બાપા મને પડ્યાંસાહેબ નહીં પંડ્યાજ કહો,જ્યારે ભાવનગરના કલેકટર બજરંગ દાસ બાપા પાસે આવ્યા,આખી સ્ટોરી જરૂર વાંચજો….

0
60

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ છે, તેવા બજરંગદાસ બાપાનો આશ્રમ બગદાણામાં આવેલો છે. બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા છે કે સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય જ્યાં બાપાની મઢુલી નહીં હોય. લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે.

ઓહો આવો આવો પંડયાસાહેબ!’ અર્ધ આસન ઉપર બેઠેલી અર્ધ ઉઘાડી ગોળા જેવી ફાંદ્યને હાસ્યના ઠહાકાથી ખળભળાવીને બગદાણાના સંત બજરંગદાસજી મોકળું હસ્યા. પછી બાકસ હાથમાં લઇને બીડી સળગાવી. લાંબો દમ માર્યોઅને વળી હસ્યા, ‘તમે આવ્યા તે ભારે કામ થયું, પંડયાસાહેબ.’ ‘બાપા…!’ ભાવનગરના કલેકટર ઍન.જી. પંડયા ભોંઠા પડીને બોલ્યા, ‘બાપા! તમે પણ મને સાહેબ કહેશો? તમારી આગળ હું પંડયાસાહેબ નહીં, માત્ર પંડયા… મને પંડયો કહો તોય ચાલે બાપા! તમે તો સંત શિરોમણી.’‘ જુઓ વા’લા! ડાહ્યા માણસો એને કહેવાય જે સમાજના રિવાજો પાળે અને સમાજના ચાલે ચાલે.’ બજરંગદાસ બાપાએ સમજણનો પટારો ખોલ્યો, ‘આખો સમાજ તમને સાહેબ કહે જ ને? ભાવનગર જિલ્લાની મોટામાં મોટી ખુરશી એટલે કલેકટરની ખુરશી.

એવી મોટી ખુરશીનો બેસનારો માણસ સાધારણ તો થોડો હોય? એવડો મોટો અસાધારણ માણસ અમારા ધૂળિયામાં આવે ત્યારે અમારા ધૂળિયા, ગરીબડા, એમની સેવા કરનારા બૌ રાજી થાય અને અમેય રાજીના રેડ થાઈ, વા’લા!’‘હશે બાપા! પણ હવે સાહેબપણાને બાજુમાં મૂકો. હું તો આપનો સેવક-ચાહક છું. આપ સંત હોવા સાથે રાષ્ટ્રપ્રેમી સંત છો બાપા! આપની, એમની સેવા કરવી એટલે રાષ્ટ્રની સેવા, ગરીબોની, દુખિયાની સેવા.’‘ગરીબો જેવી સેવા તો કોઇથી ન થાય હોં વા’લા! ગરીબ બરચારા ભૂખ્યા ભૂખ્યા પણ સેવા કરે.’ બાપા વાસ્તવના ધરાતળેથી બોલ્યા.‘મારાથી થાય એવી હુંય સેવા કરું બાપા.’‘તમારી પેંડ્યાની સેવાની વાત ગળે ન ઊતરે મને.’

બાપાએ વળી પાછી ફાંદને ખળભળાવી. ‘ગરીબ તો ઉઘાડા પગે, ઉઘાડા ડીલે, ઉઘાડા માથે સેવા કરે વા’લા! તમારે તો કોટ, ટાઇ, પેન્ટ, મોજાં-બૂટ અને હેટ. પણ વા’લા! કલમ હાંકો તો ભયો ભયો થઈ જાય. લ્યો ને, પેટછૂટી વાત કરું. બગદાણાની જગ્યાને જ્યાં આઠ-દસ વીઘા જમીન મળેતો ગાડવાં વવાય, પંખીઓ લવાય, પાણી પાવા માટે ગરીબ મજૂરને કાંક અપાય તો એના ચૂલા સળગે બાકી મફતનું ખાય નહીં હોં.’‘એવી જમીન તો સરકારી પડતરમાંથી તરત મળી જાય બાપા!’ કલેકટરસાહેબે ઉત્સાહ દેખાડયો, ‘તમે હા પાડો એટલી જ વાર.’

