Breaking News

બજરંગદાસ બાપા બગદાણા આવ્યા ત્યારે, બગડેશ્વર મહાદેવ માં રહેતા હતા જાણો અન્ય કેટલીક રહસ્યમય વાતો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારત એક એવો દેશ છે, જે પોતાની વિશેષ સંસ્કૃતિ ના કારણે પુરી દુનિયામાં ઓળખવામાં આવે છે. અહીં દેશ ના ખૂણા-ખૂણા માં એવા -એવા કામ કરવામાં આવે છે, જે ફક્ત અહીં જ દેખવા મળી શકે છે. દેશ ના દરેક ભાગ ની પોતાની એક અલગ માન્યતા છે.

તમે તો જાણો જ છો કે ભારત માં ધર્મ ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. અહીં પર એટલી સંખ્યા માં મંદિર છે કે તેમને ગણી શકવા લગભગ મુશ્કેલ છે. જો આ દેશ ને મંદિરો નો દેશ કહેવામાં આવે તો કંઈ ખોટું નથી. અહીં ની દરેક ગલી માં એક મંદિર દેખવા મળી જાય છે.

બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામમાં થયો હતો. અધેવાડા ગામમાં આવેલા ઝાંઝરીયા હમુમાંનજી મંદિરમાં થયો હતો. બાપના જન્મ સમયનો ઈતિહાસ પણ અદ્ભુત છે. 1906ની સાલમાં અધેવાડા ગામમાં હીરદાસજી અને શિવકુવરબાનો રામાનંદી પરિવાર રહેતો હતો. બાપા બગદાણા આવ્યા ત્યારે તેમની ઉમર હતી ૪૧ વર્ષ. બાપાએ બગદાણા ગામમાં ત્રિવેણી સંગમ જોયો. બગદાણા ગામ, બગડેશ્વર મહાદેવ અને બગડાલમ ઋષિ આ જોઈ બાપા કાયમ માટે બગદાણામાં રહ્યા.

બગદાણાથી માંડીને છેક વિદેશોની ધરતી સુધી જેમના સેવાના કાર્યો અને પરચાઓની વાતો થાય છે તેવા બગદાણા ધામના બાપા સીતારામનો ઈતિહાસ અદ્ભુત છે, બાપા સીતારામ એટલે એવા સંત કે સરકારે તેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ આપ્યું છે. બગદાણા ધામમાં ગમે જેટલાય ભાવિક ભક્તો આવે તો પણ તેના અન્નના ભંડાર ક્યારેય ખૂટતા જ નથી. વર્ષોને વર્ષો સુધી આજે પણ બાપાના ભાવિક ભક્તોની સંખ્યા દર વર્ષે વધતી જ જાય છે, કહેવાય છે કે બાપા ઉપર માં લક્ષ્મીજીના આશીર્વાદ હતા અને તેથી જ બાપા પાસે હંમેશા રૂપિયા આવતા રહેતા.કહેવાય છે કે બગદાણા ગુરુ આશ્રમના ભોજનાલયની પ્રસાદી તરીકે શ્રધા સાથે ભોજન લેવાથી તે મોંઘીઘાટ દવા કરતા પણ વધારે શક્તિ ધરાવે છે અને તેથી ગમે તેવી ખતરનાક બીમારી પણ ભાગી જાય છે તેવી માન્યતા રહેલી છે, અને કોઈ બીમારી પણ આવતી નથી.

તેઓ ૧૯૪૧ માં બગદાણા આવ્યા પછી ૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી,૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું. ૧૯૬૦માં ભૂદાન યજ્ઞ કરાવ્યો અને 1962માં આશ્રમની હરાજી કરાવી ભારત ચીન યુધના સમયે દેશની સેનાને ફાળો આપ્યો, ત્યારબાદ ૧૯૬૫ આશ્રમ હરાજી કરી ભારત પાકિસ્તાન યુદ્દમાં દેશની સેનાને મદદ આપી. ત્યારબાદ ત્રીજી વખત ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે આ રીતે સતત ત્રણ વખત દેશની સેના અને સરકારને મદદ કરી તેથી તેઓ રાષ્ટ્રીય સંત તરીકે ઓળખાયા. બાપા સીતારામનો પરિવાર રામાનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું, પરંતુ બાપામાં નાનપણથી ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતો, બાપામાં સેવા ભાવના ગુણો હતા, સાથે માતા પિતાના સંસ્કાર પણ હતા. અને સાથે ખુબ જ પ્રભુ ભક્તિ પણ હતી

