બાળકો કરતા પણ વધારે વાછરડીઓ ને પ્રેમ કરે છે આ કરોડપતિ ગુજરાતી,રાખે છે પોતાના કરોડોના બંગલામા……

0
145

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ અમદાવાદ ના એક એવા વ્યક્તિ વિશે જેઓ પોતાના કરોડો ના ઘરમા ગાયોની વાછરડીઓ ને રાખે છે હિન્દુ ધર્મમાં ગાયનું મહત્વ એટલા માટે નહોતું કારણ કે ભારત પ્રાચીન સમયમાં એક કૃષિ દેશ હતો અને આજે પણ છે અને ગાયને અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણવામાં આવતી હતી અને ભારત જેવા અન્ય દેશો પણ છે જે કૃષિ રહ્યા છે પરંતુ ભારતમાં ગાયને જેટલું મહત્ત્વ મળ્યું નથી અને ખરેખર હિન્દુ ધર્મમાં ગાયના મહત્વ માટે કેટલાક આધ્યાત્મિક,ધાર્મિક અને તબીબી કારણો છે.

મિત્રો ભગવાન શ્રીકૃષ્ણએ ગાયનું મહત્વ વધારવા માટે ગાયની પૂજા અને ગૌચરો નિર્માણ માટે નવો પાયો નાખ્યો હતો અને ભગવાન બાલ કૃષ્ણે ગોપાષ્ટમીથી ગાય ચરાવવાના કાર્યની શરૂઆત કરી હતી તેમજ રામચંદ્ર બીર એ ગાયોની કતલ પર પ્રતિબંધ માટે 70 દિવસ સુધી ઉપવાસ કર્યા હતા અને વૈજ્ઞાનિક સંશોધન બતાવ્યું છે કે ગાયમાં જેટલી હકારાત્મક ઉર્જા હોય છે તેટલી અન્ય પ્રાણીમા નથી હોતી તેમજ ગાયના પીઠ પર કરોડરજ્જુમાં સ્થિત સૂર્યકેતુ નર્વ હાનિકારક રેડિયેશન બંધ કરીને પર્યાવરણને સ્વચ્છ બનાવે છે અને તે પર્યાવરણ માટે ફાયદાકારક છે.

મિત્રો આ પ્રાણીને ગાય એટલા માટે કહેવાય છે કે તે સૂર્યમાંથી નીકળતા ગો નામના કિરણને પોતાની ખુંધમાં ધારણ કરે છે અને ખુંધમાં સૂર્યનાડી થકી તે ગલકંબલમાં થઇને સૂર્યની આ શક્તિ તે પ્રાણીની લાળમાં ભળે છે અને પછી તે દૂધ, ગોબર અને મુત્રમાં ભળે છે અને આ પ્રાણી ગો કિરણ ધારણ કરતુ હોવાથી તે ગો, ગૌ અથવા તો ગાય કહેવાય છે અને વિશ્વમાં એકમાત્ર ગાય જ એવુ પ્રાણી છે જેના મળ અને મૂત્ર પણ પવિત્ર ગણાય છે અને એટલા માટે કે ગાયના મળ અને મૂત્રથી માનવ સ્વાસ્થ્ય સુદ્રઢ બને છે અસાધ્ય બીમારીઓ થતી નથી.

મિત્રો અંને જો થાય તો જલ્દી મટે પણ છે અને ખેતી અને ગાય આધારિત ભારત દેશમાં હજુ પણ સરકાર અને સમાજ ગૌસેવા પ્રત્યે જાગૃત નથી અને દેશ આઝાદ થયો તે પહેલા દેશમાં ગાયોની સ્થિતિ ખુબ સારી હતી અને આઝાદી બાદ આજ સુધી ગાય અને ગૌવંશને ખતમ થાય તેવી જ રીતિ નીતિ સરકાર અને સમાજની રહી છે અને એટલે જ દેશમાં ગાય અને ગૌવંશને બચાવવા તથા સમાજમાં જાગૃતિ લાવવા શહેર શહેર, ગામડે ગામડે લોકો ફરી રહ્યા છે.

મિત્રો પ્રેમ શબ્દમાં જ ઘણું બધું સમજાઈ જાય છે અને પ્રેમના અનેક પ્રકાર છે પરંતુ ગાયમાતા પ્રત્યેના આ પ્રેમને જોઈને તમને અજીબ લાગશે. અજીબ એટલા માટે કે એક કરોડપતિ વ્યક્તિ પોતાનો કરોડોનો ધંધો છોડીને નાની વાછરડીઓ વચ્ચે જીવન વિતાવે છે દોસ્તો આ ગૌ પ્રેમી વ્યક્તિ એટલે કે અમદાવાદ નજીક મણીપુરવડ પાસે રહેતા વિજયભાઈ પરસણા જેઓની પાસે પૈસાની કોઈ કમી નથી પરંતુ તેમને ગૌમાતા પર અતૂટ વિશ્વાસ છે અને આજ કારણે તેઓ ગાયોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે.

મિત્રો તેમને નાના બાળકની જેમ વહાલ કરવાનું પસંદ કરે છે અને ગાયોને તેમને શણગારવી. તેમને નવડાવવી, તેમની સાથે રમત રમવી અને પોતાની કારમાં તેને ફરવા લઈ જવાનું પસંદ છે. આ વ્યક્તિની આ કામગીરીને તમે શોખ કહો કે ગૌપ્રેમ કહો કાંઈપણ 5 હજાર વારના બંગલામાં એકલા જ રહે છે મિત્રો સૌથી મહત્વની વાત તો એ છે કે વિજયભાઈ ગાયોને સાચવવા માટે ૫ હજાર વારના બંગલામાં એકલા જ રહે છે.

મિત્રો વિજયભાઈ ગાયને ભગવાન માને છે અને એટલું જ નહીં તેઓ રોજ ગૌમુત્રનું સેવન કરે છે અને ગાયના છાણથી જ સ્નાન પણ કરે છે અને તેમનું કહેવું છે કે જે લોકો પોતાના સ્વાર્થ માટે ગાયને રાખે છે અને સ્વાર્થ પૂરો થતા રસ્તા પર રડતી મુકી દે છે જે હું જોઈ શક્તો નહોતો અને તેથી મને આ સેવા યજ્ઞ શરૂ કરવાનું મન થયું. આ યજ્ઞ એટલા માટે કે, લોકો આ સેવાભાવથી પ્રભાવિત થાય અને ગાય પ્રત્યે સંવેદના કેળવાય.

મિત્રો મહત્વનું એ છે કે વિજયભાઈએ અગાઉ ગાયના ધામધૂમ પૂર્વક લગ્ન પણ કરાવ્યા હતા. અને આજે તેઓ 11 જેટલી ગાયોને ત્રણ પેઢીથી સાચવી રહ્યા છે જોકો તેમનો આ ગૌ પ્રેમ લોકોના દીલને સ્પર્શનારો છે અને ત્યારે આશા રાખીએ કે લોકો પણ ગૌમાતાને રડતી ન મૂકીને તેમની આ રીતે સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે પ્રાચીનકાળથી દેશની આઝાદી સુધી ગાયને વિશેષ દરજ્જો અને વિશેષ અધિકાર અપાયો હતો.

મિત્રો પર્વત, વન, નદીના બન્ને કિનારા પર એક એક યોજન વિસ્તાર અને ગામની ગૌચર જમીન ગાયો માટે સુરક્ષિત રખાતી હતી અને દેશી ગાય આધારિત કૃષિને, દેશી ગાયના દુધ આધારીત પ્રોડક્ટને, દેશી ગાયના છાણ,ગૌમુત્રના ખાતર માંથી તૈયાર થયેલ અન્નને યોગ્ય બજાર મળે અને લોકો તેનો ઉપયોગ કરતા થાય તેવી વ્યવસ્થા સરકારે તાત્કાલીક શરૂ કરવી જોઇએ.

મિત્રો ફક્ત ગાય જ નહી પરંતુ ગાયમાંથી પ્રાપ્ત થયેલી દરેક વસ્તુ ખૂબ પવિત્ર માને છે અને એવું કહેવામાં આવે છે કે ગાય માતા મા તેત્રીસ કોટિ દેવતાઓ વસે છે જે વ્યક્તિ ગાયની સેવા કરે છે, તેની બધી મુશ્કેલીઓ તેના જીવનમાંથી એક પછી એક દૂર થઈ જાય છે અને હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ગાય માતા વિના આ દુનિયા અધૂરી છે અને જે લોકો ગાયને લગતા આ તથ્યો સમજે છે તે ગાયની માતાની જેમ પૂજા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here