બાળપણમાંજ પોતાના મધુર આવાજથી લોકોનું દિલ જીતનાર, આ બાળક હવે જીવે છે આવું જીવન…..

0
476

આજે જાણીશું હરિ ભરવાડ વિશે જેને નાની ઉંમરે જ પોતાના ભજનથી લોકોનું દિલ જીતી લીધું હતું. હરિ ભરવાડ નો જન્મ 12 ઓગસ્ટ, 1995 ના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ કુકાભાઈ અને માતાનું નામ મનુબેન છે. હરિ ભરવાડ ના મોટા ભાઈ ટીચર છે જેનો, હરિ ભાઈ ની સફળતામાં ખાસો સહારો રહ્યો છે.હરિ ભરવાડ ને તેના પરીવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેના કાકા રહ્યા છે, કારણ કે તેના કાકા ને સંગીત અને ભજનો વિશે સારી એવી માહિતી હતી. હરિ ભરવાડ ના સૂરીલા અવાજ ને સાંભળી કાકા એ તેમને ભજન ગાતા શીખવ્યું હતું.

હરિ ભરવાડ તેમના ગામ છપડી માં ૧૨ ધોરણ સુધી નો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન પ્રાથના બોલતાં સમયે એક શિક્ષકે તેનો અવાજ સાંભળીને, તેને ભજન ગાવા માટેની પ્રેરણા આપી હતી અને ગીતો ગાવાની પ્રેક્ટિસ કરાવવાની શરૂઆત કરી હતી.હરિ ભરવાડ એ 7 વર્ષ ની નાની ઉંમરે જ ગાવાનું શરૂ કર્યું હતું. તેમનો પહેલો આલ્બમ ‘હરિનો મારગ’ બનાવ્યો હતો જે લોકોને ખૂબજ પસંદ આવ્યો હતો. આ આલ્બમ માં લગભગ 7-8 ભજન નો સમાવેશ થાય છે. હરિ ભરવાડ એ લગભગ 30 જેટલા આલ્બમ બહાર પાડ્યાં છે.

જેમાં ગરબા અને ભજન નો સમાવેશ થાય છે. 2009 માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે” માં એક્ટિંગ કરી હતી, જેના માટે તેમને ટ્રાન્સ મિડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો. 2011 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને એવોર્ડ મળ્યો હતો. 2014 માં ગુજરાત બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ, દિલ્હી ખાતે મળ્યો હતો.

હરિ ભરવાડ એ વિદેશમાં પણ અનેક પ્રોગ્રામ ક્યાઁ છે. તેમને પ્રથમ વખત 2012 માં લંડન માં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો. 2014 માં અમેરિકા ના ગુજરાત સમાજ ના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માં તેમણે પ્રોગ્રામ કર્યો હતો. ત્યારબાદ 2019 માં લંડન નવરાત્રિ ના પ્રોગ્રામ માટે તે ગયાં હતાં.હાલ તેમનો અમદાવાદ થી 30 કિલોમીટર દૂર આવેલ કઠલાલ માં સ્ટુડિયો છે.

જ્યાં તેઓ પોતાના ભજન અને ગરબા નું નિર્માણ કરે છે. થોડા સમય બાદ તેઓ પ્રસિદ્ધ ગાયક કલાકાર ધવલ બારોટ સાથે મળીને મોગલ માં નો ગરબો રજૂ કરવાના છે. હરિ ભરવાડ નાના નાના ગામો માં ભજન ગાતા અને ધીમે ધીમે લોકો ના દિલ જીતી તેઓ જાણીતા બન્યા હતા. આ સમયગાળામાં ગાંધીનગર પાસેના પેઠાપુર ગામના રહેવાસી રતનસીંહ વાઘેલા એ તેમને સાંભળેલા.

રતનસીંહ વાઘેલા એ એકતા સાઉન્ડ ના માલિક રમેશ પટેલ ને હરિ ભરવાડ ની ભલામણ કરી અને તેને પહેલો આલ્બમ હરિનો મારગ બનાવ્યો. હરિ ભરવાડ ની આ સફળતા પાછળ તેમના પરિવાર એ ખૂબ મહેનત કરી છે. હરિ ભરવાડ ને જ્યારે આ સફળતા મળી ત્યારે તે બાળક હતાં અને પરિવારના વડીલ એમ કહે કે, ભજન ગાવા જવાનું છે તે, તેમને ફરવા જવાનું હતું.

તેઓને આ સમજણ આવી એ સમયે લગભગ ગામમાં પ્રોગ્રામ થવાના બંધ થઈ ગયા હતા અને યુ-ટ્યુબ નો જમાનો આવી ગયો હતો. હરિ ભરવાડ એ સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. 2009માં તેઓએ એક ગુજરાતી ફિલ્મ ”સાસરે લીલા લેર છે” માં એક્ટિંગ કરી હતી,જેના માટે તેમને ટ્રાન્સ મિડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો.

2011 માં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને એવોર્ડ મળ્યો હતો. 2014 માં ગુજરાત બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ, દિલ્હી ખાતે મળ્યો હતો. હરિ ભરવાડ એ વિદેશમાં પણ અનેક પ્રોગ્રામ ક્યાઁ છે. તેમને પ્રથમ વખત 2012 માં લંડન માં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો. ૨૦૧૪ માં અમેરિકા ના ગુજરાત સમાજ ના ૫૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માં તેમણે પ્રોગ્રામ કર્યો હતો.

ત્યારબાદ 2019 માં લંડન નવરાત્રિ ના પ્રોગ્રામ માટે તે ગયાં હતાં. હાલ તેમનો અમદાવાદ થી 30 કિલોમીટર દૂર આવેલ કઠલાલ માં સ્ટુડિયો છે, જ્યાં તેઓ પોતાના ભજન અને ગરબા નું નિર્માણ કરે છે. થોડા સમય બાદ તેઓ પ્રસિદ્ધ ગાયક કલાકાર ધવલ બારોટ સાથે મળીને મોગલ માં નો ગરબો રજૂ કરવાના છે.