તેઓ ખુદ આ ફાળો આપવા ભાવનગર કલેકટરને સહાય આપવા માટે કચેરીએ આવ્યા હતા અને કહ્યું હતું કે ફૂલ નહિ તો ફૂલની પાંખડી પણ મારાથી અપાય તેટલી સહાય મારા દેશને આપું છું. બાપા બગદાણા આવ્યા પછી બગદાણા ધામમાં અનેક ચમત્કારો થયા છે. બાપા બગદાણામાં શરૂઆતમાં બગડેશ્વર મંદિરમાં નિવાસ કરતા હતા. અ પછી તેઓ ગામના ચોરામાં બેસતા અને પછી બાપા પાસે ભક્તોની અને ચમત્કારોથી આકર્શિત થઈને અનેક ભક્તોની ભીડ વધવા માંડી. તેથી બાપાએ હેડમતાણું નદીની ખુલ્લી જગ્યામાં આશ્રમ નાખ્યો હતો. બાપાએ ચાલુ કરેલ અન્નક્ષેત્ર અને સેવા કાર્ય આજે આજે વટવૃક્ષ બનીને લાખો શ્રધાળુંઓને ભક્તિ અને સેવાનું અણનમ ઉદાહરણ પૂરું પાડે છે.

બાપાના આગમન બાદથી બગદાણા ગામનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ગુજરાતમાં ગુંજતું નામ એટલે બાપા સીતારામનું બગદાણા ધામ. બાપા સીતારામ જન્મતાની સાથે જ અનેક પરચાઓ થવા લાગ્યા હતા,જેમાં તેના નાનપણ માં સાપ સાથે સુવાનો, ગુરુ સાથે સંઘમાં શ્રી રામની ભક્તિ થી વાઘને ભગાડવાનો વગેરે સામેલ છે, બાપાએ દીક્ષા લીધા બાદ અનેક પરચાઓ આપ્યા છે.

અને હાલ બાપા દુનિયાના દુખિયારા લકોને અવારનવાર મુશ્કેલીના સમયે પરચાઓ આપે છે જેથી લાખોની સંખ્યામાં ભક્તો બગદાણા બાપાના આશ્રમના દર્શન કરવા આવે છે. એક વખતની વાત છે દીક્ષા બાદ ભ્રમણ કરતા કરતા મુંબઈના દરિયા કિનારે આવ્યા હતા, ત્યાં બાપા સાથે અનેક ભક્તોનો પરિચય થયો હતો. એ વખતે ગોરો અંગ્રેજ અમલદાર પોતાની ગાડીમાં ત્યાંથી નીકળ્યો અને આ વખતે બાપા તે રસ્તામાં બીજા ભક્તો સાથે પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગું કરતા હતા.

તે આ જોઇને બાપાની ભક્તિ અને સેવા વિશે ખરાબ બોલવા લાગ્યો. અને સાથે કહ્યું કે જો તમે ખરેખર સંત હો તો ચમત્કાર બતાવો. આ થી બાપા એ જ વખતે ત્યાં પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા, બાપાએ ખારા પાણીમાંથી મીઠું પાણી કાઢ્યું અને લોકોનું ટોળું ત્યાં આ સમત્કાર જોઇને ભેગું થઇ ગયુ. આ જોઇને ગોરો અમલદાર પણ બાપાનાં પગમાં પડી ગયો અને અનેક લોકો બાપાના પગમાં પડવા લાગ્યા. બાપા વારંવાર એક વાક્ય જરૂર બોલતા જેવી મારા વ્હાલાની મરજી.

બાપાનાં બગદાણા આશ્રમમાં ભક્તોની ભીડ બાપાના ચમત્કારો અને પરચાઓને કારણે ખુબ રહેતી, જેમાં બાપાના આશ્રમમાં ભાલ પંથકના એક માલધારી ભક્ત પોતાને કેન્સરનો રોગ થયો હતો જે અનેક ડોક્ટરોની દવા અને સારવાર કરાવ્યા બાદ પણ મટે તેમ ના હતો, આ કારણે ડોક્ટરોએ હાથ ઊંચા કરી લીધા હતા. આવા વખતે અનેક લોકોએ તેમને બાપાનાં આશ્રમે જવાનું કહ્યું હતું અને પોતાનું દુખ બતાવવાનું કહ્યું હતું. આ સમયે આ વ્યક્તિ અનેક સમસ્યા અને રોગ છતાં તે બગદાણા આવ્યો અને બાપાને વાત કરી. બાપાએ પોતાના આશ્રમની ખીચડી આ ભક્તને ખાવા આપી પરંતુ ડોકટરોએ આ વ્યક્તિને માત્ર અમુક પ્રકારનો ખોરાક અને એ માત્ર પ્રવાહીમાં લેવાની સલાહ આપેલી હતી. તેથી તે આ ખીચડી ખાઈ શકે તેમ પણ ન હતા.

