીં કરે. એવું પણ કહેવામાં આવે છે કે સલમાનની ફિલ્મ સુલતાનમાં અરિજીત સિંઘે કોઇ ગીત ગાયું હતું જેને સલમાને હટાવી દીધું હતું. આ ઘટનાના લગભગ 6 વર્ષ બાદ પણ સલમાન અને અરિજીત વચ્ચે ઝઘડાનો અંત આવ્યો નથી.