‘મારી હા છે પણ પંડયાસાહેબ, જમીન મારે મફતમાં ન જોઈએ.’‘તે મફતમાં નહીં બાપા! સામાન્ય રકમ લઇને આપીએ. સરકાર પાસે ઘણી છે. વા’લા! ઇ તો લાગવગની વાત થઈ અને જુઓ, સરકાર એટલે કોણ? સરકાર એટલે લોકો, હું અને તમે બધા. માટે સાહેબ! નિયમ મુજબ કિંમત કરવાની અને એક રૂપિયો વધારે લેવાનો’‘વધારે શું કામ બાપા?’‘હું સીતારામનો આધીન છું. રામ મારો રાજા છે. હું કંઈ ગરીબ થોડો છું વા’લા? અને સાંભળો ધરતી તો મા જાનકીની માતા છે. માટે ધરતી ઉપર ખોટું પગલું ભરાય નહીં સાહેબ! બાવાથી તો ન જ ભરાય… બાવાપણું લાજે વા’લા! મલક વાતું કરે કે બજરંગદાસે વગ લગાડી અને જમીન હડપી લીધી.’

અને વળી હસી પડયા, ‘વાત ખોટી હોય તો લાવો પાછી અને પંડયાસાહેબ! અહીં તો દેવાવાળો ધણી છે, વાપરો તો આપે. ‘વાહ બાપા!’ કલેકટર ખુશ થયા. ‘જમીન તમને બજારભાવે જ મળશે બસ.’‘હું મારો બાટયો!’ બાપાએ તાળી પાડી : ‘હવે ખુશાલીમાં ચા પાઈ દઉં.’ ‘બાપા! ચા તો અફલાતૂન બની.’ પંડયાસાહેબ ચા પીને ખુશ થઈ ગયા. ‘આવી ચા ભાવનગરમાં નથી બનતી. કોણે બનાવી હેં બાપા?’‘બજરંગદાસે પોતે.’ બાપાએ ગમ્મતમાં છાતી ઠપકારી, ‘અને બજરંગદાસને આજ લાઇસન્સ પણ મળી ગયું છે. હવે ભાવનગરમાં હું ચાની લારી કાઢું તો પૈસાના ઢગલા થાય!’ બજરંગદાસ ખડખડાટ હસ્યા.

બગદાણાના આ સંત બજરંગદાસજી એટલે સદાય નિખાલસ બાળસહજ નિર્દોષતા, નિર્ભય અને સાફદિલ સાધુ. મનમાં એ મોઢે કશું ખાનગી નહીં. કશી રમત નહીં. પેટમાં પાપ નહીં અને ધર્મનો કોઈ દેખાડો નહીં. સ્નાન નહીં, તિલક નહીં, માળા નહીં, પૂજાપાઠ નહીં, મંદિર નહીં, પંથ નહીં. ચેલાચેલી કંઈ નહીં. ભક્તપંથમાં જે ચીલો પાડયો છે એની નીતિરીતિ આસપાસનાં સેંકડો ગામડાં અનુસરે. એમના સેવકો ‘પારાદોડ’ કરતા નથી, ફાળો કરતા નથી. ખોટા ચમત્કારની વાતો ફેલાવતા નથી.

બજરંગદાસ બાપા એટલે ઉંમરવાન બાળક! છોકરાઓ એકઠા કરીને ગિલ્લીદંડા રમે. હુતુતુતુ રમે અને ગંજીપો પણ ખેલે. જાણીતો કોઈ ચાહક આlમે જાય ત્યારે બાપા સંભારી આપે, ‘વા’લા! આજ તો ગંજીપે રમીઍ.’ અને રમત શરૂ થાય. ચારે ચાર ભેરૂઓ પોતાની બાજી જમીન ઉપર ખુલ્લી મૂકીને, સૌ ભાળે ઍમ રમવાનું.‘બાપા! ખુલ્લી બાજીમાં રમત જામે નહીં.’ કોઈ ટકોર કરે.‘જામે ભલે નહીં પણ રામજીને બૌ ગમે. અને ખુલ્લી બાજીવાળા જ દુનિયામાં જીતે છે હોં વા’લા. બાકી ગુપ્ત બાજી પણ છેવટે ખુલ્લી થઈ જાય બાપ! પછી જગ નિંદા કરે.’ ફાંદને ફરીવાર ઠહાકો આપીને પૂછે, ‘તમે શું કહો છો વા’લા? મારી વાત ખોટી છે?’