તેથી તે વાત બાપાને કરી ત્યારે બાપાએ કહ્યું હતું કે મારા આશ્રમમાં આવેલો કોઈ ખાધા વગર કે ભૂખ્યો જાય તે કેવી રીતે ચાલે ? અને તેને આ ખીચડી ખાઈ જવાનું કહ્યું તેથી તે ભક્ત આ ખીચડી ખાવા લાગ્યા અને તેનાથી ખીચડી પણ ખવાઈ ગઈ અને તેને કેન્સરમાં પણ ખુબ જ મોટી રાહત થઇ છે, આ પછી તો આ પછી તો આ વ્યક્તિ ઘણીવખત બગદાણા આવ્યા અને ઘણા વર્ષ સુધી જીવ્યા. આવો થતો હતો બાપાનો ચમત્કાર.હાલ બગદાણા આશ્રમનો વહીવટ મનજીબાપાની દેખરેખ નીચે ચાલી રહ્યો છે. તેઓ બજરંગ દાસ બાપાના પરમ શિષ્ય છે. હાલ પણ કોઈ ભક્ત બગદાણા જાય તો પ્રસાદી લીધા વગર પાછો ફરતો નથી.

બાપાએ માત્ર 2 ધોરણ સુધિઓ અભ્યાસ કર્યો અને 11 વર્ષની ઉમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયા હતા. અને બાપાએ પોતાના ગુરુ સીતરામ બાપુ પાસેથી દીક્ષા લીધી હોવાથી આપણે બાપા સીતારામ તરીકે જાણીએ છીએ. જ્યારે તેઓ દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગૃરું સીતારામ બાપુ પાસેથી દીક્ષા લઈને સમાધિમાં લીન થઇ ગયા હતા.

જયારે પરમ તત્વ અને યોગ સિદ્ધિનો અહેસાસ થયો ત્યારે તેઓ ગુરુને દક્ષિણા આપવા ગયા હતા. અને ગુરુ ભક્તીરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવું જોઈએ. ત્યારે તેમની પાસેથી બાપા સીતારામે એવું કંઇક આપો કે જેનાથી મારે હમેશા ભગવાન શ્રી રામનું નામનું રટણ થયા કરે ત્યારે તેમને ગુરુએ બજરંગી શબ્દ આપ્યો. અને સાથે કહ્યું કે જાવ બજરંગી તમે હવે દુનિયામાં ફરો અને દુખિયારાની સેવા કરો. જેથી દુનિયા તમને બજરંગદાસ તરીકે ઓળખશે.

બજરંગદાસ બાપા હમેશા લોકોને ભગવાન શ્રી રામનું નામ અને હનુમાનજીનું રટણ કરવાની લોકોને સલાહ આપતા. બાપા સીતારામ દીક્ષા લીધા પહેલા તેમના અનેક પરચાઓ બતાવી શક્યા હતા. બાપા જ્યારે દીક્ષા લેવા જતા હતા ત્યારે તેઓ વલસાડ નજીક પહોચ્યા અને ઓરંગા નદીના કિનારે બેઠા હતા ત્યાં સીતારામ બાપુ ખાખચોડ વાળાની જમાત નાસિક કુંભમેળામાં જઈ રહી હતી. તે વખતે બાપાને પણ કુંભ મેળામાં જવાનું મન થયું હતું. અને તેઓ સંઘમાં જોડાઈ ગયા. આ સંઘને રસ્તામાં એક વાઘનો ભેટો થઇ ગયો અને અન્ય ભક્તો ડરી ગયા. પરંતુ બાપાએ સીતારામ સીતારામ જપતા જપતા બહાદુરી પૂર્વક વાઘને ભગાડ્યો અને ત્યારથી અન્ય ભક્તોને બાપાની ભક્તિ અને શક્તિનો પરચો થઇ ચુક્યો હતો.

બગદાણા ખાતે વર્ષમાં બે વખત મોટા મોટા ઉત્સવ ઉજવાય છે, એક ગુરુ પુનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો મેળામાં આવે છે, જ્યારે બીજી એક તિથી બાપાની પુણ્યતિથિના દિવસે બગદાણા ધામમાં ખુબ ધામધુમથી ઉત્સવ ઉજવાઈ છે. બાપાએ પોષ વદ 4 ના રોજ બગદાણા ધામમાં 1977 માં દેહ ત્યાગ કરી કાયમ માટે બગદાણા ધામમાંથી વિદાય લીધી હતી. તેદી મઢુલી બાપા વગર સુની થઇ ગઈ અને આ દિવસે આખું બગદાણા ગામ, બગડ નદીના નીર અને પંખીઓના કલરવ શાંત થઇ ગયો હતો.

