Breaking News

બે સંતાનના પિતાએ પત્નીની જ સગી બહેન સાથે કરી લીધા લગ્ન……

આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી.પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે.જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ હશે અને સાંભળ્યા હશે.પરંતુ આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.જેના પર વિશ્વાસ કરવો અશક્ય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં હવે આડા સંબંધોના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે. શહેરમાં દરરોજ આ પ્રકારની ઘટના સામે આવી રહી છે, જેનાથી સામાજિક વ્યવસ્થા પણ જોખમમાં મુકાઈ શકે છે. આજે પણ શહેરમાં એક આવી જ ઘટના સામે આવી છે. પૂર્વ વિસ્તારમાં રહેતો પતિ પત્નીની જ સગી બહેનને લગ્ન કરી ઘરમાં લઈ આવતાં હોબાળો થયો હતો. બે-બે સંતાનોના પિતા એવા પતિએ બંને બહેનોને પત્ની તરીકે રાખવા કહ્યું હતું, પરંતુ તેની પત્નીને આવી રીતે રહેવું પસંદ ન હતું. તેણે બહેનને ઘર ન ભાંગે તેમ કહ્યું હતું છતાં ન માનતા તેણીએ મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી.

આગળ જણાવી દઈએ કે મહિલા હેલ્પલાઈનની ટીમે પણ યુવક અને તેની બીજી પત્નીને સમજાવ્યા હતા કે આ સમાજ અને કાયદાની વિરુદ્ધ છે. મહિલાએ તેના બહેનનું ઘર ન તોડવું જોઈએ કહેવા છતાં ન માનતા છેવટે પોલીસ ફરિયાદની સમજ આપી હતી.પીડિતાએ બીમાર પડતાં બહેનને સેવા માટે બોલાવી અને પતિના પ્રેમમાં પડી,આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મહિલા હેલ્પલાઈનને શહેરના પૂર્વ વિસ્તારમાંથી મહિલાનો ફોન કોલ મળ્યો હતો કે, તેમના પતિ મારી સગી બહેનને લગ્ન કરી પત્ની તરીકે લઈને આવ્યા છે. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં મહિલાએ જણાવ્યું હતું કે પોતે બે સંતાનોની માતા છે.

મળતી માહિતી મુજબ જણાવી દઈએ કે પોતે જ્યારે બીમાર હતી ત્યારે નાની બહેનને સેવા કરવા માટે અહીં અમદાવાદ બોલાવી હતી. તે દરમિયાન પતિ અને મારી બહેન વચ્ચે મૈત્રી સંબંધ બંધાયો હતો. થોડા દિવસ પહેલા જ પતિ માતાને લેવા ગામડે જાવ છું કહી અને આજે મારી બહેન સાથે લગ્ન કરી સ્ટેમ્પ પર લખાણ કરી ઘરે આવ્યા છે.બંનેને સમજાવ્યા છતાં એકબીજાને છોડવા તૈયાર ન થયા.મહિલા હેલ્પલાઈન સાથે વધુ વાત કરતા પીડિતાએ કહ્યું કે, ઘરે આવતા બંનેને સમજાવ્યા હતા છતાં એકબીજાને છોડવા તેઓ તૈયાર ન હતા.

મિત્રો પતિએ તો બંને બહેનોને પત્ની તરીકે જોડે રાખવાનું કહ્યું હતું. પરંતુ પહેલી પત્નીને આ મંજૂર ન હતું. પતિ અને પીડિત મહિલાની સગી બહેને ઘર તોડતા સહેજ પણ ખચકાટ ન અનુભવતાં મહિલાએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં તેઓને મોકલી આપ્યા હતા.વડોદરાના સોમાતલાવમાં રહેતી મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનમાં કોલ કરી મારા જીજાજીએ મને ઘરમાં પૂરી રાખી છે અને બહાર નીકળવા દેતા નથી, જેથી મદદ પહોંચાડવા વિનંતી કરતાં અભયમની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક પહોંચી હતી.

મિત્રો આગળ જણાવી દઈએ કે ટીમે પૂછપરછ કરી મહિલાને મુક્ત કરાવી તેના પિયરમાં મોકલી આપી હતી. 3 સંતાનોની માતા એવી પાયલ (નામ બદલ્યું છે) તેના પિતરાઈ બહેનના પતિ સાથે પ્રેમ સંબંધમાં બંધાઈ હતી. ત્યારબાદ પોતાનાં બાળકો અને પતિને તરછોડી જીજાજી સાથે મૈત્રી કરારથી રહેવા લાગી હતી. જેને પગલે તેની પિતરાઈ બેન પણ પોતાનાં બાળકો લઈને જુદી રહેતી હતી. પાયલ તેના પતિને છોડીને વડોદરા આવી ત્યારે સોના-ચાંદીના દાગીના સાથે લાવી હતી. જે તેના જીજાજીએ લઈ લીધા હતા.