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ. સંત શિરોમણી બાપા બજરંગદાસ બિરાજતા અને જેના રોમે રોમે સીતારામ.કોઈ પણ જાત ની માયા માં તેનું ચિત લાગ્યું નથી. તેમનું જીવન પણ એક દમ સરળ અને લોકો ને આનંદ આપનારું છે. પૂજય શ્રી સંત શિરોમણી બાપા સીતારામ તરીકે આપણે બધાં જેમને ઓળખીએ છીએ એમનું મુળ કુટુંબ રાજસ્થાન થી હતું. મુળથીએ રામાનંદી સાધુ અંને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા.

૧૯૦૬માં (ચોક્કસ તારીખ ની માહિતી નથી) ઝાંઝરી્યા હનુમાન દાદા મંદિરમાં ગામ અધેવાડા માં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબા ના ખોળામાં જન્મ થયો. એમના પિતાજીનું નામ હરીદાસબાપુ. ત્યાં ના ગામ લોકો ની માન્યતા એવી હતી કે ભકિતરામ (બાપા બજરંગદાસ) એ ભગવાન શેષ નારાયણના પૂર્ણ અવતાર છે. સંત શ્રી બાપા બજરંગદાસ અને બગદાણા(તાલુકો-મહુવા, જિલ્લા-ભાવનગર) ગામ એક બીજાના સમરૂપો થઈ ગયા છે. બગદાણા ગુરૂ આશ્રમ ઘણા લોકો માટે શ્રધ્ધા અને વિશ્વાસની જગ્યા છે. બાપા સીતારામ ની મઢૂલીઓ તમને સૌરાષ્ટ્રના દરેક ગામ માં જોવા અચૂક મળશે.

ભકિતરામ (બાપા બજરંગદાસ) ને ૧૧ વર્ષની નાની વય થી જ ખાખી જમાતમાં શામેલ થવાની લગની લાગી, બાળપણ થી દુખી અને ગરીબ લોકો ને જોઈ ને તેમનું મન પીગળી ઉઠતું અને તે સાચા ગુરૂ ની શોધમાં અયોધ્યા પહોંચ્યા. અહીં તેમની મુલાકાત ગુરૂ શ્રી સીતારામજી બાપુ સાથે થઈ. ગુરૂજી એ તેમને પ્રભુ ભક્તિ માં ધ્યાન આપવા,જપ, તપ અને સાધના નું ભાથું બાંધવાની સલાહ આપી.

બાપા ના પરચા અનેક છે, તેમાં થી વાત કરીએ તો એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળા ના સમય માં મુંબઈ માં સાધુ ની જમાત જોડે હતી. ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણી ની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજી ની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરીયા કીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) બાપા એ સાક્ષાત ગંગા ને ત્યાં પ્રગટ કરી.બાપા એ કરેલા એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ. ઔરંગાબાદ માં બાપા એ એક બાળક ને તેના ઘર ની અગાસી પર થી નીચે પડી ગયેલ અને બાપા એ તેને તેડી ને બચાવી લીધેલ. એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલ માં થી પસાર થતા હતા ત્યારે સિંહો નું ટોળું રસ્તા માં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો.

બાપા જયારે બાળપણમાં હતા તે વખતની એક વાત છે, બાપા જ્યારે નાના હતા ત્યારે પથારીમાં સુતા હતા તે વખતે એવો એક દિવસ મોડે સુધી સુઈ રહ્યા હતા તો માતાપિતા તેમને જગાડવા આવ્યા તો તેના ભેગો એક નાગ સુતો હતો અને સાથે કરડયા વગર ભક્તીરામનો મિત્ર હોય તેઓ વર્તાવ કરી રહ્યો હત. જેથી તેમના માતાપિતાને આ બાળક ભગવાનનો કોઈ અવતાર હોવાનું માની લીધું હતું.

બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ. જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા. જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો. જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.

બજરંગદાસ બાપા હમેશા લોકોને ભગવાન શ્રી રામનું નામ અને હનુમાનજીનું રટણ કરવાની લોકોને સલાહ આપતા. બાપા સીતારામ દીક્ષા લીધા પહેલા તેમના અનેક પરચાઓ બતાવી શક્યા હતા. બાપા જ્યારે દીક્ષા લેવા જતા હતા ત્યારે તેઓ વલસાડ નજીક પહોચ્યા અને ઓરંગા નદીના કિનારે બેઠા હતા ત્યાં સીતારામ બાપુ ખાખચોડ વાળાની જમાત નાસિક કુંભમેળામાં જઈ રહી હતી. તે વખતે બાપાને પણ કુંભ મેળામાં જવાનું મન થયું હતું. અને તેઓ સંઘમાં જોડાઈ ગયા. આ સંઘને રસ્તામાં એક વાઘનો ભેટો થઇ ગયો અને અન્ય ભક્તો ડરી ગયા. પરંતુ બાપાએ સીતારામ સીતારામ જપતા જપતા બહાદુરી પૂર્વક વાઘને ભગાડ્યો અને ત્યારથી અન્ય ભક્તોને બાપાની ભક્તિ અને શક્તિનો પરચો થઇ ચુક્યો હતો.

આ પ્રભુભક્તિ જોઇને સીતારામ બાપુએ નાસિક જઈને ગોદાવરી નદીના કિનારે રાખનો બનાવેલો પીંડ બાપાના આખા શરીરે લગાવી દીધો અને બાપાને દીક્ષા આપી હતી. સીતારામ બાપુ પણ તહેરાભાઈ ત્યાગી અખાડામાં મહંત હતા તેથી બાપાને પણ તહેરાભાઈ ત્યાગી ખાલસામાં દીક્ષા આપવામાં આવી હતી. ગુરુની આજ્ઞા પ્રમાણે બાપા ભ્રમણ કરવા લાગ્યા હતા, આમ તેઓ અમદાવાદ પોતાના ગુરુની જમાતથી છુટા પડ્યા અને પોતાનો ચીપીયો અને તુંબડી લઈને નીકળી પડ્યા માનવ સેવા કરવા માટે. અનેક જગ્યાએ બાપાએ ધુણીઓ ધખાવી હતી, તેઓ આડબંધ પહેરતા અને શરીરે રાખ ભભૂત લગાવતા.

તેઓ ફરતા ફરતા સુરતના સરઈ ગામ, વેજલપૂરના હનુમાનજી મંદિરે, સુરતના અશ્વિનીકુમાર જેવી જગ્યાએ રહ્યા હતા, ત્યાથીએ બાપાએ સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું હતું જેમાં વલ્લભીપુર, ઢસા, પીથલપુર,વગેરે ગામોમાં રહ્યા હતા, અંતે તેઓ પાલીતાણાના વાળુકડ ગામના હનુમાનજી મંદિરે અને ત્યાંથી કણમોદર અને છેલ્લે તેઓ બગદાણા આવીને સ્થાયી થયા હતા, અને ત્યાં બાપાએ આશ્રમ સ્થાપ્યો હતો.

બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉમર હતી ૪૧ વર્ષ. બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા. તેઓ ૧૯૪૧ માં બગદાણા આવ્યા પછી ૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી,૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. ૧૯૬૦માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો, ત્યારબાદ ૧૯૬૫ આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્દમાં દેશની સેનાને મદદ આપી. ત્યારબાદ ત્રીજી વખત ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું.

બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. અ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્શિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો. બાપાએ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે આજે વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે.

બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે, એક ગુરુ પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે, જ્યારે બીજી એક તિથી બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખુબ ધામધુમથી ઉત્સવ ઉજવાઈ છે. બાપાએ પોષ વદ 4 ના રોજ બગદાણા ધામમાં 1977 માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી. તેદી મઢુલી બાપા વગર સુની થઇ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ, બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઇ ગયો હતો.

બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા,જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે, બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે અને હાલ બાપા દુનિયાના દુખિયારા લકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે. એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા.

તે આ જોઇને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.