કહેવામાં આવે છે કે જ્યારે બજરંગદાસ બાપાની પૂણ્યતિથિનો દિવસ આવે છે ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય છે અને આવા લાખો ભક્તોએ દર્શનનો લ્હાવો લઈ અને ધન્યતા અનુભવી હતી અને ઘણા ભક્તો સફળતા મેળવતા હતા અને બગદાણામાં 15 હજારથી વધુ સ્વંયસેવકોએ દર્શનાર્થે આવતા ભાવિકોની રહેવા. ભોજન. ચા અને નાસ્તાની સગવડો કરવામાં આવતી હોય છે અને આખો દિવસ ત્યાંજ રહેતા હોય છે અને સેવા કરતા રહે છે. પણ અહીંયા નોંધનીય વાત એ છે કે ચાર દાયકા પહેલાં અહીંયા સંત પૂજ્ય બજરંગદાસબાપા બગદાણાના ગુરૂઆશ્રમ ખાતે તારીખ 9/1/1977ના રવિવારના વહેલી સવારે બ્રહ્મલીન થયા હતા એવું કહેવાય છે અને આ દિવસે વિક્રમ સંવત મુજબ પોષ માસની વદ ચોથની તિથી હતી તેવું માનવામાં આવે છે અને આ મુજબ દર વર્ષે બાપાની પૂણ્યતિથિ ઉજવવમાં આવતી હોય છે.

અહીં વાત છે સૌરાષ્ટ્રના એક એવા સંતની જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા ગામમાં આવ્યો છે. જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે પૂજ્ય બજરંગદાસપાપાનું જીવન શ્રદ્ધાળુઓને સત્કર્મ કરવાની પ્રેરણા આપે છે. કહેવામાં આવે છે કે બજરંગદાસ બાપાની ભક્તિમાં લોકો એટલા રંગાઈ ગયેલા હતા કે તેઓએ સૌરાષ્ટ્રનું એક ગામ એવું બાકી નહીં હોય કે જ્યાં બાપાની મઢુલી ન હોય અને આ લોકો તેમને બાપા સીતારામના નામથી પણ ઓળખે છે ઓળખે છે. ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. ભાવનગર જિલ્લાના અધેવાડા ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી કુટુંબ રહેતું હતું અને રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.

નાનપણથી જ ભક્તિરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતા. ખરેખર તેમના નામ પ્રમાણે ગુણ પણ હતા. ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. એક સવારે ભક્તિરામ મોડે સુધી સુઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો.

ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે. પણ ગુરુજ્ઞાન લીધા પછી પણ બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ બગદાણા પાંછાં આવ્યા હતા અને પછી લગભગ અંદાજે આ વર્ષ 1941નું હતું અને અહીં બગદાણા ગામ. બગડ નદી. બગડેશ્વર મહાદેવ. બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા હતા એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી અને ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં ખૂબ જ લોકો આવે છે અને જાય છે.

1959માં અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું હતું અને અહીંયા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ પછી આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની ખાસ નોંધ રાખવામાં આવે છે અને આ મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે આટલુ જ નહીં પણ અહીંયા બન્ને બાજુ કાચ છે અને જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી હતી ત્યારે અહીંયા સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા હતા અને કહેવામાં આવે છે કે તેઓએ 1977માં દેહત્યાગ કર્યો હતો અને પીછી અહીંયા બગદાણામાં બે ધર્મશાળા પણ ખોલવામાં આવી હતી અને જે ખૂબ જ મોટી છે.

જેમાં જોવા જોઈએ તો 100 રૂમ છે અને રહેવાની કોઈ પણ જાતની ફી નથી બીજી વાત એ છે કે ભોજનાલય 24 કલાક ધમધમે છે અને બગદાણા આશ્રમ મહુવાથી 32 કિમી દૂર આવેલ છે અને ભાવનગરથી જોઈએ તો 78 કિમી થાય છે અહીંયા જવા માટે તમે કોઈપણ સાધનમાં પહોંચી શકો છો અને આ ઉપરાંત ગુજરાતનાં અન્ય મોટાં શહેરો ભાવનગર. રાજકોટમાંથી સીધી બસ મળી શકે છે અને રાજકોટથી જનાર આટકોટ. બાબરા અને પાલિતાણા વાયાથી અહીં જાય છે.

About Hu Gujarati TEAM

Check Also

જાણો શું છે જનોઈ ધારણ કરવાનું મહત્વ અને જાણો શું છે તેનું વૈજ્ઞાનિક કારણ..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ …