બસ થોડાક દિવસમા જ વાળ થઈ જશે કુદરતી કાળા, તેના માટે કરો આ મેજીકલ વસ્તુનો ઉપયોગ….

0
266

નમસ્કાર મિત્રો આજના સમય મા દરેક મહિલા ઇચ્છે છે કે તેના વાળ જાડા, લાંબા અને ચમકતા દેખાય અને દરેક વ્યક્તિ તેમના પુખ્તથી વૃદ્ધ થયા સુધી પોતાના કાળા વાળને ખુબજ પસંદ કરે છે કારણ કે વાળ આપણા ચહેરાની સુંદરતામાં વધારો કરે છે અને ચળકતા વાળની ​​સાથે દરેક લાંબા અને મજબૂત વાળ રાખવા માંગે છે પરંતુ આજકાલ દરેક વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છે અને વ્યસ્ત જીવનશૈલી, પ્રદૂષણ અને ઉત્પાદનો કે જે તમારા વાળ બગાડે છે તે વાળ ખરવાના કારણો છે અને જો તમે લાંબા વાળની ​​સમસ્યા માટે અસરકારક, સલામત અને સરળ પદ્ધતિ અપનાવવા માંગો છો.તો આ લેખ તમને ખૂબ જ મદદ કરશે.

મિત્રો દરેક ઋતુમાં અલગઅલગ રીતે વાળની કાળજી રાખવી જરૂર હોય છે અને તે પછી ઉનાળો હોય, શિયાળો હોય કે પછી ચોમાસું હોય દરેક ઉંમરની વ્યક્તિ પોતાના વાળની કાળજી રાખવામાં આવે છે અને તેના માટે તે મોંઘાં શેમ્પૂ, તો ક્યારેક બ્યુટી પાર્લરમાં જઈને પોતાના વાળ પાછળ ઘણો ખર્ચ કરે છે પરંતુ પહેલાંના સમયમાં યુવતીઓના વાળ ઘણા ઘાટા અને લાંબા હતા ત્યારે આપણને થાય છે કે એવું કેમ તો એવું એટલા માટે કે તે સમયમાં વાળની સંભાળ માટે યુવતીઓ બહારના કેમિકલવાળી પ્રોડક્ટ કરતા ઘરગથ્થુ ઉપચારનો વપરાશ કરવામાં વધારે માનતી હતી.

આજકાલ વ્યક્તિઓની વધતી ઉંમરની સાથે તેમના વાળ ખરવાની તકલીફ પણ વધી રહી છે અને અત્યારના વ્યસ્ત જીવનમાં તે પોતાના વાળ પર ધ્યાન આપી શકતા નથી તો આ વ્યસ્ત જીવનમાં પણ પોતાના ઘરમાં રહેલી કેટલીક સામગ્રીથી જ તમે વાળને ખરતા રોકી શકો છો અને બહારની નકલી પ્રોડક્ટ્સની સાઈડ ઈફેક્ટથી બચી શકો છો તો વાળ સાથે જોડાયેલી તકલીફોથી વ્યક્તિઓ ઘણીવાર તણાવ મા ચાલ્યા જતા હોય છે તેમા ખાસ કરીને તો યુવતીઓ પોતાના વાળ ને લઈને ખુબ જ લાગણીશીલ હોય છે.

મિત્રો પ્રાચીન કાળ હોય કે વર્તમાન સમય મહિલાઓ ના લાંબા વાળ હંમેશાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે અને નવી ફેશન અને સમયના અભાવને કારણે મોટાભાગની મહિલાઓ વાળ ટૂંકા કરવામાં આવે છે પરંતુ જો આપણે તેમની સાથે વાળ વિશે પણ વાત કરીશું તો પછી તેમની પ્રથમ પસંદગી પણ લાંબા કાળા વાળ હોય છે અને છોકરીઓ અને મહિલાઓના લાંબા વાળ તેમની સુંદરતામાં વધારો કરે છે અને તેની સાથે પુરુષોને આકર્ષિત કરવાનું એક સાધન પણ છે. તો આજે અમે તમને ઘરે વાળને કેવી રીતે સાચવવા તે વિશે જણાવી રહ્યાં છે.