આગળ જણાવી દઈએ કે આપણો મૈત્રી કરાર 3 વર્ષનો છે, તે પૂરો થતાં પહેલાં તને પાછા આપીશ, તેમ જણાવ્યું હતું.ત્યારબાદ 3 વર્ષ પૂરાં થવામાં થોડો સમય બાકી રહેતાં પાયલે ઘરેણાંની માગણી કરી હતી, જેથી જીજાજીએ તે દાગીના ગિરવી મૂકી ઘરખર્ચ કર્યો છે, તેમ જણાવતાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારાબાદ જીજાજીએ તેને ઘરમાં નજરકેદની જેમ રાખી શારીરિક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કરી તેનો સામાન પણ લઈ લીધો હતો.

અંતે જણાવી દઈએ કે મહિલાની ભૂલે 2 લગ્નજીવનમાં ભંગાણ સર્જ્યું,પાયલ પોતે ત્રણ સંતાનની માતા હોવા છતાં પોતાની પિતરાઇ બહેનના પતિ સાથે પ્રણયફાગ ખેલી તેની સાથે રહેવા આવી ગઈ હતી, જેથી તેની પિતરાઈ બહેનની હાલત કફોડી બની હતી. તે પોતાનાં બાળકોને લઈને પિયરમાં જતી રહી હતી. પાયલનાં ત્રણ સંતાનો પણ તેના પતિ પાસે જ હતાં. પાયલની ભૂલથી 2 લગ્ન જીવનમાં ભંગાણ થયું હતું. પાયલે પોતાનો સંસાર પણ બગાડ્યો હતો અને પિતરાઇ બહેનનો પણ સંસાર પણ બગાડ્યો હતો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.મિત્રો આ ઘટના ઉતરપ્રદેશના એક જિલ્લાની છે જેમાં એક સાળી પર ગેંગરેપ કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બન્યા પહેલા એક જીજાજી અને સાળી સૂમસામ રોડ પર ચાલતા જઈ રહ્યા હતા અને બંને ને તરસ લાગી તો બંને એક જગ્યાએ ઉભા રહ્યા ત્યાં તો કેટલાક ઇશ્મો આવીને સાળી સાથે અડપલા કરવા લાગ્યા જીજાજી તેનો વિરોધ કરતા એક જગ્યાએ બાંધી આ સાળી સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.

ચિત્રકૂટ ઉત્તરપ્રદેશનો એક જિલ્લો છે.ત્યાં ગેંગરેપનો એક મામલો સામે આવ્યો.6 લોકોએ મહિલાનો ગેંગરેપ કર્યો અને એનો વિડિઓ બનાવાનીને સોસીયલ મીડિયામાં વાયરલ કર્યો.અને ત્યારપછી પોલીસ સક્રિય થઈ અને કેસ દાખલ કર્યો.જાણકારી મુજબ 6 આરોપી હતા.જેમાં 4 લોકોની વિડિઓ પરથી ઓળખાણ થઈ ચૂકી છે.અને બીજા 2 અરોપીની ઓળખાણ એટલે નથી થઈ કેમ કે એણે મોઢું ઢાંકીને રાખ્યું હતું.

આ લોકો પર ગેંગરેપ, લૂંટફાટ ,ચોરી અને જાન થી મારી નાખવાનો કેસ દાખલ થઈ ચુક્યો છે.અને તેની તપાસ થઈ રહી છે.મહિલાની ઉંમર 24 વર્ષની છે.તે એના જીજાજી સાથે જઇ રહી હતી.રસ્તામાં 6 બદમાશ લોકોએ હથિયાર બતાવીને રોક્યા.જ્યારે એનો વિરોધ મહિલાની જીજાએ કર્યો તો એને બાંધી દીધા અને મહિલાનો ગેંગરેપ કર્યો.પીડિત મહિલાનો દાવો છે કે ઘટનાના દિવસે જ મઉ પોલીસ સ્ટેશનમાં મૌખિક ફરિયાદ કરી હતી.ત્યારે પોલીસે એના પર ખિજાઈને ભગાડી દીધી.મહિલાનું કહેવું છે કે વિડિઓ વાયરલ થયા પછી પોલીસને અધિક્ષકને મળી અને કેસ દાખલ કર્યો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છે. માથાભારે અનિલ કાઠીએ પોતાની પત્ની સાથે આડા સંબંધની શંકાએ તેના ડ્રાયવર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કાર્યનું અને ડ્રાયવરની સાળી ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની અનિલ કાઠી સામે તેના ડ્રાઇવરની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદથી અકળાયેલા કાઠીએ ડ્રાઇવરના ઘરે જઇ તોડફોડ કરી હતી , એટલું જ નહીં તારા પતિ અને બહેનને ટુકડા કરી ખાડીમાં નાંખી દઇશ એવી ધમકી પણ આપી હતી .

