બજરંગ દાસ બાપાએ ફક્ત પાણીથી ચલાવી હતી કાર આ કાર આજે પણ છે અહી સુરક્ષિત

0
93

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે બગદાણા ગામ બનાવ્યુ સ્વર્ગ ધામ બાપા સીતારામ. પોષવદ ચોથ આવે એટલે હૈયે ને હોઠે બગદાણા રમવા મંડે કારણ કે ચોથ.

એટલે પુજ્ય બજરંગદાસ બાપા ની ”પુણ્યતીથી”બગદાણા એટલે સૌંરાષ્ટ્ર ના વાળાંક પંથક ના મહુવા તાલુકાનુ નાનુ એવુ એક ગામડુ ઉતર દિશામા પર્વતોની હારમાળા ને દક્ષિણમાં દુરદુર દરીયો એની મદ્યમા આપણુ બગદાણા ધામ એ ધામમાં એક અલગારી સંત શ્રી બજરંદાસ બાપાના બેસણા પુજ્ય શ્રી બજરંગદાસ બાપા નો પરીચય આપવો એ એક પ્રકારનુ ગાંડપણ ગણી શકાય સતા પણ બાપા ની થોડી વાત કરું.

પુજ્ય બાપા ફરતા ફરતા બગદાણા આવેલા ને બગદાણા ના મનવીયો ના હૃદયમાં એવુ સ્થાન મેળવી લિધેલુ કે બાપા કહે દિવસ તો દિવસ ને રાત કહે તો રાત બાપા ની સેવામાં બગદાણા ગામના લોકો હાજર રહેતા પછી તો ધિરે ધિરે આજુબાજુના ગામડામાં પણ બાપાની સુવાસ ફેલાઈ ગઈ. બાપા ની પોતાના ગામમાં પધરામણી થાય એવુ લોકો ઇચ્છતા અને બાપા આમંત્રણ નુ માન રાખવા જતા પણ બાપાની મરજી મુજબ ગમે ત્યારે ઉભા થઇ ને હાલતા થઇ જતા કે હાલો વાલા હુ જાવ વિચાર કરો કે જે સમયે કોઇ પાસે સાયકલ ન હતી એ સમય મા બાપા પાસે મોટર હતી.

બાપા ને ગમે ત્યાં જવાનુ હોય પણ ડ્રઇવરથી પુછાય જ નહી કે બાપા કયા જવુ અને કદાચ પુછ્યુ હોય તો કેવો જવાબ મળે એનુ નક્કી નહી એટલ બાપા મોટર મા બેસી જાય એટલે બાપાની આંગળી ના ઇશારે જ ગાડી ચલાવે જે સ્થળે જવુ હોય તે સ્થળ આવી જાય ત્યારે જ ડ્રઇવરને ખબર પડે કે ઠિક બાપા ને અહી આવું હતુ. બાપા નુ મસ્તી ભર્યુ જીવન,બગદાણા નો આ આપણો ગાંડો બાવલિયો એક દિવસ અસ્ત પછી ધિરે ધિરે ધરતી માથે અંધારા ના ઓળા ઉતરી રહ્યા છે.

એવા ટાણે બગડનદી ની વેળુ મા બેઠા છે ઉનાળા નો વખત છે નદી ની વેળુ ઠરી ને હિમ જેવી થઇ ગઇ છે બાપા વેળુ ની મોજ માણી રહ્યા છે એવે ટાણે કોઇ ના પગ તળે રેતી ચળવાવા નો અવાજ આવે છે બાપાએ જોયુ તો કોઇ પ્રસંડ કાયા વાળો કાળો માનવ સામે આવી ને ઉભો રહ્યો ને કહેવા લાગ્યો કે બાવા તારી મઢીયે હરીહર શરૂ કરાવ ને બાપા એ પ્રસંડ કાયા વાળા માનવી ને ઓળખી ગયા એ પ્રસંડ મા માનવી ના રૂપ મા કાળ ભૈરવ પોતે હતા બાપા કહે મારી પાહે શુ છે.