મિત્રો લાંબા અને જાડાં વાળ મેળવવાની ઈચ્છા દરેક છોકરી અને મહિલાની હોય છે જેના માટે ગમે એટલા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી લો કે ટ્રીટમેન્ટ કરાવી લો પણ દેશી ઉપાયો જેવી અસર નથી જ થતી તો કેટલીક વસ્તુઓ તમારા વાળ માટે વરદાન સમાન હોય છે અને એમાંથી જ એક છે આમળા. આમળાને સ્વાસ્થ્ય માટે તો અમૃત કહેવાય છે પણ વાળની સમસ્યાઓ દૂર કરવા માટે પણ તે ગજબની અસર કરે છે જેથી તમારા વાળના સારાં કરવા આજે અમે તમને આમળાનો ઉપયોગ કરવાની કેટલીક રીત જણાવીશું જે તમને બહુ જ કામ લાગશે તો ચાલો જાણીએ.

મિત્રો આમળા હેઅર પેકથી વધારો વાળનો ગ્રોથ
આમળામાં રહેલાં મેજિકલ ન્યૂટ્રિઅન્ટ્સ વાળના વિકાસમાં મદદ કરે છે અને તેનાથી બનેલો હેઅર પેક લગાવવાથી સ્કેલ્પમાં બ્લડસર્ક્યુલેશન સુધરે છે અને આ સાથે વાળની ગંદકી પણ દૂર થાય છે તેમજ વાળ ક્લિન થઈ જાય છે અને ડેન્ડ્રફનો પ્રોબ્લેમ પણ ઠીક થઈ જાય છે અને આ સિવાય આ હેઅર માસ્ક લગાવવાથી ખુજલી, સોજો, ઈન્ફેક્શન પર દૂર થઈ જાય છે.

મિત્રો જો તમે પણ આ હેઅર પેકનો ઉપયોગ કરવા માંગો છો તો તેના માટે તમે 8 કે10 આમળા લઈ તેને સૂકવીને તેનો પાઉડર બનાવી લો અને પછી અડધો ગ્લાસ નવશેકું ગરમ પાણી કરી તેમાં 7 કે 8 ચમચી આમળા પાઉડર અને 7- કે 8 ચમચી મેંદીનો પાઉડર મિક્સ કરી આ પેસ્ટ બનાવી લો તેમજ આ પેસ્ટ સહેજ જાડી રાખવી અને આ પેસ્ટ વાળના મૂળમાં લગાવવી જેથી તમારા વાળનો પોષણ અને ફાયદા મળી શકે.

હવે આને વાળ મા લગવવા માટે આ પેસ્ટને ચોખ્ખા વાળમાં જ લગાવવી અને જો વાળ મા તેલ કે બિજુ કોઈ ઓઈલ લગાવેલુ હોય તો તે વાળમાં તેલ લગાવેલું ન રાખતા તેમજ આ પેસ્ટ લગાવીને શાવર કેપ પહેરી લેવી તેમજ 2 થી3 કલાક આ પેસ્ટ રાખી પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ સામાન્ય પાણીથી ધોઈ લેવા અને આ ઉપાય કરવાથી ઝડપથી તમારા વાળનો ગ્રોથ વધશે.

આમળાના બીજા ફાયદા.
મિત્રો આમળામાં વિટામિન એ અને સી હોય છે. જે સ્કિનમાં કોલેજન બનાવવા માટે જરૂરી છે અને જેથી આમળા ખાવાથી સ્કિન ટાઈટ રહે છે તેમજ આમળાનો રસ પીવાથી કરચલીઓ ફાઈનલાઈન્સ જેવી સમસ્યા દૂર રહે છે અને સ્કિન યંગ લાગે છે તેમજ ધૂળ માટીને કારણે ચહેરાની સ્કિન બેજાન અને ડ્રાય થઈ ગઈ હોય તો તેના માટે આમળાના રસમાં થોડું પાણી મિક્સ કરી ચહેરા પર લગાવો. 30 મિનિટ બાદ ફેસવોશ કરી લો અને આમળા માં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ વાળને હેલ્ધી અને મજબૂત બનાવે છે.

તમે આમળાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને પણ વાળના મૂળમાં લગાવી શકો છો સફેદ વાળને કાળા કરવા માટે નારિયેળ તેલમાં સૂકા આમળાના કટકા નાખીને તેને 1 વીક તડકામાં રાખો અને આ પછી આ તેલથી વાળમાં મસાજ કરો તેમજ ખોડાની સમસ્યાને જડથી ખતમ કરવા આમળામાં તુલસીના પાન અને પાણી મિક્સ કરીને મૂળમાં લગાવો અને 20 મિનિટ બાદ વાળ ધોઈ લો અને આ વીકમાં 2 વાર આ ઉપાય કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here