અઠવાલાઇન્સ પોલીસ મથકના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ ગોપીપુરાના શેતાન ફળિયામાં રહેતો મયૂર નામચીન અનિલ કાઠીના ડ્રાઇવર તરીકે કામ કરતો હતો.અનિલ કાઠીને એવી શંકા હતી કે તેની પત્ની સાથે ડ્રાઇવર મયૂર આડા સંબંધ રાખે છે. આ સંબંધમાં મયૂરની સાળી તેઓને સપોર્ટ કરતી હોવાની વાત પણ કોઇએ કાઠીના મનમાં ઠસાવી દીધી હતી. પત્નીના ડ્રાઇવર સાથે સંબંધોની વાતથી કાઠી ગુસ્સે ભરાયો હતો.

તેણે શિરડી જવાના બહાને મયૂર અને તેની સાળીને સાથે લીધા હતાં.ત્યારબાદ રસ્તેથી તેઓને કોસમાડી ખાતેના ફાર્મમાં લઇ જવાયા હતાં અહીં કાઠીએ મયૂર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું જ્યારે તેની સાળી ઉપર બળાત્કાર ગુજારવા સાથે અશ્લીલ વીડિયો પણ ઉતારી લીધો હતો , આટલું ઓછું હોય તેમ કાઠીએ બર્બરતાની હદ વટાવી અને સાળી – બનેવીના નખ પણ કાઢી નાંખ્યા હતાં.આ ઘટના અંગે તેઓએ કાઠી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોતાની સામે ફરિયાદથી અકળાયેલો કાઠી સોળમી તારીખે રાતે ડ્રાઇવરના ઘરે ગયો હતો.તેણે બારી દરવાજા કાચ તોડી નાંખ્યા હતાં.બાદમાં ડ્રાઇવરની પત્નીને કોલ કરી તારા પતિ અને બહેનને કહેજે કે મારી સામે નહીં આવે , સુરત છોડીને જતાં રહે . જો દેખાયા તો કટકા કરી ખાડીમાં ફેંકી દઇશ એવી ધમકી આપી હતી.મયૂરની પત્નીએ આપેલી ફરિયાદના આધારે સબ ઇન્સપેક્ટર કેવડિયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.હરિયાણાના ફરિદાબાદમાં 11 ઓગસ્ટે થયેલી બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જીજાએ જ્યારે સાળાની પત્નીને બ્લેકમેલ કરી તો સાળાએ પોતાના સાળાને જ જીજાની હત્યા કરવાની સોપારી આપી દીધી. ફરીદાબાદના જસાના ગામમાં થયેલી દંપતી હત્યાકાંડમાં પોલીસે મૃતક મોનિકાના સગાભાઇની ધરપકડ કરી છે.આ હત્યાકાંડમાં મોનિકા અને તેના પતિ સુખબીરના હાથ-પગ બાંધી નિર્મમ રીતે હત્યા કરી દેવામાં આવી હતી. આરોપી બ્રહ્મજીત ફરીદાબાદના જસાના ગામમાં થયેલા દંપતી હત્યાકાંડમાં મૃતક મોનિકાનો ભાઇ છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બ્રહ્મજીતના જીજા સુખબીર બ્રહ્મજીતની પત્નીને તેના કેટલાક અશ્લીલ વીડિયો દેખાડી બ્લેકમેલ કરી રહ્યો હતો. આ વાતથી તંગ આવી બ્રહ્મજીતે પોતાના સાળા વિષ્ણુની સાથે મળી પોતાના જીજા સુખબીરની હત્યાનું ષડયંત્ર રચ્યું.ઘટના સમયે મોનિકા પોતાના ભાઇના સાળા વિષ્ણુને ઓળખી ગઇ હતી. જેના કારણે મોનિકાના પતિ સુખબીરની હત્યા કરવા આવેલા હુમલાખોરોએ મોનિકાની પણ હત્યા કરી નાખી.જે પ્રકારે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો તેનાથી પોલીસને શંકા સૌથી પહેલા મોનિકાના પરિવાર પર જ ગઇ અને જ્યારે પોલીસે એક એક કરી બધી કડી જોડી તો સામે આવ્યું કે હત્યારો પરિવારમાંથી જ કોઇએ એક છે. હાલ પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર બ્રહ્મજીતને રિમાન્ડમાં લીધો છે. વિષ્ણુ અને તેના સાથીઓની પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે 11 ઓગસ્ટે ગામ જસાનામાં મોનિકા અને સુખબીરના હાથ-પગ બાંધી ધોળા દિવસે ગોળી મારી ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. હત્યામાં સામેલ ચાર આરોપીઓની સીસીટીવી ફૂટેજથી ઓળખ થઇ ગઇ છે. આ હત્યાકાંડને અંજામ આપવા માટે બ્રહ્મજીતે પોતાના સાળા વિષ્ણુની સાથે મેરઠના 3 સૂટર બોલાવ્યા હતા. હત્યામાં સામેલ મોનિકાની ભાભીના ભાઇ વિષ્ણુ અને 3 શૂટરની પહેલાથી જ પોલીસે ધરપકડ કરી લીધી છે.

બીજી એક આવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છે.અમદાવાદના પોશ વિસ્તાર નવરંગપુરામાં રહેતાં બિઝનેસમેનને ઐયાશી ભારે પડી છે. સાળીને પ્રેમજાળમાં ફસાવી તેને બે સંતાનોની માતા બનાવી છે. જીજાના પ્રેમમાં પાગલ સાળીએ સગી બહેનનું ઘર તો બરબાદ કર્યું છે. પણ હદ તો એ થાય છે કે, સાળીએ બિઝનેસમેનના મેનેજર સાથે મળીને પોતાની જ સગી બહેન પર બળાત્કાર કરાવ્યો છે.નવરંગપુરાના માલેતુજાર પરિવારમાં રવીશ સાથે સૌંદર્યવાન ગીતા (તમામ પાત્રોના નામ બદલ્યાં) પરણી હતી.

આ દંપતીને બે સંતાનો છે. દરમિયાન ગીતાની નાની બહેન આશા પણ આ પરિવારની સાથે જ રહેવા લાગી હતી. સમય જતાં સાળી આશા અને જીજા રવીશ વચ્ચે આંખો મળી, બારોબાર બીજા લગ્ન પણ થયાં અને જીજાએ આશાને પણ બે સંતાનોની માતા બનાવી. મોટી બહેનથી આ બધું સહન ન થયું. કંકાસનો દૌર એવો ચાલ્યો કે, બે બહેનોએ પહેલાં તો રવીશને જ ઘરની બહારનો રસ્તો દેખાડી દીધો.પતિને ઘરમાંથી તગેડી મુકાયો તે પહેલાં આ બંને બહેનોએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યા બદલ ફરિયાદ નોંધાવી હતી.

હવે ઘરમાં રવીશની ગેરહાજરી હતી. સમય જતાં આશા રવીશના મેનેજરના ચક્કરમાં પડી. આશા અને મેનેજર જિતુની નજર ગીતાના નામે લખાયેલી પ્રોપર્ટી પર હતી. જેના કારણે મેનેજર અને આશા ગીતાને ખાણી-પીણીની વસ્તુમાં કેફી પદાર્થ ભેળવવા લાગ્યા હતા. ગીતા અર્ધબેભાન અવસ્થામાં રહેવા લાગી. પતિના મેનેજરે ગીતા પર બળાત્કાર ગુજાર્યો. બળાત્કારમાં સગી બહેને મદદગારીનો રોલ અદા કર્યો અને બળાત્કારનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો. હવે બ્લેકમેલિંગનો દોર શરૂ થયો હતો. સગી બહેને જ ઘર બરબાદ કરતાં ગીતા એના જ ઘરમાંથી બેઘર થઈ અને અલગ રહેવા લાગી છે.

જાતીય ભૂખ બાદ આશાને પૈસાની ભૂખ જાગી હતી એટલે આશા તેની બહેનને વીડિયો જાહેર કરવાની ધમકી આપતી રહેતી હતી. ગીતાએ નામોશીથી બચવા મિલકતો વેચી, તેમાંથી બહેનને સાડા ત્રણથી ચાર કરોડની રકમ ચૂકતે કરી. અલગ રહેવા ગઈ એ પછીયે ગીતાને સતત ધમકી મળતી રહી કે, જો બળાત્કારની વાત કોઈને કહેશે તો વીડિયો જાહેર કરાશે.ગીતાએ આખરે હિંમત કરી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને સગી બહેન તેમજ પતિના મેનેજર સામે મિલકત પચાવી પાડવી, બળાત્કાર, બળાત્કારમાં મદદગારી મુદ્દે ફરિયાદ નોંધાવી છે. આશા અને મેનેજર આ ફરિયાદ રદ્ કરાવવા હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટે ફરિયાદ રદ્ કરવાની ના પાડી. હવે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માગવામાં આવ્યા છે.

About Hu Gujarati TEAM

Check Also

શારિરિક સબંધ બાંધ્યા બાદ જરુર રાખો આ વાતોનું ધ્યાન,નહિ તો આવશે ગંભીર પરિણામ….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ …