બાપા સીતારામ નાં આ મંદિરમાં રોજ બને છે લાખો લોકો માટે જમવાનું,એકદમ મફત મળે છે આ જમવાનું……

0
208

સમગ્ર દુનિયામાં “બાપા સીતારામ”નું નામ ફેલાવનાર સંત બજરંગદાસબાપા ના કર્મ સ્થાન બગદાણા ખાતે હાલમાં બાપાની 14મી પુણ્યતિથી ઉજવવામાં આવી હતી. આમ તો બગદાણા ખાતે ભક્તોનો પ્રવાહ ચાલુ રહે છે પંરતુ આ બે દિવસ અહીં લોકોની ભીડમાં વધારો થાય છે. તમને જણાવી દઈએ કે બાપાની પુણ્યતિથિ પોષ વદ ૪ના દિવસે ઉજવવામાં આવે છે.હાલમાં થોડાક સમય પહેલા એટલે કે 14 જાન્યુઆરી એ બાપાની પુણ્યતિથિ નિમિત્તે લાખો લોકો બાપાના સ્થાન બગદાણા ખાતે પહોંચી આવ્યા હતા. અહીં તેમની સેવા માટે દસ હજાર સ્વયં સેવકો ખડેપગે હતા. જેના લીધે કાર્યક્રમ માં કોઈ અછત રહી નહોતી.બગદાણામાં બાપાની પુણ્ય તિથિ નિમિત્તે 1200 કિલો લાડવા, 1200 કિલો શાક, 5500 કિલો શાક, 5500 કિલો ગાંઠિયા, 3700 કિલો દાળ, 7400 કિલો ભાત અને 11000 કિલો રોટલી બનાવવામાં આવ્યા હતા. આ સિવાય ભક્તોને પરંપરાગત રીતે નીચે બેસાડીને ભોજન પીરસવામાં આવ્યું હતું.અહીં ગુરૂઆશ્રમ ખાતે સવારે 14મી જાન્યુઆરીએ સવારે વહેલા 5 વાગે આરતીથી પ્રસંગની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ધ્વજારોહણ અને ગુરૂપૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. પછી દસ વાગે સમગ્ર શહેરમાં નગરયાત્રા કાઢવામાં આવી હતી. જે સમગ્ર બગદાણા શહેરમાં ફરી હતી.તમને જણાવી દઈએ કે આ લાખો લોકો આવવા છતાં અહીં સહેજ પણ અગવડતાનો સામનો કરવો પડ્યો નહોતો. સ્વયં સેવકો દ્વારા દરેક જગ્યાએ સારી રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. અહી ભક્તોના રહેવા, જમવા અને ભોજનની વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી હતી.

જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધેજ બગદાણા એક ધામ બની ગયું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે. બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે. જેમને લોકો “બાપા સીતારામ” નાં હુલામણા નામથી ઓળખે છે.ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે. ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો.

રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે.ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું ‘બજરંગી’ અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે. ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ બગદાણા આવ્યા. અંદાજે આ વર્ષ 1941નું હતું. અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી.1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે. બન્ને બાજુ કાંચ છે, જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે.સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો.

સૌરાષ્ટ્રના બગદાણા ના બજરંગદાસ બાપા ના અન્ન ભંડારા વિશે જાણીએ તો સૌરાષ્ટ્ર ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. અહીં વાત છે સૌરાષ્ટ્રના એક એવા સંતની જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા ગામમાં આવ્યો છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે જ બગદાણા એક પવિત્ર ધામ બની ગયું છે.વાત છે બગદાણાવાળા બાપુની, જેમને લોકો “બાપા સીતારામ” ના હુલામણા નામથી ઓળખે છે. સમગ્ર દુનિયામાં ‘બાપા સીતારામ’ નામ ગૂંજતું કરનાર સંત બજરંગદાસબાપુની કર્મભૂમિ બગદાણા ખાતે હાલમાં પૂજ્ય બાપુની પૂણ્યતિથિ ઉજવાય છે. અને આમ તો બગદાણામાં બારેમાસ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ રહેતો હોય છે, પણ આ બે દિવસ વિશેષ ઉજવણી થાય છે. બજરંગદાસ બાપાની પૂણ્યતિથિ (પોષ વદ 4) અને ગુરુપુર્ણિમાનો ઉત્સવ અહીં ખુબજ ધામધૂમથી ઉજવાય છે.

અહીં તારીખ 14મી જાન્યુઆરીએ ઉજવાયેલી પૂણ્યતિથિ નિમિત્તે દેશ-વિદેશથી લાખો ભક્તો અહીં ઉમટી પડ્યા હતા. દર્શન કરવા માટે આવેલા ભક્તો માટે પ્રસાદ અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને સૌ કોંઈ અચંબિત પણ થઈ ગયા હતા. 10 હજારથી વધુ સેવકોએ ખડેભગે રહેવા તથા જમવાની સગવડો સાચવી હતી.બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું.મુળથી રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા.વર્ષ ૧૯૦૬ માં ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો.તેમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા.ફરતા ફરતા અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. બાદમાં તેઓ તેમના શિષ્ય બન્યા.

એક કેટલાય પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બજરંગદાસબાપા ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતીહતા, ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી અને ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી.ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરિયાકિનારે એક ડાર બનાવ્યો, (દરિયાની રેતીમાં હાથથી ખાડો ખોદીને પાણી કાઢવુ તે ડાર) અને એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ.મિત્રો ત્યારે બજરંગ દાસ બાપાએ તે યુવાનની માથે હાથ ફેરવીને એટલું જ કહ્યું કે સીતારામના શરણે આવીને જે બેસે તેને કોઈ પાપ નથી રહેતા. પરંતુ હવે સત્યના માર્ગે ચાલજે હવે ક્યારેય ખોટા કામ કે ખૂન ન કરીશ તારા પાપ ધોવાઈ જશે.યુવાને બાપુને પૂછ્યું કે મારા પાપ ધોવાઇ ગયા તેની મને ખબર ક્યારે પડશે. ત્યારે બાપુએ એક કાળો રૂમાલ યુવાનને આપ્યો અને એટલું કહ્યું કે આ રૂમાલ લઈને મુંબઈ ચાલ્યો જા અને જ્યારે આ રૂમાલનો રંગ સંપૂર્ણ સફેદ થઇ જાય ત્યારે સમજ જે કે તારા પાપ ધોવાઈ ગયા.

તે યુવાન મુંબઈ ગયો અને પોતાની નોકરી પર લાગી ગયો. અને એ યુવાન એક દિવસ રાત્રે રસ્તા પર જતો હતો ત્યાં તેને એક છોકરીની ચીસ સંભળાઈ. હવે તે યુવાન બજરંગ દાસ બાપાનો શિષ્ય હતો. આ ચીસ સાંભળતા જ તે અવાજની દિશા તરફ મદદ માટે ગયો. ત્યારે તેણે ત્યાં જોયું તો ચાર પાંચ યુવાનો એક છોકરીની ઈજ્જત લુંટવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. યુવાનથી રહેવાયું નહિ અને તેની કમર પર રહેલી કટાર કાઢી અને એક વ્યક્તિની છાતી પર વાર કર્યો. આ રીતે તે દીકરીની ઈજ્જત તો બચી ગઈ પરંતુ બજરંગ દાસ બાપાને આપેલું વચન તૂટી ગયું.પછી તે યુવાન તરત જ બગદાણા આવી ચડ્યો અને બાપુને કહ્યું કે બાપુ ખૂન બંધ કરવાની વાત તો એકબાજુ રહી પરંતુ મારાથી હજુ એક વધારે ખૂન થઇ ગયું. ત્યારે બજરંગ દાસ બાપુએ ખૂનનું કારણ પૂછ્યું. ત્યારે યુવાને જવાબ આપતા કહ્યું કે પારકી દીકરીની આબરૂ લુંટાતી હું જોઈ ન શક્યો અને તે દીકરીની ઈજ્જત બચાવવા માટે મારી કટાર નીકળી ગઈ અને એક વ્યક્તિનું ખૂન કરી નાખ્યું.ત્યારે બાપુ કહે છે કે હવે તારો પેલો રૂમાલ કાઢ. યુવાને રુમાલ ખિસ્સામાંથી કાઢ્યો તો રૂમાલ કાળામાંથી સફેદ થઇ ગયો હતો. દીકરીની આબરૂ બચાવવા માટે જો કોઈનું ખૂન થઇ જાય તો આગળ કરેલા ખૂનનું પાપ ધોવાઈ જાય. ત્યાર બાદ યુવાનનું હૃદય પરિવર્તન થયું અને તે આ રીતે સારા માર્ગે દોરાયો