તુ એટલો બધો દયાળુ છો તો કે’દુ નો આ બગડેહરે નવરોં બેઠો છો તે તુ કે’તો હો તો હરીહર સરૂ કરુ એવુ કહેવાય છે ત્યાર થી આજ દિવસ સુધી હરીહર શરૂ છે કયારેય કોઇ વસ્તુ ખુટી હશે એવો એક પણ દાખલો શોધવા જઇએ તો મળે નહી રોજ હજારો યાત્રાળુ પ્રસાદ આરોગે છે. આજ તો ગુરૂ આશ્રમ બગદાણા વિશ્વમા પ્રખ્યાત છે. ભાઇ અને મારબલ ના મહામંદિર મા ચાંદીના શરીરે બાપા બિરાજે છે

અને એક માનવી આરતી ઉતારે છે આમ તો ગુરૂ આશ્રમ બગદાણા મા વર્ષમા બે મેળા ભરાય છે એક ગુરૂ પુર્ણી માનો મેળો ને બિજો પોષ મહીના ની પુર્ણી મા થી ચોથ સુધી ચોથ એટલે બાપા ની ”પુણ્યતિથી” એટલેકે ચાર દિવસ નો મેળો ભરાય છે એમાય ચોથ ના દિવસે તો ભાઇ માનવ મહેરામણ ઉભરાય છે હૈયે હૈયુ દળાય એટલી જન મેદનીનું કિડીયારૂ ઉભરાય છે.

અને માનવી માટે સરસ મજાની આશ્રમ દ્વારા સુવિધા ગોઠવ્વા મા આવે છે આટલા બધા માનવીયો ને ગૂરૂ આશ્રમ દ્વારા પંગત મા બેસાડી ને જમાડે તે નવાઇ કહેવાય ને?હા મને નવાય લાગેલી ત્યારે મે બગદીણા આશ્રમ મા વરસો થી સેવા આપતા બગદાણા ના જ શ્રી કરણાભાઇ ભંમર ના પુત્ર રાજુભાઇ ભંમર ને પુછ્યુ કે આપને આશ્રમ ની નિકટ રહેવાનો મોકો મળ્યો છે તો મારે જાણવુ છે કે મેળા મા કેટલા માનવી ઉમટે છે.

અને એ માનવી ને સાચવ્વા કેટલા માનવી જોતરાય છે તે અગે ની માહીતી આપશો તો રાજુભાઇ ભંમર દ્વારા મને જાણવા મળ્યુ કે ગુરૂ આશ્રમ મા મેળા દર્મિયાન આશરે અઢી થી ત્રણ લાખ ની સંખ્યા મા માનવ ની મેદની ઉમટે છે અને એ ગુરૂ ભક્તો ને કોઇ જાતની અડસણ નડે નહી એ માટે આજુબાજુ કે દુર દુર ના ગામો માથી અઢીસો ભાઇઓ ના સેવા મંડળ સેવા કરવા આવે છે ને દોઢસો બહેનો ના સેવા મંડળો આવે છે દરેક મંડળ મા સાઠ થી ચિંતેર માણસ ની સંખ્યા હોય છે તો વિસ હજાર આજુબાજુ ની ભાઇઓ ની સંખ્યા થાય છે અને પંદરેક હજાર બહેનો ની સંખ્યા થાય છે સેવા કરવા વાળા ભાઇઓ ને બહેનો મળી ને ત્રિસ હજારે આકડો પહોચે છે.

ભાઇ રાજુભાઇ ભંમર નો આભાર કે જેમણે સરસ માહીતી આપી આ બજરંગદાસ બાપા ની ચોથ ના પ્રભાત થી મા જ સણગારેલા રથ મા નગરયાત્રા નિકળે છે અબીલ ગુલાલ ની છોળો સાથે ભાવિકભક્તો સુમધુર સંગીત ની ધ્વની ના તાલે ગાંડા થઇ ને નાચતા નાચતા ભાવવિભોર મનોવૃત્તિ સાથે બાપા ની નગર યાત્રામા જોડાઇ જાય છે અને બગદાણા ગામ ની એકે એક ગલીઓ મા બાપા ઘુમતા નજરે પડે છે બેનદિકરીયુ પોતાનો બાપ આગણે પધાર્યો હોય એવા ભાવથી પુજ્ય બાપા ને ચોખલિયા થી વધાવતી નજરે પડે છે આવી બાપાની નગર યાત્રા ને નેણે થી નિહાળવા દુરદુર થી માનવિયો ઉમટી પડતા હોય છે આખો દિવસ ફર્યા પછી બાપા સંધ્યાઆરતી ટાણે આશ્રમ મા પાછા ફરે છે જૈં હો બાવલિયા ની જૈં હો જો ત્યાર બાદ બાપા ની આરતી થાય છે.

આ બાપાની શુ વાત કરવી અરે આશ્રમ મા સેવા કરનાર ની વાત કરીયે તો આપણ ને નવાય લાગે કે આજ ના યુગ મા માણસ ને એક મિનિટનો સમય મળતો નથી તો ચારચાર દિવસ આમ નિસ્વાર્થ ભાવે જે સેવા કરવી એ એક ધન્યતા ને પાત્ર છે અને હો સરકારી પોલિસો ની સેવા પણ પ્રસંસનિય છે જ સતા પણ સિક્યુરીટી તરીકે સ્વયંમ સેવકો પણ પોલિસ ખાતાને મદદ કરે છે મેળા મા સિક્યુરીટીના રૂપમા આશ્રમ દ્વારા ઠેર ઠેર સેવકો ને ગોઠવ્વા મા આવે છે કોઇ અનિચનિય ધટના ન ઘટે તેની આશ્રમ દ્વારા કાળજી લેવાય છે.અને દુરદુર થી આવતા યાત્રીકો ના વાહન માટે સુંદર પાર્કિગ ની વ્યવસ્થા કરવામા આવે છે અને પાર્કિંગ ના સ્થળે સ્વયંમ સેવકો ગોઠવ્વામા આવે છે અને આવનાર યાત્રીકો ને કોઇ જાત ની તકલિફ ન ઉભી થાય જેની કાળજી લેવાય છે.

સાહેબ ચાલીને આવતા યાત્રિકો ને આજુબાજુના ગામડા ઓમા બાંધેલી બાપાની નાનીનાની મઢુલિયુ મા ચા પાણી થી લઇ ને જમવા સુધી ની સગવડ આપવા મા આવે છે રાત્રી નો સમય હોયતો સુવા માટેની સુવિધા આપવામા આવે અને કોઇ અજાણ્યો વ્યક્તિ હોય ને ભુલો પડેતો બાપાના ધામ સુધી પહોચાડવા ની વ્યવસ્થા કરી આપવામા આવે છે. જે ગામડા મા કોઇ અજાણ્યા થી નિકળી ન શકાતુ એવા ગામડા મા આજે આવી સેવાનુ કામ થઇ રહ્યુ છે તો તમેજ કહો કે પુજ્ય બાપા સૌના રુદીયે કેવા વસીગયા હશે એટલે જ કહેવાય છે ”બગદાણા ગામ બનાવ્યુ સ્વર્ગધામ વાહ બાવલિયા વાહ બાપા સીતારામ”

હાલમાં બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ નીચે આશ્રમનું સંચાલન થઇ રહ્યું છે. અસંખ્ય ભક્તોના જીવનને ઉજ્જવળ બનાવનાર બાપાશ્રીએ ૧૯૭૭માં પોષ વદ ચોથના દિવસે દેહત્યાગ કર્યો હતો. આ વાતને આજે ૩૩ વર્ષ થઇ ગયાં હોવા છતાં તેઓ આજેય પોતાના ભક્તજનોના દિલમાં હજરાહજૂર છે.

તેમનાં કાર્યોને તેમના ભક્ત સમુદાયે બરાબરના ઉપાડી લીધા હોય દુખિયાના બેલી બજરંગદાસબાપા આજે પણ અસંખ્યોના દુ:ખોને વિવિધ સ્વરૂપે હરતાં રહે છે. બાપાશ્રીની અસીમ કૃપા સૌ કોઇ પર વરસતી રહે તેવી શ્રદ્ધા સાથે બાપા સીતારામ !બાળકોના વહાલા બાપા સીતારામ.બાપાશ્રીને બાળકો ખૂબ જ ગમતાં. તેઓ બાળકોમાં પરમાત્મા નિહાળતા. તેઓ પોતાની બંડીમાં પીપરમેન્ટ રાખતા. બગદાણાની પ્રાથમિક શાળા પાસે આવેલા પાકા ઓટલા પર તેમની બેઠક રહેતી.

શાળા છૂટે કે રિસેસ પડે એટલે સૌ બાળકો બાપાશ્રી પાસે આવી બાપા સીતારામ બોલે. બાપાશ્રી તેમની સાથે ખૂબ જ ગેલ કરતાં અને પીપરમેન્ટના પેકેટમાંથી બધાં બાળકોને મૂઠી ભરી-ભરીને પીપરમેન્ટની પ્રસાદી આપતા.બજરંગદાસ બાપાનો દેશપ્રેમ.પૂ. બજરંગદાસબાપા માત્ર ધાર્મિક વૃત્તિના જ નહી બલકે એક સાચા દેશભક્ત પણ હતા. ૧૯૬૫માં ભારત-ચીન યુદ્ધ વખતે વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની એક હાકલ પડી ને બાપાશ્રીએ તેમની મઢીની તમામ ચીજવસ્તુઓની હરાજી કરી નાખી.

તેમાંથી આવેલ બધી રકમ સંરક્ષણ ભંડોળમાં મોકલાવી આપી. તેઓ જે બંડી પહેરતાં તે સુઘ્ધાં તેમણે દેશને મદદ કરવા હરાજી કરી નાખી. આ રીતે દેશપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું. ગુરૂ આશ્રમ બગદાણા.કેવી રીતે જશો ? બગદાણા તળાજાથી ૩૫ કિ.મી દૂર આવેલું છે. તળાજા ભાવનગરથી ૫૧ કિ.મી. દૂર છે. ભાવનગર રોડ-રેલવે તથા હવાઇ માર્ગે તમામ મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. નજીકનાં સ્થળો ભાવનગર-તળાજા-મહુવા-પાલીતાણા વગેરેથી ટેક્સી-રીક્ષા-છકડો-ટેમ્પો વગેરે સરળતાથી મળી રહે છે.

પદયાત્રા સંઘો પણ અનેક આવે છે. તળાજા-બગદાણા રસ્તો થોડો ખરાબ છે. બગદાણામાં ભક્ત જનોને રહેવા માટે મંદિર તરફથી નંદીગ્રામ તથા ગોપાલગ્રામ કરીને સુંદર વ્યવસ્થા છે. જમવા માટે અન્નક્ષેત્ર પણ છે. જ્યાં દરરોજ અસંખ્ય લોકો પ્રસાદીનો લાભ લે છે. બગદાણા ખાતે દર ગુરૂપૂર્ણિમા અને પૂનમનાં દિવસે દર્શન કરવા આવનાર યાત્રાળુઓનો ધસારો વધુ રહે છે. ભક્તોની સેવા કરવા માટે બાપાશ્રીનો સેવક ગણ સતત ખડે પગે હાજર રહે છે.

ભાવનગરના અઘેવાડા ગામમાં હીરદાસ અને શિવકુંવરબાના ઘરે 1906માં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો. રામાનંદી સાધુના ઘરે જન્મ થયો હોવાથી તેમનું નાનપણનું નામ ભક્તિરામ હતું. તેમણે 11 વર્ષની ઉંમરે સીતારામ બાપુ પાસે દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા. ભક્તિરામ જ્યારે દક્ષિણા આપવા ગયા ત્યારે સીતારામબાપુએ તેમને કહ્યું કે તમે તો ગુરુ અવતાર છો મારે તમને આપવાનું હોય તમારે નહીં. ત્યારે ભક્તિરામે કહ્યું કે જો તમે મને કંઇક આપવા માગતા હોવ તો એવું કંઇક આપો કે મારા મુખે રામનું રટણ ચાલુ જ રહે.

ત્યારે સીતારામબાપુએ તેમને નવું નામ આપ્યું. ‘બજરંગી’ અને કહ્યું કે આખું જગત તમને બજરંગદાસના નામથી ઓળખશે. ગુરુજ્ઞાન લીધા પછી બજરંગદાસ બાપા ગુજરાતભરમાં ભ્રમણ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ બગદાણા આવ્યા. અંદાજે આ વર્ષ 1941નું હતું. અહીં બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ બજરંગદાસ બાપાને ગમી ગયા ને ત્યાર પછી અહીં તેઓ કાયમ માટે રહી ગયા. એવું કહેવાય છે કે તેઓએ 1951માં આશ્રમની સ્થાપના કરી હતી.

1959માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. જ્યાં મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં આરસપહાણના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરનું પ્રવેશદ્વાર વિશાળ છે. બન્ને બાજુ કાંચ છે, જ્યારે શિવ અને પાર્વતીની પ્રતિમા મૂકવામાં આવી છે.સમય ગયે ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા. તેઓએ 1977માં દેહત્યાગ કર્યો.